ચંપો
સુગંધી ફૂલવાળું ઝાડ.
ચંપાનું ઝાડ બારેમાસ લીલુંછમ રહે છે. ખડચંપો અને સોનચંપો કે પીળો ચંપો તેની બીજી જાતો છે.
ચંપાનાં પાન ૨૫થી ૩૦ સેમી. લાંબાં, પથી ૭ સેમી. પહોળાં અને ટોચને ભાગે ગોળાકાર હોય છે. તેનું ઝાડ ૭થી ૮ મીટર ઊંચું અને પાંચેક મીટર ફેલાય તેટલું થાય છે. તેની ડાળીઓ જાડી હોય છે. પાન કે ડાળી તોડતાં દૂધ જેવું પ્રવાહી નીકળે છે. ચંપામાં પીળાશ પડતાં ફૂલ લગભગ બારેમાસ આવે છે. ખડચંપાનાં ફૂલ વધારે સુગંધિત હોય છે અને તે મોટા ભાગે ઉનાળામાં જ આવે છે.
ફૂલ આવે ત્યારે ખડચંપાનાં મોટા ભાગનાં પાન ખરી પડે છે. ખંડચંપાનાં પાન અણીવાળાં હોય છે. એમને તોડતાં પણ દૂધ નીકળે છે. ખડચંપામાં ગુલાબી રંગનાં ફૂલ પણ થાય છે. ચંપા-ખડચંપાને પાણી ઓછું જોઈએ છે.
.jpg)
Post a Comment