HELO MARO LYRICS | SACHIN SANGHVI

 


HELO MARO LYRICS | SACHIN SANGHVI

હે દુનિયા મીઠી રાગીણી
ને મીઠો રાગ મલ્હાર
પણ રણ માં મીઠી વીરડી
મને લાગે ઘર ના દ્વાર

હેલો મારો સાંભળો ને
વેળા વીતી જાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

કે હેલો મારો સાંભળો ને વેળા વીતી જાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો
હેલો હા હા રે મારો

હો જી રે મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

હે વા અને વાદળ મળે
અને મળે ફૂલ ને બાગ
પણ પંખી ને માળો મળે
તો એને સ્વર્ગ મળે રે શામળા

કે વાત માં છે વાર્તા ને
વાર્તા માં યાદ
બાળપણ નું ગીત છે ને
ગીત માં છે સાદ
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

કે હેલો મારો સાંભળો ને
વેળા વીતી જાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી

હે હેલો મારો સાંભળો
રણુજા ના રાય
આજ મારા ઘેર બાજુ વાયરાઓ વાય મારો
મારો હેલો સાંભળો હો જી
હો જી રે મારો હેલો સાંભળો હો જી



 

Post a Comment

Previous Post Next Post