SAVARIYA LYRICS | KAJAL MAHERIYA

 


SAVARIYA LYRICS | KAJAL MAHERIYA 

સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા
હો સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા
સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા
હવે તો ઉઘાડો દિલ ની ડેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે

હો સાવરીયા હો સાવરીયા છલકે ચાહત ના દરીયા
હવે તો ઉઘાડો દિલ ની ડેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે
હો હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે

હો તું છે મન નો મોરલિયો ને હું છું ઢેલ તારી
તન મન સઘળું હું તો મારા સાજણ તુજ પર વારી
હો ભૂલી ગઈ હું દુનિયાં ને ભૂલી હું દુનિયાદારી
બસ તારી તસવીર ને હું જોઉં ધારી ધારી

હો સૂના સૂના તારા વગર મારા મન ના આંગણિયા
તારી પ્રીત્યું ના કાજલ ને મારી આખો માં ભરિયા
હો સાવરીયા ઓ સાવરીયા નસીબ થી મુજ ને મળ્યા
સાવરીયા ઓ સાવરીયા નસીબ થી મુજ ને મળ્યા
વરસાવો હેત ની હેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે
હો હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે

હો રાતો ની રાતો હું તારા સપનાઓ માં જાગું
સોળ સજી શણગાર હું તારી દુલ્હન બનવા માંગુ
હો ઓ રે મારા મોહન તારી વેણુ થઇ ને વાગુ
લોકો ની પરવા નથી બસ તુજ ને વાલી લાગુ

હો મારા દિલ ના પ્રેમ નગર માં આવી ને એવા વસ્યા
છેલ છબીલા છોગાળા હો વાલમ રંગીલા રસિયા
સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા
સાવરીયા ઓ સાવરીયા છલકે ચાહત ના દરીયા
તારા રંગો માં રંગાયેલી રે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે
હો હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે
કે હું તો તારા રે પ્રેમ ની ઘેલી રે

Post a Comment

Previous Post Next Post