સુતા પહેલાં સમરિયે, જેનો બાપ ન રહ્યો બળવાન.
એનો હવે તું આજીવન, બનજે બાપ ભગવાન!
આંચકી લીધો આધાર.
કર્યા નોંધારા બાળ.
"બાપ" શબ્દ સુણતાં.
પડશે પેટમાં ફાળ.
ધરપત દઈને ધપાવજે, કપરા જીવનને કહાન.
હજુ હમણાં જ હોંકારતો.
પલમાં છોડીને પ્રાણ.
ખંભો હતો ઇ ખસી ગયો.
નથી જાજી જીવનની જાણ.
એના સક્ષમ બનાવજે સંતાન, લઈને તું સંજ્ઞાન.
સૌ પામર જીવતા માનવી,
આંટીઘૂટીથી અજાણ.
ઓ કુદરત તારી કરામત્યું,
તું જ એકલો જાણ!
બાપ લઈલે બાળના! પછી જણ્યા કરી દે જવાન!
સુતા પહેલાં સમરિયે, જેનો બાપ ન રહ્યો બળવાન.

Post a Comment