લક્ષ્મી અને ભાગ્યમાં મોટું કોણ
નાનુ સરખું એક સુંદર ગામડું હતું ગામમાં ધનવાન અને સુખી ખેડૂતો અને વેપારી રહેતા આ જ ગામમાં એક ગરીબ કઠિયારો એની પત્ની સાથે રહેતો હતો ગરીબ કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા જાય છે અમીર શેઠના ઘરે લાકડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગરીબ એટલો કે ક્યારેક તો દિવસમાં અનાજ નો દાણો પણ પેટમાં ના જ હતો
. એક દિવસ કુલહાડી લઈ કઠિયારો જંગલમાં લાકડા કાપી રહ્યો હતો ત્યારે જ પૃથ્વી ભ્રમણ કરવા નીકળેલા ભાગ્ય દેવ અને માતા લક્ષ્મી એ જંગલમાં આવે છે ભાગ્ય અને લક્ષ્મીની વચ્ચે વિવાદ ચાલતો હતો ભાગ્ય કે હું મોટું અને લક્ષ્મી કહે હું મોટી
ત્યારે એમની નજર ગરીબ દુખિયારા કઠિયારા ઉપર પડે છે ભાગ્ય અને લક્ષ્મી નક્કી કરે છે કે આપણે આને અમીર અને શુભ સમૃદ્ધિ આપવી. જે કોઈ આના દિવસો સુધારશે એ મોટું ભાગ્ય બોલ્યું ઠીક છે,,,,,,,
લક્ષ્મીજી કઠિયારા ની પાસે જાય છે કઠિયારા હું ધનની દેવી છું તારી ગરીબી જોઈને મને દયા આવે છે એટલે હું તને અનમોલ એક રતન આપું છું આ ખૂબ જ કીમતી રતન છે એટલું કે તારે સાત પેઢી બેસીને ખાઈ શકશે આ રતન તુ વેચી દેજે અને તારી પરિસ્થિતિ સુધારી દેજે કાલથી તું આ જંગલમાં લાકડા કાપવા ના આવતો
કઠિયારો તો રતન લઈને ખૂબ જ ખુશ થઈ ગયો એ લાકડા કાપ્યા વગર જ ઘર તરફ ચાલવા માંડ્યો ચાલતા ચાલતા એને તરસ લાગી કે નદીના કિનારે પાણી પીવા ઊભો રહ્યો ખોબો ભરીને પાણી પીવે છે ત્યાં તો એની જોડે નું રતન નદીની અંદર પડી જાય છે કઠિયારો હાથ લંબાવે ત્યાં સુધી તો એક માછલી આવીને મોતી ને ગળી જાય છે થોડીવારમાં જ સૂરજ આથમી જશે હવે પાછું જંગલમાં લાકડા કાપવા જેવું નથી. આમ વિચારી કઠિયારો ઘરે આવે છે
ઘરમાં ખાવા માટે કઈ હતું નહીં પત્ની પૂછે છે આજે કેમ લાકડા કાપીને નથી લાવ્યા. તમે જંગલમાં નહોતા ગયા એટલે બોલ્યો જંગલમાં ગયો હતો પણ આજે મારા ભાગ્યે મારો સાથ આપ્યો નહીં એટલે આજની રાત આપણે ભૂખ્યા પેટે વિતાવી પડશે
વહેલી સવારે કઠિયારો તો પાછો કુલહાડી લઈને એ જંગલમાં જાય છે ભાગ્ય અને લક્ષ્મી એ કઠિયારાને જુએ છે લક્ષ્મી કઠિયારા ને પૂછે છે મેં તને કાલે આટલા કીમતી રતન આપ્યા હતા. તો પછી તું આજે ફરીથી કેમ જંગલમાં લાકડા કાપવા આવ્યો કઠિયારો બધું કહી સંભળાવે છે એની વાત સાંભળી માતા લક્ષ્મી ફરીથી એને નવ લખો હાર આપે છે હાર આપે એમને કહ્યું કે આ બહુમૂલ્ય અનમોલ હાર છે આને વેચી તું તારી પરિસ્થિતિ સુધારી દેજે અને કાલથી તું આ જંગલમાં લાકડા કાપવા ના આવજે
કઠિયારો તો રાજી રાજી થઈને લાકડા કાપ્યા વગર જ ચાલવા લાગ્યો એને વિચાર્યું કે આજે તરસ લાગે તો પાણી પણ પીવું નથી. વગડાની વચ્ચેથી એ ચાલી રહ્યો હતો ઉપર આકાશમાં એક સમડી ઉડી રહી હતી એને કઠિયારે એની હાથમાં ચમકતો એ હાર જોયો તો એને થયું કે ખાવાની કંઈક વસ્તુ છે સમડી તો કઠિયારા ના હાથમાંથી એ હાર લઈ ઊંચે આકાશમાં ઉડી જાય છે કઠિયારો નિરાશ થઈ જાય છે અને ખાલી હાથે ઘરે પહોંચે છે
બે દિવસ થી ભૂખ્યા પતિ પત્ની પાણી પીને પાછા સૂઈ જાય છે સવાર પડે તો કઠિયારો ફરીથી કુલહાડી લઈને જંગલમાં ગયો આ વખતે ભાગ્ય તે બ્રાહ્મણનો રૂપ ધારણ કરી એ કઠિયારા જોડે જાય છે એમને જઈને કહ્યું કઠિયારા. આજે લાકડાના કાપીશ હું તને એક રૂપિયો આપું છું તું એક રૂપિયો લઇને ગામમાં જા જે પણ તને પેલું સામે મળે એની જોડેથી એ વસ્તુ ખરીદી લેજે
કઠિયારા નેબ્રાહ્મણ ની વાત ગમી નહીં પણ બે દિવસથી ભૂખ્યો હાથમાં હિંમત હતી નહીં તે લાકડા કાપી શકે એક રૂપિયામાં એ ટાઈમે પાંચ જણાનું ભોજન મળતું. કઠિયારો તો એક રૂપિયો લઈ ગામની તરફ ચાલે છે ગામના પાદરે એને એક માછીમાર મળે છે કઠિયારો ભગવાનનો મોટો ભક્ત હતો એટલે માછલી ખાતો નહોતો પણ એ બ્રાહ્મણની વાત ટાળી પણ ના શક્યો એને એક મોટી માછલી ખરીદી અને ઘરે ગયો બે દિવસથી ભૂખી પત્ની અને એના હાથમાં માછલી જઈ ગુસ્સાથી લાલ થઈ ગઈ
કઠિયારો પોતાની પત્નીને બધું કહી સંભળાવે છે કઠિયારા ની પત્ની ગુસ્સાથી એ માછલીને ઝુંપડી ની ઉપર ફેંકી દે છે એ દિવસે ભૂખ્યો કઠિયારો ઝૂપડીની બહાર આવીને બેસે છે ઝૂંપડી ઉપર માછલી પડેલી જોઈ એ કાગડો આવીને એ માછલી ખાવા લાગે છે અને તેમાંથી જે બે રત્નો નીકળે છે તે કઠિયારા ના ખોળામાં પડે છે કઠિયારા ને ખબર પડી જાય છે કે આ એ જ માછલી છે જે એ દિવસે પોતાના કીમતી રતન ગળી ગઈ હતી
કઠિયારો તો રાજી રાજી થઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરતો કેવા લાગ્યો હે રામજી આજે મારો ભાગ્ય જાગી ગયો છે હવે મારે કાલથી જંગલમાં લાકડા કાપવા નહીં જવું પડે કઠિયારો તો હાંક પાડીને પોતાની પત્નીને બોલાવે છે એને કહ્યું તું ઘરમાં રાંધવાની તૈયારી કર હું બજારમાં જઈને આ રતન વેચીને આ તો ચોખાને શાક સામાન ખરીદી આવું
કઠિયારો તો જાતે લઈને બજારમાં જાય છે ઊંચા ભાવે રતન વેચી. ગાડા ભરી આનાજ અને સામાન લઈ ઘરે આવે છે ત્યારે પત્ની કહે છે ચૂલામાં આગ ઝલાવવા માટે લાકડા નથી તમે જઈને થોડાક લાકડા લઈ આવો કઠિયારો વિચાર કરે છે કે આટલી દુર જંગલમાં લાકડા કાપવા ક્યારે જાવ બજારમાં જઈને લાકડા ખરીદીને લઈ આવું ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ જાય અને બહુ ભૂખ લાગી છે
એની નજર એના ઘરની પાછળ વાડામાં ઉભા એક મોટા વૃક્ષ ઉપર પડે છે વૃક્ષ ઉપર એક સૂકા લાકડાનો માળો બનાવેલો હતો કઠીયારા એ વિચાર્યું ભૂખ બહુ લાગે છે બજારમાં જઈને આવે છે એટલે વાર થઈ જશે હાલ પૂરતા મોટા મારા માટે સૂકા લાકડા ઉતારી લઉં છું કઠિયારો ઉપર ચડે છે ત્યારે જોવે છે કે આ તો પેલી સમડી નો જ માળો છે કારણ કે એમાં નવ લખો હાર પડ્યો હતો. કઠિયારો તો ખુશીથી ભાગ્યને ધન્યવાદ એ તો એ હાર લઈ નીચે ઉતરે છે બે રતન અને હાર વેચી કઠિયારો તો ખૂબ જ અમીર બની જાય છે
એની પાસે કેટલી વીઘા જમીન ગાયોને ભેસો ના વાડા અને ખૂબ ધનવાન થઈ ગયો અને હવે તે ખૂબ સુખના દિવસો વિચારવા લાગ્યો અને છેલ્લે ભાગ્ય જીતી જાય છે

Post a Comment