ચમેલી(જાઈ) અને જૂઈ,Jasmine and lice

 

ચમેલી(જાઈ) અને જૂઈ




ચમેલી (જાઈ) :

                     નાનાં સફેદ અને સુગંધિત પુષ્પો ધરાવતી વેલ.

                        

                    તેનું મૂળ વતન ઈરાન અને કાશ્મીર ગણાય છે. ત્યાં તે ૯૦૦–૨૭૦૦ મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનાં પાન સંયુક્ત હોય છે અને ૩-૭ પાંદડીઓ ધરાવે છે. ટોચ ઉપરની પાંદડી સૌથી મોટી હોય છે. પુષ્પોડાળીની ટોચ ઉપર કે પાનના કક્ષમાં ઉત્પન્ન થાય છે. પુષ્પગુચ્છ બહુ ઓછાં પુષ્પોનો બનેલો હોય છે. કેટલીક વાર તે માત્ર એક જ પુષ્પ ધરાવે છે. પુષ્પગુચ્છનું વચ્ચેનું પુષ્પ મોટું અને ખીલેલું તથા બાજુનાં પુષ્પ નાનાં અને કળીસ્વરૂપે જોવા મળે છે. પુષ્પ નાનાં, દીપકાકાર, સફેદ અને મીઠી સુગંધવાળાં હોય છે. તેના પર જુલાઈથી ઑક્ટોબર સુધી પુષ્પો બેસે છે.

 

                    આવેલ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં લગભગ બધે જ ઉછેરી શકાય છે. તે ખુલ્લામાં પણ થઈ શકે છે. તેની વૃદ્ધિ ખૂબ ઝડપથી થાય છે. તે એક મજબૂત વેલ છે.


 

                    ચમેલીશોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાંઉગાડવામાં આવે છે. તેનાં પુષ્પોનો ઉપયોગશણગાર, વેણી અને હાર બનાવવા માટે તથા પૂજામાં થાય છે. તેનાં પુષ્પોમાંથી તેલ અને અત્તર બનાવવામાં આવે છે. કેશતેલને સુગંધિત કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.


                        તેનું તેલ ચામડીના રોગમાં વપરાય છે. તેલ અને અત્તર શીતળતાનો ગુણધર્મ ધરાવે છે. આંખોની તકલીફમાં, માથાના અને કાનના દુખાવામાં તે રાહત આપે છે, થ મૂળ, આયુર્વેદમાંચમેલીનાં અને પાનનો ઔષધ તરીકેનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે.




જૂઈ :

 

                    તે ચમેલીને મળતી આવતી વેલ છે. તેનાં પાન મોટે ભાગે સાદાં કે કેટલીક વાર ત્રણ પાંદડીઓ ધરાવતાં સંયુક્ત પ્રકારનાં હોય છે. નીચેની બે પાંદડીઓ નાની કે કાન આકારની હોય છે. કેટલીક વાર આ પાંદડીઓ ખૂબ નાની અથવા ગેરહાજર હોય છે.

 

 

                એના પુષ્પની રચના અને એના ઉપયોગોચમેલીના જેવા જોવા મળે છે.

Post a Comment

Previous Post Next Post