RIM JIM VARSE MEHULIYO LYRICS| KAJAL MAHERIYA

 


RIM JIM VARSE MEHULIYO LYRICS| KAJAL MAHERIYA


હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
હો હો હો હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે

હો અઢી અક્ષર નું ચોમાસુ ને બે અક્ષર ના અમે
ખોટ પડી અડધા અક્ષર ની પુરી કરજો તમે

હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે

પ્રીત ના તાણતાં સુર છેડાતાં મોરલા ટહુકા કરે
ધોધમાર મેહુલિયો વરસે યાદ આવી ગયા તમે
ઓ શેર માટી નું કાળજું ને ઘાવ કેટલા ખમે
મેઘ રાજ ની હેલી વરસે યાદ આવી ગયા તમે

હો પ્રેમ ની ઢળતી વાદળિયો માં નીલ છબછબિયાં કરે
પ્રેમ ની ઢળતી વાદળિયો માં નીલ છબછબિયાં કરે
મળવાની મને આશ રહી ગઈ પુરી કરજો તમે

હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે

હો પ્રેમ ની મીઠી લાગણીયો માં રુવાડા સમસમે
ઝરમર ઝરમર પાંપણ ભીંજી યાદ આવી ગયા તમે
હો મોસમ ની આ કાળઝાળ માં મન મૂંજાયા કરે
કાળઝાળ મેહુલિયો વરસ્યો યાદ આવી ગયા તમે

હો અગાસીએ થી કાગળ ફેંકી સંદેશો સૌ કરે
અગાસીએ થી કાગળ ફેંકી સંદેશો સૌ કરે
મળવા મુજને ના આવો તો હમ મારા સે તને

હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે


Post a Comment

Previous Post Next Post