Padharo Vevai Lyrics in Gujarati
પધારો પધારો વેવાઇ પધારો રે,
સ્વાગત હો તમારા આંગણીયે પધારો રે
પધારો…..
સિંહાસન સોનાના નથી રે બિંછાવ્યા,
હૃદયના બિંછાને બિરાજો પધારો રે
પધારો……
ના જાજમ બિંછાવી ના ચંદરવા ઢાળ્યા
અમે પ્રેમ પુષ્પો વેર્યા છે પધારો રે
પધારો…..
નથી રાજ મહેલોમાં આપ્યા ઉતારા,
ઉરના આગણીયે બિરાજો પધારો રે,
પધારો…..

Post a Comment