ચંદન,Sandalwood

ચંદન
ચંદન (સુખડ) ખાસ કરીને દક્ષિણ ભારતમાં ઊગતું, ખૂબ કીમતી અને સુગંધિત લાકડું આપતું વૃક્ષ.

                    આ વૃક્ષ મધ્યમ કદનું ૮થી ૧૦ મી. ઊંચાઈવાળું અને ચળકતાંપાનવાળું હોય છે. આ વૃક્ષનું લાકડું સમરેષાવાળું હોઈ તેની કઠિનતા મધ્યમ પ્રકારની હોય છે. આને લીધે તેના ઉપર કોતરકામ, નકશીકામ વગેરે સરળતાથી થઈ શકે છે. તેમાંથી મૂર્તિઓ અને વસ્તુઓ બનાવાય છે. તેના લાકડામાંથી મીઠી સુવાસ આવે છે. આ લાકડામાં તૈલી પદાર્થ હોય છે. તેમાંથી સુખડનું તેલ બને છે. આ તેલથી શીતળતા મળે છે. તે જંતુઘ્ન પણ છે. આ તેલમાંથી સાબુ, અગરબતી અને અત્તર બને છે. ચંદનનાં કાષ્ઠ, તેલ, છાલ વગેરેમાંથી ઘણી દવાઓ બને છે. આ ઝાડનું લાકડું ઘસીને ચંદનનો લેપ કરાય છે.

 

                ચંદનનાં વૃક્ષ કર્ણાટક રાજ્યમાં આવેલ મૈસૂર પાસેના વનમાં ઊગે છે. તમિળનાડુમાં પણ તેમનેઉગાડવામાં આવ્યાં છે.

 

                    આ વૃક્ષનો રોપ અમુક અંશે પરજીવી હોવાથી તેને ઉછેરતી વખતે તેના બીજ સાથે તુવેરના અથવા બીજી કોઈ જાતનારોપા પણ તે જ ક્યારીમાંઉછેરવામાં આવે છે. સહેજ મોટા થાય એટલે બંને રોપાને એક જ સ્થળે વાવી દેવામાં આવે છે. બેત્રણ વર્ષ બાદ ચંદનનો રોપ જાતે ખોરાક બનાવવા માટે શક્તિમાન થઈ જાય છે અને સ્વતંત્ર રીતે ઊગી શકે છે


                    દક્ષિણ ભારતમાં, કુદરતી વનોમાં આ વૃક્ષનાં ફળો આરોગતાંપક્ષીઓ દ્વારા તેનાં બીજનું વિતરણ થાય છે અને તે આપોઆપ ઊગી નીકળે છે. આમ કુદરતી રીતે તે ઊગી જાય છે. ચંદનવૃક્ષનીઉપયોગિતાને લીધે તેનું લાકડું ઘણું મોંઘું હોય છે અને પરિણામે તેની ચોરી ખૂબ થાય છે. પૂજાવિધિથી માંડીને અંત્યેષ્ટિવિધિ સુધીના વિવિધ તબક્કાઓમાં તેનો ઉપયોગ થાય છે.



Post a Comment

Previous Post Next Post