Leva Aavyo Dhalakti Dhel lyrics in Gujarati

 


Leva Aavyo Dhalakti Dhel lyrics in Gujarati

 

લેવા આવ્યો ઢળકતી ઢેલ
લેવા આવ્યો ઢળકતી ઢેલ,
આવ્યો ગુજરાત મેલ,
એમાં જમાઈ રાજ છોગાળો,
છેલ આવ્યો ગુજરાત મેલ.

સાસુજી તો છે અણમોલ,
સસરાજીનાં થાય નહિ મોલ,
એવો જામ્યો છે રસમેળ…
આવ્યો ગુજરાત મેલ.

વરરાજાને શોભે છે જામા,
સાથે તો છે એમના કાકા,
એમાં દિયર તો છોગાળો છેલ
આવ્યો ગુજરાત મેલ…

વર વરણાગિયો લાગે છે એવો,
રંગે રૂપાળો જાણે ચંદ્રમા જેવો,
લેવા આવ્યો ઢળકતી ઢેલ
આવ્યો ગુજરાત મેલ…



 

Post a Comment

Previous Post Next Post