Mari Nakh Na Parvada Jevi Chundadi Lyrics in Gujarati

 


Mari Nakh Na Parvada Jevi Chundadi Lyrics in Gujarati

 

મારી નખના પરવાળા જેવી ચુંદડી,
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી,
ઓઢોને સાહયબ જાદી ચૂંદડી….

રંગ રે કસુંબલ મેંતો કેસૂડાનો લીધો,
લીલો તે રંગ વનની વનરાયુએ દીધો,
ઓ..હો.. પીળો તે રંગ જોને ઉગતી પુનમે દિધો
તારલીયે ટાંકી નવરંગ ચૂંદડી…

ગામને સિમાડે કરશું સામૈયાં તમારા
અંતરને ઓરડે દેશું રે ઉતારા
ઓ..હો..જે દી વાજા વગડાવો માંડવડે આવો
તે દી ઓઢું હું સાહયબા ચૂંદડી…

જો જો ના ખેલ કોઈ વસમો ન ખેલતાં,
મારી ચુંદડીને પાછી નવ ઠેલતાં,
ઓ..હો..તારા રૂદિયાની રાની બોલે બંધાણી
નહિ રે ઓઢું હું કોઈની ચુંદડી…

ઈ રે ચુંદલડીમાં વરણાંગી પ્રિત છે હો..
વરણાંગી પ્રિત એમા વાલમ કેરી પ્રિત છે
પ્રિતલડી હોય હોય પ્રિતલડી, પ્રિતલડી મારી
સમજુ સમજના સમજાય, કે મારા…



 

 

Post a Comment

Previous Post Next Post