મિત્ર જ જોઈએ.


 

રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.

સાચુ કારણ જાણવા તો મિત્ર જ જોઈએ. ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે. પણ હૈયુ હળવુ કરવા તો મિત્ર જ જોઈએ. ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે. ચા કોફીની ચુસ્કી માણવા તો મિત્ર જ જોઈએ. એચીવમેન્ટના સર્ટિફિકેટ ખુશી આપી શકે. દિલથી પીઠ થાબડવા તો મિત્ર જ જોઈએ. ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે. સંગાથે રખડપટ્ટી કરવા તો મિત્ર જ જોઈએ. વૉટ્સએપને ફેસબૂક થી વાત તો થઇ શકે. લાગણીભીના સંવાદ માટે તો મિત્ર જ જોઈએ. ગુગલ કે જીપીએસ માં લોકેશન તો મળી શકે. ખભાના સરનામે પહોંચવા તો મિત્ર જ જોઈએ. ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે. મન ભરીને ગળે મળવા તો મિત્ર જ જોઈએ. જેની સાથે લોહીનો સંબંધ નથી...છતાં વહાલું લાગે તે નામ છે દોસ્ત જેની સાથે થાય અઢળક વાતો...છતાં થાક ના લાગે તે નામ છે દોસ્ત જેની સાથે નાનકડી વાત માં પણ...હસી શકાય તે નામ છે દોસ્ત જેના ખંભે માથું ઢાળીને... રડી શકાય તે નામ છે દોસ્ત જેની સાથે ઠંડી ચા પણ... હુંફાળી લાગે તે નામ છે દોસ્ત જેની સાથે વઘારેલી ખીચડી પણ...દાવત લાગે તે નામ છે દોસ્ત જેને અડધી રાત્રે ઉઠાડી... હૈયું ઠાલવી શકાય તે નામ છે દોસ્ત જેની સાથે વિતાpવેયલો સમય યાદ કરતાં...ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે દોસ્ત જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય... છતાં પણ તે સ્વીકારે તે છે દોસ્ત વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા...ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે દોસ્ત દૂર હોવા છતાં ના ટૂટે...તે લાગણીનો તાર છે દોસ્ત  

દોસ્તી માત્ર છે બસ *અઢી અક્ષરનું નામ પણ...* બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે દોસ્ત  

મારા સર્વે મિત્રો ને અર્પિત

Post a Comment

Previous Post Next Post