૧. રંગ છે રવાભાઈને
ધ
રતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં
ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર
ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવસોમાં
પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની
નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા
વાળતી અને મદઝરતે સાદે ગાતી હતી -
કિયા ભાઈના કૂવા કરે કીચુડિયા રે
કિયા ભાઈની વાડિયું લેરે જાય
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
કિયા ભાઈની વાડિયું લેરે જાય
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો
બોલાશ નથી. ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પોરો દીધો છે, અને પોતે સહુ ઉપવાસ
રહીને ગામના ઠાકરદ્વારમાં રામજન્મનો ઉત્સવ કરે છે; આખી સીમ સૂની પડી છે.
એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી
મૂછોવાળો ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ
ઘોડી રમાડતો ચાલ્યો જાય છે. ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની
જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વરતેજનાં આંબાવડિયાંની સાખો ચાખતી કોયલો
ડાળે ડાળે હીંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવાં મહેકતાં આંબેરણ, ઊંચા
ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન, અને દેવપંખીના ટૌકાર : ચૈત્ર
મહિનાની આ છલકાતી શોભામાં ઘોડેસવારનું મન નથી.
"હાંક્યે રાખો, ભાઈ! હાંકો ઝટ, બાપા! જોજો હોં ,
ક્યાંક રામનોમ રસ્તામાં નો કરવી પડે!" પોતાની સાથે ખોરડાં બાંધવાના કાટનાં
બે ગાડાં હતાં, તેનાં હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડાં કડકડતાં
ભર્યાં છે. એક ગાડું મૂળુ પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો
મકવાણો નામનો કોળી બેઠો છે.
વરતેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાની નજીક આવે
છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ-ત્રીસ ઉતારુ ભરીને બીજાં ત્રણચાર ગાડાં
ચાલ્યાં જાય છે. સ્ત્રીપુરુષોનો આવડો મોટ સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની
લગામ જરા ઢીલી મૂકીને ચાલ્ય વધારી. પલકવારમાં તો આંબી પણ ગયો.
આઘેથી એણે સંઘને ઓળખ્યો. લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ; અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપશી શેઠ.
ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો : "ઓહોહોહો! આ તો આપણા રવાભાઈ : આ તો બાપુ! આવો! તમે ક્યાંથી? જે સ્વામીનારાયણ!"
"જે સ્વામીનારાયણ, ગોરધન શેઠ! ચાંપશી શેઠ, જે
સ્વામીનારાયણ!" રવાભાઈએ જવાબ વાળ્યો: "આપણા ઓરડા ચણાય છે તે એના સારુ કાટ
લેવા હું ભાવનગર ગયો'તો"
"ઠીક થયું, ઠીક." બે-ત્રણ શેઠિયા બોલ્યા: "અમે સૌ
ભાવનગર કારજ ઉપર ગયા'તા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ. સાથે પાંચ-સાત હજારનું
જોખમ છે. સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો."
"હા ભલે! જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું;
પરંતુ મારે હોશિયારી રાખવી પડશે." એમ કહી રવાભાઈએ પોતાના કાટનાં ગાડાં આગળ
કર્યાં, વચમાં વાણિયાના ગાડાં રાખ્યાં અને પોતે ઘોડેસવાર થઈ પાછળ ચાલ્યા.
નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે
ચકોર રવાભાઈએ જોયું કે કાળિયે આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ
ચાલ્યા આવે છે. એને જોઈને રવાભાઈએ પૂછ્યું: "કાં ભાઈઓ! તમે ક્યાં જાવ છો?"
સિંધીઓ બોલ્યા: "આ સરહદનો અમારો જુંબો છે. કોઈ
વટેમાર્ગુ સાથે જરજોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો
દરબારી હુકમ છે."
આવો જવાબ મળ્યા છતાં રવાભાઈ ને શંકા તો રહી ગઈ.
એણે કહ્યું: "તેમ હોય તો ભલે; પણ અમને તમારી જરૂર નથી. કારણ હું રજપૂત -
ગરાસિયો છું અને સાથે છું, માટે તમે તમારે ખુશીથી પાછા વળો."
પણ વાણિયા બોલ્યા: "એક કરતાં બે ભલા; માટે, રવાભાઈ બાપુ, ભલેને ઈ યે સાથે આવે."
રવાભાઈએ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગલ ચાલવા માંડ્યું.
૨
રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પચ્છેગામના દેવાણી ભયાત વડોદ (દેવાણી)ના ભાગીદાર હતા. સૌ ભાવનગરથી આવતાં કાળિયા આંબા આગળ સાથે થયા હતા.
રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ
અને ડભાળીયા ગામ વચ્ચે કાળીસર નદી ઊતરીને સૌ સામે કાંઠે ચડ્યા. તે જ સમયે
રવાભાઈની ચકોર અને વહેમીલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે
બેઠેલા જોયા. પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો,
એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી.
ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા
જોયા. એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયાર બંધ માણસો વિષે એને વહેમ હતો
જ; અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર
શસ્ત્રધારીઓ જુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરુ છે. ધીંગાણું કરવાનો વખત
આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી, તરવારની કોંટી છોડી, હોશિયાર
થઈ, શું થાય છે તે જોતાં રવાભાઈ ચુપચાપ આગળ ચાલ્યા.
આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે
આદમી સાથે ભળી ગયા અને ચારે જણાએ, જેવા ગાડાં ઢૂંકડાં આવ્યાં તેવા જ રસ્તા
વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડાં ઊભા રખાવ્યાં અને કહ્યું: "અમને આમાં
અફીણ હોવાનો શક છે; માટે આ ગાડાંઓની ઝડતી લેવા દ્યો."
ગાડાં અટક્યાં એટલે રવાભાઈ ચેતી ગયા. પોતે ઘોડી
ઉપરથી ઊતરી, પોતાના બન્ને ગાડાંવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડતીને
બહાને ગાડાં અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું :
"ભાઈઓ! આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો; પરંતુ આમ
વગડામાં અંતરિયાળ ઝડતી ન હોય. માટે કોરે ખસો અને ગાડાં હાલવા દ્યો."
આટલું કહેતાં કહેતાં જુંબેદાર તરીકે સાથે ચાલતા બે
માણસો માયલો એક બોલ્યો: "દરબાર! તમારા કાટનાં ગાડાંની ઝડતી નથી લેવી; માટે
તમે તમારાં ગાડાં હાંકીને હાલતા થાઓ. અને આ બીજાં ગાડાંઓની ઝડતી તો લેવી જ
પડશે."
રવાભાઈ આ પ્રપંચ પામી ગયા. સાથે ચાલતા બન્ને આદમી
જુંબેદાર નહિ પરંતુ આ લૂંટારુ ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી. પોતે
બોલ્યા: "ભાઈઓ, આ બધાંય ગાડાં મારાં છે. કાટનાં ગાડાં કાંઈ નોખાં નથી.
તમારી મતલબ હું જાણી ચૂક્યો છું. પણ ભાવનગરની જમણી ભુજા ભા દેવાજીનું નામ
તમે જાણો છો ને? તેનો હું વારસદાર છું. મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી
તમારી ઈચ્છા પૂરી નહિ જ પડે. મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ
સૌએ મારો સાથ કર્યો છે. એટલે મારે તો આંહી ખપી ગયે જ છૂટકો છે. માટે હજી
હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ, જાળવો, અને અમને જવા દ્યો. આજે રામનવમી
છે; મારા મોંમાં નકોરડો અપવાસ છે, નાહક મારા જીવને ક્લેશ થશે માટે કોરે ખસી
જાવ!"
લૂંટારાઓએ એકબીજાની સામે જોયું, પોતાની
સિંધીભાષામાં એવું કાંઈ બોલ્યા કે 'આટલા બધામાં ફક્ત આ એક જ છે.' એટલામાં
એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છુટ્ટો ઘા કર્યો; પણ સમયસૂચકતા વાપરી એ ઘા
ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા: "ભાઈઓ! હું એકલો છું; વળી ઉપવાસી
છું; દુશ્મનો વધારે છે. તમે ફક્ત મારી પીઠ સંભાળજો, બાકી તો સ્વામીનારાયણ
સહાય કરશે." એટલું બોલીને રવાભાઇ એ તલવાર ખેંચી.
વાણિયા તો સૌ બીકથી દૂર ખસી ગયા, સાથેના
રજપૂતોમાંથીય રજપૂતાઈની રજ ઊડી ગઈ. પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને
દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો. આ બધું એક પળમાં બની ગયું.
ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખિજાયા અને
રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર
તલવારનો ઘા કર્યો. રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા
કાડાં ઉપર બીજો સખત ઘા પડ્યો.
એક તો પોતાનો નકોરડો ઉપવાસ હતો, તેમાં પાછા હઠતાં
ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો; એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર
દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો. પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચુકાવી,
પડતાં પડતાં, રવાભાઈએ જોરથી તલવારનો લેખણવઢ ઘા કરીને એકને જમીનદોસ્ત કર્યો
અને પોતે પાછા ઊભા થઈ ગયા. એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા
કર્યો, તે પોતાના માથામાં વાગ્યો; પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો
પોતે ઠાર કર્યો. આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો; એટલે બાકીના દુશ્મનો
નાહિંમત થઈ ગયા અને બન્ને લાશો ઉપાડી જીવ લઈ નાઠા.
રવાભાઈની પીઠના કેટલાક ઘા તો જગા કોળીએ 'આડા' ઉપર
ઝીલી લીધા હતા. તોય વાંસામાં તથા હાથે એમ બેત્રણ ઘા અને માથામાં એક સખત ઘા
લાગેલાં જ; છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ
દોડ્યો. ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા. કેટલીય વારે
માંડમાંડ શૂરવીરતાનો ઊભરો શાંત થયો, ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર
રવાભાઈને પડી.
રવાભાઈ સ્વામીનારાયણના પાકા ભક્ત હતા. પોતે
જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ, એટલે તરત જ સૌને કહી દીધેલું કે
'મારા પ્રાણ જાય તો ભલે, પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો
નહિ.'
બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા. એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા.
મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા : રવાભાઈની
માતાને દીકરો ઘવાયાની ખબર પડી. માતાએ મોઢામાંથી દુઃખનો એક ચૂંકારો ન
કાઢ્યો, પણ એણે તો એટલું જ કહ્યું :
"મારા દીકરાનું ગમે તે થાય, પણ મારી વસ્તીના
જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજું છું. અને
મારી તો આજ રામનોમ સુધરી."
આ શૂરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ
જસવંતસિંહજીને મળી ગયા. તેમણે ખાસ વડોદ કહેવરાવ્યું કે 'રવાભાઈ સાજા થાય ને
માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો.' બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને
માથે પાણી નાખવામાં આવ્યું, ત્યારે મહારાજાએ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી
શેલું ભેટ મોકલ્યાં, ભારે શાબાશી આપી, શૂરવીરતાની કદર કરી.
૩
આ વર્ષ પછી કેટલેક વર્ષે ભાલપ્રદેશના એક ગામમાં
ચોરે દાયરો મળ્યો હતો. નવાબખાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન
તરીકે આવેલો. જમાદાર દાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણનાં બંધાણી હતા. ચોરે
કસુંબો નીકળ્યો. જમાદારે કસૂંબો લેતાં પહેલાં છાંટાનાખી 'રંગ છે રવાભાઈ
રજપૂતને' એમ રંગ આપી કસૂંબો લીધો. સૌએ પૂછ્યું : "રવાભાઈ કોણ?"
જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી :
"ભાવનગર રાજના ભાલ-પંથક્નો હું જમાદાર હતો.
રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો. ત્યાં કેટલાક વાણિયાઓ પાંચસાત હજારના
જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી. અમે છ જણાની ટોળીએ
તેમનું હેરુ લીધું. બે જણા વાણિયા સાથે જુંબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ
ચાલ્યા. કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું. એ
ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવોભાઈ! ત્યારથી હું રવાભાઈ
રજપૂતને રંગ આપ્યા પછી જ કસૂંબો પીઉં છું અને અલ્લાહ પાસે મારા ગુનાહની
તોબા પોકારું છું."
આ વાત બન્યાને આજે ૬૩ વર્ષ થયાં છે.
૨. જટો હલકારો
બા
યલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.
એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર
ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ
જામી પડી છે. કોઇના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઇ
મોટાં નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ગાંગડી,
ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક
અંજળિ વહેંચાશે એની આશાએ આ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી
ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે.
મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠાં છે. કોઇ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે.
"આજે તો સંધ્યા જરાય ખીલી નથી." એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુ:ખ હોય એવે હળવેથી સંભળાવ્યું.
"દૃશ્યું જ જાણે પડી ગઈ છે." બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો.
"કળજુગ! કળજુગ! રત્યું હવે કળજુગમાં કૉળતી નથી, ભાઇ! ક્યાંથી કૉળે!" ત્રીજો બોલ્યો.
"ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે! દશ વરસ ઉપર તો શું તેજ કરતું!" ચોથે કહ્યું.
ચોરામાં ધીરે સાદે ને અધમીંચી આંખે બુઢ્ઢાઓ આવી
વાતે વળગ્યા છે, તે ટાણે આંબલા બજાર સોંસરવા બે માનવી ચાલ્યાં આવે છે: આગળ
આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર અને હાથમાં લાકડી છે,
સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય એવો નહોતો; પણ
રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન
રહી.
રજપૂતે જ્યારે દાયરાને રામરામ ન કર્યા ત્યારે
ગામલોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. દાયરે એને
ટપાર્યો: "બા, રામરામ!"
"રામ!" તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે.
એકબીજાના મોં સામે જોઇને દાયરાનાં માણસોએ સાદ કર્યો: "અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે?"
"આઘેરાક." જવાબ મળ્યો.
"તો તો, ભાઇ રાત આંહી જ રોકાઇ જાવ ને?"
"કાં? કેમ તાણ કરવી પડે છે, બા?" મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી.
"બીજું તો કાંઇ નહિ, પણ અસૂર ઘણું થઈ ગયું છે, ને
વળી ભેળાં બાઇ માણસ છે. તો અંધારામાં ઠાલું જોખમ શીદને ખેડવું? વળી, આહીં
ભાણે ખપતી વાત છે : સહુ ભાઇયું છીએ. માટે રોકાઈ જાવ, ભા!"
મુસાફરે જવાબ દીધો, "બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું, ઠાકોરો! મરદોને વળી અસૂર કેવાં! હજી તો કોઇ વડિયો દેખ્યો નથી."
તાણ કરનારા ગામલોકોનાં મોં ઝંખવાણા પડી ગયાં. કોઇએ કહ્યું કે "ઠીક! મરવા દ્યો એને!"
રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યાં.
૨
વગડા વચ્ચે ચાલ્યાં જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે
આઘેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના
ગામડાંના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઇક દેખતાં હોય અને
વાચા વાપરીને એ દીઠેલાંની વાત સમજાવવા મથતાં હોય તેમ પાદરના કૂતરાં ભસી
રહ્યાં છે.
મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા.
બાઇ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી, હાથમાં
ઘુઘરાળું ભાલું લઈને અડબુથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી, ફાટેલા
મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભ-અશુભનો પોટલો માથે ઉપાડીને જટો
હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય
દરિયો ખેડતા ધણિઓની ધણિઆણીઓ મહિને છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી
હશે એવી સમજણથી નહિ, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો
દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે.
જોતજોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ
ગયો. બેય જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું, એટલે જટાને
સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો
અજાણ્યો પુરુષ પણ સ્ત્રીજાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં
બેય જણાં સાથે ચાલવા લાગ્યાં.
રજપૂત થોડાં કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા
છેટી પડેલી જોઇને એણે પાછળ જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે-ચાર
આકરા વેણ કહી ધમકાવી નાખી.
બાઇએ કહ્યું: "મારા પિયરનો હલકારો છે, મારો ભાઇ છે."
"હવે ભાળ્યો તારો ભાઇ! છાનીમાની ચાલી આવ! અને મા'રાજ, તમે પણ જરા માણસ ઓળખતા જાવ!" એમ કહી રજપૂતે જટાને તડકાવ્યો.
"ભલે બાપા!" એમ કહીને જટાએ પોતાનો વેગ ધીમો
પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂતે જોડેલું
આઘેરાક નહેરામાં ઊતરે છે, ત્યાં તો એકસામટા બાર જણાએ પડકારો કર્યો કે
"ખબરદાર, તરવાર નાખી દેજે!"
રજપૂતના મોંમાંથી બે-ચાર ગાળો નીકળી ગઈ. પણ
મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઇને બેઠેલા આંબલા ગામના કોળીઓએ આવીને
એને રાંઢવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો.
"એ બાઇ, ઘરેણાં ઉતારવા માંડ." લૂંટારાએ બાઇને કહ્યું.
અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું
શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડાં પડવાં લાગ્યાં. એની
ઘાટીલી, નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ
પહેલાં તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જ્યારે કોળીઓ એના અંગને
ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને
રજપૂતાણી ખડી થઈ ગઈ.
"અલ્યા, પછાડો ઇ સતીની પૂંછડીને!" કોળીઓએ અવાજ કર્યો.
અંધારામાં બાઇએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. "એ જટાભાઇ!" બાઇએ ચીસ પાડી: "દોડજે."
"ખબરદાર એલા! કોણ છે ત્યાં?" એવો પડકાર કરતો જટો
તરવાર ખેંચી જઈ પહોંચ્યો. બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે
તરવાર ચલાવી, સાત કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મે વરસે છે. પણ
જટાને એ ઘડીએ ઘા કળાયા નહિં. બાઇએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી
ભાગી છૂટ્યા, તે પછી જટો તમ્મર ખાઇને પડ્યો.
બાઇએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઊઠીને તરત રજપૂત કહે છે કે "હાલો ત્યારે."
"હાલશે ક્યાં? બાયલા! શરમ નથી થાતી? પાંચ ડગલાં
હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ માટે મરેલો પડ્યો છે;
અને તું-મારા ભવ બધાનો ભેરુ-તને જીવતર મીઠું થઈ પડ્યું! જા ઠાકોર, તારે
માર્ગે. હવે આપણા-કાગ ને હંસના-સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર
બ્રાહ્મણની ચિતામાં જ હું સોડ્ય તાણીશ."
"તારા જેવી કૈંક મળી રહેશે." કહીને ધણી ચાલી નીકળ્યો.
જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી
અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડાં વીણી લાવીને ચિતા
ખડકી, શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી; દા પ્રગટાવ્યો. બન્ને જણાં બળીને
ખાખ થયાં. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા
માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા.
આંબલા અને રામધરી વચ્ચેના એક નેહરામાં આજ પણ જટાનો પાળિયો ને સતિનો પંજો હયાત છે.
૩. વાલીમામદ આરબ
"જમાદાર સા'બ, ચલો રોટી ખાવા."
"નહિ, હમ ખાયા."
"ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા ગળાથ (સોગંદ)"
ત્રણ ગમને ત્રિભેટે, આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ
હતી. એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો. એક
દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની છાંયડીમાં, વાવને ઓટે બે જણા બેઠા
હતા, એક આરબ ને બીજો વાણિયો. ભાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો
વાણિયો એ આરબને ઢેબરાં ખાવા સોગંદ દઈ-લઈને બોલાવે છે. તેનું એક કારણ છે. એક
તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવરાવી-પિવરાવી
કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લ્યે; અને બીજું, આજે શેઠ લાઠી
ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા, ત્યાંથી વેવાઈની સાથે
કાંઈક તકરાર થવાથી ઘરેણાંનો ડબો ભેળો લઈને પાછા વળેલા છે. તેથી માર્ગે આવા
હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂરનો હતો. એટલે જ વાણિયે સોગંદ આપી આપીને આખરે
ચાઊસને બે ઢેબરાં ખવરાવ્યે જ છૂટકો કર્યો.
રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખીને
બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી. કમ્મરના જમૈયા સરખા કરીને કસીકસીને
ભેટ બાંધી. દંતિયે દાઢી ઓળીને આરબ નીચે ઊતર્યો. વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો
નાખીને તંગ તાણ્યો.
આરબે સવાલ કર્યો, "કાં સેઠ, ક્યાં જાવું છે?"
"ખોપાળા સુધી."
"મારે પન એ જ મારગ છે. ચાલો."
ચાઊસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની
ગોતણ કરવા જાતો હતો. બેય જણા ચાલતા થયા. તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે
પૂછ્યું, "સેઠ, કાંઇ જોખમ તો પાસે નથી ને?"
"ના રે બાપુ! અમે તો જોખમ રાખીએ! પંડેપડ જ છું."
આરબે ફરી કહ્યું, "સેઠ, છુપાવશો નહિ. હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો."
"તમારે ગળે હાથ, જમાદાર, કાંઇ નથી."
શેઠના ખડિયામાં ડાબલો હતો. ને ડાબલામાં બે-ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું.
બન્ને આગળ ચાલ્યા. આંકડિયા અને દેરડી વચ્ચેના
લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના બાર
જુવાનોને લઈને ઓડા બાંધી ઊભેલો છે.
આ જમદૂતોને દૂરથી આવતા જોતાં જ શેઠના રામ રમી ગયા; એનો સાદ ફાટી ગયો. એનાથી બોલી જવાયું, "મારી નાખ્યા, ચાઊસ! હવે શું કરશું?"
"કેમ? આપણી પાસે સું છે, તે લૂંટશે?"
"ચાઊસ, મારી પાસે પાંચ હજારના દાગીના છે."
"હ-ઠ્ઠ બનિયા! ખોટું બોલ્યો હતો કે! લાવ હવે ડબો કાઢીને જલદી મને આપી દે, નહિ તો આ કોળીઓ તારો જાન લેશે."
વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો, આ બન્યું
તે સામે આવનાર કોળીઓએ નજરોનજર જોયું. અને છેટેથી બૂમ પાડી, "ઓ ચાઊસ, રહેવા
દે રહેવા, નહિ તો તું નવાણિયો કુટાઇ ગયો જાણજે."
"સેઠ!" ચાઊસે કહ્યું, "હવે તું તારે ઘોડી હાંકી મૂક. જા, તારી જિંદગી બચાવ; મને એકને મરવા દે."
વાણિયે ઘોડી હાંકી મૂકી. એને કોળીઓએ ન રોક્યો. એ
તો આરબને જ ઘેરી વળ્યા અબે હાકલ કરી, "એલા ચાઊસ, હાથે કરીને મરવા માટે ડબરો
લીધો કે?"
ચાઊસ કહે, "હમ ઉસકા અનાજ ખાયા."
"અરે, અનાજ નીકળી જશે. ઝટ ડબરો છોડ!"
"નહિ, ઉસકા અનાજ ખાયા."
"અરે ચાઊસ, ઘરે છોકરાં વાટ્ય જોઈ રે'શે."
"નહિ, ઉસકા અનાજ ખાયા."
કોળીઓએ ચાઊસનો પીછો લીધો, પણ ચાઊસની નજીક જવાની
કોઇની હિઁમત ન ચાલી, કારણ કે ચાઊસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી.
કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય.
હમાચામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે, અને
આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે, આઘે આઘે કોળીઓ ચાલ્યા આવે છે; જરા નજીક
આવીને કામઠાં ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે; આરબ એ ખૂંતેલા તીરને પોતાના
શરીરમાંથી ખેંચી, ભાંગી, ફેંકી દેતો જાય છે. કોળીઓને બંદૂકની કાળી નાળ
બતાવીને ડરાવતો જાય છે. એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે. અને આરબ રસ્તો
કાપતો જાય છે.
પણ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો? કારણ કે એ
ભરેલી દારૂગોળી સિવાય, બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઇ સાધન નથી.
માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે.
ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા.
કોળીઓએ જાણ્યું કે આરબ જોતજોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન
ભાણેજ બોલી ઊઠ્યો, "અરે શરમ છે! બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને
જાશે! ભૂંડા લાગશો! બાયડિયુંને મોઢાં શું બતાવશો?"
આ વેણ સાંભળતાં તો કોળીઓ આરબ પર ધસ્યા. આરબે ગોળી
છોડી. ગીગાના ભાણેજની ખોપરી વીંધી, લોહીમાં નાહી-ધોઇને સનસનાટ કરતી ગોળી
ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી!
પણ આરબ પરવારી બેઠો, અને કોળીઓ એના પર તૂટી પડ્યા.
આરબના હાથમાં રહ્યો કેવલ એક જમૈયો. સાત કોળીઓને એણે એકલાએ જમૈયાથી
સુવાડ્યા, ત્યાં તો ગામ નજીક આવી ગયું, ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા
ચાલ્યા ગયા.
લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલાં માંડે છે. એની
આંખો પર લોહીના થર બાઝી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો
દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઊતર્યો અને એક વીરડા ઉપર
લોહિયાળ મોઢું ધોવા બેઠો.
નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આઈ
જાનબાઇની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વીકોભાઇ બેઠેલા. એની નજર પડી
કે કોઇ લોહીલુહાણ, જખ્મી આદમી પાણી પીવા બેઠો છે. વીકોભાઇ એની પાસે આવ્યો.
ત્યાંતો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ બે હાથે પોતાનો
હમાચો દબાવી બૂમ પાડી ઊઠ્યો કે, "ચોર! ચોર!"
વીકભાઇએ આરબને ટાઢો પાડ્યો, એનું શરીર સાફ કર્યું.
ઘેર લઈ ગયા. પડદો રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખ્મો પર ટેભા લેવરાવ્યા
અને પોતે બરદાસ કરવા લાગ્યા.
વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના ત્રીસ માણસોને લઈ
આવી પહોંચ્યો. વીકાભાઇને કહેવરાવ્યું કે "મારો ચોર સોંપી દિયો; નહિ તો
ગામના ચારેય પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ."
વીકાભાઈ કહે, "ગીગા, શરણે આવેલાને ન સોંપાય. હું ચારણ છું."
ગીગો કહે, "મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે
છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક
થાય તેમ છે. માટે સોંપી દ્યો. નીકર તમારી આબરૂ નહિ રહે."
વીકાભાઇના સાઠ રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા
અને ગીગાને હાકલ કરી કે, "તો ગીગલા, થઈ જા માટી! અમે જીવતા છીએ ત્યાં સુધી
આશરે આવેલાને તું એમ લઈ જઈશ?"
ગામ આખું ગરજી ઊઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો
ગયો. દિવસ ગયા આરબને આરામ થયો. પણ સૂતાં કે બેસતાં આરબ પોતાનો હમાચો છોડતો
નથી. આરામ થયે એણે વીકાભાઇની રજા માગી.
વીકાભાઇ પૂછ્યું, "ચાઊસ! રસ્તામાં વાપરવાની કાંઇ ખરચી છે કે?"
ઓછાબોલો ચાઊસ ફક્ત એટલું જ બોલ્યો, "નહિ."
વીકભાઇ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી
માગણી કરે છે. બન્ને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઊપડી હતી.
દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું, અને પારકી થાપણ હવે એને
સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે
તેમ નહોતું.
ત્યાં તો ખોપાળાની બજારમાં એણે દાગીનાના માલિક
વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું,
"શેઠ, આ તમારા દાગીના જલદી ગણી લ્યો."
વીકાભાઇની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે, "અરે ચાઊસ! આટલી બધી મૂડી બગલમાં હતી તોયે કેમ કહેતા હતા કે પાસે કાંઇ નથી?"
આરબે ઉત્તર દીધો કે, "એ તો પારકી થાપણ."
વીકોભાઈ બોલ્યા, "રંગ છે તારી જનેતાને, ચાઊસ!"
એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહિ, પણ આ પારકા
માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની
સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે
આરબને બક્ષિસ આપવા માંડી-રૂપિયા પાંચ! આરબે માથે ચડાવીને પાછા વાણિયાના
હાથમાં ધરી દીધા.
શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વીકોભાઇ બોલ્યા,
"કમજાત! વ્યાજના ખાનારા! તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ
રૂપરડી આપતાં તું શરમાતો નથી?"
આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વીકાભાઇનું
નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજા
ફતેહસિંહરાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજાના એક
વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા, તેની સાથે એ જ આરબને મોકલવામાં
આવ્યો.
શેઠ-શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યાં આવે છે.
બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે
પહોંચવા માટે આગળ ચડી ગયા છે.
શેઠાણીએ આરબને કહ્યું: "ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને!"
ચોપાસ સૂનકારભરી સીમ જોઈને ચાઊસે જવાબ દીધો: "અમ્મા, રથ છોડીને તો હું નહિ જાઉં!"
"અરે, ચાઊસ, ગાંડા છો? એટલી વારમાં આંહીં કોણ આવી ચડે છે?"
અચકાતે હૈયે, ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા
વાવમાં ઊતર્યો. બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી.
હેબતાઇ ગયેલ ગાડાખેડુએ આંગળી બતાવીને કહ્યું, "ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે
સંધીઓ-બંદૂક અને શેઠાણી બેયને લઈને."
વાવના પથ્થર પર માથું પટકાવીને આરબ ચીસો પાડવા
લાગ્યો. પણ બંદૂક વિના એનો ઇલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને
એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઇ, વાત સાંભળી, ઘોડી ઉપરથી
ઊતરીને રજપૂતે કહ્યું, "આ લે, ચાઊસ, તાકાત હોય તો ઉપાડ આ બંદૂક, ચડી જા
મારી ઘોડી માથે; પછી વિધાતા જે કરે તે ખરું."
વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી પર છલાંગ મારી,
હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોતજોતામાં સંધીના ઊંટની પાછળ આરબની
ઘોડીના ડાબલા ગાજ્યા.
ઊંટ પર એક સંધી મોકરે બેઠો છે; બીજો એક પછવાડેના
કાંઠામાં બેઠો છે; અને વચ્ચે બેસાડેલાં છે શેઠાણીને. આરબ મૂંઝાણો. એ શી
રીતે ગોળી છોડે! પાછલાને ગોળી મારતાં શેઠાણી પણ વિંધાઇ જાય તેવું હતું. આરબ
મૂંઝાય છે.
પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક
તૈયાર છે. એણે મોખરેના સવારને કહ્યું, "ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા
આવનાર ઘોડેસવારને હું પૂરો કરું."
જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સનનન કરતી આરબની અણચૂક
ગોળી છૂટી; છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર - અને
ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળિએ પછવાડેનો સંધી ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના
પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો.
બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે, બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઇને જ એ હાલેચાલે છે.
ફરી એક વાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ
મહારાજાને શિકાર ખેલતાં સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજાના
સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે.
પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વરસોવરસ
મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢ્ઢો આરબ હતો. દરેકે દરેક
રાજમાં જો મહારાજા સરકાર થાય તો વસ્તીને તેમ જ રાજને હાડમારીની હદ ન રહે;
એટલે રાજાઓ પોતે જ સીધાદોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે
ગાયકવાડનું દેરાતંબૂ લીંમડી મુકામે તણાયા છે.
બુઢ્ઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો
છે, એનો જીવનદાતા વીકોભાઇ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે; ગામનું નામ પણ યાદ
નથી, 'ઇકડી' 'ઇકડી' કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું
થોડુંક કરજ ચુકાવું.
એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબૂમાં ભરાયેલી
છે. જરિયાની ચાકળા પર આરબનું આસન છે; પણ આરબ ઊઠીને બહાર ગયેલ. તેવામાં
વીકાભાઇ તંબૂમાં આવી પહોંચ્યા. અને વીકાભાઇએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી
ઉપર ઝુકાવ્યું. જોતાં જ મહારાજા ફત્તેહસિંહની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ
અંદર આવ્યો. આઘેથી જોતાં જ વીકાભાઇને ઓળખ્યા.
"ઓ મારા જીવનદાતા! મારા બાપ!" કરતો દોડીને આરબ વીકાભાઇને ચરણોમાં ઢળી પડ્યો. મહારાજાને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા.
મહારાજાએ જાહેર કર્યું, "આ વીકાભૈ જે રાજાના હામી
(જામીન) થાય તેની પેશકશ અમે ખમશું." ત્યારથી પ્રત્યેક રાજમાં વીકાભાઇને
મોટાં આદરમાન મળવા લાગ્યાં. નાંણાનો પણ તોટો ન રહ્યો. આજ એની ત્રીજી પેઢી
આંકડિયાના અરધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવત ૧૯૧૫ની વાત છે.
૪. ગરાસણી
ગે
માભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?"
"ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય
ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના
હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સપારડા ઘણાં છે."
ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો
જવાબ દેનાર આ ગેમો પચ્છેગામમો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના
પચ્છેગામની અંદર આવા ૪૦-૫૦ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે
વોળાવે (ગામતરા સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ
લેવાતું.પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે
કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી
દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.
એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું
તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપરગામે સાસરવાસ
હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતાં. એક
વેલડું, બે છોડીઓ ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધા હેબતઓઅર ગામે
બાને તેડવા ચાલ્યાં.
હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ
ગાઉ લાંબુ હતું. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમકે પાણી વિના પ્રાણ જાય,
એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ
બેઠાં. બીજા ગાડાંમાં ફ્ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં
હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળી બા પસે
એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો
શણગાર ભલી ભાત્યે ભર્યો હતો.
ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં
હીંચોળાવા લાગ્ય્પ્. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર
અંધારામાં એના નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : "
ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવાજેવું નથી, હો બાપા ! હોશિયાર રે'જો."
ગેમાએ જવાબ દીધો : "એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તરે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ."
ગેમો નસકોરા ગ્જાવવા લાગ્યો. નરકોરાં ઠેઠ બહેનને
ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : " ગેમાભાઈ,
બાપા, અટાણે સુવાય નહિ હો!"
ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબળતો હતો : " હું કોણ ? હું ગેમો !"
આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી
દોઢ-બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડુએ નજર કરીતો આઘેથી તળાવડીમાં
આગના તનખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચક્મક ઝેગવે છે. ગેમાને એણે હાકલ
કરી : " ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી હો!"
ગેમાનો તો એક જ જવાબ હતો : "મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !"
ગાડાં તળાવળી નજીક પહોંચ્યા એટાલે ગાડાખેડુને દસ
બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઊઠી ગેમાને એણે ઢંઢોળ્યો, પણ
ગેમો કાંઈ ઊઠે ? એ તો ગેમો !"
જોતાજોતમાં તો અંધારે બારજણા વેલડું ઘેરીને ઊભા
રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : " મને
ઓળખછ?હું કોણ ? હું ગેમો !" ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત
બન્યો.
એક જણે કહ્યું : " એલા, એને ઝટ રણગોટીળો કરી મેલો !"
લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ-પગને એક બંધે
બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાડડી નાખી, એક
ધક્કો દઈ દદાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોટીળો
એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.
"કોણ છે વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ઝટ!" લૂંટારાએ ત્રાડ દીધી.
રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોઇએ
માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં
રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું.
બદમાશો બોલ્યા : "ડિલ ઉપરથી ઘરેણું ઉતાર."
બાઈએ બધા ઘરેણા ઊતાર્યાં; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં
"કડલાં સોત ઉતાર" બદમાશોએ બૂમ પાડી.
બાઈ વીનવવા લાગ્યાં : " ભાઈ , આ નરેડીનાં નક્કર
કડલાં છે ને ભીડેલાં છે. વળી હું ભર્યે પેટે છું. મારાથી નહિ ઊઘડે; માટે
આટલેથી ખેમૈયા કરો ને, મારા વીરા!"
"સગાઈ કર મા ને ઝટ કાધી દે!"
"ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો," એમ કહી રૂપાલીએ
વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને
સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું
ધ્યાન નહોતું.
રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી, બીજું કાંઈ તો ન
દેખ્યું, પણ ફક્ત ગાડાંના આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો ત્યાં
વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા.
રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં
ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય
જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસનીને સૂરાતન ચડ્યું; આડુમ્ લઈને એ કૂદી
પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠભેર
થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા- ચંડી રૂપે ઘૂમતી એ
ક્ષત્રિયાણીનો ઘા- જેના પર પડે છે તે ફરી વાર ઊઠવા નથી આપતો.
અઢાર વર્ષની ગર્ભવંતી ગરાસણી લાકડીઓના ઘા અને
તલવારોના ઝાટાકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની
તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદમ્બાનું રૂપ પ્રગટ થયું; બચેલા
બદમાશો પલાયન કરી ગયા.
ગેમો રણગોળીટો થઈને ઝાંખરામં પડેલો હતો. બાઈએ કહ્યું : "છોડી નાખો એ બાયલાને."
છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહિ.
જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી;
એના અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું; નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી; હાથમાં
લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ ! વાહ ગરાસણી !
વનનાં ઝાડાવાં જોઈ રહ્યાં હતાં.
ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર
માનવી બેસી શકે નહિ. એના શરીરમાં શૂરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટાલા
ઘા પડ્યા હોય, પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે; એનું લોહી શાંતિ પામે નહિ,
રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યાં.
સવાર પડ્યું ત્યાં મોણપરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસૂંબો લઈને આવે.
કસૂંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખ્મોની પીડા દેખાય માટે કસૂંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો :
"બેટા, આમ્હીં રોકાઈ જાઓ."
'ના, મામા, મારે જલ્દી ઘર પહોંચવું છે, માને અને મારા બાપુને મળી લેવું છે."
બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના
ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતાવી દેવામાં આવ્યાં હતાં કે કોઈ
એનાં વખાણ ન કરશો, ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહિ તો બહેનને
ચમક ઊપડશે.
ચમક ઊપડે એટલે માણસ મરી જાય.
લોહીએ નીતરતાં બહેન આવ્યાં. બહેનને ઢોલિયામાં
સુવાડ્યાં, બધાંય ઠપકો દેવા લાગ્યાં : " બેટા ! બહુ અઘટિત કર્યું. પાંચ
હજારનાં ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત!"
એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો; પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.
(પૂર્ણ)
૫. આહીરની ઉદારતા
"આમ તો જુવો, આયર!"
"કાં? શું છે?"
"આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આસુંડા આવી જાય છે."
"આયરાણી! અતિ હરખઘેલી કાં થઈ જા અટાણથી?"
"મને આપણું બાળપણ સાંભર્યું, આયર!"
ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગશર મહિનાની
શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠાં છે. ફળિયામાં બે છોકરાં એક
વાછરડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું બોલતા નથી, પણ બેઉની આંખો
સામસામી હસી રહી છે. બુદ્દા ધણી-ધણિયાણી આ બાળકોને જોઇ જોઇ હરખથી ગળગળાં
થાય છે.
ડોસાનું નામ વજસી ડોસો, ને ડોસીનું નામ રાજીબાઇ.
જાતનાં આહિર છે. ભાદરકાંઠે ખેડનો ધંધો કરે છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો
ને દીકરી અવતરેલ. બીજું કાંઇ સંતાન નહોતું; એટલે બહુ બચરવાળોના અંતરમાં કદી
ન હોય તેવો આનંદ વજસી અને રજીબાઈ ને થતો હતો.
આજે એ અધૂરું દુ:ખ પૂરું થયું હતું, કેમ કે દીકરા
વીકમસીની નાનકડી વહુ સોનબાઇ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી
હતી. પાંચેક ગાઉ ઉપરના ઢૂકડા ગામડામાં એક આબરુદાર આહિરને ઘેર વીકમસીનું
વેવિશાળ કરેલું હતું. સારે વારપરબે વજશી ડોસા સોનબાઇને રેડાવતા અને થોડા
દિવસો રોકાઇને સોનબાઇ પાછી ચાલી જતી.
વીકમસી દસ વરસનો અને સોનબાઇ આઠ વરસની: કળજુગિયો વા
વાયો નથી: ભોળાં વરવહુ આઘેથી એકબીજાને જોઇ લેતાં, સામસામાં મીટ માંડીને
ઊભાં રહેતાં, નીરખતાં ધરવ થાતો નહોતો. માયા વધતી જતી હતી. ચાર જમણ રોકાઇને
જ્યારે સોનબાઇ માવતર જાતી, ત્યારે વીકમસી એકલો ભાદરકાંઠે ભાગી જઈને
છાનોમાનો રોયા કરતો; પાછો બીજા પરબની વાટ જોઇને કામે લાગતો. કામ મીઠું થઈ
પડતું.
"રૂપી! બોન! તુંને મારે માથે ખરેખરું હેત છે?"
"હા, ખરેખરું!"
"તો માને અને બાપુને એક વાત કહી આવીશ?"
"શું?"
"...કે મારે પરણવું નથી. ઠાલા મારા વીવા કરશો નહિ."
રૂપીબહેન વીકમશીની સામે ટગર ટગર જોઈ રહી, હસી પડી,
"લે, જા જા, ઢોંગીલા! એવું તે કહેવાતું હશે? અમથો તો સોનબાઇ જાય છે તયીં
આંસુડાં પાડછ!"
"રૂપી! મારી બોન! ભલી થઈને હસ મા, તે મારું એટલું વેણ બાપુને કહી આવ. મારે નથી પરણવું."
"પણ કાંઇ કારણ?"
"કારણ કંઇ નહિ, બસ મારે નથી પરણવું," એટલું કહેતાં વીકમશીના ડોળા ઉપર ઝળઝળિયાં ફરી વળ્યાં.
"રોઇ શીદ પડ્યો, વીરા મારા સમ! બોનના સમ! ખમા તુંને, ભાઇ! તારા મનમાં શું થાય છે, બાપા બોલ તો ખરો!"
એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઇના આંસુ
લૂછવા લાગી. ભાઇનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું. ભાઇના ગાલ
ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી "મને મરતી દેખ, ભાઇ! બોલ શું છે?
સોનબાઇ નથી ગમતી? એનું કાંઇ હીણું સાંભળ્યું છે?"
વીકમસીની આંખમાં આંસુ વધ્યાં. બહેનનું હૈયું પણ કાંઇ સમજ્યા વગર ભરાઇ આવ્યું.
અઢાર વરસની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ
માટે બુદ્દો બાપ તૈયારી કરતો હતો. અને આ પહેલીછેલ્લી વારનો દીકરો પરણાવવા
હરખ થકી ગાંડીઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા,
ગાર-ગોરમટી, દળવાં-ભરડવાં ને ચાકળા-ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું.
રૂપીબહેન હરતાં ને ફરતાં ભાઇના ગીતો જ ગાયા કરતી. એમાં બીના બની. ભાઇનો
સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ, બોલી, "બાપુ! ભાઇ કહે છે નથી પરણવું."
"નથી પરણવું!" ડોસો હસી પડ્યો.
"સાચે જ, બાપુ, હસવા જેવું નથી. ભાઇ રોતો'તો!"
ડોસાએ વીકમશીને બોલાવ્યો. હોકની ઘૂંટ લેતાં લેતાં પૂછ્યું: "પણ કારણ શું છે?"
વીકમસીની પાંપણ ધરતી ખોતરતી હતી; એનાથી કાંઇ જવાબ દેવાયો નહિ.
"તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેશવાળ કરીએ."
"ના, બાપુ, ઇ કારણ નથી."
"ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ
પછેડો ફાડીશ; અને તારી માં પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ
પહેલોછેલ્લો એક લા'વો તો લેવા દે, બાપ! અમારાં મોત સુધરશે."
બાપનું દયામણું મોં દેખીને વીકમસી ઘડીભર પોતાનું
દુ:ખ વીસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો.
કોઇને બીજો કશોય વહેમ ન ગયો. કોઇને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું.
લગન થઈ ગયાં. સોળ વરસની સોનબાઇ સાસરે આવી. અંતર ફાટ ફાટ થતું હતું.
આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી
અને મીઠામાં મીઠી પ્રીતડી: એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં
ચાંદો ને ચાંદરડાં નીતરતાં હતાં. એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ
દાબીને વીકમસી ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો.
ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઇએ ધણીનાં મોં પર લગનની પહેલી રાતનાં તેજ દીઠાં
નહિં. નાનપણના ઊમળકા જાણે ક્યાં ઊડી ગયા છે! પૂછ્યું "કાં આયર! શું થઈ
ગયું?"
વીકમસી ગળગળો થઈ ગયો; થોડી વાર તો વાચા જ ઊઘડી નહિ, હોઠે આવીને વેણ પાછાં કોઠામાં ઊતરી ગયાં.
સોનબાઇ ઢૂકડી આવી, કાંડું ઝાલ્યું.
"તું મને અડીશ મા! આયરાણી! હું નકમો છું."
"કાં?"
"હું પુરુષાતનમાં નથી. માબાપને મેં ઘણી ના પાડી'તી, પણ કોઇએ મારું કહ્યું માન્યું નહિ. કોઇ મારા પેટની વાત સમજ્યું નહિ."
"તે પણ શું છે?"
"બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે
રોકાવું જ પડશે! પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી
કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું."
"અરે આયર! આમ શીદ બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ
નહિ આપણે બે જણાં ભેળાં રહીને હરિભજન કરશું." સાંભળીને વીકમસીનો ચહેરો
ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો: "ના, ના, તારું જીવતર નહિ બગાડું."
"મારું જીવતર બગડશે નહિ, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતું મેલી દ્યો."
ખોળામાં માંથુ લઈને મોવાળાં પંપાળતાં પંપાળતાં
સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી.
કોડિયાના દીવાની જ્યોત બેય જણાંનાં નિર્દોષ મોઢાં ઉપર આખી રાત રમતી હતી.
એવી એવી નવ રાતો વીતી ગઈ. દસમે દિવસ માવતરને
ઘેરેથી સોનબાઇનો ભાઇ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને દસમી રાતે
વીકમસીએ સોનબાઇને રજા દીધી "તું સુખેથી જા. હું રાજીખુશીથી રજા દઉં છું. હઠ
કર મા. ઊગ્યો એને આથમતાં વાર લાગશે."
"આયર! ધક્કો દઈને શીદને કાઢો છો? મારે નથી જાવું. તમારી જોડે જ રહેવું છે. મારે બીજું-ત્રીજું કાંઇ નથી કરવું."
ધણીના પગ ઝાલીને સોનબાઇ ચોધાર રોઇ પડી. એમ ને એમ આંખ મળી ગઈ.
સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી
આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે "મને તેડી જાશો તો મારું
સારું નહિ થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાવ."
ભાઇને કારણ સમજાણું નહિ. પણ એને લાગ્યું કે આગ્રહ
કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઇક ક્લેશ થવાનો હશે, એટલે એણે વેવાઈને
કહ્યું: "વજસી પટેલ! મારથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે. પણ આ તો કમુરતા હાલે
છે એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરી વાર લેવા આવીશ." એટલું કહીને ભાઇએ
ગાડું પાછું વાળ્યું.
વજસી ને રાજીબાઇ, ડોસા-ડોસી બેય હવે જગ જીત્યાં
હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીએ બેઠાં બેઠાં બેય ડોસલાં પોતાની
ડાહીડમરી દીકરાવહુના ડિલનો વળાંક જોયા કરે છે. પરોઢિયે વહુ ઘંટી ફેરવે છે;
સૂરજ ઊગ્યે વહુ વલોણું ઘુમાવે છે; ભેંસો દોવે છે. વાસીંદા વાળી ફળિયું ફૂલ
જેવું-છીંક આવે તેવું-ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઇંઢોણીએ ત્રાંબાળુ
હેલ્યનાં બેડાં લઈ આવે છે, ને પાછા દસ જણના રોટલા ટીપી નાખે છે. નાની વહુ
વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું! સાસુ-સસરાને
હેતનાં ઝળઝળિયાં આવી જાય છે. વાતો કરે છે:
"હવે તો. આયરાણી! એક વાત મનમાં રહી છે, આ રૂપીને કોઇ સારું ઠેકાંણું મળી જાય."
"એની ફિકર આપણે શી પડી છે, આયર? એને ભાઇ જેવો ભાઇ છે. આફરડો રૂપીને ઠેકાણે પાડશે."
"પોતાના સુખમાં બે'નનું સુખ વીસરી તો નહિ જાય ને?"
"પણ મારી ચતુર વહુ ક્યાં વીસરવા દ્યે એવી છે?"
"આયરાણી! તોયે એક અબલખા રહી જાય છે, હો!"
"શી?"
"આ ખોળો ખાલી છે ઇ નથી ગમતું. કાલું કાલું બોલતું
હોય, ખોળા ખૂંદતું હોય. મૂછ્યું ખેંચતું હોય-એવું ભગવાન આપે એટલે બસ. એવા
થોડાક દી જોઇ ને જાયેં એટલે સદગતિ."
"આપશે, આયર! મારો વા'લો ઈ યે આપશે. આપણે માથે વા'લાજીની મહેર છે."
સતજુગિયાં વૃદ્ધ ધણી-ધણીયાણી આશાને તાંતણે જીવ
ટીંગાડીને જીવતાં હતાં. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદરકાંઠાની વાડીઓ
ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા હતાં. આઘે આઘે ઊની લૂ વાતી હતી.
અને તરસ્યાં હરણાં ઝાંઝવાંનાં જળને લોભે દોડ્યાં જતાં હતાં.
વીકમસી સાંતી હાંકતો હાંકતો ઊભો રહી જાય છે,
સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે, વિચારે ચડે છે, "આ અસ્ત્રીનાં
રૂપ-ગુણને મેં રોળી નાખ્યા. આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું
મેં શું કરી નાખ્યું?....માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ
વગરના પુરુષે તો અસ્ત્રીનાં લૂગડાં પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે. નહિ
તો સાત જન્મારા એવા ને એવા આવે. હું ભાગી જાઉં? આ સ્ત્રી પણ મારા
ફાંસલામાંથી છૂટીને સુખી થશે. પણ મારાં ઓશિયાળાં માં બાપનું ને મારી પંખણી
બોનનું શું થાશે?" નિસાસો મૂકીને વીકમસી વળી પાછો સાંતીડે વળગતો પણ એને જંપ
નહોતો.
ચારપાંચ મહિના આમ ચાલ્યું. તેવામાં વજસી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયાં. હવે વીકમસીનો મારગ મોકળો થયો.
રાતે જ એણે વાત ઉચ્ચારી: "તને ઘણા મહિના થઈ ગયા.
માવતર ગઈ નથી. તે દી તારો ભાઈ બાપડો કોચવાઇને પાછો ગયેલો; તારાં માવતર પણ
કોચવાતાં હશે. માટે રાજીખુશીથી એક આંટો જઈ આવ ને!"
"હં, તમે મને ફોસલાવો છે. મારે નથી જાવું."
"ના ના, તું વહેમા નહિ. લે, હુંય ભેળો આવું."
"હા, તો જઈ આવીએ."
ગાડું જોડીને બેય જણાં ચાલ્યાં. સોનબાઇનાં માવતરને
આજ સોનાનો સૂરજ ઊગ્યા જેવું થયું. પનિયારીઓનાં ને ચોરે બેઠેલાં માણસોનાં
મોંમાં પણ એક જ વાત હતી કે "કાંઇ જોડલી જામી છે! કાંઈ દીનોનાથ ત્રૂઠ્યો
છે?"
વીકમસીએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો:
"મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજીખુશીથી છોડું છું. મેં
મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો."
વાત સાંભળીને સોનબાઇનો બાપ સમસમી રહ્યો. એને પણ સલાહ દીધી કે "સાચું, ભાઇ, નગર જઈને કરમ ધોવો. તે વિના ભૂંડા અવતારનો આરો નથી."
બાપ બિચારો સોનબાઇના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુ:ખનો પણ ઉપાય થઈ શકશે. એણેય વાત પેટમાં રાખી લીધી.
બીજે દિવસે વાળુ કરીને સહુ સૂઇ ગયાં. પરોણા તરીકે
વીકમસીની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મે વરસતો હતો. કોઈ સંચળ
સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વીકમસી છાનોમાનો નીકળી
ગયો.
ચોમાસાની રાતનાં તમરાં રસ્તાની બેય દ્ર્શ્યે રોતાં હતાં. નદીનેરાં ખળખળીને દોડતાં જાણે કાંઇક ખોવાણું હોય એની ગોતણ કરતાં હતાં.
પ્રભાતે જમાઇની ગોતણ ચાલી ત્યારે સોનબાઇના બાપે
સહુને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરનાં સહુ નાનાંમોટાંએ શ્વાસ હેઠા
મેલ્યા. માએ માન્યું કે "મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઊગરી
ગઈ."
આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં
બહુ પસ્તાવો ઊપડ્યો, "આંઇ હું શીદ આવી? અરે, મને ભોળવીને ભુલવાડી ગયો? મને
છાની રીતે છેતરી? મારો શો અપરાધ હતો?" છાની છાની નદીકાંઠે ગઈ; છીપર ઉપર
બેસીને ખૂબ રોઇ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું! ઘણા વિચાર કર્યા. પણ
લાજની મારી એની જીભ માવતર આગળ ઊપડી નહિ.
થોડા દિવસે ખબર આવ્યા કે વીકમસી તો પોતાની ઘરસંપત
કાકાને સોંપી, રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં
આપવાની ભલામણ દઈ, બહેનને ખબર કર્યા વગર, ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો
થવા ચાલ્યો ગયો છે.
સોનબાઇની રહીસહી આશા પણ કરમાઇ ગઈ. રોઈ રોઈને એ
છાની થઈ ગઈ. પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી
પણ આયરનું મોં અળગું થાતું નથી.
થોડે દિવસ ત્યાંથી દસ ગાઉ દૂરના એક ગામડાના ઘરભંગ
થયેલા એક લખમશી નામના આબરૂદાર આહીરનું માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો
અંત આવ્યો સમજી માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો અંત આવ્યો સમજી માગું
કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી-ઓઢાડી સાબદે કરી. મીઠડાં લઈને મા બોલી કે
"બાપ! મારા ફૂલ! હરિની મોટી મે'ર, તે તારો ભવ બગડતો રહી ગયો."
સોનબાઇનું અંતર વીંધાઇ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઇ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી.
શિયાળાના દિવસો છે, આભમાંથી કુંજડાંએ નીચે ઊતરીને
જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મે ગયો છે, લહાણી પડી ગઈ છે, ગામડાં ખાલી
થઈને સીમો વસી ગઈ છે, ધાનનાં ડૂંડાં વઢાઇ રહ્યાં છે. નીચાં નમીને મોલ
વાઢતાં દાડિયાં વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભાં થાય છે અને દાતરડી ગળે વલગાડી
દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજીને હસતી ગાય છે:
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો
હો પાંદડું પરદેશી!
ઓલી મોતરડીને ઉડાડી મેલો
હો પાંદડું પરદેશી!
એનો સાસરો આણે આવ્યા
હો પાંદડું પરદેશી!
મારા સસરા ભેળી નૈં જાઉં
હો પાંદડું પરદેશી!
એનો પરણ્યો આણે આવ્યા
હો પાંદડું પરદેશી!
મારા પરણ્યા ભેળી ઝટ જાઉં
હો પાંદડું પરદેશી!
પંખી ઊડે છે. ટોયા હંકારે છે. ચોમાસામાં ધરાયેલી
ટાઢી પોચી ભોં કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાહ્યા ખેડૂતોએ
સાંતીડાં જોડી દીધાં છે.
લખમશીએ પણ ખળામાં ડૂંડાં નાખી પોતાના ખેતરમાં હળ
જોડ્યું છે. આધેડ ઉંમરનો લોંઠકો આદમી રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ
એક ગાડા-મારગ જતો હતો. તે મારગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી
સોનબાઈ છે. બપોરટાણે, સાંતી છૂટવાને સમયે, સોનબાઇ નવા ધણીને ખેતરે ભાત લઈ
જાય છે. ધીરાં ધીરાં ડગલાં ભરે છે.
સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું
આવે છે. એને દેખતાં જ સોનબાઇને વીતેલી વાત સાંભરી આવી. તરીને પોતે ટોળું
વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાંની પાછળ આઘેરાક એક જુવાન ઘોડીએ ચડીને
ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી.
અસવાર નજીક આવતાં જ ઓળખણો.
એ વીકમસી હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો.
સ્ત્રીનાં લૂગડાં પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો
પુરુષવેશે જ માથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ છ
મહિના નહોતા વીત્યા. વીકમસી પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે.
જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવું થયું છે.
બેય જણાં સામસામાં ઓળખ્યાં. વીકમસીએ પણ ઘોડી રોકી.
બેય નીચી નજરે ઊભાં રહ્યાં. સોનબાઇની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યાં. અંતે
એના હોઠ ઊઘડ્યા: "આમ કરવું'તું?"
"તું સુખી છો?" વીકમસીથી વધુ કાંઇ ન બોલાયું.
"હું તો સુખી જ હતી. છતાં શું કામે મને રઝળાવી?"
"ત્યારે શું તારો ભવ બગાડું?"
"બગાડવામાં હવે શી બાકી રહી, આયર?"
આંસુભરી આંખે બેય જણાં ઊભાં છે. ખેતરને શેઢે લખમશી
સાંતી હાંકતો હતો તે સાંતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની
સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી.
વીકમસીએ પૂછ્યું,"ભાત જા છો? તારું ખેતર ક્યાં છે?"
"આ જ મારું ખેતર."
"સાંતી હાંકે છે એ જ તારો ધણી?"
"હા, હવે તો એમ જ ને!"
"જો, તારો ધણી આંઇ જોઇ રહ્યો છે. ખિજાશે. તું હવે જા."
"જાઇશ તો ખરી જ ને! કહેવું તે ભલે કહે. પણ આયર...!
આયર! તમે બહુ બગાડ્યું! સુખે સાથે રહી પ્રભુભજન કરત! પણ તમે મારો માળો
વીંખ્યો. શું કહું?"
ચોધાર આંસુ ચાલી નીકળ્યાં છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વીકમસીએ જવાબ વાળ્યો, "હવે થવાનું થઈ ગયું. વીસરવું."
"હા, સાચું વીસરવું! બીજું શું?"
આઘે આઘે પાવૈયાનું પેડું ઊભું રહીને વીકમસીની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમશી જુએ છે.
"લે હવે, રામ રામ!"
સોનબાઇ અકળાઇ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી
બનીને બોલી, "મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાવ. એટલેથી મને
શાંતિ વળશે, વધુ નહિ રોકું."
"ગાંડિ થઈ ગઈ? તારે ઘેર જમવા આવું, એ તારા વરને પોસાય? ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે. માટે મેલી દે."
"ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે?"
"ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે."
એટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઇ
ખેતરમાં ચાલી. લખમશી સાંતી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઇને એણે પૂછ્યું,
"કોની સાથે વાત કરતી'તી? કેમ રોઇ છો?"
છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઇએ ઉઘડી
નાખ્યું. કાંઇ બીક ન રાખી. વીકમસી પોતાનો આગલો ઘરવાળો છે, પોતાનું હેત હજુય
એના ઉપર એવું ને એવું છે, પોતાને એનાથી જુદું પડવું જ નહોતું, પોતાને સૂતી
મેલીને છાનોમાનો ચાલ્યો ગયો હતો; ઓચિંતો આજ આંહીં મળી ગયો; અને પોતે એને
આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી; છ મહિનાથી પોતે નવા ધણી
સાથે શરીરનો સંબંધ ન રાખવાનાં વ્રત લીધેલાં તે પણ એ જૂની માયાનાં માન સારુ જ
છે એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણેવેણ એની મુખમુદ્રા પર આલેખાતું
ગયું.
લખમસી આ સ્ત્રીની સામે તાકી રહ્યો, ઊંડા વિચારમાં
પડી ગયો. સાંતી જોડવાનું બંધ રાખીને લખમસી સોનબાઇ સાથે ગામમાં આવ્યો. સામે
ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઊતરેલું હતું. વીકમસી પણ ત્યાં બેઠો
હતો. એણે આ બેય જણાં આવતાં જોયાં. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમશી આવીને
કજિયો આદરશે. ત્યાં તો ઊલટું જ લખમશીએ સુંવાળે અવાજે કહ્યું, "ફળીએ આવશો?"
વીકમસીને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેત કરશે તો?
પણ ના ન પડાઇ. એક વાર સોનબાઇને મલવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો
ચાલ્યો. ઘોડી લખમશીએ દોરી લીધી.
બીક હતી ને ટળી ગઈ. લખમશીનાં આદરમાન બીજે ક્યાંય
નહોતાં દીઠાં. કોડે કોડે રાંધેલું મીંઠું ધાન લખમશીએ પરોણાને તાણખેંચ કરીને
ખવરાવ્યું; ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી; અને ધીરે
ધીરે વીકમસીના મનની રજેરજ વાત એને જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ.
લખમશીમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની
અને વગડામાં હરણાંની હેતપ્રીત એણે દીઠી હતી. અને આંહી એણે આ બે જણાંને ઝૂરી
મરતાં જોયાં. એ ભીતરમાં ભીંજાય ગયો; પોતે સોનબાઇ વેરે પરણ્યો છે એ વાત જ
ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી.
દિવસ આથમ્યો એટલે પોતે ઊઠ્યો, ફળીમાં માતાની દેરી
હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત
હતો. ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યાટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો.
આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ
ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ્ આવવા મંડ્યો. ધૂપના ગોટેગોટ ધુમાડા
ઊઠ્યા. લખમશીની હાક ગાજી ઊઠી. દેવી એના સરમાં આવ્યાં હતાં.
સોનબાઇ ઘરમાં રાંધે છે, ત્યાં એને હાક સાંભળી.
સાંભળતાં જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી
ગયું. વીકમસીને ઢંઢોળીને કહ્યું, "દોડ આયર, દોડ! ઝટ પગમાં પડી જા!"
કાંઇ કારણ સમજ્યા વગર વીકમસીએ દોડ્યો. પગમાં
માંથું નાખી દીધું. ધૂણતાં ધૂણતાં લખમશીએ પોતાના બેય હાથ એને માથે મૂકીને
આશિષ આપી કે "ખમા! ખમા તુંને બાપ!"
માથે હાથ અડાડતાં તો કોણ જાણે શાથી વીકમસીના
દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. લખમશીને શાંતિ
વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમશીએ પૂછ્યું: "કાં ભાઈ! શું લાગ્યું?
શું થાય છે?" તેજભર્યો વીકમસી શું બોલી શકે? રૂંવાડી ઊભી થઈ ગઈ હતી.
અંગેઅંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઇ ગઈ. માત્ર
એટલું બોલાયું કે, "ભાઇ! મારા જીવનદાતા! માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો
અવતાર થયો!"
"બસ ત્યારે, મારોય મનખો સુધર્યો, હું તરી ગયો." એમ કહીને એણે સાદ કર્યો, "સોનબાઇ! બહાર આવ."
સોનબાઇ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું! આ સાચું છે કે સ્વપ્નું! કાંઇ ન સમજાયું.
"મારા ગુના માફ કરજે! તું પગથી માથા લગી પવિત્ર
છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણાં પાછાં ઘેર જાવ. માતાજી તમને સુખી
રાખે અને મીઠાં મોં કરાવે."
વીકમસી ઉપકાર નીચે દબાઇ ગયો. ગળગળો થઈ ગયો અને
બોલ્યો, "લખમશીભાઇ! આ ચામડીના જોડા સિવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઇ
રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં!" લખમશીએ
રાજીખુશીથી હા પાડી.
સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઇનો હરખ હૈયામાં
સમાતો નથી. વીકમસી ગાડાની વાંસે, ઘોડી ઉપર બહુ જ આનંદમાં, મનમાં ને મનમાં
લખમશીના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વીકમસીને ઘેર પહોંચ્યા; એનું આખું કુટુંબ
બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમશીએ જવાની રજા માગી. પોતાના કાકાની સલાહ
લઈને વીકમસીએ બહેન રૂપીને લખમશી વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમશીને
આગ્રહ કરીને રોક્યો. લખમશીને ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકનાં સગાંઓને
તેડાવી, સારો દિવસ જોવરાવી વીકમસીએ રૂપીના લગ્ન કરી, સારી રીતે કરિયાવર
આપી, બહેનને લખમશીના ભેળી સાસરે વળાવી.
૬. ભાઈબંધી
પ્રકરણનું નામ ભાઈબંધી
પડખોપડખ ઘોડા રાખીને બેય ભેરુબંધ હાલ્યા જાય છે.
પારકરની ધરતીના તરણેતરણાને જાણે કે એકલમલ્લ ઓળખતો હોય તેમ ઝાડવાં,
દેવસ્થાનો, નદીનાળાં અને ગઢકાંગરાનાં નામ લઇ લઇ ઓઢાને હોંશે હોંશે ઓળખાવતો
જાય છે. બેય ઘોડા પણ એકબીજાનાં મોં અડકાડતા, નટવાની જેમ નાચ કરતા કરતા,
નખરાંખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે.
બરાબર રાતને ચોથે પહોરે નગરસમોઇને ગઢે પહોંચ્યા. એ
કોટમાં સાતવીસ સાંઢયો પુરાય છે. દેવળના થંભ જેવા પગવાળી,રેશમ જેવી સુંવાળી
રુંવાટીવાળી, પવનવેગી અને મનવેગી–એવી અસલ થળની સાતવીસ સાંઢ્યો તો બાંભણિયા
બાદશાહનાં સાચાં સવા-લખાં મોતી જેવી છે.રાતોરાત પચાસ-પચાસ ગાઉની મજલ
ખેંચીને એ પંખિણી જેવી સાંઢ્યો
બાંભણિયાને ઘેર લૂંટનો માલ પહોંચાડે છે. એનો
ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી ઘાણીને (ઊંટના તબેલાને ‘ધાણી’ કહે છે)
બારણે ચડવાનીયે કોની મગદૂર ? રૂડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એના માથામાં
કાછલાં થઇને ઊડી પડે. પણ આજ ધાણી ઉપર રૂડિયો નથી. બીજા ચોકીદારોની આંખ મળી
ગઇ છે.
એકલમલ્લ બોલ્યો :”ભાઇ ઠાકોરો, બોલો, કાં તો હું
ધાનીનો ઝાંપો તોડું અને તમે સાંઢ્યો હાંકીને ભાગો, કાં તો તમે ઝાંપો તોડો
તો હું સાંઢ્યો લઇ જાઉં.”
”એકલમલ્લ, તમે ઝાંપો તોડો, અમે સાંઢ્યો બહાર કાઢશું.”
રજપૂતોએ એકબીજાની સામે આંખોના મિચકારા કરીને જવાબ દીધો.
એકલમલ્લ હાલ્યો. ઝાંપાની નીચે જગ્યા હતી. હેઠળ
પેસીને એકલમલ્લે પોતાની પીઠ ભરાવી, ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો
તોતિંગ ઝાંપો ધરતીમાંથી ઊંચકાવી નાખીને આઘે ફગાવી દીધો.
રજપૂતો દોડ્યા સાંઢ્યો કાઢવા, પણ સાંઢ્યો નીકળતી
નથી. ગલોફાં ફુલાવીને ગાંગરતી ગાંગરતી સાંઢયો આડીઅવળી દોડે છે. રજપૂતોનાં
માથાંને બટકાં ભરવા ડાચાં ફાડે છે. એકલમલ્લ ઊભો ઊભો રજપૂતોનું પાણી માપે
છે.
ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા-પડકારા ગાજી ઊઠ્યા.
બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે ‘ચોર !સાંઢ્યુંના ચોર !’નગારાને માથે ધોંસા
પડ્યા. અને રજપૂતોએ કાયર થઇને કરગરવા માંડ્યું : “એકલમલ્લભાઇ, હવે અમારી
આબરૂ તારા હાથમાં…. ”
“બસ, દરબારો ! શૂરાતન વાપરી લીધું?સાંઢ્યો લેવા
આવતાં પહેલાં ઇલમ તો જાણવો’તો !” એમ કહીને એકલમલ્લે ભાથામાંથી તીર તાણ્યું.
એક સાંઢ્યના ડેબામાં પરોવી દીધું. લોહીની ધાર થઇ તેમાં પોતાની પછેડી લઇને
ભીંજાવી. ભાલા ઉપર લોહિયાળી પછેડી ચઢાવી એક સાંઢ્યને સૂંઘાડી અને પછેડી
ફરફરાવતો પોતે બહાર ભાગ્યો.
લોહીની ગંધે ગંધે સાતે વીસ સાંઢ્યોએ દોટ દીધી.
મોખરે લોહિયાળા લૂગડાને ભાલા ઉપર ફરકાવતો એકલમલ્લ દોડ્યો જાય છે અને વાંસે
એક સોને ચાલીસ સાંઢ્યો ગાંગરતી આવે છે.
“વાહ એકલમલ્લ ! વાહ એકલમલ્લ ! વાહ બેલીડા !” એમ ઓઢો ભલકારા દેતો આવે છે.
ત્યાં તો સૂરજ ઊગ્યો. વાંસે જુએ છે તો દેકારા
બોલતા આવે છે. ધરતી ધણેણી રહી છે. આભમાં દઁઅરી ચડી હોય તેમ બાંભણિયાની વહાર
વહી આવે છે. એકલમલ્લ્બોલ્યો : “રજપૂતો ! કાં તો તમે સાંઢ્યોને લઇ ભાગી
છૂટો, ને કાં આ વારને રોકો.”
રજપૂતો કહે : “ભાઇ ! તમે વારને રોકો. અમે સાંઢ્યોને લઇ જઇને સરખા ભાગ પાડી રાખશું !”
એકલમલ્લના હાથમાંથી લોહિયાળા લૂગડાનો નેજો લઇ
રજપૂતો હાલી નીકળ્યા. પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢયો વાંસે દોડી આવે
છે. પોતાના લોહીની ઘ્રાણ એને એવી મીઠી લાગે છે.
“ઓઢા જામ ! તમેય ભાગો. શીદ ઊભા છો ? મારી પાછળ મોટુ કટક આવે છે, તમે બચી છૂટો.”એકલમલ્લ બોલ્યો.
બેલી,કોના સારુ બચી છૂટું ?કોઇનો ચૂડો ભાંગવાનો નથી.”
“અરે, કોઇક બિચારી રાહ જોતી હશે.”
“કોઇ ન મળે, બેલી ! સંસારમાં ક્યાંય માયા લગાડી નથી.”
એમ મોતના ડાચામાં ઊભા ઊભા બેય જુવાનો મીઠી મીઠી
મશ્કરીઓ કરી રહ્યા છે. એકલમલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી, સામાન આડો અવળો
નાખી,ઘોડને ખરેરો કરવા માંડ્યો.
“અરે, એકલમલ્લ ભાઇ! આવી રીતે મરવું છે? વાર હમણાં આંબશે, હો! “
“આંબવા દ્યો, ઓઢા જામ ! તમે આ ઘસિયા ઉપર બેસો. જો મરવું જ છે, તો મોજ કરતાં કરતાં કાં ન મરવું ?”
બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઇ રહ્યો છે: “વાહ
અલ્લા !વાહ તારી કરામત ! બેય દુશમન ધરપત કરીને બેઠા છે—કેમ જાણે આપણે
કસુંબો પીવા આવતા હોઇએ !”
“ એઇ બાદશાહ !” એકલમલ્લે ઘોડાને ખરેરો કરતાં કરતાં અવાજ દીધો :”પાછો વ્ળી જા. એઇ લાખોના પાળનાર, પાછો વળી જા. તારી
બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે.”
ખડ !ખડ ! ખડ !ફોજ હસી પડી. એકલમલ્લે અસવાર થઇને ઘોડો કુદાવ્યો. તીર કામઠાં ઉપાડ્યાં.
પેલે વેલે બાણ, પૂવે તગારી પાડિયા, કુદાયા કેકાણ, હોથી ઘોડો ઝલ્લિયે.
માંડ્યો તે માધાણા, ગોરખધંધો ગેલિયા!
હે ઘેલાશા, તેં એવું શૌર્ય બતાવ્યું છે, બધાના
મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે
સૂઇ શકતા નથી.
એમ ધીરે ધીરે એણે એક બરવાળાની નીચે તલવારને ઝાટક
એણે બત્રીસ ગામડાં આણી મૂક્યાં. એ બધી જહેમત પોતાનાં માલિક લીંબડી દરબારને
ખાતર ઉઠાવી.
બરવાળાની આસપાસ બેલા, ચારણકી, વગેરે ચારણોનાં ગામો
ઉપર ઘેલાશાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગ ઇ હતી, એટલે બેલાના ચારણ
કાળા સ ઉએ ઘેલાશાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો:
ખસનો તો તુંને ખટકો ન ઇ, ખોળછ ખેતરડાં,
ગલઢો શીં ગેલા! મારછ દેડક મધાઉત!
ગલઢો શીં ગેલા! મારછ દેડક મધાઉત!
હે માધાશાના દીકરા, તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ
ગામ નથી ખટકતું. એને તું રંજાડતો નથી; અને અમારી થોડી થોડી જમીન (ખેતરડાં)
ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે! સિંહ (શીં) ઘરડો થાય, મોટા શિકાર
કરવાની તાકાત ન રહે, પછી દેડકાં મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે?
એ દુહો સાંભળ્યા પછી ચારણોનાં ગામ પછી દાજીએ કોઇ દિવસ નજર ન નાખી.
૬
એક વખત લીંબડી ઠાકોર હરિસિંહની સાથે દાજી
દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતા લીંબડી ઠાકોર જામનગરમાં જસાજી
જામનાં મહેમાન બન્યાં. જામસાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી. એ
બહાદુર વાણિયાને મળવા જસો જામ બહુ આતુર હતા. પોતે શૂરવીર હતા. શૂરવીરને
જોવાનું મન કેમ ન થાય?
જામસાહેબે લીંબડી ઠાકોરને વિનંતી કરી: "ઘેલાશાને દરબારમાં તેડી આવો."
લીંબડી ઠકોરે ઉત્તર દીધો: "મહારાજ! એ વાણિયો
વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહિ સાચવી શકો.
કેટલીક ખોટી આદતો છે કે જે અહિં જામના દરબારમાં ન શોભે."
"એવી તે વળી ક ઇ આદતો છે, ઠાકોર?"
"કોઇ પણ દાયરામાં કે રાજકચેરીમાં એ જાય ત્યારે એક
તો ખોંખારો ખાય; બીજું, મૂછોના થોભા ઝાટકે; ત્રીજું, પલોંઠી વાળીને બેસે;
ચોથું, હોકો પીએ; પાંચમું, લીંબડીના તખત સિવાય કોઇને નમે નહિ."
"કાંઇ વાંધો નહિ. તમે તમારે એને આંહીં તેડી લાવજો, આપણે જોઇ લેશું."
દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને
ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી
તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની દસ-બાર પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની
સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોંખારો ખાઇ, મૂછે હાથ
નાખી, જામને સાદા રામરામ કરી, પછેડીની પલોંઠી ભીડીને બેઠા. જામના મોં પર
કોપ દેખાણો. એણે ચોપદારને ઇશારત કરી. ચોપદારે ઘેલાશાની પછેડી ઝૂંટવીને
ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લ ઇ પલોંઠી ભીડી. બીજી પણ ઝૂંટાઇ. ત્રીજી,
ચોથી, એમ પછેડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગ ઇ. દાજી પોતાનું અપમાન
થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન
જોયું.
જામસાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થ ઇ
ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર
રાખેલાં. જામે કહ્યું, "ઘેલાશા, નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પતરા
ઉપર સારામાં સારા પાંચ ગામ 'જાવચંદર દિવાકરા' ("યાવચ્ચન્દ્ર દિવાકરૌ":
ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી) લખી આપું."
ઘેલાશાએ જવાબ વાળ્યો: "મહારાજ! એ આપનો પાડ થયો. પણ
માગાં તો દીકરીનાં જ હોય, વહુનાં ન હોય. મારે માથે તો લીંબડીનું ઓઢણું
પડ્યું છે. મારાથી બીજે જવાય નહિ - પાંચ શું, પચાસ ગામ આપો તોયે નહિ."
૭
"કામદાર, બાકર સાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા."
"જોઉં ઇ દસ્તાવેજ, દરબાર!" દાજી ચમક્યા.
દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લ ઇને
વાંચી. વાંચીને માથું ધુણાવ્યું. દરબારને ઠપકો દીધો: "મને તેડાવવો'તો તો
ખરો! આટલી ઉતાવળ શીદ કરી? "
"કાં?"
"કાં શું? આ તો 'ફરતી પેશકશી' માંડી દીધી. વારે
વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે આંહીં જામશે ત્યારે આપણાથી
ચૂં કે ચાં નહિ થાય. દરબાર તમે ગજબ કર્યો."
"હવે?"
"હવે હું જોઉં છું."
ઘોડીએ ચડીને ઘેલોશા ચાલી નીકળ્યા. વૉકરસાહેબની
છાવણી પડી હતી ત્યાં જ ઇને મુલાકાત લીધી. કહ્યું: "હું લીંબડી દરબારનો
બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીના દસ્તાવેજ ઉપર મારી-કામદારની-યે સહી
જોશે. માટે લાવો સહી કરી દઉં."
ભોળવાઇને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો.
વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી, મોંમાં નાખી, દાજી પેટમાં ઉતારી ગયા;
અને 'હવે તો દસ્તાવેજ લેવા બરવાળે આવજો, સાહેબ!" એટલું કહી દાજી ઘોડીએ
ચડ્યા. બરવાળામાં દાખલ થ ઇ દરવાજા માથે ભોગળ ભિડાવી.
ફોજ લઇને વૉકર બરવાળા માથે ચડ્યો. ગઢ સામી તોપો
ચલાવી. પણ એ જુક્તિદાર જોરાવર ગઢ ઉપર કાર ન થ ઇ શક્યો. વૉકરે વિશ્ટીનું
કહેણ મોકલ્યું.
સાહેબ અને દાજી બેય જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું: "તારી શી માગણી છે, ઘેલાશા?"
"બરવાળાની બત્રીસીની 'ફરતી જમા' નહિ, પણ કાયમી જમા રૂ. ૨૨,૦૦૦ની બાંધી આપો."
વૉકરે દાજીને લાલચો દીધી: "ઘેલોશા, જીદ કર મા. આ
બત્રીસી તેં તારા બાહુબળથી ઘેર કરી છે. તારાં દસ ગામ જુદાં તારવી દ ઉં.
તારાં નામ પર ચડાવી દ ઉં, અને તું લીંબડીના ગામની 'ફરતી જમા' બાંધવા દે."
દાજીએ જવાબ દીધો: "ન ખપે, સાહેબ, મારે માર ધણીને
લૂણહરામ નથી થાવું. જે ધણી મેં ધાર્યો છે તેનું જ હું ભલું ચિંતવીશ. મને
ભરોસો છે કે મારી સાત પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રજપૂત નગુણો નહિ
થાય."
ઘેલોશા ન બદલ્યો. તમામ ગામડાં લીંબડીનાં નામ પર
મંડાવી ફક્ત રૂપિયા બાવીશ હજારની 'કાયમી જમા' લખાવી લીધી. આજ પણ બીજા
તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ
જ રહી છે.
તે દિવસ સાહેબની વાત માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર એક સોનમૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કૂડ કેમ રમે?
૮
અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સૂરતના કલેક્ટરનું
વૉરંટ કઢાવ્યું છે. હથિયાર-પડિયાર બાંધીને દાજી સૂરત આવેલ છે. પોતાના
દીકરાને સરકાર કોણ જાણે કેવાયે સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢ્ઢી
માતા લીલબાઇ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે.
ઓચિંતા સૂરત શહેરમાં ગોકીરા થયા: "દોડો! મિયાણા જાય! સરકારી તિજોરી લૂંટીને જાય!"
લૂંટારાના નામના રીડિયા સાંભળતા જ રણઘેલા ઘેલાશાના રૂંવાડા છમ! છમ! છમ! બેઠાં થ ઇ ગયાં. એણે હાક મારી: "ભાઇ! ઝટ મારી ઘોડી છોડો!"
માણસોએ સમજાવ્યા: "અરે દાજી! આ તો સરકારી તિજોરી
લૂંટાણી છે; અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેને સારુ
આપણે શીદ મરવા જાવું?"
"અરે, બોલો મા! લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું? હું ઘેલો માધાણી! મારાં માવતર કોણ?"
એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડાં
નીકળતાં પહેલાં તો ઘોડીને દોટાવી લૂંટનારાનો પીછો લીધો, ભેળાં કર્યાં; એકલે
હાથે તલવાર વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા.
ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની
ખબર પડી. બહાદુર ઘેલાશાને એમણે શબાશી આપી છોડી મૂક્યા.
અહીં બરવાળામાં માતા લીલબાઇને એ જ રાતે શંકર
ભીમનાથ સોણે આવ્યા; કહ્યું કે: "લીલબાઇ, તારે દીકરે તો મિયાણા માર્યા,
સરકારી તિજોરીને બચાવી, અને હવે છૂટીને ઘેર આવે છે."
ડોશીની આંખ ઊઘડી ત્યાં તો દીકરો સામે ઊભો હતો. ડોશીઅ કહેવાથી ઘેલાશાએ 'ભીમનાથ' નામના શંકરની જગ્યામાં ચારસો વીઘા જમીન બક્ષીસ કરી.
૯
શેઠ કુટુંબ લીંબડીનું મોટું ને આબરૂદાર કુટુંબ
ગણાય: પૈસેટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક
દીકરો ધાંધલપુર ગામે વરાવેલો, તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ગામે
ખરખરે આવ્યા. બહુ અફસોસ બાતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં-લૂગડા ચડાવેલા તે
બધાં પાછાં સોંપ્યાં.
આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા: "શેઠ, તમને એટલું
કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યા હવે આંહી લીંબડીમાં તમારે ન
પરણાવવી. નહિ તો આપણે સારાવાટ નહિ રહે, સમજ્યા?"
સાંભળી કન્યાનો બાપ આભો જ બની ગયો. પોતે સમજુ હતો.
એક વાર પાછી ફરેલી કન્યાને એન એ ગામમાં દેવાથી એને દેખીને આગલાં
સાસરિયાનાં અંતર રડે. મરેલો દીકરો સાંભરી આવે. એટલા માટે ત્યાં ને ત્યાં
સંબંધ ન બાંધવો જોઇએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઇ પણ શાણો હતો. ભૂલ ન
કરત; પણ આવાં મદભર્યાં વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો. એનું અંતર
ઘવાઇ ગયું. એણે જવાબ દીધો: "શેઠ, ત્યારે હવે તો મારી દીકરી લીંબડીમાં જ
વરશે; બીજે ક્યાંય નહિ વરે."
એટલું કહીને એ ચાલી નીકળ્યો.
વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠકુટુંબની નજર
સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે-માથાળો તો ઘેલાશા જ છે. પણ ઘેલાશા શી
રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી
હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદભાવ હતો. કન્યાના પિતાએ એ કામ
ઠાકોરસાહેબને ભળાવ્યું.
ઠાકોરસાહેબે ઘેલાશાને બોલાવ્યા, વચન માગ્યું, ઘેલાશાએ કહ્યું: "બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો."
ઠાકોરે માગ્યું: "તમારા દીકરા મોરભાઇનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો."
ઘેલાશાને ફાળ પડી કે શેઠકુટુંબ સાથે વેર થશે. પણ વચને બંધાયા! શું કરે?
લીંબડી આવીને દાજીએ શેઠકુટુંબ કને પોતાની લાચારી
રજૂ કરી, હાથ જોડીને રજા માગી; બોલ્યો કે: "હું આપને ખાતરી આપું છું કે
આંહીથી નહિ, બરવાળેથી જાન જોડીશ."
પરંતુ શેઠકુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરાં વચનો કાઢવા મંડ્યા.
પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા: "મારી લાચારી
આપના કાંઇ હિસાબમાં ન આવી. તો હવે જુઓ, આંહીંથી જ જાન જોડીશ: મારા ઘરની
દીવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ; ત્યાં બેઠી બેઠી મારી દીકરા-વહુ
મોતી પરોવશે અને હાલતાં-ચાલતાં તમે તે જોશો. "
આટલું કહીને દાજી ચાલ્યા અને પછી-
ધાંધલપુરની ઢેલડીને બરવાળાનો મોર,
હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.
હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.
એવી ધામધૂમથી મોરભાને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ ચડાવ્યો. એનો આ દુહો પણ જોડાણો:
શેઠુંહદાં છોકરાં ઉંયે કરતાં આળ,
મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ,
મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ,
શેઠકુટુંબનાં છોકરાં સહુની છેડ કરતાં. રંગ છે તારી મૂછોને, હે માધાશાના (પુત્ર)! તેં તારા પરથી એ મેણું મટાડ્યું.
આથી શેઠકુટુંબ રાજ્ય સામે રિસાણું. તેમને મનવવા
ખાતર અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઇએ તેવો તેમણે આગ્રહ કર્યો
તે ખાતર, ઘેલાશાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંગજીએ નક્કી કર્યું.
આમ પણ કહેવાય છે: શેઠવાળઓએ રાજ્યને એવી લાલચ આપી
કે 'જો ઘેલાશાને એક્વાર કેદમાં નાખો તો અમારા રૂપિય છ લાખ રાજ પાસે નીકળે
છે તે છોડી દ ઇએ.'
હરિસંગજી ઠાકોર એ લાલચમાં લપટાણા. ઘેલાશાને
બોલાવવા બરવાળે અસવાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા. પણ એમનાં માતુશ્રી દેવી
જેવાં હતાં. એમને માઠાં શુકન જણાયાં. દીકરાને એમણે બહુ સમજાવ્યો. પણ દીકરો
કહે: "માડી, મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવાય રોકાવાય નહિ."
ઘેલાશા લીંબડી પહોંચ્યા, દરબારમાં ગયા. સામે આવીને
તો કોઇ સાવજને પકડી શક્યું નહિ. એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને
કેદમાં નાખ્યા.
ઘેલાશા કહે: "એક વાર મને ઠાકોરનું મોં જોવા દ્યો."
પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ!
ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો.
એ વખતે સનાળીના ચારણકવિ કશિયાભાઇ મારવાડમાંથી પાછા
ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક
પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારમાં
આવ્યા. દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર
એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર
દેખાયા કે તરત કવિએ પોતાના મોં પર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી
ઠાકોરને ઊભાં ઊભાં ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે 'એ બાપ હરિસિંગ! હરપાળનાં
પેટ હરિસિંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસિંગ! સાંભળ સાંભળ!
૧
દાવ બાંધણો ગોહિલ્લાં સામો, ચૂડાકો ભાંજણો ડોડ
અર્યા'કો મોડણો માન, જંગકો અથાહ;
હિન્દવાંકો છાત્ર ગેલો ઝાલવો ન હુતો હરિ
!
સતારા સું બઝારણો હુતો ગેલો શાહ !
૨
નવે ખંડેરા માંય અસો કીણેરો પ્રધાન નાંહી,
દાવાદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઇ આવડી હમાણી બાબા!
માધાણાંકું બેડીઆં મ હોય પાગાં માંય.
દાવાદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઇ આવડી હમાણી બાબા!
માધાણાંકું બેડીઆં મ હોય પાગાં માંય.
૧. ગોહિલોના સામે પડી સમોવડિયો થ ઇને ઝૂઝનારો,
ચૂડાસમાઓનાં અભિમાન તોડનારો, દુશ્મનોનાં માન મોડનારો, અને મેદાને જંગમાં
બહાદુરીથી લડનારો - એવો હિંદુઓના છત્રરૂપ જે ઘેલોશા, તેને હે રાજા હરિસંગ!
તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને તારે સતારાની ફોજ સામે લડવા
મોકલવો હતો.
૨. નવ ખંડમાં કોઇને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના
દુશ્મનોને (સમોવડિયાને) હ્રદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઇ ન મળે.
હે બાપ! હે હરભમજીનન્ પુત્ર (હભાણી)! આવી ભૂલ તું કરી બેઠો? માધાશાના
પુત્ર ઘેલાશાના પગમાં કદી બેડીઓ ન શોભે.
૩
થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘોડી દૂઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી રોપાય જે દિ',
મધાણી ઉપાડ્ય તે દિ, દીજે કોડાં માંય!
થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘોડી દૂઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી રોપાય જે દિ',
મધાણી ઉપાડ્ય તે દિ, દીજે કોડાં માંય!
૪
બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્ય દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ!
બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્ય દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ!
૫
ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તે કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરસિંગ!
ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તે કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરસિંગ!
૩. તારો શેઠ ઘેલાશા કેવો હતો? તારાં ચોરાશી ગામની
ઢાલ જેવો ને તારા શત્રુઓના હ્રદયમાં તીર-શલ્ય જેવો! તારા શેઠની ઘડી બીજાથી ન
થાય. હે જાંબુ
*
જાંબુ લીંબડીનું ગામ છે. અસલ ગાદી ત્યાં હતી.
ના ધણી (લીંબડીના સ્વામી)! જેવી રીતે કડી શહેર
ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો એવી રીતે લીંબડી ઉપર ક્યારેય હલ્લો થાય ત્યારે
સુખેથી તું કરોડો શત્રુઓની સામે ઘેલાશાને ખડો કરજે. એ લીંબડીને લોપવા નહિ
આપે.
૪. ઘેલોશા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે
બાંધીને રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તેં અતિશય અનુચિત
ક્રુત્ય કરી નાખ્યું. હે રાજા! કોઇ હલકા શ્રીમંત લોકોની શિખવણીથી આવા
પુરૂષની આબરૂ લેવાનુ તને કેમ સૂઝ્યું?
૫. ક્ષત્રીવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે
કોઇએ એને સલાહ દીધી કે 'કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય.' એ વીર વિક્રમ
જેવા સુજ્ઞ રાજાએ પણ જીવનના લોભમાં પડીને એ શિખાવણીને વશ થ ઇને કાગડો ખાધો.
એથી કાંએ એ બચ્યો નહિ, ઉલ્ટો એ ભ્રષ્ટ બન્યો.
તેવી રીતે તેં પણ આજે કાગડઓ ખાધા જેવું ક્રુત્ય
કર્યું. ઘણો વખત થયાં હલકાં લોકો તને કુસંગ શિખવતાં હતાં, તે આજે તેં પ્રગટ
કર્યો, હે લીંબડીના નાથ! એથી નાણાંની છોળો તારા ઘરમાં ન આવી પડી. (તારા
મનમાં એમ હતું કે ઘેલાશાએ તારા રાજ્યમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે
તને મળશે.) પણ ઊલટો તમામ લોકોનો ઠપકો મળ્યો.
૬. ઘેલાશા કાંઇ રાજ્યનો નિમકહરામ લાલચુ નોકર
નહોતો, અથવા ગામનો શત્રુ પણ નહોતો; તેમ કોઇ કામમાં તને તો ફજેત કરે તવો પણ
નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામદુહાઇ ખાઇને કહું
છુ કે તને હું ઠપકો ન દેત.
૬.
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઇ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઇ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઇ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઇ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.
દરબારગઢ પડઘા દેવા લાગ્યો: આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઉતરવા મંડ્યા. પણ ગઢવી સામે મુખે થયા નહિ.
રોટલા જમવાનું ટાણું હતું; પણ કવિ લીંબડીને ભૂમિમાં ન રોકાયા, ખરે બપોરે ચાલી નીકળ્યા; સામેના સૌકા ગામે જ ઇને જમ્યા.
રાજાજીને વિસામણ થ ઇ, ચારણનો ઠપકો વસમો લાગ્યો; પણ ઇજ્જત કેમ જવા દેવાય? ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા.
એ નીતિવાન કારભારીના ઘરમાં ત્રણ લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઇ જાણી નહોતી.
સાઠ હજાર રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા સાઠ હજારમાં માંડી આપ્યું.
પોતાના બે છોકરાને ઘરાણે મૂકી પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી સાઠ હજાર ઉછીના મેળવ્યા!
બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા.
લીંબડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર
રાજ્યના હાથમાં પડી જ ઇ મારું સત્યાનાશ વાળશે! એ ડરથી એણે દાજીને બોલાવી
લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા. પણ ગામ તો પાછું ન આપ્યું.
ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામસાહેબની માફક જ લાલચ આપેલી. પણ નિમકહલાલ ઘેલોશા એમ્ નહોતા ડગ્યા.
દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે
વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલો જમવા રોકાણા. ધીરુબાને પોતે
બહેન કરેલાં. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનોળીમાં ઝેર ખવરાવી દીધું.
દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગનિસંસ્કાર કરવામાં
આવ્યો.
આજે એમના વંશની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યાંગાંઠ્યાં વીઘાં જમીન છે.
નોંધ
- * કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે.
- * આ ગોખ સંબંધી હકીકત એવી બની હતી કે તે ગોખ સામે જ શ્રી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયના ઉર્ફે ઢૂંઢિયા ધર્મના સાધ્વીઓ માટેનો ઉપાશ્રય હતો , તે ઉપાશ્રયના ગોખની સામે આ ઘેલાશાનો ગોખ બંધાવા માંડયો. ઘેલાશા પણ ઢૂંઢિયા હતા અને શેઠનું કુટુંબ પણ ઢૂંઢિયા ધર્મ પાળતું હતું. એ ઉપાશ્રય શેઠ કુટુંબે જ બંધાવેલો હતો. ઘેલાશાનો ગોખ આ પ્રમાણે સાધ્વીઓ ધર્માર્થે બેસતાં બૈરાઓની સામે જ ચણાય તે સામે શેઠકુટુંનબે ઘણો વાંધો લીધો , પણ ઘેલાશા ન માન્યા અને ગોખ બાંધ્યો.
- * કોઈ કહે ચે કે કશિયાભાઈ પોતે નહિ ગયેલા , પણા ગીતા રકીને કોઈ બીજા ચારણને કહી સંભળાવવા લીંબડી મોકલેલો.
- ૧ આવા સ્વામીભક્ત શૂરાને લીંબડીના ઇતિહાસમાં બહુ સ્થાન નથી. કેમ જાણે એવી કોઇ વ્યક્તિ જ કદી હયાત નહોતી!
- ૨ ૧૯૨૩માં
(સંપૂર્ણ)
૭. ઘેલાશા
સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાક બોલતી.
વોળદાન રેફડિયો ચાચરિયા ગામ નો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. ત્રણસો
ત્રણસો ઘોડાં હાંકતો.
એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની
લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભેર થઇને વોળદાનને
બિરદાવી રહ્યો છે કે - "ભલો! ભલો વોળદાન! વોળદાન તેં તો કોઇથી ન થાય એવો
કામો કર્યો. નગર લૂંટ્યું. અરે -
નગરહુંદી નારિયું, કુંજ્યું જીં કરલા,
વાઢ દિયે વોળદાનિયો, માઢ બજારાં માંય.
રંગમતીને કાંઠે, વોળદાન, તેં જે ટાણે હાથ કર્યો,
તે ટાણે આખા નગરની અસતરિયું નાતી-ધોતી કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી;
અને વોળદાનિયા! તેં તો મોટી બજારે જઇને તરરાર્કુનાં વાઢ દીધા પણ જામની ફોજ
તુંને પોગી નહિં. બાપ! બાપ વોળદાન!
કે જલમ્યા કે જલમશે, ભોમ અનેરી ભાત્ય,
(પણ) કે' દિ ના'વે કાઠીઓ! રેફડિયારી રાત્ય.
(પણ) કે' દિ ના'વે કાઠીઓ! રેફડિયારી રાત્ય.
અરે બાપ, કૈંક કાઠી જન્મ્યા, કૈંક હજી જનમશે; કૈંક
એના પરાક્રમની રૂડી ભાત આ ભોમકા માથે હજી પાડશે; પણ ઓ કાઠીઓ! વોળદાન જે
રાતે જનમ્યો તે, રાત હવે ફરી આવી રહી!
કસૂંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે, અને
વોળદાન પોતાના મનમાં પોરસાતો, મૂછે વળ દેતો સાંભળ્યે જાય છે. તે ટાણે એક
વટેમાર્ગુએ આવીને એને રામ રામ કર્યા. "રામ!" વોળદાને સામા કહ્યા. "ક્યાં
રે'વા?" "રે'વા તો બરવાળે." "બરવાળે? લીંબડીવાળું બરવાળું કે?" "હા, આપા.
ઘેલાશાનું બરવાળું." 'ઘેલાશાનું બરવાળું' કહેતાં તો વોળદાને દાંત કાઢ્યા
અને ચારણે પણ ટપકું મૂક્યું -
તારા જે ચાચરિયો તણો, (કેથી) ભાગ જ ભરાય ના,
સીમાડે ગેલોશા, વાઢે ખડ વોળદાનિયા.
સીમાડે ગેલોશા, વાઢે ખડ વોળદાનિયા.
ઓ વોળદાન! તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોશા આવી શકે નહિ. એ તો તારે સીમાડેથી ખડ વાઢે ખડ! તારાં ખળાં તો એ ભરી રિયો!
ઘેલાશા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો
વોળદાન હસે છે. દારૂના સીસામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી આવે છે. પોતે પીએ
છે. દાયરો રંગમાં છે. તેમાં વટેમાર્ગુ ઊઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી
નીકળ્યો અને ઊપડતે પગે બરવાળે પહોંચી ગયો.
૨
બાપનું નામ માધાશા; માનું નામ લીલબાઈ: અસલ વતની
મૂળીના: ત્યાંથી માધાશા લીંબડી આવી વસ્યા; રાજના કામદાર નિમાયા: એમ કરતાં
લીંબડી ઠાકોરે પોતાનાં બાર ગામ બરવાળા પંથકનાં હતાં તેનો વહીવટ કરવા
માધાશાને બરવાળા મોકલ્યા.
અ બરવાળું અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી આઠ
ગાઉ ઉપર ભાલને કાંઠે એ ગામનાં તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ
ચારતા. એક વાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ
સાથે માળવા પંથકમાં ઉતરી ગયા. વળતી સાલ સોરઠમાં મે' સારો થયો સાંભળીને
ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી
પાડેલું. ઝાંપામાં એમને દાખલ થવા જ દીધા નહિ. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા,
ધા નખી પણ કાઠીઓ માન્યા નહિ. છેવટે એ ગામેતી ચારણની સ્ત્રી, દીકરો અને
દીકરાવહુ ત્રણેયે ત્યાં ત્રાગુ કરીને ઝાંપે લોહી છાંટ્યાં, જીવ કાઢી દીધો.
(ત્રણેના પાળિયા આજે બરવાળાના દરબારગઢમાં મોજૂદ છે.)
વાંસેથી કાઠીઓ ઘસાઇ ગયા, ગામ લીંબડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ આજે બોટાદ પાસે નાગલપુરમાં જીવે છે.
એ બરવાળું માધાશાના હાથમાં આવ્યું, એટલે સંવત
૧૮૫૩માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઇ
જતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી
તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભાં છે. આ માધાશાના ઘેર ઘેલાશા પાક્યો. જેવી
છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો સમશેર બાંધી પટા શીખ્યો. ભાલો
ઉપાડ્યો. ભેટમાં કટાર, જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યા. આસપાસના કાળઝાળ
કાઠીઓમાંથી કંઇકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો
બારમાંથી બાવીસ ગામનો બનાવ્યો. બરવાળું વેપારવણજનું અડીખમ મથક બન્યું.
ઘેલાશાની ફે ફાટી ગઇ. કંઇક સાંઢડાને નાથ્યા. અણનાથ્યો રહ્યો એક વોળદાન
રેફડિયો. એમાં આજ પોતાની હીણપતનાણ દુહા માંયલુ -
સીમાડે ગેલોશા વાઢે ખડ, વોળદાનિયા!
આ વેણ સાંભળીને જુવાન ઘેલાશાની ભુજાઓ કળવા લાગી.
૩
"એલા, ક્યે ગામ રહેવું?"
"આંહી ચાચરિયે."
"આપો વેળદાન ઘેરે છે?"
"હા."
"એને કે'જે કે ઘેલાશા કાલે સવારે પાછા નીકળશે. માટે સીમાડે સાબદો રે'જે. તારે સીમાડે ઘેલાશા ખડ વાઢવા આવે છે."
આટલું કહેવરાવીને ઘેલોશા ઘોડીએ ચડી ચાચરિયાનું
પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યાં હતાં તેનું આણું વળાવવું
હતું. તે માટે લૂગડાં અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર
હતો. માથે ઘણાં ઘણાં વેર હોવા છતાં ખાનગી ગામતરામાં વધુ અસવારો પોતે ન
રાખતા.
બીજે દિવસે પ્રભાતે વોળદાન રેફડિયો એકલો હથિયાર
બાંધી ઘોડીએ ચડ્યો; પોતાને સીમાડે મારગને કાંઠે મેહમાનની વાટ જોતો બેઠો.
થોડી વાર થઇ ત્યાં તો ભળકતે ભાલે પડછંદ અસવારને ઘોડો રમાડતો દીઠો. લગોલગ
આવતાં એ થોભાળો નર વરતાણો: અગાઉ કદી દીઠેલ નહિ, પણ કરડે ચહેરે ચાચરિયાને
સીમાડે બીજો કોણ બે-મથાળો નીકળે? આવો બીજા કોની રાંગમાં રમતો હોય? અને આવા
થોભા!
તું થોભા તાણીને મૂછે હાથ નાખછ મરદ!
(તે દી) ગઢપતિયાને ગામ વછૂટે ગેલિયા!
(તે દી) ગઢપતિયાને ગામ વછૂટે ગેલિયા!
ઘેલાશા! તું જે દિવસ થોભા તાણીને તારી મૂછે હાથ
નાખે છે, તે દિવસે રાજાઓને ગઢવાળા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નક્કી
ઘેલાશા કોઇકને માથે પડશે.
એવા થોભા બીજા કોના હોય? નક્કી ઘેલોશા: નજીક આવતાં અસવારે પડકાર્યું:
"રામ રામ! કોણ, આપો વેળદાન કે?"
"હા, રામ રામ! તું ગેલોશા કે?"
"હા, હું જ ઘેલોશા, આપ વોળદાન! આવ્યા ખરા. વચને પળ્યા ખરા."
એમ કહીને પોતે ઘોડીનું પાઘડું છાંડી નીચે ઊતર્યો.
ઉપરથી ગાદલી ઉપાડીને ભોં માથે પાથરીને પોતે ઉપર બેઠો. ખડીયો લ ઇને અંદરથી
અફીણ કાઢ્યું: "લ્યો, આપ વોળદાન! આજ હું તમારો મે'માન થયો. આ લ્યો, કાઢો
કસૂંબો, પ્રેમથી પીયેં."
વોળદાન નીરખી રહ્યો. આ તે ક ઇ જાતનો શત્રુ! આ ટાણે
કસૂંબો પીવા બેસે છે! આવી ખાનદાની દેખીને વોળદાનનું અડધું જોર નીતરી ગયું.
ફરી ઘેલાશા બોલ્યો:
"આપા વોળદાન! બેઠો કાં? કાઢો ઝટ કસૂંબો. પીધા વગર કાંઇ ચાલશે? આપણી આજ પ્રથમ પહેલી મુલાકાત કહેવાય. ને વળી હું તમારે સીમાડે મે'માન."
કસૂંબો નીકળ્યો. બેય જણાએ સામસામી અંજળિયો ભરી પિવરાવી. બેયની આંખો ઘેઘૂર બની ગઇ.
ઠીકાઠીકનો કેફ અવી ગયો ત્યારે ઘેલાશાએ હાકલ કરી:
"હાં આપા વોળદાન! હવે ઉઠ્ય, ચડ્ય ઘોડીએ. આજ તારે સીમાડે બેમાંથી કોણ ખડ
વાઢે છે એ નક્કી કરવુ છે."
"તારે હવે માટી થાજે, વાણિયા!" આવી સામી હાકલ
કરીને વોળદાન રેફડિયે ઘોડી પલાણી. બેય અસવાર થયા. ભમ્મર ભાલે ઘોડીઓ કૂંડાળે
નાખી. ચક્કર બંધાઇ ગયું. ઘોડીની તડબડાટી બોલી ગ ઇ. બરાબર જમાવટ થ ઇને પડ
ગાજ્યું ત્યાં ઘેલાશાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું. સમજાયું કે ઘોડીનો
તંગ ઢીલો પડી ગયો છે. એમ ને એમ કૂંડાળે ફરતા ફરતા પોતે નીચે ઊતર્યા. દોટ
દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસકસીને તંગ તાણ્યો:
ઘોડાની ઘમસાણમાં, તંગ લીધેલ તાણી,
ફોજુંમાં લાડૉ ફરે, ગેલો માધાણી,
ફોજુંમાં લાડૉ ફરે, ગેલો માધાણી,
ઘોડાની ઘમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનો બહાદુર
બેટડો ગેલાશા વરલાડડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણું જામતાની વાર
લગોલગ થયા કે તુરતજ ઘેલાશાએ વેરીને પહેલો વારો દીધો: "હાં વોળદાન! ઘા કરી
લે પે'લો ઘા તારો! જા, પછી મનની મનમાં ન રહી જાય!"
"આ લે ત્યારે! પે'લો ઘા સવા લાખનો." કહી વોળદાને
ભાલાનો ઘા કર્યો. કોઇ દિવસ નિશાન ન્ ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો.
ઘેલશાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. ભોંઠો પડીને વોળદાનનો ભાલો ભોંમાં ખૂંત્યો.
ઘેલાશાએ ગર્જના કરી: "એ વોળદાન! એમ ઘા ન થાય: જો,
ભાલું આમ ફેંકાય." એમ કહી ભાલું ફેંક્યું. ઘોડીના તરિંગ વીંધીને ભાલું
ભોંયમાં ગયું. ઘોડી પ્રુથ્વી સાથે જડાઇ ગ ઇ. વોળદાન નીચે પડ્યો. ઘેલાશાએ
તલવાર ખેંચીને કહ્યું: "તને મારવો હોય તો આટલી જ વાર! પણ ના, હું ઘેલોશા!
તુંને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો'તો. "
દિડ્મૂઢ બનીને વોળદાન ઊભો રહ્યો. ઘેલાશાએ કહ્યું:
"પણ આપણા મેળાપની નિશાની લેતો જા." એમ બોલીને વોળદાનન વાંસામાં તલવારની
પીંછી(અણી) વડે ચરકા(ઉઝરડા) કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર્ નજર કરે
ત્યાં આંધી ચડેલી દેખાઇ. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું. એ ઘેલાશાનો
જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવ્યે આવતો હતો.
વોળદાન થરથરી ઊઠ્યો. ઘેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોળદાનને મારી નાખશે. એ બોલ્યો: "વોળદાન! હવે નાસી છૂટ."
વોળદાન કહે: "શી રીતે નાસું? મારી ઘોડી તો નથી."
"આ લે, આ મારી ઘોડી. જા નાસી જા."
ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભર્યો. એણે કહ્યું: "પણ વોળદાન, આ ઘોડી ભૂખી છે. તલવાર કાઢીને એક કોળી ખડ(ઘાસ) કાપી લે તો?"
બીજો ઇલાજ ન હતો. વોળદાને તલવારથી ખડ વાઢ્યું. પછી નાસી છૂટ્યો.
આ પ્રસંગને અમર રાખવા માટે કેટલાએક ચારણો દુહો ઊથલાવીને આ રીતે પણ કહે છે:
તારા જે ચારિયા તણો, (બીજે) ભાગ જ ભરાય ના,
(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા:
(પણ) સીમાડે ગેલોશા, વઢાવે ખડ વોળદાનિયા:
હે વોળદાનિયા! બીજા કોઇથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે.
અસવારો આવી પહોંચ્યા, પૂછ્યું: "કાં દાજી! ક્યાં ગયો વોળદાન?" (ઘેલાશાને સૌ 'દાજી' કહેતા.)
"માળો કાઠી લોંઠકો! મારી ઘોડી લ ઇને ભાગી ગયો."
દાજી એ જવાબ દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઇ ગયા.
વોળદાનને માત કરવાના પોતે જે સોગંદ લીધેલા તે
બરાબર પાળ્યા. એવી જ રીતે પોતે જે જે બોલતા, તે પાળ્યે જ રહેતા. એ ગુણનો
ચારણોએ દુહો ગાયો છે કે-
બોલછ એ પાળછ, તું મધરાજ તણા!
પાછા પેસે ના, ગજ દંતશૂળ ગેલિયા!
પાછા પેસે ના, ગજ દંતશૂળ ગેલિયા!
બોલે છે તે બધું પાળે છે. જેમ હાથીના દંતશૂળ એક
વાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે, તેમ તારાં મોંમાંથી બહાર પડેલાં
વચનો કદી અફળ ન જાય.
૪
દુશ્મનો વધતા ગયા, એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ
ગામ ફરતો કિલ્લો બાંધવાનું કામ શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઇએ કદી
જોયો નહોતો. ગામ પરગામનાં લોકો ગઢ જોવા આવવા લાગ્યાં અને સ્ત્રીઓએ તો રાસડા
પણ ગાયા:
હાલો બાઇયું હટાણે જાઇ રે
ઘેલાશા ગઢ ચણાવે.
ગઢ ચણાવીને કાંગરા મેલ્યા,
ગઢ ચણાવીને કાંગરા મેલ્યા,
પૂતળીનો નઇ પાર. - હાલો0
ગઢ જોવા જેવો બન્યો. એવી બાંધણી ફક્ત એક અલવર
કિલ્લાની જ કહેવાય છે. ગઢને ત્રણ દરવાજા મૂક્યા: રોજીતનો દરવાજો, ખમિયાણનો
દરવાજો ને કુંડળનો દરવાજો. દરવાજે દરવાજે ગઢની દોઢ્ય વાળી છે. આ પ્રકારની
રચના છે. ગામમાં જવાના ત્રણ રસ્તા: પણ દરવાજા બરાબર રસ્તાની સામા નથી,
રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય.
દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય. એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના
વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી, હાથી દોડાવી ઊંટને હડસેલો મારી
દરવાજો તડાવી નાખતા એવું એ સાંકડા ખાંચામાં ન બની શકે.
છતાંય જો કદાચ જો એ દરવાજો તૂટે ને લશ્કર અંદર જાય
તો અંદર એક નાનું ચોગાન વાળી લ ઇ બીજા દરવાજા મૂકેલ છે. ચોગાનમાં
શત્રુસૈન્ય પ્રવેશ કરે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો-બંદૂકો છૂટે, એ સાંકડા
ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહિ. સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો
બાકી રહે.
ત્રણ દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિશ્ઠી કરવા અંદર આવવા માગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થ ઇ શકે.
એ પહોળી અને બળવાન દિવાલ હજી મોજૂદ છે. એના કોઠા
ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી માત્ર થોડીક જ રાખી બીજી લીંબડી લ ઇ જવામાં
આવી છે. હજુ કેમ જાણે ગ ઇ કાલે ત્યાં જ લડાઇઓ ખેલાયેલી હોય એવું આપણને ભાસે
છે.
મીટે નર ફાટી પડે, પડ ચડિયા પેલાં;
(એવો) ગઢ સજિયો ગેલા! તેં મારકણા માધાઉત!
હે મધાશાના સુંદર પુત્ર ઘેલા (ગેલા)! તેં એવો ગઢ
બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લ ઇને યુદ્ધે ચડ્યો ન હોય, ત્યાં તો એ ગઢ
જોતાં જ માણસો ફાટી પડે!
તેં માંડ્યા, માધાતણાં! કોઠા આઘા લ ઇ કોય,
(બીજાને) હૈડાં સામા હોયે, ગઢપતિયાંને ગેલિયા!
હે માધાશાને પુત્ર! તેં એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યાં છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓ(રાજાઓ) ને વસમા થઇ પડ્યા છે.
૫
માત્ર નાના કાઠીઓની જ જમીન નહિ, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાશાએ દબાવવી શરૂ કરી.
બુડી વા બરવાળા તણો, (કે'થી) ચાપે ચંપાય ના,
(પણ) શત્રવના સીમાડા, તેં ગરગટિયા ગેલિયા!
(પણ) શત્રવના સીમાડા, તેં ગરગટિયા ગેલિયા!
હે ઘેલાશા, બરવાળાની જમીનમાં તો એક બુડી જેટલી
જમીનનો ચાસ પણ કોઇથી ચંપાય નહિ, એટલે કે જરા જેટલી જમીન પણ કોઇ દબાવી ન
શકે, પણ બીજા શત્રુઓના (શત્રવના) સીમાડા તું દબાવી બેઠો છે.
એક દિવસ ભાવનગરના ઠાકોર વજેસંગની કચેરીમાં એક ચારણ
રિસાઇને ટૂંટિયાં વાળી સૂતેલો. ઠકોરે પૂછ્યું, "કાં ગઢવા, શું થયું છે?
કેમ ટૂંટિયાં વાળીને સૂતા છો?"
ચારણ બોલ્યો, "અન્નદાતા, બરવાળાને સીમાડે માર પગ ઠબે છે."
એ મર્મ-વાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે
ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલાશા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને એ વેણ
છાતી વીંધી આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી
લીધી.
તરત ફોજ તૈયાર થ ઇ. બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી
છે, પણ ગઢ તૂટતો નથી. ઉપરથી તોપો ફૂટે છે; ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું
જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ઘેલાશાને વિશ્ઠીના કહેણ મોકલ્યાં.
બારીમાં થ ઇને વિશ્ઠી કરવા માણસો ગામમાં પેઠાં. છેવટે એમ નક્કી થયું કે
દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય
એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહિ.
દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી ત્રણ ગાઉ દૂર્ ખળભળિયા
નામનો વોંકળો છે તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી
ખળભળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય, ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી
છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું:
સખ કરી સૂવે નહિ, રૈયત ને રાણા,
માંડ્યો તે માધાણા, ગોરખધંધો ગેલિયા!
માંડ્યો તે માધાણા, ગોરખધંધો ગેલિયા!
હે ઘેલાશા, તેં એવું શૌર્ય બતાવ્યું છે, બધાના
મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે
સૂઇ શકતા નથી.
એમ ધીરે ધીરે એણે એક બરવાળાની નીચે તલવારને ઝાટક
એણે બત્રીસ ગામડાં આણી મૂક્યાં. એ બધી જહેમત પોતાનાં માલિક લીંબડી દરબારને
ખાતર ઉઠાવી.
બરવાળાની આસપાસ બેલા, ચારણકી, વગેરે ચારણોનાં ગામો
ઉપર ઘેલાશાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગ ઇ હતી, એટલે બેલાના ચારણ
કાળા સ ઉએ ઘેલાશાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો:
ખસનો તો તુંને ખટકો ન ઇ, ખોળછ ખેતરડાં,
ગલઢો શીં ગેલા! મારછ દેડક મધાઉત!
ગલઢો શીં ગેલા! મારછ દેડક મધાઉત!
હે માધાશાના દીકરા, તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ
ગામ નથી ખટકતું. એને તું રંજાડતો નથી; અને અમારી થોડી થોડી જમીન (ખેતરડાં)
ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે! સિંહ (શીં) ઘરડો થાય, મોટા શિકાર
કરવાની તાકાત ન રહે, પછી દેડકાં મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે?
એ દુહો સાંભળ્યા પછી ચારણોનાં ગામ પછી દાજીએ કોઇ દિવસ નજર ન નાખી.
૬
એક વખત લીંબડી ઠાકોર હરિસિંહની સાથે દાજી
દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતા લીંબડી ઠાકોર જામનગરમાં જસાજી
જામનાં મહેમાન બન્યાં. જામસાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી. એ
બહાદુર વાણિયાને મળવા જસો જામ બહુ આતુર હતા. પોતે શૂરવીર હતા. શૂરવીરને
જોવાનું મન કેમ ન થાય?
જામસાહેબે લીંબડી ઠાકોરને વિનંતી કરી: "ઘેલાશાને દરબારમાં તેડી આવો."
લીંબડી ઠકોરે ઉત્તર દીધો: "મહારાજ! એ વાણિયો
વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહિ સાચવી શકો.
કેટલીક ખોટી આદતો છે કે જે અહિં જામના દરબારમાં ન શોભે."
"એવી તે વળી ક ઇ આદતો છે, ઠાકોર?"
"કોઇ પણ દાયરામાં કે રાજકચેરીમાં એ જાય ત્યારે એક
તો ખોંખારો ખાય; બીજું, મૂછોના થોભા ઝાટકે; ત્રીજું, પલોંઠી વાળીને બેસે;
ચોથું, હોકો પીએ; પાંચમું, લીંબડીના તખત સિવાય કોઇને નમે નહિ."
"કાંઇ વાંધો નહિ. તમે તમારે એને આંહીં તેડી લાવજો, આપણે જોઇ લેશું."
દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને
ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી
તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની દસ-બાર પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની
સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોંખારો ખાઇ, મૂછે હાથ
નાખી, જામને સાદા રામરામ કરી, પછેડીની પલોંઠી ભીડીને બેઠા. જામના મોં પર
કોપ દેખાણો. એણે ચોપદારને ઇશારત કરી. ચોપદારે ઘેલાશાની પછેડી ઝૂંટવીને
ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લ ઇ પલોંઠી ભીડી. બીજી પણ ઝૂંટાઇ. ત્રીજી,
ચોથી, એમ પછેડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગ ઇ. દાજી પોતાનું અપમાન
થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન
જોયું.
જામસાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થ ઇ
ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર
રાખેલાં. જામે કહ્યું, "ઘેલાશા, નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પતરા
ઉપર સારામાં સારા પાંચ ગામ 'જાવચંદર દિવાકરા' ("યાવચ્ચન્દ્ર દિવાકરૌ":
ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી) લખી આપું."
ઘેલાશાએ જવાબ વાળ્યો: "મહારાજ! એ આપનો પાડ થયો. પણ
માગાં તો દીકરીનાં જ હોય, વહુનાં ન હોય. મારે માથે તો લીંબડીનું ઓઢણું
પડ્યું છે. મારાથી બીજે જવાય નહિ - પાંચ શું, પચાસ ગામ આપો તોયે નહિ."
૭
"કામદાર, બાકર સાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા."
"જોઉં ઇ દસ્તાવેજ, દરબાર!" દાજી ચમક્યા.
દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લ ઇને
વાંચી. વાંચીને માથું ધુણાવ્યું. દરબારને ઠપકો દીધો: "મને તેડાવવો'તો તો
ખરો! આટલી ઉતાવળ શીદ કરી? "
"કાં?"
"કાં શું? આ તો 'ફરતી પેશકશી' માંડી દીધી. વારે
વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે આંહીં જામશે ત્યારે આપણાથી
ચૂં કે ચાં નહિ થાય. દરબાર તમે ગજબ કર્યો."
"હવે?"
"હવે હું જોઉં છું."
ઘોડીએ ચડીને ઘેલોશા ચાલી નીકળ્યા. વૉકરસાહેબની
છાવણી પડી હતી ત્યાં જ ઇને મુલાકાત લીધી. કહ્યું: "હું લીંબડી દરબારનો
બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીના દસ્તાવેજ ઉપર મારી-કામદારની-યે સહી
જોશે. માટે લાવો સહી કરી દઉં."
ભોળવાઇને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો.
વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી, મોંમાં નાખી, દાજી પેટમાં ઉતારી ગયા;
અને 'હવે તો દસ્તાવેજ લેવા બરવાળે આવજો, સાહેબ!" એટલું કહી દાજી ઘોડીએ
ચડ્યા. બરવાળામાં દાખલ થ ઇ દરવાજા માથે ભોગળ ભિડાવી.
ફોજ લઇને વૉકર બરવાળા માથે ચડ્યો. ગઢ સામી તોપો
ચલાવી. પણ એ જુક્તિદાર જોરાવર ગઢ ઉપર કાર ન થ ઇ શક્યો. વૉકરે વિશ્ટીનું
કહેણ મોકલ્યું.
સાહેબ અને દાજી બેય જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું: "તારી શી માગણી છે, ઘેલાશા?"
"બરવાળાની બત્રીસીની 'ફરતી જમા' નહિ, પણ કાયમી જમા રૂ. ૨૨,૦૦૦ની બાંધી આપો."
વૉકરે દાજીને લાલચો દીધી: "ઘેલોશા, જીદ કર મા. આ
બત્રીસી તેં તારા બાહુબળથી ઘેર કરી છે. તારાં દસ ગામ જુદાં તારવી દ ઉં.
તારાં નામ પર ચડાવી દ ઉં, અને તું લીંબડીના ગામની 'ફરતી જમા' બાંધવા દે."
દાજીએ જવાબ દીધો: "ન ખપે, સાહેબ, મારે માર ધણીને
લૂણહરામ નથી થાવું. જે ધણી મેં ધાર્યો છે તેનું જ હું ભલું ચિંતવીશ. મને
ભરોસો છે કે મારી સાત પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રજપૂત નગુણો નહિ
થાય."
ઘેલોશા ન બદલ્યો. તમામ ગામડાં લીંબડીનાં નામ પર
મંડાવી ફક્ત રૂપિયા બાવીશ હજારની 'કાયમી જમા' લખાવી લીધી. આજ પણ બીજા
તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ
જ રહી છે.
તે દિવસ સાહેબની વાત માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર એક સોનમૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કૂડ કેમ રમે?
૮
અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સૂરતના કલેક્ટરનું
વૉરંટ કઢાવ્યું છે. હથિયાર-પડિયાર બાંધીને દાજી સૂરત આવેલ છે. પોતાના
દીકરાને સરકાર કોણ જાણે કેવાયે સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢ્ઢી
માતા લીલબાઇ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે.
ઓચિંતા સૂરત શહેરમાં ગોકીરા થયા: "દોડો! મિયાણા જાય! સરકારી તિજોરી લૂંટીને જાય!"
લૂંટારાના નામના રીડિયા સાંભળતા જ રણઘેલા ઘેલાશાના રૂંવાડા છમ! છમ! છમ! બેઠાં થ ઇ ગયાં. એણે હાક મારી: "ભાઇ! ઝટ મારી ઘોડી છોડો!"
માણસોએ સમજાવ્યા: "અરે દાજી! આ તો સરકારી તિજોરી
લૂંટાણી છે; અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેને સારુ
આપણે શીદ મરવા જાવું?"
"અરે, બોલો મા! લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું? હું ઘેલો માધાણી! મારાં માવતર કોણ?"
એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડાં
નીકળતાં પહેલાં તો ઘોડીને દોટાવી લૂંટનારાનો પીછો લીધો, ભેળાં કર્યાં; એકલે
હાથે તલવાર વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા.
ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની
ખબર પડી. બહાદુર ઘેલાશાને એમણે શબાશી આપી છોડી મૂક્યા.
અહીં બરવાળામાં માતા લીલબાઇને એ જ રાતે શંકર
ભીમનાથ સોણે આવ્યા; કહ્યું કે: "લીલબાઇ, તારે દીકરે તો મિયાણા માર્યા,
સરકારી તિજોરીને બચાવી, અને હવે છૂટીને ઘેર આવે છે."
ડોશીની આંખ ઊઘડી ત્યાં તો દીકરો સામે ઊભો હતો. ડોશીઅ કહેવાથી ઘેલાશાએ 'ભીમનાથ' નામના શંકરની જગ્યામાં ચારસો વીઘા જમીન બક્ષીસ કરી.
૯
શેઠ કુટુંબ લીંબડીનું મોટું ને આબરૂદાર કુટુંબ
ગણાય: પૈસેટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક
દીકરો ધાંધલપુર ગામે વરાવેલો, તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ગામે
ખરખરે આવ્યા. બહુ અફસોસ બાતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં-લૂગડા ચડાવેલા તે
બધાં પાછાં સોંપ્યાં.
આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા: "શેઠ, તમને એટલું
કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યા હવે આંહી લીંબડીમાં તમારે ન
પરણાવવી. નહિ તો આપણે સારાવાટ નહિ રહે, સમજ્યા?"
સાંભળી કન્યાનો બાપ આભો જ બની ગયો. પોતે સમજુ હતો.
એક વાર પાછી ફરેલી કન્યાને એન એ ગામમાં દેવાથી એને દેખીને આગલાં
સાસરિયાનાં અંતર રડે. મરેલો દીકરો સાંભરી આવે. એટલા માટે ત્યાં ને ત્યાં
સંબંધ ન બાંધવો જોઇએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઇ પણ શાણો હતો. ભૂલ ન
કરત; પણ આવાં મદભર્યાં વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો. એનું અંતર
ઘવાઇ ગયું. એણે જવાબ દીધો: "શેઠ, ત્યારે હવે તો મારી દીકરી લીંબડીમાં જ
વરશે; બીજે ક્યાંય નહિ વરે."
એટલું કહીને એ ચાલી નીકળ્યો.
વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠકુટુંબની નજર
સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે-માથાળો તો ઘેલાશા જ છે. પણ ઘેલાશા શી
રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી
હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદભાવ હતો. કન્યાના પિતાએ એ કામ
ઠાકોરસાહેબને ભળાવ્યું.
ઠાકોરસાહેબે ઘેલાશાને બોલાવ્યા, વચન માગ્યું, ઘેલાશાએ કહ્યું: "બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો."
ઠાકોરે માગ્યું: "તમારા દીકરા મોરભાઇનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો."
ઘેલાશાને ફાળ પડી કે શેઠકુટુંબ સાથે વેર થશે. પણ વચને બંધાયા! શું કરે?
લીંબડી આવીને દાજીએ શેઠકુટુંબ કને પોતાની લાચારી
રજૂ કરી, હાથ જોડીને રજા માગી; બોલ્યો કે: "હું આપને ખાતરી આપું છું કે
આંહીથી નહિ, બરવાળેથી જાન જોડીશ."
પરંતુ શેઠકુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરાં વચનો કાઢવા મંડ્યા.
પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા: "મારી લાચારી
આપના કાંઇ હિસાબમાં ન આવી. તો હવે જુઓ, આંહીંથી જ જાન જોડીશ: મારા ઘરની
દીવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ; ત્યાં બેઠી બેઠી મારી દીકરા-વહુ
મોતી પરોવશે અને હાલતાં-ચાલતાં તમે તે જોશો. "
આટલું કહીને દાજી ચાલ્યા અને પછી-
ધાંધલપુરની ઢેલડીને બરવાળાનો મોર,
હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.
હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.
એવી ધામધૂમથી મોરભાને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ ચડાવ્યો. એનો આ દુહો પણ જોડાણો:
શેઠુંહદાં છોકરાં ઉંયે કરતાં આળ,
મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ,
મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ,
શેઠકુટુંબનાં છોકરાં સહુની છેડ કરતાં. રંગ છે તારી મૂછોને, હે માધાશાના (પુત્ર)! તેં તારા પરથી એ મેણું મટાડ્યું.
આથી શેઠકુટુંબ રાજ્ય સામે રિસાણું. તેમને મનવવા
ખાતર અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઇએ તેવો તેમણે આગ્રહ કર્યો
તે ખાતર, ઘેલાશાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંગજીએ નક્કી કર્યું.
આમ પણ કહેવાય છે: શેઠવાળઓએ રાજ્યને એવી લાલચ આપી
કે 'જો ઘેલાશાને એક્વાર કેદમાં નાખો તો અમારા રૂપિય છ લાખ રાજ પાસે નીકળે
છે તે છોડી દ ઇએ.'
હરિસંગજી ઠાકોર એ લાલચમાં લપટાણા. ઘેલાશાને
બોલાવવા બરવાળે અસવાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા. પણ એમનાં માતુશ્રી દેવી
જેવાં હતાં. એમને માઠાં શુકન જણાયાં. દીકરાને એમણે બહુ સમજાવ્યો. પણ દીકરો
કહે: "માડી, મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવાય રોકાવાય નહિ."
ઘેલાશા લીંબડી પહોંચ્યા, દરબારમાં ગયા. સામે આવીને
તો કોઇ સાવજને પકડી શક્યું નહિ. એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને
કેદમાં નાખ્યા.
ઘેલાશા કહે: "એક વાર મને ઠાકોરનું મોં જોવા દ્યો."
પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ!
ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો.
એ વખતે સનાળીના ચારણકવિ કશિયાભાઇ મારવાડમાંથી પાછા
ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક
પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારમાં
આવ્યા. દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર
એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર
દેખાયા કે તરત કવિએ પોતાના મોં પર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી
ઠાકોરને ઊભાં ઊભાં ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે 'એ બાપ હરિસિંગ! હરપાળનાં
પેટ હરિસિંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસિંગ! સાંભળ સાંભળ!
૧
દાવ બાંધણો ગોહિલ્લાં સામો, ચૂડાકો ભાંજણો ડોડ
અર્યા'કો મોડણો માન, જંગકો અથાહ;
હિન્દવાંકો છાત્ર ગેલો ઝાલવો ન હુતો હરિ
!
સતારા સું બઝારણો હુતો ગેલો શાહ !
૨
નવે ખંડેરા માંય અસો કીણેરો પ્રધાન નાંહી,
દાવાદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઇ આવડી હમાણી બાબા!
માધાણાંકું બેડીઆં મ હોય પાગાં માંય.
દાવાદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઇ આવડી હમાણી બાબા!
માધાણાંકું બેડીઆં મ હોય પાગાં માંય.
૧. ગોહિલોના સામે પડી સમોવડિયો થ ઇને ઝૂઝનારો,
ચૂડાસમાઓનાં અભિમાન તોડનારો, દુશ્મનોનાં માન મોડનારો, અને મેદાને જંગમાં
બહાદુરીથી લડનારો - એવો હિંદુઓના છત્રરૂપ જે ઘેલોશા, તેને હે રાજા હરિસંગ!
તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને તારે સતારાની ફોજ સામે લડવા
મોકલવો હતો.
૨. નવ ખંડમાં કોઇને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના
દુશ્મનોને (સમોવડિયાને) હ્રદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઇ ન મળે.
હે બાપ! હે હરભમજીનન્ પુત્ર (હભાણી)! આવી ભૂલ તું કરી બેઠો? માધાશાના
પુત્ર ઘેલાશાના પગમાં કદી બેડીઓ ન શોભે.
૩
થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘોડી દૂઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી રોપાય જે દિ',
મધાણી ઉપાડ્ય તે દિ, દીજે કોડાં માંય!
થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘોડી દૂઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી રોપાય જે દિ',
મધાણી ઉપાડ્ય તે દિ, દીજે કોડાં માંય!
૪
બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્ય દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ!
બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્ય દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ!
૫
ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તે કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરસિંગ!
ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તે કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરસિંગ!
૩. તારો શેઠ ઘેલાશા કેવો હતો? તારાં ચોરાશી ગામની
ઢાલ જેવો ને તારા શત્રુઓના હ્રદયમાં તીર-શલ્ય જેવો! તારા શેઠની ઘડી બીજાથી ન
થાય. હે જાંબુ
*
જાંબુ લીંબડીનું ગામ છે. અસલ ગાદી ત્યાં હતી.
ના ધણી (લીંબડીના સ્વામી)! જેવી રીતે કડી શહેર
ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો એવી રીતે લીંબડી ઉપર ક્યારેય હલ્લો થાય ત્યારે
સુખેથી તું કરોડો શત્રુઓની સામે ઘેલાશાને ખડો કરજે. એ લીંબડીને લોપવા નહિ
આપે.
૪. ઘેલોશા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે
બાંધીને રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તેં અતિશય અનુચિત
ક્રુત્ય કરી નાખ્યું. હે રાજા! કોઇ હલકા શ્રીમંત લોકોની શિખવણીથી આવા
પુરૂષની આબરૂ લેવાનુ તને કેમ સૂઝ્યું?
૫. ક્ષત્રીવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે
કોઇએ એને સલાહ દીધી કે 'કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય.' એ વીર વિક્રમ
જેવા સુજ્ઞ રાજાએ પણ જીવનના લોભમાં પડીને એ શિખાવણીને વશ થ ઇને કાગડો ખાધો.
એથી કાંએ એ બચ્યો નહિ, ઉલ્ટો એ ભ્રષ્ટ બન્યો.
તેવી રીતે તેં પણ આજે કાગડઓ ખાધા જેવું ક્રુત્ય
કર્યું. ઘણો વખત થયાં હલકાં લોકો તને કુસંગ શિખવતાં હતાં, તે આજે તેં પ્રગટ
કર્યો, હે લીંબડીના નાથ! એથી નાણાંની છોળો તારા ઘરમાં ન આવી પડી. (તારા
મનમાં એમ હતું કે ઘેલાશાએ તારા રાજ્યમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે
તને મળશે.) પણ ઊલટો તમામ લોકોનો ઠપકો મળ્યો.
૬. ઘેલાશા કાંઇ રાજ્યનો નિમકહરામ લાલચુ નોકર
નહોતો, અથવા ગામનો શત્રુ પણ નહોતો; તેમ કોઇ કામમાં તને તો ફજેત કરે તવો પણ
નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામદુહાઇ ખાઇને કહું
છુ કે તને હું ઠપકો ન દેત.
૬.
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઇ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઇ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઇ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઇ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.
દરબારગઢ પડઘા દેવા લાગ્યો: આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઉતરવા મંડ્યા. પણ ગઢવી સામે મુખે થયા નહિ.
રોટલા જમવાનું ટાણું હતું; પણ કવિ લીંબડીને ભૂમિમાં ન રોકાયા, ખરે બપોરે ચાલી નીકળ્યા; સામેના સૌકા ગામે જ ઇને જમ્યા.
રાજાજીને વિસામણ થ ઇ, ચારણનો ઠપકો વસમો લાગ્યો; પણ ઇજ્જત કેમ જવા દેવાય? ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા.
એ નીતિવાન કારભારીના ઘરમાં ત્રણ લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઇ જાણી નહોતી.
સાઠ હજાર રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા સાઠ હજારમાં માંડી આપ્યું.
પોતાના બે છોકરાને ઘરાણે મૂકી પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી સાઠ હજાર ઉછીના મેળવ્યા!
બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા.
લીંબડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર
રાજ્યના હાથમાં પડી જ ઇ મારું સત્યાનાશ વાળશે! એ ડરથી એણે દાજીને બોલાવી
લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા. પણ ગામ તો પાછું ન આપ્યું.
ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામસાહેબની માફક જ લાલચ આપેલી. પણ નિમકહલાલ ઘેલોશા એમ્ નહોતા ડગ્યા.
દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે
વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલો જમવા રોકાણા. ધીરુબાને પોતે
બહેન કરેલાં. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનોળીમાં ઝેર ખવરાવી દીધું.
દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગનિસંસ્કાર કરવામાં
આવ્યો.
આજે એમના વંશની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યાંગાંઠ્યાં વીઘાં જમીન છે.
નોંધ
- * કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે.
- * આ ગોખ સંબંધી હકીકત એવી બની હતી કે તે ગોખ સામે જ શ્રી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયના ઉર્ફે ઢૂંઢિયા ધર્મના સાધ્વીઓ માટેનો ઉપાશ્રય હતો , તે ઉપાશ્રયના ગોખની સામે આ ઘેલાશાનો ગોખ બંધાવા માંડયો. ઘેલાશા પણ ઢૂંઢિયા હતા અને શેઠનું કુટુંબ પણ ઢૂંઢિયા ધર્મ પાળતું હતું. એ ઉપાશ્રય શેઠ કુટુંબે જ બંધાવેલો હતો. ઘેલાશાનો ગોખ આ પ્રમાણે સાધ્વીઓ ધર્માર્થે બેસતાં બૈરાઓની સામે જ ચણાય તે સામે શેઠકુટુંનબે ઘણો વાંધો લીધો , પણ ઘેલાશા ન માન્યા અને ગોખ બાંધ્યો.
- * કોઈ કહે ચે કે કશિયાભાઈ પોતે નહિ ગયેલા , પણા ગીતા રકીને કોઈ બીજા ચારણને કહી સંભળાવવા લીંબડી મોકલેલો.
- ૧ આવા સ્વામીભક્ત શૂરાને લીંબડીના ઇતિહાસમાં બહુ સ્થાન નથી. કેમ જાણે એવી કોઇ વ્યક્તિ જ કદી હયાત નહોતી!
- ૨ ૧૯૨૩માં
(સંપૂર્ણ)
૮. ભેંસોનાં દૂધ!
ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ
વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર
કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ
અદ્ભુત છે.
ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠા થઈ ગયા
હોય, ખડ સુકાઈને ઊડી ગયાં હોય, અને ઝરણાં સૂકાં પડ્યાં હોય ત્યારે તે
ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી. પણ એક -બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ
લીલવણી ઓઢણે ઝકૂંબતી હોય, લીલાછમ ખડ છાતીપૂર ઊભાં હોય, દરેક નદીજહ્રણું
આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતાં સુધી
ભુલાય તેમ નથી.
એક સારો વરસાદ થયાના ખબર મળતાં તો દૂર દૂરથી
ચબારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાનાં ઢોર લઈ ગીરમાં
ચારવા જાય છે. ઠેકઠેકાણે ઝૂંપડાં અને ઢોરની ઝોકો બંધાય છે, પરોડિયે પરોડિયે
વલોણાંના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતાં પ્રભાતિયાં, રાત્રે ક્યાંક ભજનની
ધૂન, તો ક્યાંક દુહા, ક્યાંક વાતો, તો ક્યાંક રબારીચારણના પાવાના મધુર
નાદ, ક્યારેક ડુંગરા ગજવી મૂકતી સિંહની હૂક, તો ક્યારેક પશુ (એ નામના
હરણ)ની છીંકારીઓ, ક્યારેક સાબરનાં ભાડુક, મસ્ત ખૂંટડાની ત્રાડ, મોરલાના
ટૌકા : આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય.
બરાબર મધ્યવીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે;
ત્યાં રુક્મિણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શામ
મૂર્તિવાળું મંદિર છે. એનું નામ તુળશીશ્યામ છે. કેટલાંક વરસો પહેલાં
તુળશીશ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા. દેશમાં દુકાળને લઈ
ઉનાળામાં પણ કેટલાંક ઝૂંપડાં બાંધી ત્યાં જ પડ્યાં હતાં. તેવામાં ઢોરમાં
એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો. ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ
દેશમાં પાછા ફર્યા. બહુ જ થોડાં ચારણ કુટુંબ ત્યાં રહ્યાં.
એક ચારણને માત્ર બે નાનાં ખડાયાં રહ્યાં, બાકીનાં
ઢોર તો મરી ગયાં; પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી. આ પ્રમાણે એ
ચારણને ચાર નાનાં ખડાયાં થયાં. તેના ઉપર જ તેનો નિભાવ હતો. 'આગાળ જતાં
સારી ભેંસો થશે, એનાં દૂધ-ઘીમાંથી ગુજરાન ચાલશે' એ આશાથી બહુ ચાકરી રાખવા
માંડી. ચારે ખડાયાં મોટાં થયાં અસલ ગીરની વખણાય છે તેવાં વળેલાં બબ્બે ત્રન
ત્રન આંટા લઈ ગયેલાં શીંગ; દેવલના થંભ જેવા પગ; ટૂંકી ગુંદી; ફાંટમાં આવે
એવાં આઉં; પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાનાં પાટિયાં : આમ બધી રીતે વખણાય
તેવી ચારે ભેંસોને જોઈ ચારણ વર-વહુ આનંદ કરે છે.
દિવસે ચરીને સામ્જે રુંઝ્યું રડ્યે જ્યારે ભેંસો
ઘેર આવે, ત્યારે ચારણિયાણી ઝોકના ઝાંપા પાસે જ ઊભી હોય. અને જોતાંવેંત જ
'મોળી ધાખી ઈડી! બાપ ! ગોદડ ઈડી ! ખમાં મોળી શેલર ! આઈનાં રખેપાં મોળી
મા !' કરી કરી ભેંસોને આવકારે, પોતાના પછેડા વતી એનાં અંગ લૂછે; પછી ખાણ
ખવરાવવું હોય તે ખવરાવે.
ચારે ભેંસોને વિયાવાને હજુ ત્રણેક માસ બાકી છે.
'ચારે વિયાશે; અધમણ દૂધ કરશે; રોજ સાત-આઠ શેર ઘીની છાશ થશે; ગુજરાન બહુ
સારું ચાલશે.' એ વિચારોને વાતો બન્ને જણ કર્યા કરે છે અને આશામાં દોહ્યલા
દિવસો વિતાવે છે.
ભાદરવો આવ્યો; ભરપૂર વરસ્યો, હેલી મચાવી. આઠેક
દિવસની હેલી થઈ. વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે
ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના ચરવાને નેખમે (ઠેકાણે) ચાલી જાય
છે અને સાંજરે ધરાઇને પાછી પોતાની જાતે નેસ ચાલી આવે છે. ઘણા દિવસથી રોજ
રોજ આમ ચાલે છે.
એક સમે બરાબર મેઘલી અંધારી રાત છે. વાદળાં ઘટાટોપ
જામ્યાં છે. ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે. વરસાદ ઝીણો ઝીણો વરસવો
શરૂ થયો છે. તે ટાણામાં કોઈ આહીરના બે જુવાન ગીરમાં નીકળેલા છે. દિવસે આ
ચારે ભેંસોને તેમણે જોયેલી, નજરમાં આવી ગયેલી. આઉભર થયેલી અસલ ભેંસો લઈ
જવાય તો મોંમાગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતિ બગડી ગઈ. અડધીક રાત ભાંગી
ત્યારે ચોર ઝોકે આવ્યા. ચારણ-ચારણિયાણી નેસનું ધ્રાગડિયું કમડા દઈને મીઠી
નીંદરમાં જામી ગયાં છે. ઝોકનો ઝાંપો ઉGહાડી આહીરોએ ચારે ભેંસોને હાંકી એકદમ
દોડાવવા જ માંડી. જબ્બર આઉભેર થયેલી ભેંસો કેટલીક દોડે ! તોપણ લાકડીના માર
માએએ જેટલી ઉગાવળે હાંકી શકાય તેટલી હાંકી. સવાર થયું ત્યાં ગીર બહાર
નીકળી ગયા.
સવારે ચારણ જાગ્યો. જોયું તો ઝોક ખાલી પડી છે,
ઘડીક તો ધાર્યું કે ઝામ્પો ઉઘાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચરવા ચાલી ગઈ
હશે, રોટાલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંશો જતી હતી તે નેખમે ગયો.
ત્યાંપણ ભેંસો જોવામાં આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો. તેથી બીજી નેખમે ચડી
ગઈ હશે, સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજરે
ધણી-ધણિયાણી વાટા જોતાં ઊભાં રહ્યાં, પણ ભેંસો તો આવી નહિ. તાર પછી ખરેખરી
ચિંતા થઈ. ફરીને આસપાસ બધા સ્થળો જોઇ આવ્યો, તગીરના ગાળે ગાલે રખડ્યો,
પણભેંસોનો પત્તો મળ્યો નહિ.પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો.
ભેંસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ
ચારને નોખી તારવવી સહેલ નથી. કાચા પોચાથી તો નોખી પડે જ અન્હિ. કદાચ મારે
પણ ખરી. કોઈ બહુ હિંમતવાળા બે-ત્રણ જેવી-તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો
એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી
કરે. પણ આતો ચારે ભેંસો સાથે જ ગઈ - બધી ગઈ ! જેના ઉપર કેટલીયે આશા
બાંધેલી તે બધી ગઈ. વળી ભેંસો પણ જેવી તેવી નહોતી.
ચારણ વારણિયાણીએ પોતપોતામ્ના સાગાંઓમાં જઈને વાત
કરી. પણ ભોળપ અને નોઇર્દોષ ભાવનાં ભરપૂર આ પરાજિયાં ચારણો : એક તો મનમાં
મસ્ત હોય : તેમાં વળી ભેમ્સોનાં ઘાટાં દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાઉ
સાંબો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા :
નીકલીએ છીએ ! હા, નીકળીએએ છીએ ! એમ કરતાં કરતાં પંદર દિવસના પરિણાન પછી છ
જણ શોધ કરવા નીકળ્યા.
ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ
નહોતી. તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે વાળકામાં આવ્યા, પોતાના
સગાં ઓળખીતાંને ઘેર રોકાતા ઓકાતા જેતપુર આવી પહોંચ્યાં.
સવારનો પહોર છે. ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં
એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોઆક માણસનો ડાયરો ભરીને બેઠા છે, કસૂંબા
લેવા ગયા છે. શિરામણી કરવા ઊઠવાની તૈયારી છે, એમાં બરાબર ભાદરના કાંઠા
ઉઅપ્ર ચારે ભેંસો ભેળાં બન્ને આહીર નીકળ્યા. ઝરૂખા ઉઅપ્રથી દરબારે ભેંસો
જોઈ. છેતેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી. ડાયરો બધો ભેંસો સામે
તાકી રહ્યો. વેચાઉ હોય તો મોંમાંગી કિંમત આપીને પણ એ ભેંસો રાખી લેવા જેવી
સૌને લાગી. ત્યાં જઈ, તપાસ કરે, વેચાઉ હોય તો તે પોતાની અપસે લઈ આવવા
દરબારે બે માણાસોને કહ્યું. ભાદર તરફની ધઢની ખડકીમાંથી બન્ને જણ નીકળ્યા.
આહીરોએ આ આદમીઓને આવતા જોયા. કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયો. 'ચોરનું
હૈયું કાચું'એ ન્યાયે કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બીના, ભેંસો
મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને બહગતા જોઈ, ભેંસો ચોરાઉ હશે એમ માની
દરબારે તે ભેંસો હામ્કી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેંસો ગઢની ખડકીએથી
ગઢમાં આવી. સૌએ ભેંસો જોઈ. 'ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે' એમ અંદર
અંદર વાતો ચાલવા લાગી. દરબારનું મન પલટાણું. પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત
કર્યું. છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું.
ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામને
ટીમ્બે પૂછપરછ કરતાં વાવડ મળ્યા કે કે "હા ભાઈ, ચાર જખ્ખર ભેંસો અમારાં...
દરબારને ભાદર કાંઠેથી રેઢિયું મળી હતી અને દરબારે ગઢની માંયલીકોર બાંધી
છે."
"તયીં હવે ફીકર નહિ.' ચારણો હરખઘેલા બનીને બોલ્યા :" આપણી ભેંસુ કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય."
એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા, અને દરબારની વાટ જોતા બેઠા.
એક પહોર, બીજો પહોર, ત્રીજોપહોર: પણ દરબાર ડોકાણા
નહિ. દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે. એક તો
પેટ મેલું હતું જ, તેમાં પણ પદખિયાઓએ ધનીને વહાલા થવાને સારુ પાપની શિખામણ
દીધી : " ના બાપુ ! એમ ભેંસો દેવાય >? શી કહતરી કે ભેંસુ એનીયું છે?"
બીજે ટૌકો પૂર્યો : વળી આપણે ખવરાવ્યું છે ! ટંકે
પોણો પોણો મણ દૂધ કરે છે, દશબાર શેર ઘીની છાશ થાય છે, એને આજ સુધી ખવરાએએને
એમ આપી દેવાય કાંઈ ?"
"હા, તો આબરૂ જ જાય ને!"
આવી રીતના ભંભેર્યા દરબાર ભાન ભૂલી ગયા. કહેવરાવી દીધું : " આમ્હી તમારી ભેંસુ નથી, ભાઈ !"
સાંભળી ચારનો શ્વાસ લઈ ગયા. ડુંગર જેવડા નિસાસા
નાખ્યા. ભેંસો આંહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી દરબાર મોંયે
દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઊભેલા ચારણોએ કહેવડાવ્યું: "મામાહીં ભણો,
સૂરજ પુત્રો મું કી સંતાડેને બેઠો છે?" (મામાને કહો, સૂર્ય પુત્ર મોં કેમ
સંતાડીને બેઠો છે?")
અસલ ચારણ-કાથી વચ્ચે આવો સંબંધ હતો : ચારન ભાણેજ
કહેવાય, ને કાઠી મામો કહેવાય. ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડીને મોટા
તમામ કાઠીને મામા કહી બોલાવે.
ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઢી મોઢું
સંતાડે નહિ, આ આશાએ બિચારા ચારણોએ જતા-આવતા ઘણાની સાથે સંદેશા કહેવરાવ્યા,
પણ દરબાર તો મલ્યા જ નહિ; એમ ચારન પણ ભૂખ્યા-તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા
રહ્યા.
છેવટે ચારણોએ ધા નાખીને ત્રાગાં કરવાની જ્યારે
તૈયારી કરવા માંડી, ત્યારે દરબારથી તાપ જિરવાયો નહિ. હવે ભેંસો આપવામાં આવે
તો તો વળી વધારે ખોટું દેખાય : ચોરાઉ માલ સંઘર્યાનું તહોમત પણ આવે; વાત
બહાર તો પડી ચૂકી છે, હવે શું કરવું ? ચારણ ત્રાગાં કરશે, દરિયાદી કરશે,
તપાસ થશે, ભેંસો તબેલામાંથી હાથ આવશે, માથે તહોઅમ્ત આવશે. માટે કાંઈ ઉપાય?
હજૂરિયા બોલ્યા: " હા બાપુ ! એમાં બીઓ છો શું?
ચારણ ત્રાગાં કરશે, તેમાં આપણી શું તપાસ થાય ? અને તહોમત તો ભેમ્સ હાથ પડે
ત્યારે આવે કે એમ જ? ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી દ્યો એટલે થયું.
અને ચારનોને મારો ધક્કા, ડેલીએથી ઊઠાડી મૂકો."
દરબારને એ વાત ગમી. ભેંસોને મારી નાખી દાટી દેવાનો
હુકમ થયો. તરત હુકમનો અમલ થયો. ચારનોને ધક્કા મારી ડેલીએથી ખસેવ્યા. બહાર
ઊભીને ચારણોએ ધા નાખી :
" એ મામાહીં ભાણો, આ તોળાં ગભરુડાં ત્રાગાં
કરતાંસ. સૂરજના પુત્રોને ભીંહું ગળે વળવતી સૈ. પણ બાપુ !ભીહુંનાં દૂધ તોળે
ગળે કેવા ઊતરહેં?" ( મામાને કહો, તારાં ગભરુ બાળકો ત્રાગાં કરે છે. અરે
સૂરજના પુત્ર ! તને ભેંસો ગળે વળગે છે, પણ ભેંસોનાં દૂધ તારે ગળે શી રીતે
ઊતરશે બાપ?")
કોઈએ હાથ કાપ્યો; કોઈએ પગમાં ઘરો માર્યો: એમ છએ
ચારણોએ ત્રાગાં કર્યાં. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતા થયા. તે
દોઇવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહિ. સૌને પછી તો બહુ વિચાર થવા
લાગ્યો. પણ પછી પસ્તાવો શા કામનો?
સવાર થયું. વાત ચર્ચાઈ. કેટલાક રૂપિયા ઊડ્યા.
તેટલેથી બસ ન રહ્યું. દરબાર ત્રાંસળીમાં દૂધ લઈ ને જમવા બેઠા કે ત્રાંસળી
આખી જીવડાંથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દઈ ફરી વાર લીધું તો પણ એમ જ થયું.
ત્રાંસળીમ્,આં જીવડાં જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય. છતાં
દરબારને ત્રાંસળીમાં જીવડાં દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને
ઘી - ત્રને વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો
નાક પાસે આવતાં જ દુર્ગમ્ધ આવે. એમ કેટલાંક વર્ષો સુધી ચાલ્યું, ધીમે ધીમે
વધ્યું. છેવટે એકીસાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહિ.
આઠમે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના
ભક્તના ગધૈ જાતના ચેલા શ્રી ગગા ભક્ત ફરતા ફરતા, દરબાર જેતપુરથી બીજે ગામ
રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી.
પછી ક્રેલાં પાપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા,
તેમ જ આથ દિવસની લાંઘણો થઈ હતી એ બધું કહ્યું : બહુ જ કરગરીને કહ્યું. કંઈક
દયા કરવા આપા ગીગાને પગમાં પડી વીનવ્યા.
આપા ગીગાને દયા આવી. તે દિવસે દરબારને પોતાની સાથે
જમવાનું કહ્યુ. આપા ગીગા જાતે ગધૈ હતા. છતાં દરબારે તેમની સાથે બેસી
તેમનું એઠું અન્ન લીધું. તે જ દિવસથી જીવડાં દેખાંતા બંધ થયાં. બાર તેર વરસ
સુધી એ પ્રમાણે ચાલ્યું. આઠ-દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી
ધૂપ મગાવી લેવાનું નીમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક
વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈકઓછો થયો; એટલે વલી દૂધ અને ચોખા ઉઅપ્ર
અરુચિ થવા લાગી. જીવડાં તો ન દેખાય પણ એ વસ્તુ સાંભરી આવે કે તરત અણગમો થઈ
આવે કે થાળી પાછી મોકલે પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી,
ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મંગાવી કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી
થોડી ખવાવી શરૂ થઈ; પણ ચાર-પાંચ દિવસે વળી અરુચિ થઈ આવે.
ત્રણ ટંક બધાને જમાડતા, બહુ સારી રીતે નોકરચાકરની
બરદાસ રાખતા, કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દૂધ-ઘી જમાડતા. પ્ણ પોતે
જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહિ. થોડું થોડું જમી
શક્તા. તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે.
આંકહમાં ક્યારેક ક્યારેક ઝલહળિયાં આવી જાય અને ' ગીગેવ! ગીગેવ!' કહી,, આપા
ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે.
સાત દીકરા થયા. બધા નાની વયમાં જ ગયા. કોઈ બબ્બે
ત્રણ-ત્રણ તો કોઈ પાંચ વરસના થઈ મર્યા. છેવટે સિત્તેર વરસની આવરદા ભોગવી
દરબાર નિર્વંશ ગયા.
લોકો કહે છે :' એને ધા લાગી ગઈ!'
નોંધ
-
મારી ધાખી (નામની ભેંસ) આવી !
બાપ ગોદડ (નામની ભેંસ) આવી!
ખમ્મા તને મારી શેલર (નામની ભેંસ)!
માતાજી તારાં રખવાળાં કરે, મારી મા! - જુઓ આ લેખકનું પુસ્તક 'સોરઠી સંતો'
(પૂર્ણ)
૯. ભોળો કાત્યાળ
ભોળો કાત્યાળ સનાળી ગામનો કાઠી હતો. ઇશ્વરે એને
ગઢપણમાં દુ:ખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહિ. એક તલવારને બગલમાં
દાબીને ભોળો કાત્યાળ દુનિયામાં ચાલી નીકળ્યો.
ચાલતાં ચાલતાં ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે
ગામમાં આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણશિયાવાળો રાજ કરતા હતા. ડેલી ઉપર
દરબાર બેઠેલા છે. એકબીજાએ રામરામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યાં; કાત્યાળે
પોતાની કથા કહી સંભળાવી.
"આમ ક્યાં સુધી, આપા ?" દરબારે સવાલ પૂછ્યો.
"શેર બાજરી મળે ત્યાં." કાઠીએ ઉત્તર વાળ્યો.
"ત્યારે અહીં રહેશો ?"
"ભલે."
"શું કામ કરશો ?"
"તમે કહેશો તે."
"બહુ સારું; આપણી ભેંસો ચારો અને મોજ કરો."
બીજા દિવસથી ભોળો કાત્યાળ ભેંસો ચારવા લાગ્યા.
પાછલી રાતે ઊઠીને પહર ચારવા જાય, સવારે આવીને શિરામણ કરે, વળી પાછાં ઢોર,
તે સીમમાંથી દિ' આથમ્યે વળે. બહુ બોલવું-ચાલવું એને ગમતું નથી. માણસોમાં
ઊઠવા-બેસવાનો એને શોખ નથી.
એક વખત મધરાતનો સમય છે. ટમ ! ટમ ! ધીરો વરસાદ વરસી
રહ્યો છે; ભોળો કાત્યાળ એકઢાળિયામાં સૂતેલા છે. એ વખતે ઘોડારની અંદર કંઇક
સંચાર થયો. અંધારામાં કાત્યાળ ત્યાં જઇને છાનામાના ઊભા રહ્યા. કાન માંડીને
સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીંતમાં ખોદતું હોય એવું લાગ્યું. પોતાની તલવાર
હાથમાં ઝાલીને કાત્યાળ ચૂપચાપ ત્યાં લપાઈ ઊભા. થોડી વારે ભીંતમાં બાકોરું
પડ્યું. બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો. કાત્યાળની તલવારને એક જ ઝાટકે એ
ચોર 'વોય' કરીને પડ્યો.
અંદર એ અવાજ થયો, એટલે બહાર ઊભેલા બીજા ત્રણ
જુવાનો ભાગ્યા. કાત્યાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. થોડી વારે ત્રણે જણ
પાછા વળીને ઊભા. કાત્યાળે કળા કરી. કોઇ દરદીના જેવો અવાજ કાઢીને બાકોરા
પાસે બેસી બોલ્યા :
"અરર ! ભલા માણસ ! ભાગ જાવ છો ને ? મને ઘોડીએ પાટુ મારી તે કળ ચડી ગઇ છે. એક જણ તો અંદર આવો !"
ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીની પાટુનો થયેલો.
એટલે બીજો આદમી અંદર દાખલ થયો. એને પણ કાત્યાળની તલવારે એક ઘાએ જ પૂરો
કર્યો. પછી તો બહાર ઊભેલા બે જણા ભાગ્યા. કાત્યાળ બહાર નીકળ્યા. બેઉ
ભાગનારની પાછળ દોટ મૂકી એકને પૂરો કર્યો; બીજો હાથમાં આવ્યો નહિ એટલે
તલવારને પીંછીથી પકડીને કાત્યાળે છૂટો ઘા કર્યો. એ ઘા ચોથા ચોરની કેડમાં
આવ્યો, અને એ પણ જમીનદોસ્ત થયો.
ચારેનાં મડદાં ઉપાડીને કાત્યાળે તબેલામાં ઢગલો
કર્યો. પેલી પીંછીથી પકડેલી તલવાર છૂટતાની સાથે સાથે કાત્યાળના હાથનાં
આંગળાં પણ કાપતી ગયેલી એ વાતનું એને પાછળથી ઓસાણ આવ્યું. પીડા થવા માંડી.
હાથને પાટો બાંધીને કાત્યાળ તો પાછા સૂઇ ગયા. અને ટાણું થયું ત્યારે પહર
ચાલી નીકળ્યા.
સવાર થયું; આપો માણશિયાવાળો તબેલામાં ઘોડાઓની ખબર
કાઢવા આવ્યા; જુએ ત્યાં તો ચાર માણસોનાં મડદાં ! 'આ પરાક્રમ કોણે કર્યું ?
કોણે કર્યું ?' એ પૂછપરછ ચાલી.
એક કાઠી હસીને બોલ્યો : "એ તો તમારે પ્રતાપે, દરબાર ! એમાં શું મોટું કામ કરી નાખ્યું છે ?"
દરબાર સમજી ગયા કે આ ભાઇ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે. મર્મમાં દરબાર બોલ્યા : "અહો ! એમ ? આ તમારાં પરાક્રમ, બા !"
કાઠી બોલ્યો : "અરે દરબાર ! એમાં કૂતરાં મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું છે ?"
દરબાર કહે : "વાહ ! વાહ ! શાબાશ ! ભારે કામ કર્યું."
સવારમાં ભોળો કાત્યાળ પહર ચારીને પાછા વળ્યા,
દેગડી લઇને ભેંસ દોવા બેઠા; પણ એક હાથમાં તો ઇજા હતી એટલે એક જ હાથે દોવા
માંડ્યા. તરત જ ત્યાં દરબાર માણશિયાવાળાની નજર ગઈ. હાથમાં પાટો જોયો;
દરબારે પૂછ્યું :
"કેમ એક હાથે ભેંસ દોવો છો ? આંગળીએ આ શું થયું છે, ભોળા કાત્યાળ ?"
"કાંઇ નહિ, બાપુ ! જરાક તલવારની પીંછી વાગી છે." કાત્યાળે જવાબ વાળ્યો.
"કેમ કરતાં વાગી ?"
કાત્યાળે બધી વાત કરી, દરબાર દિંગ થઈ ગયા. પેલા
શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું : "કેમ ભાઈ, કોણે આ ચાર જણાને માર્યા ? તમે
તો બહુ બડાઈ ખાટતા હતા !"
નિર્લજ્જ કાઠીએ જવાબ દીધો : "અરે બાપુ, ચાર ચાર માણસોનાં ખૂન માથે લેવાં એ કયાં સહેલું છે ? બીજા કોઈની હિંમત ચાલી હતી કે ?"
આખો ડાયરો હસી પડ્યો. દરબારે ટોણો માર્યો : "એમ કે ? કાઠીભાઇ ભાગે તોય ભડનો દીકરો કે ?"
ભોળા કાત્યાળને દરબારે તલવાર બંધાવી અને પોતાની હજૂરમાં રાખ્યા.
૩
ગામમાં થોરી લોકોની વસ્તી વધારે હતી. એમાં એક
થોરીની નજર બીજા થોરીની બાયડી ઉપર હતી. પણ પારકાની સ્ત્રીને શી રીતે પરણી
શકાય ? દરબાર મારી નાખે. એક દિવસ દરબારની પાસે આવીને થોરીએ બે સારી ભેંસો
ભેટ ધરી. દરબાર ખુશ ખુશ થઇ ગયા. થોરીએ પોતાનો ઇરાદો જણાવ્યો. દરબારે પણ
ભેંસો મળી હતી તેની મોજમાં ને મોજમાં જવાબ આપ્યો : "હવે, જાવ ને, તમે કોળાં
ગમે તેમ કરી લ્યો ને."
થોરીએ પેલી પારકી બાયડીને ઘરમાં બેસારી.
ભોળો કાત્યાળ ગામ ગયા હતા. તેણે ઘર આવીને આ વાત સાંભળી, દરબારને બહુ ઠપકો દીધો.
એ બાઇનો ધણી ગામ ગયેલો ત્યાંથી પાછો આવ્યો.
સાંભળ્યું કે પોતાની સ્ત્રી પારકા ઘરમાં છે અને દરબારને બે ભેંસો મળી એટલે
દરબારે પણ રજા આપી છે. ઉશ્કેરાયેલો થોરી દરબાર પાસે ગયો; જઇને કહ્યું :
"બાપુ ! આમ કરવું તમને ઠીક લાગ્યું ? તમને ભેંસોની જરૂર હતી તો મને કાં ન
કહ્યું ? હું આખું ખાડું લાવીને હાજર કરત; પણ મારું ઘર ભંગાવ્યું ?"
દરબારે ઉડાઉ જવાબ વાળ્યા.
થોરીએ કહ્યું : "પણ બાપુ ! ભેંસનાં દૂધ ખારાં લાગશે હો !"
દરબાર ખિજાઇ ગયા : "જા, ગોલકા, તારાથી થાય એ કરી લેજે."
થોરીએ બહારવટું આદર્યું. ત્યારથી દરબાર એકની એક
જગ્યાએ બે રાત સૂતા નહિ. રોજ પથારીની જગ્યા બદલે. ડેલી ઉપર બરાબર ચોકી
રાખે. એક દિવસ થોરીએ દરબારગઢ ઉપર આવીને ખપેડા ફાડ્યા; દરબારના પલંગ ઉપર
બંદૂક ફોડી અને ભાગી ગયો.
પણ થોરીનો ઘા ખાલી ગયો. દરબાર તે દિવસે બીજે ઠેકાણે સૂતેલા.
આખો ડાયરો સવારે જમવા બેઠો છે. કોઈ બહારનો મે'માન
હતો નહિ, તેથી દરબારનાં વહુએ આવીને ડાયરાને કેટલાંક કડવાં વેણ સંભળાવ્યાં.
મેણાં માર્યાં કે 'દૂધ-ચોખા ખાતાં શરમ નથી આવતી દાયરાને ?'
ભોળો કાત્યાળ કમકમી ઊઠ્યો. પોતાની દૂધની તાંસળી
ઊંધી વાળી સોગંદ લીધા. બીજા દિવસે માણસો ગોઠવીને રસ્તા રોકી દીધા. ઠેકાણે
ઠેકાણે ઓળા બાંધ્યા. એક માર્ગ ઉપર એક બીજા જણને લઇ ભોળો કાત્યાળ બેઠો છે.
રાતનું ટાણું થયું. કાત્યાળે જોયું તો આઘે આઘે ઝાડની ઘટામાં દેવતાનો કોઇ
અંગારો ઝબૂકતો હતો. કાત્યાળે જોયું કે દુશ્મન ચાલ્યો આવે છે; એ અંગારો નથી,
પણ દુશ્મનની બંદૂકની જામગીરી ઝગમગે છે.
થોરી ચાલ્યો આવે છે. કાત્યાળ બરાબર વાટ જોઇને બેઠા
છે. તેટલામાં પાસે બેઠેલો માણસ બોલી ગયો : 'એ આવ્યો !' કાત્યાળએ તેના મોઢા
આડે હાથ દીધો, પણ થોરી સાંભળી ગયો, એકદમ ભાગ્યો. કાત્યાળ વાંસે થયા.
ડુંગરાના પડધારામાં બેઉ દોડ્યા જાય છે. કાત્યાળે ફેર ભાંગવા માંડ્યો,
શેત્રુંજી ઢૂંકડી આવી તેટલામાં કાત્યાળ પહોંચી ગયા અને તલવારનો ઘા કર્યો.
બરાબર જનોઈવઢ તલવાર પડી. થોરી કૂદીને શેત્રુંજીમાં પડ્યો. કાત્યાળ વાંસે
પડ્યા. થોરી સામે કાંઠે નીકળી કાંઠો ચડવા નાનકડું ઝાડ ઝાલે છે, પણ ઊખડી પડે
છે. દોડતો દોડતો થોરી પાણીમાં કાત્યાળના પગ પાસે આવી પડે છે. કાત્યાળે
તલવાર ઉપાડી કે ચોરીએ બૂમ પાડી : "કાકા, હવે ઘા કરશો મા, તમારો એક ઘા બસ
છે. સિંહનો પંજો પડી ચૂક્યો છે."
કાત્યાળે તેને બાંધી લીધો. થોરીની છાતીમાંથી
લોહીનો ધોધ વહેતો હતો. પોતાનો ફેંટો ફાડીને કાત્યાળે એનો જખમ ઉપર જોરથી
બાંધી દીધો. ડેલીએ દરબાર બેઠા હતા ત્યાં થોરી આવીને હોકો માગીને પીવા
લાગ્યો.
આખી રાત હોકો પીતાં પીતાં થોરીએ થોડીક આપવીતી
કહી : "બાપુ ! એક ગામમાં મેં એક ચારણના ઘરમાં ખાતર પાડ્યું. ચારણ-ચારણિયાણી
ભરનીંદરમાં સુખે સૂતેલાં. રૂપાળી એ અધરાત હતી. થોડોક ખડભડાટ થયો એટલે ચારણ
જાગી ઊઠ્યો. અને હું તરત સામે એક ઘોડી બાંધી હતી તેની પાછળ સંતાણો. ઘોડી
ફરડકા બોલાવતી હતી એટલે ચારણ સમજ્યો કે કંઇ સર્પ જેવું જાનવર હશે. ઘોડીને
બુચકારતો બુચકારતો ચારણ પડખે આવ્યો. મારા મનમાં થયું કે ચારણ મને છેતરીને
પકડી લેવા આવે છે; હું દોડીને ચારણને બાઝી પડ્યો, અને એના પેટમાં મેં મારો
છરો ઉતારી દીધો. હું ભાગીને ઓલ્યા બાકોરામાંથી બહાર નીકળવા જાઉં, ત્યાં તો
જાગી ઊઠેલી ચારણ્યે દોડીને મારા પગ પકડી રાખ્યા. મેં પાછા વળીને બાઇનેય
ઘાયલ કરી. હું તો ભાગી છૂટ્યો. પછી ચારણ-ચારણી પડદે પડ્યાં. બાઇ તો બીજે
દિવસે ગુજરી ગઈ. ચારણને કોઈએ એ વાતના ખબર દીધા નહોતા."
"પળે પળે ચારણ પૂછ્યા કરે કે 'ચારણ્યને કેમ છે ? એ
ક્યાં છે ?' એને જવાબ મળે કે 'ઠીક છે, ઠીક છે,' એક દિવસ ચારણનો ભાણેજ ખબર
કાઢવા આવ્યો. કોઈ પાસે નહોતું. ભાણેજે મામીનો ખરખરો કર્યો. ચારણે વાત જાણી
લીધી.
"અરેરે ! એને ને મારે આટલું બધું છેટું પડી
ગયું ?" એક કહેતાં તો એનો ઘા ઊઘડી ગયો. ચારણ પણ ચારણ્યની પાછળ ગયો. કાકા,
"મારાં એ પાપ મને નડ્યાં. હું અધરમનું વેર લેવા ચડ્યો, પણ મે'ય અધરમ કર્યો.
મારું મોત તો કૂતરા જેવું થવું જોઈએ. પણ ઠીક થયું કે હું તમારા હાથે મરું
છું."
કાત્યાળે દિલાસો દીધો : "તારી ઉપર પણ કાંઈ ઓછી નથી વીતી. પણ હવે એ બધું વીસરી જા, ભાઈ !"
સવાર થતું આવતું હતું. થોરી દરબારને કહે : "બાપુ, રામ રામ." એમ બોલીને ફેંટાનો પાટો છોડી નાખ્યો અને તત્કાળ પ્રાણ છોડ્યો.
આપા માણશિયાવાળાએ કાત્યાળને આંબાગાલોળ નામનું ગામડું ઇનામમાં આપ્યું.
૩
થોડે મહિને દરબાર માણશિયા વાળા ફરી વાર પરણ્યા.
હાથગજણાનો સમય આવ્યો. ભોળા કાત્યાળે આવી હાથગજણામાં થોડી ભેંસો આપવા માંડી.
દરબારે મોં ફેરવ્યું.
કાત્યાળે પોતાની ઘોડી દેવા માંડી.
દરબારે મોં ફેરવેલું જ રાખ્યું.
કાત્યાળના મનમાં વહેમ આવ્યો : 'હાં ! દરબારને પાછો પોતાનાં દીધેલ ગામનો લોભ થયો છે.'
"લ્યો, બાપુ, હાથ કાઢો. આંબાગાલોળા પાછું આપું છું."
"ભોળા કાત્યાળ ! કાઠીના દીકરા છો, એ ભલશો મા. તે
દિવસે થોડી ભેંસો લઈને થોરીનું ઘર ભંગાવ્યું એનો એ માણશિયો આ જ નથી રહ્યો
હો ! મારે તમારા ગામનો લોભ નથી."
"ત્યારે બાપુ, હાથ કાઢો. લ્યો, બીજું તો કાંઇ નથી; આ મારું માથું હાથગજણામાં આપું છું."
"બસ, ભોળા કાત્યાળ !" દરબારનું મન સંતોષ પામ્યું.
બે વરસ વીતી ગયાં. આંબાગાલોળે ખળાં ભરાતાં હતાં, કાત્યાળ ત્યાં તપાસવા
ગયેલા. પાછળથી ચાચઈ ઉપર જૂનાગઢની ચઢાઈ આવી. તરઘાયા ઢોલા વાગ્યા. દરબાર
લડાઈની તૈયારી કરે છે. દરબારને ભોળો કાત્યાળ સાંભર્યો.
ખળાં ભરતાં ભરતાં કાત્યાળે તરઘાયાનો નાદ સાંભળ્યો.
એને ખબર પડી. ઘોડેસવાર થઇને ચાચઇ આવ્યા. ગઢમાં જઈને દરબારને કહ્યું :
"બાપુ, તે દિવસે હાથગજણામાં આપેલું માથું આજે સ્વીકારી લેજો !" એમ કહીને
પાછા ચડ્યા. જૂનાગઢની ગિસ્ત સામે ધીંગાણે રમ્યા. ગિસ્ત ભાગી.
જૂની ચાચઈનો ટીંબો ટેકરી ઉપર છે, ત્યાં તે વખતની લડાઈની નિશાનીઓ હજુયે પડેલી છે.
(પૂર્ણ)
૧૦. આહીર યુગલ
"આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?"
"એવું અમંગળ શું કામ ભાખો છો ?"
"ના, ના, પણ ધાર્ય કે અચાનક મારું મોત નીપજે તો ?"
"તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે ?"
"મરવું શું રેઢું પડ્યું છે ? આ ભરપૂર જોબન, આ છલકાતાં રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવાં દોહ્યલાં છે ! એ તો મોંએ વાતો થાય."
"હશે, પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમા હશે.
પોતાની પરણેતરની વાંસે કોઇ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી. નારીની જાત તો
અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે, આયર !"
કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર
રહેતો. નામ ધમળો. એને એકનો એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને
પરણ્યાં હજુ ચારપાંચ મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી.
ઉપરની વાતો કરનારાં ધણી-ધણિયાણી તે આ જુવાન આયર
નાગ અને એની પરણેતર છે. અધરાતે સૂવાના ઓરડામાં ઢોલિયા પર બેઠાં બેઠાં
ચાતકની જોડલી સમાં આ અભણ સ્ત્રી-પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી
રહ્યાં હતાં. ઝાંખો ઝાંખો દીવો બળે છે. વાતોમાં ને વાતોમાં દીવાની વાટ્યે
ફૂલ ચડી ગયેલ છે.
નાગને મનમાં થાતું : "ઓહો ! શું આ સ્ત્રીનું મારા ઉપર હેત ! મારી પાછળ આ બિચારી ઝૂરી-ઝૂરીને મરે હો !"
રોજ રાતે આવી આવી વાતો થાય. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ : "હેં આયર ! હું મરું તો તમે શું કરો ?"
ગળગળો થઇને નાગ કહેતો : "મારા સમ ! એવું તું બોલ મા."
"ના, ના, પણ આમ જુઓ ! આ માથાની લટ ઊડી-ઊડીને મોઢા
પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને
ઝટ નવી નાર આવે !"
"હું તને કરગરીને કહું છું કે એવું બોલ્ય મા."
"એમાં શું ? પુરુષને તો સ્ત્રી મરી ને ખાસડું ફાટ્યું એ બેય વાત બરોબર. હું મરું તો શું તમે બીજી નહિ પરણો ?"
આયરે નિસાસો નાખી કહ્યું : "પ્રભુને ખબર !"
"ત્યારે શું સતા થશો ?"
આવા મર્મપ્રહાર ક્યાં સુધી સહેવાય ? ધ્રુજતે હોઠે
ને ગળગળે અવાજે નાગ બોલ્યો : "એક વાર મરી જુઓ, પછી જોઇ લેશું. મને નખરાં
નથી આવડતાં."
પોતાના ધણીની મમતા જોઇને સ્ત્રી એને ગળે બાઝી પડી; ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી. બેય જણાં પાછાં વિનોદમાં પડ્યાં.
રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો
જણ પણ હતો. એ હતો નાગનો બાપ ધમળ પોતે. ખોરડું સાંકડું હોવાથી ધમળ એ જ
ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી
અણઇચ્છ્યે પણ સંભળાઇ જાતી. સાંભળીને મનમાં મનમાં એ હસતો. એના અંતરમાં
થતું : 'જો ને આ જુવાનિયાં ! તાજી પ્રીતમાં ગાંડાંતૂર બનીને પ્રાણ કાઢવાની
વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં !'
રોજ સવારે વહેલો ઊઠીને નાગ સાંતી જોડી ખેતરે જાય,
તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે. બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે
રોજે વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો, જેમ વાછરુ પોતાની માની વાટ જોઇ રહે તેમ
આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડી સાંતીના ખખડાટની વાટ જુએ.
એક દિવસ નાગ તો વાડીએ ગયેલો. કોસ હાંકતો હાંકતો
આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે : અને માથે ઝાડની ઘટામાં કોયલ ટૌકે છે.
મંડાણની ગરેડી જાણે કોઇ સજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં
ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આઘે આઘે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું
જાતું હોય એવું દેખાય છે.
જોઇ જોઇને આયર કોસ હાંકતો હાંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે :
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ,
મરે પણ મેલે નહિ, જેણે બાળપણાની બેલ્ય:
બાળપણાની બેલ્ય તે લાગી ગુગળી,
સોજાં સાજણ ને ઉત્તરની વીજળી,
ઘડતાળિયા જીવ ને થઇ લે-મેલ્ય,
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ!
મરે પણ મેલે નહિ, જેણે બાળપણાની બેલ્ય:
બાળપણાની બેલ્ય તે લાગી ગુગળી,
સોજાં સાજણ ને ઉત્તરની વીજળી,
ઘડતાળિયા જીવ ને થઇ લે-મેલ્ય,
સજણ એડાં કીજિયે, જેડી વાડીહુંદી વેલ!
વેણે વેણે વાડી પડઘા પૂરે છે. મોરલાય સામા
ચંદ્રાવળા ગાતા હોય તેવા, ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે. અને વળી પાછો
નાગ કોસ ખેંચતો લલકારે છે :
સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ,
દૂધમાં સાકર ભેળીએ, તે કવોક લીએ મેળ :
કેવોક લીએ મેળ તે સળી ભરી ચાખીએ,
વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ,
ચંપે ને મરવે વીંટાણી નાગરવેલ !
ચુડ કે સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ.
દૂધમાં સાકર ભેળીએ, તે કવોક લીએ મેળ :
કેવોક લીએ મેળ તે સળી ભરી ચાખીએ,
વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ,
ચંપે ને મરવે વીંટાણી નાગરવેલ !
ચુડ કે સજણ એડાં કીજિયે, જેડી લટીઅળ કેળ.
એમ ગાતાં ગાતાં બપોર થયા. હમણાં સજણ ભાત લઇને
આવશે, હાલ્યું આવતું હશે : પોતાના સૂર સાંભળતું હશે, એમ ઉલ્લાસમાં આવીને
ત્રીજો ચંદ્રાવળો ગાય છે :
સજણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,
માલમી આવે મલપતા, સરમાં કરે સાન :
સરમાં કરે સાન તે ભારી,
નનકડાં સેણને નો રાખીએ મારી !
સમદર જળ સરખાં ભર્યાં, તાવે સાયરમાં તાણ,
સમણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,
માલમી આવે મલપતા, સરમાં કરે સાન :
સરમાં કરે સાન તે ભારી,
નનકડાં સેણને નો રાખીએ મારી !
સમદર જળ સરખાં ભર્યાં, તાવે સાયરમાં તાણ,
સમણાંને એમ રાખીએ, જેમ સાયર રાખે વા'ણ,
મધ્યાહ્ન થયો. ગામના મારગ ઉપર મોટી બે આંખો
માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે ? આજ કાં એની પવનમાં
ફરકતી રાતી કામળી કળાતી નથી ?
ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી.
"કાં બાપુ, અટાણે કેમ ?"
આંખો લૂછતો ધમળ બોલ્યો : "ભાઇ ! ગજબ થયો. વહુને તો
એરુ આભડ્યો. દીકરી મારી ! જોતજોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને
બોલાવવાનું ટાણું ન રહ્યું."
"ક્યાં છે ?"
"એને તો દેન દેવા લઇ ગયા."
"એ-એ-એમ ? એટલું છેટું પડી ગયું ?" આટલું બોલતાં
તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. 'હાં !
હાં ! હાં !' કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહીલોહાણ દેહ
ધરતી પર ઢળી પડ્યો.
બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી.
નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો, અને પેલી આયરાણીએ રોયુ, કૂટ્યું,
પોતાના ભરથારની ચિતાના ભડકા આઘે ઊભાં ઊભાં જોયા અને ઝૂરવા લાગી.
ચૌદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું.
બાઇ ચડીને ચાલી નીકળી. પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઇને બે-ચાર
આંસું પાડ્યાં. પણ મનની વેદનાને ભૂંસાતાં શી વાર લાગે ? બાર મહિના વીત્યા
ત્યાં તો સજણના હૈયામાંથી નાગનાં સંભારણાં નીકળી ગયાં. જોબન આવીને એના
કાનમાં કહેવા લાગ્યું, 'હવે શી વાર છે ?'
કશી વાર નહોતી. બીજા કોઇ એક ગામના આયર સાથે એના
ભાઇઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરિયેથી મહેમાનો આવ્યાં. ઘુઘરિયાળી
વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી.
સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવગામને પાદર
ઊભી રહી. તેડવા આવનારમાંથી બે-ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા.
પણ ચોરા આગળ તે રાતે ભવાઇ રમાતી હતી. જુવાનો ભવાઇ જોવામાં નાસ્તાની વાત
ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો.
અંતે અકળાઇ આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોકિયું કર્યું. નજર કરે ત્યાં સામે એ કોણ ઊભેલો ?
એક તાજો પાળિયો : રુધિર જેવા તાજા સિંદૂરમા રંગાયેલા અબોલ પથ્થરનો એક પાળિયો.
કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભર્યું - એ પહેલી
વારનું પરણેતર; માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન - જેની તાજી ફૂટતી
મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનેતરમાંથી નીરખેલી; એને સાંભરી આવી -
પહેલવહેલી રાત અને બીજી એવી ઘણીય અજવાળી રાત્રિઓ; એને સાંભર્યા એ માઝમ
રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ; અને અંતે
સાંભર્યું એ કાળજામાં ખૂંતેલું દાતરડું.
આશાભેર નવે સાસરિયે જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો.
પાદરમાં એ ટાણે ગામના છોકરા 'સાતતાળી' રમતા હતા
અને ગાડાખેડુને પૂછગાછ કરતા હતા કે 'વેલ્યમાં કોણ છે?' એમાંથી એક ચારણનો
છોકરો સંતાઇને ઝાડની ઓથે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની
જ બાયડી, આજ નાતરે જવા નીકળી છે. છોકરે અજવાળી રાતની પહેલે પહોર આ દેખાવ
જોયો; પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઇ. ચોપાસની અખંડ
શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો; તક જોઇને છોકરાએ દુહાનાં બે ચારણો
જોડી કાઢ્યાં અને સરવે સાદે લલકારી કહ્યાં :
નાગ ! નિહાળી જોય, પોળાં મન પાથરીએ નહિ,
કાઠ ચડ્યાં નહિ કોય, (આ તો) ધંધે લાગ્યાં ધમળાઉત !
કાઠ ચડ્યાં નહિ કોય, (આ તો) ધંધે લાગ્યાં ધમળાઉત !
હે નાગ ! જરા ઊંડું નિહાળીને જો ! ગમે તેની ઉપર
પ્રેમ પાથરીએ નહિ. તેં જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને
બળી મરવા ન આવી. એટલું જ નહિ, પણ હે ધમળના પુત્ર ! એ તો પોતાને ધંધે વળગી
ગઇ-બીજે નાતરું કરીને ચાલી.
બાઇએ આ દુહો સાંભળ્યો-અક્ષરે અક્ષર સાંભળ્યો. સમજી
ગઇ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલ્યમાંથી નીચે ઊતરીને પાળિયા પાસે જઇ
બેઠી. પોતાનાં નવાં સગાંને આખી કથની રડતાં રડતાં કહી સંભળાવી; ને પ્રીતમના
પાળિયાની સમક્ષ ચિતા ખડકાવી એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી
આયરાણી ચિતા ઉપર ચડી ગઇ.
(પૂર્ણ)
૧૧. આનું નામ તે ધણી
દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં
ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી
નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા.
તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા
ફરકતા હતા.
શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો
ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા
છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો
ઊપડ્યો છે. એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા
ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો
રાજભાગ લઈ જશે !’ વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર
પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો
એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’
અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા
સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી
જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ
ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા.
સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની
પાછળ ચાલતા હતા.
ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે
ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું.
જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ.
ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું
પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે
છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી
બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા.
એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ
પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો
કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું.
ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.
જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ
જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા
અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું
બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ
જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’
અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ;
એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા.
દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું
ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા
પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે
નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી
ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.
‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત
કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ
પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.
આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના
દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા.
હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે
હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ
ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’
હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’
એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ.
દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ
વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના
બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા.
ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા
માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને
ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર !
અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે
ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે !
ફફડાવે ! એ અમને નથી પરવડતું.’
દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર
થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં
ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’
પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે
જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી
કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’
આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના
હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત
બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી
ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે
હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને
બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.
તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે.
(ઈ.સ. 1923 ની સાલમાં)
૧૨. દેપાળદે
ઉનાળો આવ્યો છે., ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે
અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો.
વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં,
માણસોનાં શરીસ સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં.
રાજા દેપાળદે ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે
છે, પ્રભુને અરજ કરે છે : ‘હે દયાળુ ! મે’ વરસાવો ! મારાં પશુ, પંખી અને
માનવી ભૂખ્યાં-તરસ્યાં મરે છે.’ પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ
મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ. ડુંગરા ઉપર ઘાસ ઊગ્યાં.
દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં
તો ખરો, મારી વસ્તી સુખી છે કે દુ:ખી ? જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે
કે નહિ ? દાણા વાવે છે કે નહિ ? તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે
નહિ ?’ ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય. ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે,
પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે.
સહુને સાંતીડે બબ્બે બળદો : બળદો પણ કેવા ! ધીંગા અને ધફડિયા.
પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું
દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે, પણ હળને બેય
બાજુ બળદ નથી જોતર્યા; એક બાજુ જોતરેલ છે બળદ, ને બીજી બાજુ જોતરેલ છે એક
બાયડી. માણસ હળ હાંકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે, બાયડીનેય લાકડી
મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઈ તો બિચારી
રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે. રાજા દેપાળદે એની પાસે ગયા.
જઈને કહ્યું: ‘અરે ભાઈ ! હળ તો ઊભું રાખ !’
‘ઊભું તો નહિ જ રાખું. મારે વાવણી મોડી થાય તો ?
તો ઊગે શું, તારું કપાળ ? વાવણી ને ઘી-તાવણી ! મડું ઢાંકીનેય વાવણી કરવી
પડે, ઠાકોર !’ એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને
મારી અને એક લાકડી બાઈને મારી. રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી
વીનવ્યો : ‘અરેરે, ભાઈ ! આવો નિર્દય ? બાયડીને હળમાં જોડી !’
‘તારે શી પંચાત ? બાયડી તો મારી છે ને ? ધરાર જોડીશ. ધરાર મારીશ.’
‘અરે ભાઈ, શીદ જોડી છે ? કારણ તો કહે !’
‘મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ.
ઢાંઢો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું
વરસ ખાઉં શું ? બાયડી-છોકરાંને ખવરાવું શું ? એટલા માટે આને જોડી છે !’
‘સાચી વાત ! ભાઈ, સાચેસાચી વાત ! લે, હું તને બળદ લાવી આપું, પણ બાયડીને
તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.’
‘પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ; તે પહેલા નહિ છોડું. હળને ઊભું તો નહિ જ રાખું. આ તો વાવણી છે, ખબર છે ?’
રાજાએ નોકર દોડાવ્યો : ‘જા ભાઈ, સામાં ખેતરોમાં.
મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે.’ તોય ખેડૂત તો હળ હાંકી જ
રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા
બોલ્યા : ‘લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.’
ખેડૂત બોલ્યો : ‘આજ તો ઊભા કેમ રહેવાય ? વાવણીનો દિવસ. ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછાં થઈ જાય !’
રાજાજી દુભાઈ ગયા : ‘તું પુરુષ થઈને આટલો બધો નિર્દય ? તું તો માનવી કે રાક્ષસ ?’
ખેડૂતની જીભ તો કુહાડા જેવી ! તેમાંય પાછો ચારણ
ખેડૂત ! બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે ! એવું જ બોલ્યો :
‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જા ને ! તને જોડું ને બાયડીને છોડું. ઠાલો
ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો ?’
‘બરાબર ! બરાબર !’ કહીને રાજા દેપાળદે ઘોડા પરથી
ઊતર્યા. અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા. કહ્યું : ‘લે, છોડ એ બાઈને અને જોડી
દે મને.’ બાઈ છૂટી એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઈ રહ્યાં. ચારણ તો
અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો
હાંક્યે જાય છે.
ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક
ઊથલ પૂરો થયો, ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા.
ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એ તો
રાજાનાં વારણાં લેવા લાગી : ‘ખમ્મા, મારા વીરા ! ખમ્મા, મારા બાપ ! કરોડ
દિવાળી તારાં રાજપાટ તપજો !’ દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા.
ચોમાસું પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં
ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા ! દરેક છોડની ઉપર
અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું ? વેંત વેંત જેવડું ! ડૂંડામાં ભરચક
દાણા ! ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા. જોઈ જોઈને ચારણ આનંદ પામ્યો.
પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની
હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે ! (એટલે કે એક પણ ડૂંડામાં
દાણા જ ન મળે ) આ શું કૌતુક ! ચારણને સાંભર્યું : ‘હા હા ! તે દી હું વાવણી
કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે
જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા !
એનાં પગલાં પડ્યાં એટલી ભોમાં મારે કાંઈ ન પાક્યું. વાવેલા દાણાય ફોગટ
ગયા !’ ખિજાઈને ચારણ ઘેર ગયો, જઈને બાયડીને વાત કરી : ‘જા, જઈને જોઈ આવ
ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું.’
બાઈ કહે : ‘અરે ચારણ ! હોય નહિ. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.’
‘ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી !’
દોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં તો થડક થડક
થાય છે, સૂરજ સામે હાથ જોડે છે, સ્તુતિ કરે છે : ‘હે સૂરજ, તમે તપો છો,
તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટાં થાય છે ? મારા રાજાના સતની
રક્ષા કરજો, બાપ !’
જુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડા
નીંઘલ્યાં જ નહોતાં, ને બીજા બધા છોડવા તો ડૂંડે ભાંગી પડે છે ! આ શું
કૌતુક ! પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુરસુજાણ હતી. ચારણી હળવે હળવે એ
હાર્યના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડું હાથમાં
લીધું. હળવે હાથે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું. આહાહાહા ! આ શું ? દાણા
નહિ, પણ સાચાં મોતીડાં ! ડૂંડે ડૂંડે મોતીડાં; ચકચકતાં રૂપાળાં: રાતા,
પીળાં અને આસમાની મોતીડાં. મોતી ! મોતી ! મોતી ! રાજાજીને પગલે પગલે મોતી
નીપજ્યાં !
ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો :
‘અરે, મૂરખા, ચાલ તો મારી સાથે ! તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો.’
પરાણે એને લઈ ગઈ; જઈને દેખાડ્યું : મોતી જોઈને ચારણ પસ્તાયો : ‘ઓહોહો !
મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી !’ બધાં મોતી
ઉતાર્યાં. ચારણે ફાંટ બાંધી, પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા
દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુ:ખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ
કરે છે ! રાજાજીનાં ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી
નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં.
રાજાજી પૂછે છે : ‘આ શું છે, ભાઈ ?’
ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો :
જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;
(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળદે !
(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળદે !
રાજાજી તો કાંઈ સમજ્યા નહિ. ‘અરે ભાઈ ! તું આ શું
બોલે છે ?’ ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા : ‘અરે ભાઈ ! મોતી કાંઈ
મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં
સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ
મોતી પાક્યાં.’ ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ તેને ઊભો રાખ્યો : ‘ભાઈ ! આ
મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા !’ ‘બાપા ! તમારા
પુણ્યનાં મોતી ! તમે જ રાખો.’ ‘ના, ભાઈ ! તારી સ્ત્રીનાં પુણ્યનાં મોતી :
એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું.’
રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું. લઈને માથા પર
ચડાવ્યું. પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો; ઘેર
જઈને ચારણીના પગમાં પડ્યો.
૧૩. સેજકજી
તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ,
નર પટાધર નીપજે, આયો મરધર દેશ.
નર પટાધર નીપજે, આયો મરધર દેશ.
ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે,
જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં મૂછાળા મરદો નીપજે
છે : એવી રણ-સળગતી છતાં રૂપાળી મરુભોમમાં ખેડગઢ નામે એક ગામડું હતું.
ખેડગઢ ગામની પનિયારીઓ હરહંમેશાં ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે, "અહોહો; ઇશ્વરે આ ધણી-ધણિયાણી વચ્ચે કેવી લેણાદેણી લખી છે !"
એ ધણી-ધણિયાણી તે ખેડગઢનો વજીર ડાભી અને એની
નવજોબનવંતી ઠકરાણી. ખેડગઢ પરગણું એ ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી.
વજો ડાભી શાખાનો રજપૂત હતો. ડાભીનું એ એક જ ખોરડું હતું. બાકી ગામના તમામ
રજપૂતો રણા શાખાના હતા. રણા રજપૂતોને એકનો એક ડાભી છાતીમાં શૂળાની માફક
ખટકતો; પણ રાજાજીનો એ માનીતો વજીર હતો. એની રિદ્ધિસિદ્ધિ સહુને સાલતી, એનું
સંસારસુખ પણ શત્રુઓથી સહેવાતું નહિ. પનિયારીઓ આપસ-આપસમાં વાતો કરતી કે,
"એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઇશ્વર કોને કયા પુણ્યનાં બદલામાં આપતો હશે
તેની તો કાંઈ ખબર જ નથી પડતી, બાઇ!"
એક દિવસ વજીરનાં વહુ ભેંસ દોવા બેઠાં છે. એની
જોરાવર આંગળીઓની અંદર ધીંગાં આંચળ રમી રહ્યાં છે, ઘૂમટો તાણ્યો છે-કારણ,
સામે જ એના સસરા અને દાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે. તેવામાં સામે એક
કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો. સાપ છેક લગોલગ આવી પહોંચ્યો, પાસે કોઇ માણસ
નહોતું. ચીસ પાડે તો રજપૂતાણીની હાંસી થાય, ચાલી જાય તો સાપ એ હાથણી જેવી
ભેંસને ફટકાવે, અને ચૂપચાપ બેસી રહે તો પોતે એ કાળનો ભક્ષ બને!
વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ
આવી પહોંચ્યો. પણ ક્ષત્રિયાણી ન થડકી. એને સૂઝી આવ્યું. પગ પાસે સાપ આવ્યો
એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી. સાપનું બાકીનું
શરીર બાઇના પગને વીંટળાઇ ગયું. ચૂપચાપ શાંતિથી બાઇએ દોવાનું કામ પૂરું
કર્યું, દરમ્યાન એના પગ હેઠે સાપની જીવનલીલા પણ પૂરી થઇ હતી. ઊઠીને મરેલા
સાપની પૂંછડી ઝાલી પછવાડેના વાડામાં ઘા કરી, એ કોણીઢક ચૂડાવાળી રજપૂતાણી
દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઇ. સામે બેઠેલો બુઢ્ઢો સસરો આ બધો તમાશો
એકીનજરે નિહાળી રહ્યો હતો.
સાંજ પડી; દીકરો દરબારમાંથી ઘેર આવ્યો. બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું : "વજા, હું કહું એમ કરીશ ?"
બાપ ઉપર આસ્થા રાખનાર વજો બોલ્યો : "ફરમાવો એટલી જ વાર."
"ત્યારે તારી સ્ત્રીનો આ જ ઘડીએ ત્યાગ કર."
વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો. એની આંખમાં અંધારાં આવ્યાં. એનાથી બોલાઈ ગયું : "કોનો ?"
"તારી ઠકરાણીનો" એનો એ જ અવાજ વધુ સ્પષ્ટ સૂરે કાને અથડાયો.
વજાના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે 'બાપુ વિના કારણે કદી આવું ન ફરમાવે. નક્કી કાંઈક બન્યું છે.'
પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો. આજ મોતના
મોંમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજીને આતુર હૈયે વાટ જોતી બેઠી હતી,
કે ક્યારે એ આવે ને હું પિયુજીને મારા પરાક્રમની વાત કરું !
એ આવ્યો. હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે, ત્યાં તો ધણીએ હુકમ સંભળાવ્યો કે, "તને અટાણથી રજા છે."
રજપૂતાણીએ પલક વારમાં જોઈ લીધું કે એ મશક્રી નહોતી. એને માત્ર એટલુમ્ જ સામું પૂછ્યું કે, "મારો વામ્ક શો?"
" એ તો બાપુ જાણે."
"બાપુની આ આજ્ઞા છે?"
"હા, બાપુની."
એ ને એ વસ્ત્રે ઘૂમટો તાનીને રજપૂતાણી સસરાજી અપસે ગૈ. પાલવ પાથરીને પૂછ્યું : " બાપુ, મારો કાંઈ વાંક-ગનો?"
"બેટા !" સસરાએ જવાબ દીધો, "તમારો કામિ વાંક-ગનો નથી થયો; પણ તમારે અને અમારે માગણું નહિ એટલે આમ બન્યું છે. બીજો કાંઈ ઉપાય નથી."
સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળુકી સ્ત્રી કોઈક દી એના ધણીનો પ્રાણ લેશે!
એજ વકહ્તે વેલડું જોડાયું, રજપૂતાણી ધનીનું મોં પણ જોવા ન પામી. વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું.
૨
રજપૂતો, મારી દીકરીને હવે સુખ નથી જોતું. એને તો
હું હવે મરેલી જ માનું છું, પણ મારે વેર લેવું છે. મારી નિષ્કલંક કન્યાને
કાઢી મૂકી, એનો બદલો લેવો છે. એના શત્રુ રાણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને
અમરી દીકરી પાણી ભરે એ જ મારે એને બતાવવું છે."
"પણ ભાઈ, કાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન ઘલાય."
"કારણ કોઈ એ નથી કહ્યું. અરેરે, રણા ભાઈઓ ! વેર લેવાનો આવો જોગ ફરી નહિ મલે હો! કોઈક તો રજપૂત બચ્ચો નીકળો !
"ઓલ્યો કોઢિયો બાયડી વિનાનો છે. એના ઘરમાં બેસશે તારી દીકરી ?"
"મડદાના ઘરમાં પણ બેસશે."
ઉપર પ્રમાણેની વાત એ બાઈના બાપ અને રણા રજપૂતોના
દાયરા વચ્ચે થઈ ગઈ. એક કોઢિયા રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ. વજા ડાભીને એ
ખબર પડી. રનાઓ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા. વેર લેવાનો આથી વધુ
સારો રસ્તો બીજો કયો હોય!
વજાને ક્યાંય જંપ વળતો અન્થી. ઘરની લખમી ગઈ તે
દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા. એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે
એકલો સહેલગાહે નીકળી પડ્યો. વછેરો ઝાલ્યો રહ્યો નહિ. બહુ દૂર નીકળી ગયો.
બપોરને વખતે વજાથી પાછા વલાયું. તરસથી એનું ગલું સુકાતું હતું. દોડતે ઘોડે એ
ગામની બહાર પાણી ભરવાના કૂવા પાસે પહોંચ્યો. કૂવા ઉઅપ્ર એક બાઈ પાણી ભરતી
હતી. વજે વિના ઓળખ્યે કહ્યું.
"બાઇ જરા પાણી પાજો."
"ઠાકોર હવે પાણી દેવા જેવું નથી રહ્યું, ડોળાઈ ગયું છે."
વજાએ એને ઓળખી. એ તો એ જ. આટલો બધો ફેરફાર! આ દશા!
મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી; પરંતુ એ તો હવે પરસ્ત્રી ! એની સાથે વાત પણ
ન થાય. એણે ઘોડો હાંક્યો.
"ઠાકોર, જરા ઊભા રહેશો ?"
"શું ? બોલો જલદી !"
"તમે મને શા માટે કાઢી મૂકી ? જાણો છો ?"
"ના."
"હું જાણું છું."
"શું ?"
"આંહીં અંતરિયાળ ન કહેવાય. આજ રાતે મારે ઘેર આવશો ? વિગતવાર કહીશ."
"તારે ઘેર ? હવે ?"
"હા, એક વાર. ફરી નહિ કહું."
"ભલે આવીશ - એક પહોર વીત્યે."
ગમે તે થહ્યું પણ એ વાત સેજકજીને કાને પહોમ્ચી કે 'વજો દુરાચારી છે; રોજ રાત્રિએ પારકે ઘેર જાય છે.'
તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળુ કર્યું. પહોર વીત્યે વજાએ રજા લીધી. રાજા સેજકજી પણ અંધારપછેડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા.
વજાએ શેરી બદલી. દરબાર પણ પાછળ ચાલ્યા. વજો એ
કોઢિયાના ઘરમાં દાખલ થયો. દરબાર ખુલ્લી તલવાર અંધારપછેડામાં છુપાવીને ખડકી
પાસે ઊભા રહ્યા.
વીતી ગયેલા દિવસોના એના એ શણગાર સજીને રજપૂતાણી
બેઠી છે. અતિથિ આવ્યા; પલંગ પર બેસાડ્યા; પછી પોતે પેલા સર્પને મારી
નાખ્યાની વાત કહી સંભળાવી.
"જે થયું તે." વજે જવાબ દીધો. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો.
"હવે આજ તો જમાડ્યા વિના ન જવા દઉં."
"શું બોલે છે ? જો તો ખરી, તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે."
"એ મારો ધણી ?" એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ.
ખીંટી પર તલવાર લટકતી હતી તે ખેંચી સૂતેલા એ કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો
પૂરો કરી નાખ્યો. લોહીમાં તરબોળ એ તલવાર લઈને લોહી નીતરતે હાથે પ્રચંડ
ભૈરવી સમી એ આવીને બોલી : "બસ, હવે કાંઈ ભય છે ?"
વજો થરથરી ઊઠ્યો. એ સમજી ગયો કે હું જો આનાકાની
કરીશ, તો મારા પણ એ જ હાલ બનવાના અને ચીસ પાડીને એ મારી આબરૂ હણવાની. એણે
કહ્યું : "સારું, પણ તારે અંગે ખૂબ લોહી ઊડ્યું છે, નાહી લે. પછી આપણે થાળ
જમીએ." રજપૂતાણી નાહવા બેઠી; એ લાગ જોઇને વજો ભાગ્યો. બાઈએ એને ભાગતો જોયો.
"વિશ્વાસઘાત કે ?" એમ બોલીને દોડી. પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો.
દરમ્યાન તો બાઈએ મોટો શોરબકોર મચાવી મૂક્યો : "મારા ધણીને મારી નાખ્યો,
મારી નાખ્યો; દોડો, દોડો."
રણાઓ ચોમેરથી દોડ્યા આવ્યા. બાઈએ પોતાના ધણીના
કટકા બતાવીને કહ્યું : "વજો મારી લાજ લૂંટવા આવેલો. એણે મારા ધણીને ગૂડ્યો.
મેં ચીસ પાડી એટલે એ ભાગ્યો. જુઓ, આ પડી એની મોજડી." સાચોસાચ વજો ઉતાવળમાં
ઉઘાડે પગે જ છૂટી નીકળ્યો હતો.
રણાઓએ રડારોળ કરી મૂકી. 'બાપુ' ની પાસે રાવ પહોંચાડી. બાપુએ મોં મલકાવીને જવાબ દીધો : "હું જાણું છું. વજો નિષ્કલંક છે."
રણાઓએ કહ્યું : "હવે હદ થઈ; બાપ પોતે ઉપર રહીને
આપણી લાજ લેવરાવે છે. આ કૃષ્ણનો ભક્ત દરબાર ! હવે કાં તો સેજકજીનાં રાજ
નહિ, ને કાં આપણે નહિ."
પ્રપંચ રચીને રણાઓએ કનોજથી સેજકજીના ભાણેજ રાઠોડને
કહેણ મોકલ્યું કે 'આવો, ખેડગઢની ગાદી સોંપીએ.' રાઠોડ પોતાના બારસો સવારો
સાથે શસ્ત્ર ધરીને આવ્યો. મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે. મામાએ
ઝાઝાં આદરમાન દીધાં
રાનાએ ગામ બહાર ભાણેજને માટે કસૂંબા-શિરામણ
કરાવ્યાં; દરબારને તેમજ વજા ડાભીને આમંત્રણ આપ્યું. દરબારના યોદ્ધાઓને ખૂબ
દારૂ પાયો; પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા. રણાઓ સહાયે ચાલ્યા ને ખેડગઢનો
કબ્જો લીધો. વજો મરાયો. ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી
છૂટ્યા
રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ્
ચાલ્યા આવે છે; શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું
તેની લગારે ઉદાસી અન્થી. પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે જ છે;
એ જ એને મન ચૌદ ભવનના રાજપાટ સમાન દીસે છે. રસ્તામાં એક રાત્રિએ મુરલીધર
પ્રભુએ સ્વપ્નામાં આવીને કહ્યું : ' રે ભક્ત, ફિકર કરીશ નહિ. આ રથનું પૈડું
જે જગ્યાએ નીકળી પડે ત્યામ્ જ વસવાટ કરજે.
रथ चक्र निकस परे जेही ठाम
महिपाळ जहां कीजे मुकाम ॥
महिपाळ जहां कीजे मुकाम ॥
પાંચાળીના પગલાંમાંથી જ્યામ્ કંકુડા ઝર્યાં હતાં
એવી સૌરાસ્ટ્રની પમ્ચાલ ધરામાં રથ આવી પહોંચ્યો, ત્યાં રથનું પૈડું નીકળી
પડ્યું. બાજુમાં જ શાપુર ગામ હતું. ૯અત્યારે જ્યાં સુદામડા ધાંધલપુર છે
ત્યાં.) દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો. એ સોહામણી ભૂમિ
એમના પરિવારને અહુ ગમી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ સરહદ જૂના ગઢના
રા'ની છે.
પોતાના ગોહિલ જોદ્ધાઓને, રાણીને અને દીકરા-દીકરીને
ત્યાં રાખી સેજકજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા. એ વખતે જૂના ગધની ગાદી પર રા'
કવાટ રાજ કરતો. આખા સૌરાષ્ટ્ર પર એની આણ વર્તતી અહ્તી. સેજકજી રા'ની
રાજસભામાં ગયા. રા'કવાટે એ ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી
લાગે છે. પૂછપરછ કરતાં સેજકજીએ પોતાની આખી કથની કહી સંભળાવી. રા'ને તો આવા
વીરની સદા જરૂર જ રહેતી. એણે સેજકજીને બાર ગામનો પટો કરી આપી, પોતાના એક
પટાવત તરીકે સ્થાપ્યા. સેજકજી રા'ની પાસે જૂનાગઢમાં રહેવા લાગ્યા. એનાં
પ્રતાપ અને પ્રભુભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતાં ગયાં. કચેરીમાં એની તોલે આવે
એવો વીર નહોતો. એવામાં એક દિવસ એની ક્ષત્રિયવટની કસોટી આવી પહોંચી.
एक दिन कवाट नृपके कुमार
खेंगार गये खेलन शिकार ॥
खेंगार गये खेलन शिकार ॥
એક દિવસ રા'નો કુંવર ખેંગાર શિકાર ખેલવા નીકળ્યો.
શિકારી કેટલા કેટાલ ગાઉ આઘે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી. કુંવર ખેંગાર
અને તેના સાથીઓ ઝાડી, જંગલો ને પહાડો પટાવતા આઘે આઘે નીકળી ગયા, કારણ શિકાર
મળતો નથી. એવામાં એક સસલો નજરે પડ્યો. કુંવરે તીરનો ઘા કર્યો; પણ સસલો
નિશાન ચુકાવી નાઠો. આગળ સસલો ને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ; ઘોડાના
ડાબલાનો અવાજ ચોપાસની ડુંગરમાળ ગજાવી રહ્યો છે, પશુપંખી એ શિકારીઓની ત્રાડો
સાંભળીને કાંપી ઊઠ્યાં છે, પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી.
આમ આખી સવારી પંચાળ ધરામાં આવી પહોંચી. નદીને
કાંઠે ગોહિલોની પડાવની અંદર સસલો પેસી ગયો. અને સેજકજીનાં રાણી મઢૂલીમાં
બેઠાં હતાં. ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું-ત્રાસેલું બાળક લપાઈ જાય
તેમ, રાણીજીના ખોળામાં સફેદ સસલો બેસી ગયો. હાંફતાં સસલાને હૈયા સાથે
ચાંપીને રાણીજી પંપાળવા લાગ્યાં. ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું
હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું. ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી.
ઘોડાં હણહણી ઊઠ્યાં, ભમ્મર ભાલા ઝળકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો લાલાની
અણી ચીંધાડીને હાકલ કરવા મંડ્યા : "સાંસો આમાં ગયો, આ લબાચામાં. કોણ છો?
એલાં એય ! અમારો સાંસો કાઢો ઝટ !"
થોભાળા ગોહિલ જોદ્ધાઓ ઝપાટાભેર પોતાની તલવારો લઈને આવ્યા; શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું.
"અમારો શિકાર આંહીં સંતાણો છે." ખેંગારે ત્રાડ મારી.
"અરે ભાઈ ! આંહીં કોઈના ઘરમાં કાંઇ શિકાર થાય છે ?" ગોહિલો બોલ્યા.
"તો અમારા સસલાને છૂટો મૂકી દ્યો."
ગોહિલ જોદ્દાઓએ જઈ રાજમાતને આ વાત કહી, માને સમજાવ્યું કે એ તો નવસરઠુંનો કુંવર ખેંગાર પોતે જ છે.
રાજમાતાએ ઉત્તર દીધો : "નવસરઠુંનો ધણી હોય કે ખુદ
નવખંડ ધરતીનો ધણી હોય; પણ મારે ખોળે આવેલા નિર્દોષ જીવને તો હું નહિ
સોંપું, બાપ ! જાઓ, કહો કુંવરને."
કુંવરે કહ્યું : "શિકાર સોંપી દ્યો, નહિ તો આંહીં જ લોહીનાં ખાંદણાં મચશે."
ઓછાબોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી
જાણતો; એ રીત આજે સમજાવી નાખીએ. એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢીને
ખડા થઈ ગયા. ખિજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો; ત્યાં ને ત્યાં ધીંગાણું
મચ્યું. પટોપટ સોરઠી લડવૈયાના પ્રાણ ચાલ્યા ગયા. કુંવર ખેંગારને ગોહિલોએ
જીવતો પકડી ત્યાં બંદીવાન રાખ્યો.
આ ધીંગાણામાંથી બચી છૂટેલા એક સોરઠી ઘોડેસવારે
જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો : "કુંવર ખેંગારને અને બધા જોદ્દાઓને
સેજકજીના ગોહિલોએ હણી નાખ્યા."
સેજકજીએ આ સમાચાર સાંભળ્યા. એના હૈયામાં ફાળ પડી;
એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને આંહીં કોણ
રાખશે ? તરત જ બાર ગામનો પટો હાથમાં લઈને સેજકજી રાજ-કચેરીમાં ગયા; રા'ની
પાસે મસ્તક નમાવી, બે હાથ પટો પગમાં ધરીને બોલ્યા:
हम सुन्या बुरा यह समाचार
अब होत जिया मेरा उदास
रहेना न उचित हम आप पास॥
अब होत जिया मेरा उदास
रहेना न उचित हम आप पास॥
હે રાજા! મેં આ બૂરા સમાચાર સાંભળ્યા છે; એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે. આપની પાસે રહેવું હવે મારે માટે ઘટિત નથી.
રા' કવાટ હસીને જવાબ વાળે છે :
रजपूत वंशकी यही रीत॥
હે ગોહિલજી ! સાચા રજપૂતનો તો એ જ ધર્મ છે કે શરણે
આવેલાને ઉગારવા જતાં જરાયે પાછાં ન હઠવું. એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા
તમારા કુમારોએ અને જોદ્દાઓએ જુદ્દ જમાવ્યું; અને
मम पुत्र हने कवु टेक काज
जिनमें न आपको दोष आज॥
जिनमें न आपको दोष आज॥
મારા કુંવરને તમારા માણસોએ એક ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો, એમાં તમારો દોષ શો, અરે સેજકજી ?
दूसरा होय मम पुत्र धाम
खेंगार घरूंगा फेर नाम ॥
खेंगार घरूंगा फेर नाम ॥
દીકરો તો બીજો મળશે. કુમાર ખેંગાર ભલેને મરી ગયો ! બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પાડીશ. પણ હે ગોહિલ
तुम जेसा क्षत्रिय मट प्रवीन
हमकु मिलना होवे कठिन ॥
हमकु मिलना होवे कठिन ॥
તમારા સરખો શૂરવીર ને ટેકીલો એક ક્ષત્રિય સુભટ મને
બીજે ક્યાં મળે ? માટે જાઓ, ફિકર કરો મા, તપાસ કરો કે શું બન્યું. સુખેથી
ખેંગારનું મડદું આંહીં લઈ આવજો. વિના દુ:ખે એને હું દેન દઈશ. પણ તમને નહિ
જવા દઉં.
આંતરની અંદર ઉદાર રા' કવાટની તારીફ કરતા કરતા
સેજકજી શાપુર આવ્યા. જોયું તો ખેંગાર જીવતો છે. તત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા.
રા' હર્ષભેર શાપુર પધાર્યા, ગોહિલોને ધન્યવાદ આપ્યા. એ શૂરી ક્ષત્રિયાણીને
પણ ધન્યવાદના ખબર મોકલ્યા.
સેજકજીએ પોતાનાં દીકરી બાલમકુંવરીને એ જ વખતે
ખેંગારની સાથે પરણાવ્યાં. જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રા' કવાટે સેજકજીને
બીજાં બાર ગામનો પટો કરી આપ્યો.
એ વખતે સેજકજીએ પોતાના નામ પરથી સેજકપુર નામનું ગામ બાંધ્યું.
(પૂર્ણ)
નોંધ
-
સેજકજીને ખેડગધ છોડવું પડ્યું તેની છેક જુદી જ એક કથા પ્રચલિત છે. તેનો સાર એ છે કે
:
સેજકજીનાં લજ્ઞ ડાભી શાખાના સરદાર બળદેવના પુત્રી વેરે થયેલાં. ડાભીઓ હોહિલની સાથે થોડી પેઢીથી લજ્ઞ સંબંધીમાં જોડાતા આવતા હતા ; શૂરવીર હતા. રાજ્ય તરફથી તેમને સારી જાગીરો મલી હતી.
આ ડાભી સરદારોના બળ વડે સેજકજીનું રાજ્ય સિરક્ષિત હતું. કોલુમંદના રાણા સિયોજી રાઠોડની નોકરીમાં જયચંદ્ર પંગુરનો એક પૌત્ર હતો. તેને ઘણામ્ રાજ્યો જીતેલાં. પણ ડાભીઓને વશ કર્યા સિવાય ખેડગઢની એક તસુ જમીન પણ તેને ન મળી શકે. તેને પોતાના કુંવર અસ્તાજીને મૂળદેવ ડાભી પાસે મોકલ્યો. રાજ્ય લોભી મૂળદેવ એ પરાયાની શિખવનીને વશ બની પોતાના જમાઈ સેજકજીનો વિનાશ અક્રવા ખેડગધ ઊપડ્યો. પરંતુ એ પ્રપંચની કહ્બર પોતાની પુત્રીને - સેજકજીનાં પત્નીને - પડી ગઈ. એમણે જઈને સેજકજીને ચેતવ્યા. સેજકજી તૈયાર રહ્યા.
ડાભીઓ આવ્યા , પણ ખુલ્લી લડાઈ કરવામાં ફાવી ન શકાય તેથી દગો ગોઠવ્યો. ગામ બહાર રાજાજીને ગોઠમામ્ નોતર્યા. અસલથી કરેલા સંકેત પ્રમણે તમામ ડાભીઓ ડાબી બાજુ બેસી ગયા , અએ ગોહિલો સામી બાજુ એકલા પડી ગયા. ગોહિલોને ખૂબ દારૂ પાયો. પછી કતલ ચાલી. ડાભેઓ તરાજ થયા , પણ રાઠોડ પોતાના સૌનની સાથે આવી પહોંચ્યો. સેજકજીનું બળ તૂટી પડ્યું આખરે સેજકજી નાઠા - એ જ મૂર્તિ અત્યારે વળાની નજીક પચ્છેદ ગામમાં મોજૂદ છે , અને ત્યાંના ગોહિલો હજુ એની ઉપાસના કરે છે.
- * આ આખી વાતને સુપ્રસિધ્ધ ઇતિહાસકાર શ્રી ગૌરીશંકર ઓઝાએ બહોળાં પ્રમાણો વડે પોતાના 'રાજપૂતાને કા ઇતિહાસ ' માં સેજકજી પૂરતી તો બિનપાયાદાર જ ઠરાવી છે. પોતે લખે છે : 'ઇ. સ. ૧૧૪૫માં એનો પુત્ર મૂલક સૌરાષ્ટ્ર (સોરઠ)નો નાયક હતો. સેજકે જૂનાગઢના રાજા મહીપાલની સેવામાં રહીને તે જાગીર નથી મેળવી , પણ સોલંકી રાજા (સિદ્ધરાજ જયસિંહ)ના અંગરક્ષક બનીને સોરઠની જાગીર મેળવી હતી. સંભવ છે કે સિદ્ધરાજ જયસિંહે જ્યારે જૂનાગઢના ચૂડાસમા (જાદવ) રાજા ખેંગાર પર ચડાઇ કરી એને કેદ કર્યો અને સોરઠને પોતાના રાજ્યમાં ભેળવી દીધું , ત્યારે સેજક પોતાનો વિશ્વાસપાત્ર અંગરક્ષક હોવાથી એને સોરઠનો સૂબો બનાવ્યો હોય. વિ. સં. ૧૨૦૨ (ઇ. સ. ૧૧૪૫)માં સેજકનો પુત્ર મૂલક સોરઠનો નાયક હતો. સેજકના પુત્રોનાં નામ રાણોજી , શાહજી વગેરે પણ કલ્પિત જ છે : કેમ કે એના પુત્ર મૂલકના વિ.સં. ૧૨૦૨ (ઇ. સ. ૧૧૪૫) ના માંગરોળની સોઢલી વાવના શિલાલેખમાં એ નામ નથી , પણ મૂલક અને સોમરાજ છે. ' - 'રાજપૂતાને કા ઇતિહાસ ' ખંડ બીજો : પાનું ૪૩૨.
- આ વાર્તાનો પદ્યભાગ કવિશ્રી પિંગલસી પાતાભાઈ કૃત 'ભાવ ભૂષણ ' કાવ્યમાંથી લીધેલ છે.
૧૪. રાણજી ગોહિલ
ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને
ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય
નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશાનાં
આઘાં-આઘાં ઝાડવાં વચ્ચે રોજ જ્યારે રુંઝો રડતી હયો, કંકુડાં ઢોળાતાં હોય,
માથે ચાંદો ને ચાંદરણું નીતરતાં હોય, ત્યારે પણ કિલ્લો તો કોઇ ધૂંધળીમસ
જેવો ધૂંધળાવરણો અને એકલવાયો જ પડીને ઊભો હોય છે.
હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દીવાલને ઘસીને નદીઓ
ચાલી જાય છે. કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા
નીરખવા માટે જુક્તિદાર ઓરડા બંધાવેલા છે. હજુયે એક વાર એ રવેશમાં ઊભા રહીને
નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નીરખીએ, ગરાસિયાનાં ઘોડાં ખેલતાં
ભાળીએ, જુવાનોની કુસ્તી જોઇએ, ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદના રાસડા
સાંભળીએ ત્યારે કાળ છસો વરસ પાછો ખસી જાય, અને એ વિલાસી રાજા રાણજીના
હાસ્ય-કલ્લોલ તથા રાણીઓનાં કરુણ રોણાં કાને અથડાય છે.
એ ગામ રાણપુર : એ બે નદીઓ સુકભાદર અને ગોમા : રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો. એ તે કિલ્લો કે ક્રીડામહેલ !
રાણજી વિલાસી હતો. કહે છે કે એને ચોરાસી રાણીઓ
હતી; દિવસ-રાત એ રણવાસમાં જ રહેતો. એને 'કનૈયો' કહેતા. બ્રાહ્મણોના
ભુલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનનું મોં ન જોવું.
એક દિવસ જૂનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમણ ડોશી અને એનો દીકરો પાછાં અમદાવાદ જતાં હતાં. રસ્તામાં મા-દીકરો રાણપુર રાત રહ્યાં.
સવાર પડ્યું. રાજા પૂજા કરતા હતા તે વખતે નદીના
બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાઇ. બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું
કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની ! રાજાને કુમતિ સૂઝી. એ બાળકનો શિરચ્છેદ
કરાવ્યો !
છોકરા વિનાની માતાએ અમદાવાદ જઇને ચોધાર આંસુએ
મહમદશાહ બેગડા પાસે વાત કહી. મહમદશાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી
દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે; પરંતુ રાજાને કોણ કહેવા
જાય ? દુર્મતિઓ રાજા તો રાણવાસમાં અહોરાત ગુલતાન કરે છે. બહારની દુનિયામાં
ડોકિયું પણ કરતો નથી. સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહિ
નીકળે.
પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો
બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો :
"એ બાપ રાણા ! -
રાણા રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
હે રાણા ! હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે
સીમાેડ કનારા ગામ સુધી આવી પહોંચ્યું. હે ક્ષત્રિય ! ચોપાટની રમત શું તને
એટલી બધી મીઠી લાગી ગઈ કે હજુ નથી ચેતતો ?
ચારણના શબ્દો કાને પડતાં તે ચોપાટના પાસા ફગાવીને
રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ દીધી કે : "જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે
રણભૂમિ પર ઊડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું. પણ જ્યારે વાવટો ન
દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો."
રાણીઓએ ઉત્તર દીધો : "પણ રાજા, જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે ચોરાશીમાંથી એકેય જીવતી નહિ રહીએ."
રાણજી સૈન્ય લઇને રણે ચડ્યો. રાણપુરથી ત્રણ-ચાર
ગાઉ આઘે મહમદશાહની ફોજ સાથે એની તલવારો અફળાઈ. આંહીં ગઢને ગોખે બેઠી બેઠી
ચોરાશી રજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે, ધજા ગગનમાં ઊડતી દેખાય છે; એ
ધજાને આધારે રાણીઓ જીવે છે.
વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર
ઝંડો ફરકતો આવે છે. પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને, તે રસ્તામાં એક વાવ
આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઊતર્યો. રાણજીનું
ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર ચોરાશી જીવાત્માઓ
ટાંપીને બેઠા હશે !
કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ
ચોરાશી ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં
મુસલમાન આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા.
વિજયી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા, ત્યાં તો રાણીઓનાં શબથી કૂવો પુરાયેલો દીઠો ! એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો.
હવે જીવીને શું કરવું છે ? એમ વિચારીને એ પાછો
વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી તેમાં પહોંચ્યો ને જુદ્ધ
કરતાં કરતાં મરાયો.
મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી
તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઇને એક દાસી રાણજીના ભાઇને ઘેર
ઉમરાળા નાસી ગઇ.
હજુય જાણે એ રાજમહેલમાં ખંડેરમાં ચોરાશી મુખોના
કલકલ હાસ્યધ્વનિ ગાજે છે, સામસામી તાળી દેતા સુંદર સુકોમળ હાથની ઘૂઘરીજડિત
ચૂડલીઓ જાણે રણઝણી રહે છે; ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે; અને છેવટે
ગૂંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ -
રાણા! રમત્યું મેલ્ય, કનારે ચડિયાં કટક,
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
ખત્રિ ! ચોપડખેલ, ગોહિલ કાં લાગો ગળો?
અને એ પહોળો કૂવો ! ચોરાશી સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હીબકાં નહિ ભરતાં હોય ?
આજ એ કિલ્લાની નદી તરફની આખી દીવાલ મોજૂદ છે.
અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરાં કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય
છે. પૂર્વ દિશા પર દીવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાનાં કમાડ પડી
ગયાં છે. કમાડ પર છસો ચોમાસાં વરસી ગયાં, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી
બધું છિન્નભિન્ન છે.
(પૂર્ણ)
૧૫. મોખડોજી
લેજે, મોખડા હડમાન, તારૂ દાણ !
પેરંભ બેટને પડખે જે જે વહાણ નીકળે, તેના ખારવાઓ
આવી રીતે એ ટાપુને અક્કેક નાળીયેર ચડાવે છે. ટાપુનાં ધણી મોખડાજીને મુઆ છસો
વરસ વીતી ગયા, પણ એની આણ દરીયા પરથી હજી નથી ઊતરી.
મોખડોજી રાણપુરવાળા રાણા રાણજી ગોહીલનો બેટો.
મા-બાપના રાજપાટનો જે દિવસ દાળોવાટો નીકળી ગયો તે દિવસ મોખડોજી નાની
અવસ્થાએ સગાંવહાલામાં પરગામ મહાલતો હતો. બાપુનું રાજ બોળાણું, એટલે
મોખડાનાં આપકર્મ ઝળઝળી ઉઠ્યા. જોબન બેસતા એની ભુજાઓ ફાટવા લાગી. ઊમરાળા ઊપર
કોળીઓની આણ હતી તે ઊથાપીને મોખડાજીએ સેજકકુળની આણ સ્થાપી, અને દરીયા
કાંઠાની ઊભી પટ્ટીએ સમશેર ખેલાવતો આગળ વધ્યો. ખોખરાના ડુંગર વચ્ચે એના
ઘોડાનાં ડાબા ગાજ્યા અને ઘોઘા બંદર ઊપર એનો નેજો ચડાવ્યો.
૧૬. બોળો
વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં
બફાયેલો ઘોડેસ્વાર એક વાડીએ આવીને ઊતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે
નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર
ઉતાર્યાં. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથપગ ધોવા લાગ્યો. ગામનું નામ
ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી.
સોંડો માળી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ
ખેંચતા હતા. કાગડાએ ઠોલી-ઠોલીને લોહીલુહાણ કરી નાખેલાં કાંધ : સોંડાએ ઉમેળી
ઉમેળીને તોડી નાખેલા પૂંછડાં : બેસુમાર બગાંઓ : લોહીમાંસ વિનાનાં શરીરનાં
બે હાડપિંજર : એવા બે બળદો છે. એક સો ને એક કાણાંવાળો એ કોસ છે. મંડાણ ઉપર
પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે ! અને ચીંથરેહાલ એ સોંડો ! અસવાર
એ બોખ નિહાળી રહ્યો. હાથ-મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની
કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળી ને બેઠો.
કોસ હાંકતાં હાંકતાં સોંડાએ વાત ઉચ્ચારી : "ક્યાં રે‘વાં ?"
"રે‘વાં તો ભાવનગર."
"ત્યારે તો રાજના નોકર હશો."
"હા, છીએ તો રાજના નોકર."
"સપાઈ લાગો છો, સપાઈ."
"હા, સપાઈ છીએ."
"એલા, તમે નમકહલાલ કે નમકહરામ ?"
"કેમ ભાઈ ? નિમકહરામ ને નિમકહલાલ વળી કોને કહેવાય ?"
"નમકહલાલ હો તો ઠાકોરને કહો નહિ ?"
"શું ?"
"કે આખો દી સાંસલા ને કાળિયાર જ માર્યા કરશે કે
વસ્તીના સામું કો‘ક દી જોશે ? અને રાણિયુંના ઓરડામાં ગયો છે તે નીકળતો જ
નથી ! ખેડુનાં ઘરમાં ખાવા ધાન નો રે‘વા દીધું ! ઈ તો રાજા છે કે કસાઈ ?
વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય !"
સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો
દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં સાતગણો વેગ આવવા
લાગ્યો. એણે ન કહેવાનાં વેણ કહી નાખ્યાં.
અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ-પ્રસાદીથી તો એની ભૂખ ઊલટી વધી. સોંડાને એણે પૂછ્યું :
"ભાઈ, ભૂખ લાગી છે. કાંઈ ખાવાનું આપીશ ?"
"શું આપે, કાળજાં અમારાં ? તમે બધાએ ભેળા થઈને ખેડુના ઘરમાં ધાન ક્યાં રે‘વા દીધું છે ? બોળો ખાવો છે, બોળો ?"
"બોળો શું ?"
"બાપગોતર બોળોય દીઠો નથી ને ?" એમ બોલી સોંડાએ
વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાસની અંદર ઘઉંનું થુલું
(ભરડેલું ધાન) નાખીને ખેડુ લોકો રાંધે, અને પછી એમાં મીઠું નાખીને ખાય,
એનું નામ બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે
વડલાની ડાળે ટિંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે
શીળેરે હવામાં ઘણી વાર સુધી રહી, એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો
એક દડિયો (પડિયો) બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. ક્ષુધાતુર
અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી
કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું :
"વધારે છે ?"
સોંડે મીઠું મીઠું હસીને કહ્યું : "કેમ, મારે
ખાવાય નથી રે‘વા દેવું ને ?" એમ કહીને બીજો દડિયો ભરી દીધો. મહેમાનને એવી
તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી, બધો બોળો મહેમાનને
ખવરાવી દીધો.
પરોણાનું પેટ ઠર્યું, તેમ દુઃખદાઝથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું.
તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતાં જાતાં એણે પૂછ્યું : "ભાઈ, તારું નામ શું ?"
"સોંડો."
મુસાફ્રે ગજવામાં થી નોંધપોથી કાઢીને નામ લખી લીધું. સોંડો બોલ્યો : "કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને ? નામ શીદ લખછ, બાપા ?"
હસતાં હસતાં અસવાર બોલ્યો : "ભાઈ ! ભાઈ ! ભાવનગર કોઈ દિવસ આવશો ને ?"
"હં, ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે
ચડાવીને વેઠે જ ઉપાડી જાય ! તેં તો વળી બોળો ખાધો ને નામેય લખ્યું, એટલે
ઓળખીતાને બે ઠોંસા વધુ લગાવ્ય, ખરું ને ? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન
બતાવે !"
૨
બીજા દિવસનું મોંસૂઝણું થયું ત્યારે છાશ-રોટલો
શિરાવીને, માથે કોસ મેલી, વરત, વરતડી, પૈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જાવા
નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને
પૂછ્યું : "સોંડો માળી કોનું નામ ?"
"મારું નામ સોંડો." કહીને ધડકતે હૈયે સોંડો થંભ્યો.
"કોણે, બાપ ?"
"ઠાકોર વજેસંગજીએ પંડે."
આ સાંભળી, સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈ કાલની
વાત સાંભરી; લાગ્યું કે ‘નક્કી કાલ મેં ગાળ્યું દીધેલી ઈ ઓલ્યા અસવારે જઈને
ઠાકોરને સંભળાવી હશે, અને હવે નક્કી મને કેદમાં નાખશે.’
બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એનાં છોકરાં પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલાં. એમને કાંઈ સમજ ન પડી.
સોંડાએ બાયડીને કહ્યું : "હવે આપડા તો રામરામ
સમજવા !" બળદ અને કોશ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો.
માર્ગે જાતાં જાતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે, પણ
ભેળાભેળ ઠાકોરને મોઢામોઢ જ મારે ઈનાં ઈ વેણ સંભળાવી લેવાં છે. હવે લૂંટાણા
પછી ભો શેનો રાખવો ?
સોંડો પહોંચ્યો. રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો.
ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો ! એણે કાલના
ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો : આ તો ઠાકોર પોતે ! સોંડો ભયભીત
બની ગયો.
ઠાકોર વજેસંગજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું : "પણ સોંડા, તું બીવે છે શા માટે ?"
"બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે."
"એમાં શું ખોટું થયું, ભાઈ ? તમે તો અમારા છોરુ
કહેવાઓ. તમરે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક્ક છે. બચ્ચાંની ગાળો તો માવતરને
ઊલટી મીઠી લાગે."
સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને
અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી : "ઓહો જેસાભાઈ ! પરમાણંદદાસ ! શું
કહું ? આ ભોળિયા ખેડુનાં વગર ઓળખ્યે આદરમાન : એ મીઠો બોળો : અને એથીય મીઠી
એની સાચુકલી ગાળો ! એવી મઝા મને આ મોલાત્યુંની મીઠાયુંમાં નથી પડી."
બોલાતાં ! બોલતાં ઠાકોરની છાતી ફૂલવા લાગી.
ઠાકોરે ફરી પૂછ્યું : "સોંડા ! તારે કેટલી જમીન છે ?"
"બાપુ, સો વીઘાં જમીન ને એક કોસની વાડી છે."
મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું : "એક ત્રાંબાનું પતરું મંગાવો."
ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું : ‘સોંડાને બાર સાંતીની જમીન અને છ વાડીના કોસ આપવામાં આવે છે.’
પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા : "પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે ? આપો બાર બળદ."
બાર બળદ આપ્યા.
વળી દરબારે કહ્યું : "બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે ? આપો વીસ કળશી બાજરો."
બાજરો આપ્યો.
"બિચારાને છોકરાં છાશ લેવા ક્યાં જશે ? આપો ચાર ભેંસો."
ચાર ભેંસો અપાઈ.
"રૂપિયા એક હજાર આપો."
માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો.
સોંડાના પરિવાર પાસે આત્યારે એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ શ્થિતિમાં છે.
૩
એક દિવસ વજેસંગજી શિકારે નીકળેલા. ઓળખાય નહિ તેવો
શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા
મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી
ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને બેચાર ગાળો દીધી : "મારા
રોયા, ભાળતો નથી ? પીટ્યા, ઊભા ખેતરમાં ઘોડો હાંકછ તે લાજતો નથી ?"
મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું : "ડોસી, ગાળો કેમ કાઢછ ? ઓળખછ ? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દેશું, જેલમાં !"
"હવે જા જા, રોયા ! તારા જેવા સપારડા તો કૈંક આવે ને જાય ! બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ?"
ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે ‘વાહ !
મારી પ્રજા કેવી નીડર ! મારા પર એને કેવો વિશ્વાસ ! એને વધુ નીડર બનતાં
શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ.’
એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી.
નોંધ
- (અહીં પુસ્તકમાં ‘નિશ્વાસ’ લખ્યું છે, જે છાપભૂલ છે)
૧૭. ભીમોરાની લડાઈ
"કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?"
"આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું તે અધરમનું
મહિ. મારે ઘરધણીને ચડવાનું એકનું એક હૈયાસામું ઘોડું ચેલે ખાચરે જોરાવરીથી
ઝૂંટવી લીધું. આવો અધરમ મારાથી સહેવાણો નહિ."
"ત્યારે શું કરવું ?"
"બીજું વળી શું કરવું, બાપ ?" ચારણે ચાનક ચડાવી: "તું ઊઠીને આજ આ શરણાગતને નહિ સંઘર્ય, બાપ નાજા ? અરે -
બારવટિયો આવે બકી, હોય મર વેર હજાર;
(એને) ભીમોરા ભોપાળ, શરણે રાખ સૂરાઉત.
(એને) ભીમોરા ભોપાળ, શરણે રાખ સૂરાઉત.
માથે હજારું વેર લઈ આવનાર બા‘રવટિયાને તું ભીમોરાનો ધણી, સૂરગ ખાચરનો બેટડો શરણું નહિ દે, તો ધરમ ક્યાં ટકશે, બાપ ?"
"ઠીક ભાઈ, દાઢાણા ! તું મારા પ્રાણ સાટે છો, ભા ! તુંને ભીમોરાનો ઓથ છે. મારું મર થાવું હોય તે થાય."
"ધન્ય બાપ ! ધન્ય નાજા !" ગઢવીએ ધણીને બિરદાવ્યો :
ધર વંકી, વંકો ધણી, વંકો ભીમોરા વાસ,
નીલો સુરાણી નજિયો, મટે ન બારે માસ.
નીલો સુરાણી નજિયો, મટે ન બારે માસ.
તારી બંકી ધરતી. એવો જ બંકો તું એનો ધણી : એવો જ
બંકો તારો ગઢ ભીમોરા : અને સૂરગના પુત્તર નાજો ! તું તો સદાનો લીલોછમ :
તારાં દલ સુકાય નહિ.
ચોટીલાથી ત્રણ ગાઉ, થાન સ્ટેશનથી છ ગાઉ,
બોટાદ-વીંછિયા રેલવેના સ્ટેશન કાળીસરથી ત્રણ ગાઉ અને જસદણથી દસબાર ગાઉ દૂર આ
ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ
નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે.
ડુંગરાને પડખે ‘ભીમની ખોપ’ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં,
પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને
પણ પોતાની માલમિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો
ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો
વટાવીને અંદર જતાં બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ
રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના
હાથમાં ચોવીસ ગામ હતાં.
એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બહારવટે નીકળેલ
ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર
પડી. એણે ભીમોરે સંદેશો મોકલ્યો :"અમારો ચોર કાઢી દ્યો."
નાજા ખાચરે જવાબ કહેરાવ્યો :"ટાઢાણે તો મારો શરણાગત ઠર્યો. હવે એને ન સોંપું, એને મેં અભયવચન દીધું છે."
ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હીંગોળગઢ ઉપરથી
ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા મંડી. ભીમોરું દોહ્યલું હતું.
ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. ચેલા ખાચરે વિચાર
કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબારાવની મરાઠી ફોજ પાંચાળ
ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી.
ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરનાં
રણવાજાં વાગ્યાં. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપબંદૂકોથી
નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે.
"નાજાભાઈ !" માણસોએ કહ્યું : "આ દળકટકની સામે ટકાશે નહિ, માટે નાઠાબારીએથી નીકળી જાયેં."
નાજા ખાચરે ડોકું ધુણાવ્યું : "ના બાપ ! જેને જીવ
વાલો હોંય એ સુખેથી નીકળી જાવ, મારે તો બે ભવ જીવવું નથી. મારી સાત પેઢીને
ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો !"
ત્રંબાળુ ચેલા તણાં, વાગ્યાં કોઈ વહળોય.
(પણ) ગરુ ગડક્યા નોય, નાઠાબારી નાજિયા !
(પણ) ગરુ ગડક્યા નોય, નાઠાબારી નાજિયા !
ચેલા ખાચરના ત્રંબાળુ ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા. પણ કાંઈ ‘ચેલા’ની બીકથી ગુરુ (નાજો) નાઠાબારીમાં થઈને નાસે કદી ?
આઠ જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો અને
નીચે બેઠી મરાઠી સેના. સેનાને ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક
જ સાંકડી કેડી હતી. પડખે ઊંડા કોતરાં હતાં. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી
હતી, અને ગઢમાં ઝાઝાં માણસો હોવાનો વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો
વહેતી થઈ. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ ?
આઠ મહિનાની આશ, મે ગાજે ને શાદૂળો મરે,
નો સાંખે નિજ વાસ, નાળ્યુંના ધુબાકા નાજિયો.
નો સાંખે નિજ વાસ, નાળ્યુંના ધુબાકા નાજિયો.
શાદૂળો નામનો સિંહ ફક્ત આઠ જ મહિના - શિયાળો અને
ઉનાળો જ - જીવે, અને ચોમાસામાં વરસાદની ગર્જના થતાં તો એના મનમાં થાય કે
કોઈ બીજો સિંહ ક્યાંઈક છુપાઈને ડણકે છે. એટલે શાદૂળો એ સિંહને શોધતો,
વરસાદની અદ્શ્ય ગર્જના ન સાંખી શકવાથી માથાં પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી
જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ શી રીતે સહન કરી
શકે ? મરું કે જીવું એ જ એના મનમાં થાય.
કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી ? માત્ર આઠ જ
માણસો હતાં અને પાણી ખૂટવા લાગ્યું હતું, નવું પાણી ઉપર લઈ આવવા માટે
તળેટીના કૂવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું. કૂવા ઉપર તો સેના પડી હતી.
આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી.
પોતાનાં બાળબચ્ચાંને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના આઠે જણા
તરફડતા હતા. એક ટીપુંયે ન રહ્યું.
પણ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતો. એનાથી તરસ ન
સહેવાણી. રાતમાં ઊઠીને એ નાજા ખાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો.
પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો.
તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે
કૂદકો માર્યો. દડતો દડતો એ તળેટીમાં બાબારાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને
ચેલા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઇશારતમાં સમજાવ્યું. એને
પાણી પાવમાં આવ્યું.
ચેલા ખાચરે પૂછ્યું : "ગઢમાં કેટલાં માણસો છે !"
ટાઢાણે જવાબ આપ્યો : "ફક્ત આઠ જણા."
તરત જ ફોજનો હુકમ મળ્યો : "હવે ફિકર નહિ. ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો. કરો હલ્લો !"
અને હલ્લો મંડાણો.
થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં બે મારવાડી
રજપૂતો મહેમાન આવેલા. બન્ને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા
છોડીને નાજા ખાચરે એ બન્ને જણાને કહ્યું : "ભાઈઓ, હવે તમે નીકળી જાઓ. નહિ
તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે."
મારવાડીઓએ જવાબ દીધો : "નાજા ખાચર ! અમે તમારો
રોટલો ખાધો. હવે અમારાથી કેમ જવાય ! દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું
અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે ! એને બદલે આંહી
જુદ્ધમાં ક્ષત્રીને બે ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગાપરને માર્ગે તમારા
જેવા શૂરવીરોના સાથ ફરી ક્યાંથી મળે ? માટે અમારે તો હવે ‘અઠે જ દ્વારકા’."
(ત્યારથી આપણા પ્રાંતમાં ‘અઠે દ્વારકા’નું ઓઠું પ્રચલિત થયું.)
"ભાઈઓ !" નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી : "હવે આપણી ઘોડિયુંને ગૂડી નાખો."
એટલું બોલતાં એની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં.
એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરી વાર બોલ્યા : "હા બાપ !
ઘોડિયું તો મને મા-દીકરિયું જેવી વા’લી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે
મને ઘણાં ધીંગાણાંમાં રમાડ્યો છે. પણ શું કરું ? મારી ઘોડિયું દુશ્મનને હાથ
કેમ પડવા દઉં ?"
આઠેવ ઘોડીઓને હાજર કરી. તલવારને એકેક ઝાટકે એનાં
રૂપાળાં દેવાંગી ડોકાં પડવા માંડ્યાં. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા
લાગી. એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી.
"બસ બાપ !" નાજા ખાચરે હાકલ કરી : "એ બેને મારશો નહિ. એને મરવું વસમું લાગે છે. છોડી મેલો ! ભલે ચાલી જાય."
બેય ઘોડીઓને મોકળી મેલી દીધી.
સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા, બરાબર ચોકમાં
ધીંગાણું મચ્યું. આઠ જણા ક્યાં સુધી ટકે ? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો
પડ્ય; એણે ઘણાને સુવાડ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી
ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અર્ધી ભાંગેલી સોનાની
મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુને ઝાઝી વાર નહોતી.
ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ
મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનુંસાંકળું જોયું. સામે સોનાની મૂઠવાળે
તલવાર જોઈ. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની બે
ચીજો લઈ જઈ પોતાની શાબાશે કહેરાવવી હશે ! એ નીચે બેસીને નાજા ખાચરના પગના
સાંકળાની ખીલી ખોલવા લાગ્યો.
લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું : ‘હાય ! હાય ! હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે ?’
પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવાય એમ નહોતું. અર્ધી તૂટેલી તલવાર એ આઘે બેથેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી.
એણે શું કર્યું ?
ઉતબંગ ટેકણ એક, બીજે હાથ વાઈ બજડ,
(આમાં) વખાણવો વષેક, નેક ભજ કિયો નાજિયા ?
(આમાં) વખાણવો વષેક, નેક ભજ કિયો નાજિયા ?
એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી
રાખ્યું, અને બીજે હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચર ! આ બે વફાદાર
ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી ?
પરંતુ તલવાર શી રીતે મારી ?
રીંખેને સર સ્પીઅર તણે, કોઈ વાઈ કરમાળ,
(ઇ) બાળાપણ બરદાળ, કીં સંભારિયું સૂરાઉત ?
(ઇ) બાળાપણ બરદાળ, કીં સંભારિયું સૂરાઉત ?
બાળકની માફક તું ગોઠણભર થયો, અને પછી રિપુના માથી
ઉપર તેં તલવારનો ઘા કર્યો. હે બિરદવાળા પુરુષ ! એ વખતે એકાએક તારું બાળપણ
તને ક્યાંથી યાદ આવ્યું ? કારણે કે ભાંખોડિયાભર તો તું બાલ્યાવસ્થામાં જ
ચાલેલ હતો.
ઈંદર અપસર નજરાજ, જોગણ ધર ગરજણ જંબુક,
લોહ જીવત મૃત લાજ, તેં સાચવિયાં સૂરાઉત.
લોહ જીવત મૃત લાજ, તેં સાચવિયાં સૂરાઉત.
તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં
હતો. ઇંદ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો. અપસ્રા વરમાળ લઈને
પહેરાવવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપ્પર લઈને ભરવા આતુર ખડી હતી.
પૃથ્વી (ધર) પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીધડાં અને શિયાળવાં તારું માંસ
ભક્ષવા આવી પહોંચેલાં. લોઢાની તલવારને પણ તેં હાથમાં રોકી રાખી. જીવનને પણ
કહ્યું કે ‘ખડું રહે !’ મોતને પણ ફરમાવ્યું કે ‘થોડી વાર થોભી જા.’ પોતાના
કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાંને ઘડીભર અટકાવીને આ એક દુશ્મનને મારી
લીધો.
એ ભાંગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો.
ઉતબંગ ખગ થાતે અળગ, ધડ લાગ્યું ધાગે,
ખેલ્યો રણખાગે, તું નવતેરી નાજિયા.
ખેલ્યો રણખાગે, તું નવતેરી નાજિયા.
હે નાજા ખાચર ! પછી તો તારું માથું (ઉતબંગ) પડી
ગયું, અને તારા હાથની તલવાર (ખગ) પણ પડી ગઈ, એટલે પછી તારું ધડ એકલું
દોડાદોડ કરી, શય્તુઓને હાથમાં ઉપાડી-ઉપાડીને પટકવા લાગ્યું. રણસંગ્રામની
અંદર તું પણ ભીમની માફક નવતેરીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં
એક હાથે નવ અને બીજા હાથે તેર હાથી ઉપાડીને આકાશમાં ઊછાળ્યા હતા. આંહી નાજા
ખાચરે માણસોને ફંગોળી પછાડ્યા.
નાજા જ્યું મરાય ના, સાબધ હરમક સોત,
મોડું ને વેલું મોત, સૌને માથે સૂરાઉત.
મોડું ને વેલું મોત, સૌને માથે સૂરાઉત.
જો કે વહેલુંમોડું તો સહુને મરવાનું છે. પરંતુ હે
સૂરા ખાચરના પુત્ર નાજા ખાચર ! તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી
મરવાનું તો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લી પળે પણ તેં તારી કીર્તિ
સંભાળી રાખી.
ભીમોરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો. પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે.
આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે :
૧
સૂબા ટોપી આંરી ફરિયાદ સતારે, ફોજ નમ્યા ખંડ ચારે ફતારે,
મીટે ચડ્યો ગનીમાને મારે, સૂરાણી નજરાજ ન સારે.
જે ફતેસિંહરાવની ફોજ પાસે ચાર ખંડના લોકો નમ્યા
હતા, તેના ટોપીવાળા સૂબા પાસે ફરિયાદ કરવા ચેલો ખાચર પહોંચ્યો. ફરિયાદ કરી
કે સૂરા ખાચરનો દીકરો નાજો ખાચર કોઈનું કહ્યું માનતો નથી. મોટા મોટા
હાકેમોને પણ નજરે પડતાં જ મારી નાખે છે. (મરાઠી સેનાને ‘ટોપીઓ’ કહી કારણ કે
તે વખતે મરાઠાઓનાં લશ્કરોમાં યુરોપી સોલ્જરો, કવાયતદારો રાખવામાં આવતા.
ગનીમા=સૂબા).
૨
ધણી હકમ દીઆ દળ ધાયા, આગુ ધાઈ મદાઈ આયા,
વાગી હાક ત્રંબાળુ વાયા, જધભૂખ્યા નજરાજ જગાયા.
આ ફરિયાદ સાંભળીને સૈન્યના માલિકે હુકમ દીધો, એટલે
દુશ્મનો ધસીને ભીમોરા ઉપર આવ્યા. હાકલો વાગી, નોબતો ગડગડી. લડાઈનો ભૂખ્યો
નાજો ખાચર જાગી ઊઠ્યો. (મદાઈ=દુશ્મન)
૩
તરવારાંરી વાજે તાળી, વાઢી ઘણા મરેઠા વાળી,
ખસ્યા મરાઠા હાંજા ખાળી, વજા બણી રણથંભરવાળી.
તલવારો સામસામી અથડાવા લાગી, કેમ જાણે તલવારો
સામસામી તાળેઓ દેતી રમત રમતી હોય ! મરાઠીની સેનામાં ઘણાં માણસો કપાયાં.
મરાઠાઓ હિંમત હારી ગયા. રણથંભોરના ઘેરામાં જેમ બાદશાહનું સૈન્ય લાચાર થઈ
પડ્યું હતું, તેવું જ ભીમોરાના ઘેરા વખતે મરાઠી લશ્કર બની ગયું. ઘણા દિવસ
સુધી મારો ચલાવ્યા છતાં કિલ્લો તૂટતો નહોતો.
૪
આયા જાઈ ભાઈ અરાઠી, લાખાહરો લડે લોહ લાઠી,
પો ! વશટીઆ કહે પરાઠી, કાં ચૂ કૂવ કાં નીકળ કાઠી.
ચેલો ખાચર પોતાના જાતભાઈને પણ લઈને આવ્યો. છતાં
લાખા ખાચરનો એ પૌત્ર નાજો ખાચર તો લોઢાની લાકડીની માફક અડગ બનીને લડતો
રહ્યો. શત્રુ-સેનામાંથી વિષ્ટિ કરવા માટે માણસો આવ્યા; તેઓ કહે કે, ‘ઓ
કાઠી, કાં તો દંડ ચૂકવી દે, નહિ તો કિલ્લાની બહાર નીકળ.
૫
કે’ વશટીઆ આભકાપાળો, પંચમુખ ખડ નો ખાય પટાળો,
હઠ મેલે નજરાજ હઠાળો, (તો) મેર ડગે ને ધ્રૂજે ડખમાળો.
એ આભ જેવા વિશાળ કપાળવાળો વીર જવાબ આપે છે કે ‘જેમ
કેસરી સિંહ કદી ઘાસ ખાય નહિ તેમ હું પણ કદી નમીશ નહિ.’ જો ટેકીલો નાજો
ખાચર પોતાની હઠ મૂકે તો પછી મેરુ પર્વત ચળે અને આકાશ ધ્રુજી જાય.
(પંચમુખ=સિંહ; ડખમાળો=આકાશની નક્ષત્રમાળ).
૬
દંડ ન ભરાં હું રામદુવાઈ, મરવો ભીમ તણા ગઢ માંહીં,
આદ અનાદ તણી અવળાઈ, છોડાં કીં હું અવળચંડાઈ ?
‘રામદુવાઈ લઈને હું કહું છું કે હું દંડ નહિ ભરું. સુખેથી આ ભીમોરા ગઢમાં લડીને મરીશ. મારી સદાની અડગતા હું નહિ છોડું.’
૭
લડે દખણ દળ ભરડા લીધા, કાઠે જોર અનોધાં કીધાં,
દસે દસ વાર ગનીમાને દીધાં, દસ દા’ડા લગ નીર ન પીધાં.
દક્ષિણીઓની સેનાએ ગઢની આસપાસ ઘેરો ઘાલ્યો. તેની
સામે નાજા ખાચરે પણ અપૂર્વ બળ દાખવ્યું. દસ દસ વાર તો સૂબાને પાછો કાઢ્યો.
દસ દિવસ સુધી પાણી વિના ટક્કર ઝીલી.
૮
જળનો તરસ્યો દળમાં જાઈ, કોપ્યો સૂબો ને હલાં કરાઈ,
હડેડે જંજાળ્યાં નાળ્ય હવાઈ, ચાર પો’ર તલવાર ચલાઈ.
પાણીનો તરસ્યો ટાઢાણો કાઠી દુશ્મનોના લશ્કરમાં પહોંચ્યો. એની વાત સાંભળીને બાબારાવે હલ્લો કરવાનો હુકમ આપ્યો. તોપો ને બંદૂકો છૂટી.
૯
ધજવડ વાળો તોરણ ધરીઓ, ફેરા ચાર ચોરીમાં ફરીઓ,
કાળો ખુમો અણવર કરીઓ, વર નાજો અપસરને વરીઓ.
એ નાજો ખાચર કેમ જાણે યુદ્ધરૂપી લગ્ન કરતો હોય !
તલવારનાં જાણે તોરણ બંધાયાં. પોતાના અણવર તરીકે એણે કાળા ખુમાણને રાખ્યા
અને આખરે મરીને એ વરરાજા નાજો ખાચર અપસ્રાઓની સાથે વર્યો. (ધજવડ=તલવાર)
૧૦
એકલવેણ વૈકુંઠ આયો, લાડરખાન જાનૈયા લાયો,
મોતીરો હરિએ થાળ મંગાયો, વે સખીએ નજરાજ વધાયો.
એકવચની એ શૂરવીર વૈકુંઠમાં જાન જોડીને ગયો. પોતાની
સાથે મરેલા શૂરવીર જાનૈયાને લઈ ગયો. સ્વર્ગમાં પ્રભુએ મોતીનો થાળ મંગાવ્યો
ને લક્ષ્મીજીએ વરરાજા નાજા ખાચરને પોંખ્યો.
૧૮. ઓઢો ખુમાણ
આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર
ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં 'કરણ મહારાજનો પહોર' ચાલે છે. બરાબર એ જ
ટાણે પરગામથી કોઇ એક બાઇ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગાડી
ડેલીમાં થઇને ગઢની અંદર આઇને ઓરડે ચાલી ગઇ.
"ભગા ડેર !" ઓઢા ખુમાણે આ અજાણ્યાં પગલાં ઉપરથી વહેમાઇને પોતાના ચાકરને કહ્યું : "જાવ, તપાસ કરો, કોણ મહેમાન આવ્યાં છે ?"
ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોદ્ધો હતો. ઓરડે જાય
ત્યાં તો નવા આવનાર બાળકને આઇ પોતાના ખોળામાં લઇને બેઠેલાં છે, એને મોઢે ને
માથે હાથ પંપાળી રહ્યાં છે, અને વડારણ આખી વીતક વાર્તા સંભળાવે છે :
"માડી ! આ દીકરા પાલીતાણા દરબાર નોંઘણજીના કુંવર
થાય. એમનું નામ ઉન્નડજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે, અને
કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. મા બિચારાં ફફડી
હાલ્યાં, દીકરો કોને જઇ સોંપવા ? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે ? અને
પૈસાને લોભે દગોય કોણ ન રમે ? આઇ! એકાએક મારાં માને આપા-ઓઢો
ખુમાણ-સાંભર્યા. એણે મને કહ્યું કે, 'આપો મારા જીભના માનેલ ભાઇ બરોબર છે.
એના ખોળામાં મારા ઉન્નડ આશરો પામશે. જા, ઝટ આપાને સોંપી દે. વીરને કે'જે કે
બોન ઓળખતી-પાળખતીયે નથી, તોય 'ભાઇ' કહીને ભાણેજનાં રખવાળાં ભળાવે છે.' "
વાત સાંભળીને ઓઢા ખુમાણનાં ઘરવાળાં બાઇનું અંતર
ભીનું થઇ ગયું. ઉન્નડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું :
"તયીં બાપ, તમે એકલાં કાં આવ્યાં? માને કેમ ન લાવ્યાં ?"
"અરેરે આઇ ! મા તો અલ્લુજીની કેદમા કે'વાય. જરાક
જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના આપે ? હું તો અધરાતે આ દીકરાને લઇને
છાનીમાની નીકળી આવી, તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી'તી."
"કેમ ?"
"કેમ શું ? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં
કાકો ભગવતસંગ રહે. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે
ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઊગતો સૂરજ ! એને પૂજવાનુું કોણ ભૂલે ?
કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો, અને
થોડીવારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનનાં રખવાળાં, તે કુંવર બચી ગયા. માંડ
આંહીં તમારે ખોળે પહોંચ્યાં છીએ. આઇ ! મારાં માને માથે તો વળી હવે થવાની
હોય તે ખરી !"
"ભગા ડેર !" આઇએ કહ્યું : "કુંવર ઉન્નડજીને ડેલીએ
તેડી જાવ, અને કાઠીને કે'જો કે આખ્યુંનીય ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે
વીરપહલી માગેલ છે. સાચા ધરમ-ભાઇને શોભે તેવું કરી દેખાડજો."
દાતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઇ જેમ ઓઢા ખમાણે ઊગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે -
ભલે ઊગા ભાણ ! ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત !
મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત !
તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં
આવ્યા, ઓળખાણ આપી, અને વાડારણે કહેલી આખી વાત વર્ણવી, તેમ તો ઓઢા ખુમાણની
છાતીમાં ગર્વભરી ભક્તિ ઊભરાઇ. એ બોલ્યા:
"આવ્ય, બાપ ઉન્નડ, આવ્ય. તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું." એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો.
એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું.
ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો.
પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી; એણે પૂછ્યું : "કેમ મેરામભાઇ ! તમારા
હસવાનો મરમ શું છે ?"
"મરમ બીજો શું? તમારે કહ્યે કાંઇ ત્યાં ખોળામાં
પાલીતાણાની ગાદી આવી પડે છે, ઓઢા ખુમાણ ! એ તો એમ બોલાય, પણ ભાયડા હોય તે
વિચારીને બોલે."
ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા; પછી એક ઘૂંટડો પીધઓ હોય તેમ બોલ્યા :
"ખરું છે, મેરામભાઇ! લ્યો, ત્યારે આ ખોળામાં જ
ઉન્નડજીને બેસાડી રાખી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી
આંસોદરનું પાણી હરામ છે." એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે
ઢોળી, ચોપાટમાંથી ઊભા થઇ ગયા અને હુકમ કર્યો : "લાવો, મારી ઘોડી."
ધોડી પર બેસી, અંગે હથિયાર ધરી, ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે.
પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 'એક સો,
એક સો ઘોડેસવાર આવીને આજ રાતે મને પાંચતોબરાને પાદર ભેગા થાય.' એ પ્રમાણે
બારસો શસ્ત્રધારી યોદ્ધાનાં ઘોડાં આવીને પાંચતોબરામાં હણહણી ઊઠ્યાં. રાતને
ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનાવાળી મેર
બોલ્યો : "આપા, જો અત્યારે ઘોડાં ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને
એક છોઇ ફાડ પણ ઇજા નહિ થાય. વિના જખમે પાલીતાણું લેવાશે."
ફોજ ચડી ચૂકી. પોહ ફાટતાં પાલીતાણાને પાદર
પહોંચ્યા. દરવાજો ખૂલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને
ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ, અને સૈનિકોએ ઓઢા ખુમાણના
ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ
યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે. કોઇએ સામાં શસ્ત્ર ન
ઉગામ્યાં.
પણ દરબારગઢની ડેલી પર કેસર ભાથી નામનો એક રજપૂત
પોતાના એંશી ઘોડેસવારોને લઇને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ
સમજાવ્યો : "કેસર, હું પાણીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાણીતાણાનો
દાણોય ન ખપે. તું ખસી જા."
"આપા ઓઢા ખુમાણ ! આજ આ બુઢ્ઢા દાંતની અંદર
અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું; એક ભવમાં બે ધણી નહિ કરું."
કેસર ભાથીએ એવો જવાબ દઇને અવતાર દીપાવ્યો.
ધીંગાણું જામ્યું. બન્ને બાજુ શૂરવીરો હતા; કેસરના
જોદ્ધા કપાવા લાગ્યા; ઓઢાના આદમીઓ પણ ઊડવા લાગ્યા. સહુ જુદ્ધમાં તલ્લીન
છે, કોઇનું ધ્યાન નથી; તેવામાં માઢ માયથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ
સાંગ હતી તે અલ્લુજી એ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓઢો અને
કુમાર ઉન્નડજી બંનેનો જીવ નીકળી જાત; પણ નિમકહલાલ ભગા ડેરે જોયું કે પોતાનો
ધણી અને પાલીતાણાનો ધણી બેય ઊડશે ! એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો.
ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી; પોતાનો માલિક બચી ગયો. એ
બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઇ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો.
અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું.
એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે -
ઘાટોડે ઘડિયો, તુંને લૂણ તણા,
માટીઆઇએ માણા, એતી જ હૂતી ઓઢિયા,
માટીઆઇએ માણા, એતી જ હૂતી ઓઢિયા,
હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ ! તને જ્યારે
પ્રભુરૂપી કુંભારે (ઘાટોડે) ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ, તને બનાવવા
પૂરતી જ, માટી (મરદાનગીરૂપી) રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી.
(પૂર્ણ)
૧૯. વાળાની હરણપૂજા
હરણાંનાં ટોળાં હાલ્યાં જાતાં હોય, પણ સોરઠનો વાળો
કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળાં પશુ
નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્રાણ સાટે
પણ ગોળી છોડવા દેતો નથી. વાળો હરણાંને પૂજે છે. જૂના કાળમાં હરણાંએ એનાં
વંશ સાટુ જીવ દીધા હતા.
વાત એમ બોલાતી આવે છે કે પાદશાહની કચેરીમાં કોઇ
ચાડીલો ચારણ હોડ વદી બેઠો. પાદશાહ બોલ્યા : "હસીને માથાં ઉતારી દેનારા
રજપૂતો હવે મરી ખૂટ્યા."
ચારણે જવાબ ચોડ્યો : "પાદશાહ ! તમને ખબર જ નથી.
રજપૂત કુળ હજી જીવે છે. એવા પડ્યા છે કે એક સામટા સાત દીકરાનાં શિર વધેરી
લ્યો તોય હસતાં હસતાં સાતેનાં મોત ઓળઘોળ કરે, અને સાતેની આંખો પગ હેઠળ
ચાંપે. આંખમાંથી એક આંસુય ન દડવા દ્યે."
ચારણનો ગર્વ પાદશાહથી ખમાયો નહિ. કચેરીના લોકો પણ આ
બોલને વણતોળ્યા સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરી વાર પડકાર્યું : "સાત
સાત દીકરાની આંખ્યું હસતાં હસતાં પગ હેઠળ ચાંપનારા હઠાળા રજપૂતો પડ્યા છે.
અને પાદશાહ ! વખનાં પારખાં ન હોય. દાંત કાઢીને કોઇ રજપૂતોને બદનામું દ્યો
મા, બાપ !"
ચારણની ફૂૂલ્ય દેખીને ચડસે ચડેલો પાદશાહ પૂછે છે : "એવો કોઇ રજપૂત ન મિલે તો ? તો ગઢવા, તમે શું હારો ?"
"હું હારું મારા પંડના દીકરા."
"ઠીક ચારણ ! આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં
લેખજો. આજથી છ મહિનાની અવધ આપું છું લઇ આવો એવા રજપૂતને એના સાતે દીકરા
સોતતો, અને શર્ત પાળી બતાવો. રજપૂત ને હું બેય પાસે રમીએ; એના સાતે
દીકરાનાં ડોકાં ઊડે ; ને રમતો રમતો બાપ એની આંખો ચાંપે; ફેર પડે તો તારા
દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું. જા, ગોતી આવ."
સાતે પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો.
ગામોગામ ને રાજ્યેરાજમાં આથડે છે. ક્ષત્રિયોની પાસે એકસાથે સાત સાત
પુત્રોનાં માથાંનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઊઠે છે. પેટના
દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે ?
ગઢવી કાઢિયાવાડના વળા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા.
સાતે જણે શિર ઝુકાવ્યાં. બાપુનો બોલ માથે ચઢાવ્યો. સાતે હસીને બોલી ઊઠ્યા : "બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે ?"
સાત દીકરાને અને એના પિતાને સાથે લઇ ચારણ દિલ્હી
નગરમાં મુદ્ત પહેલાં એક જ દિવસે આવી પહોંચ્યો. કચેરીમાં જઇને હાકલ કરી :
"જય હો ક્ષત્રી જાતનો !"
પાદશાહ તાજુબ બન્યો. પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હોત. એણે સાતે ક્ષત્રીપુત્રોને બોલાવી કહ્યું :
"આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારાં માથાં આ કચેરીમાં ટીંગાતાં હશે."
સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું.
પાદશાહે ફરી ફાંફાં માર્યાં : "બેવકૂફ બાળકો,
વિચાર કરો." રજપૂતોએ હસ્યા જ કર્યું. વાળા દરબાર તરફ જોઇને ખુન્નસભર્યાં
નેત્રે પાદશાહ બોલ્યા :
"દરબાર, દાન લેવાની રીત જાણો છો ?"
"જાણું છું; છતાં ફરમાવો."
"જુઓ, દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય."
"ક્ષત્રીને એમાં કાંઇ નવું નથી."
"સુણો, સુણો, કાલે સવારે આ મેડી ઉપર એક પછી એક
તમારા બેટાઓનાં ડોકાં પર તલવાર પડશે. એ અવાજ તમે સાંભળશો; એ સાંભળતાં
સાંભળતાં મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે. તમારા બેટાની એક પછી એક બબ્બે
આંખો હાજર થશે. તેને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે. એ દરમ્યાન
જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુ:ખ દેખાશે, રમતમાં જરા પણ
શરત ચુકાશે કે એક નિસાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે, ને હું ચારણના
દીકરાનો પણ જાન લઇશ."
"સુખેથી, પાદશાહ, સુખેથી."
બીજે દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી.
ચોપાટ મંડાઇ. ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા. સાથોસાથ પાદશાહનો હુકમ
છૂટ્યો : "ચલાવો કતલ !"
'ચલાવો કતલ!'નો પોકાર પડતાં તો સાત
ક્ષત્રીપુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી પર લઇ ગયા. ઉપલી મેડી પર 'ધડાક'
એવો અવાજ થયો. જાણે એક માથું પડ્યું. બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને
સાથે ચારણનો એક દીકરો દરબારરની પાસે હાજર થયો. પાદશાહ કહે : "લ્યો દરબાર, આ
તમારા મોટા દીકરાની આંખો."
દરબારે એ બે આંખોને પગ નીચે ચગદી. છૂટેલા ચારણપુત્રને માથે હાથ મેલ્યો. ને ખુશખુશાલ દિલે હસતાં હસતાં ચોપાટ આગળ ચલાવી.
બીજી વાર ધડાકો, લોહીની નીકો અને પોતાના બીજા
બેટાની આંખો. બાપ આંખોને ઓળખી-ઓળખીને ચગદતો જાય છે. છૂટેલા ચારણપુત્રને
આશીર્વાદ દઇ રમત ખેલતો જાય છે. એની આંખમાં આંસુ નથી, મોંમા નિ:શ્વાસ નથી,
અંતરમાં ઉદાસી નથી.
એમ છ દીકરાની જીવનલીલા પૂરી થઇ ગઇ. પાદશાહના ચહેરા પરથી નૂર ઊડી ગયું.
ત્યાં તો સાતમો ધડાકો થયો, અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપે એ કચરી નાખી, પણ ઓચિંતાં એની આંખોમાંથી બે આંસુ દડી પડ્યાં.
"બસ. ખલાસ !" પાદશાહ ઊકળીને તાળીઓ પાડતો પોકારી ઊઠ્યો. "તમારી સખાવત ફોક ગઇ. પકડો એ સાતે ચારણોને, ને ઉડાવી દ્યો સાતેનાં ડોકાં !"
વાળો રજપૂત ગરીબડો બનીને કહે : "પાદશાહ, પહેલાં મારી કથા સાંભળી લ્યો. હું રોઈ પડ્યો, તે મારા દીકરાને માટે નહિ."
"ત્યારે ?"
"આ નાનેરો બાળ મારો નથી. એ પરાય દીકરો છે, મને
વિચાર આવ્યો કે અરેરે ! આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને જ
મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા
ખેદથી જ મારાથી રોઇ જવાયું. હું સૂરજની સાખે કહું છું."
"આ સાતમો દીકરો તમારો નહોતો ?"
"સમજાવું. મારે છ જ દીકરા હતા. એક દિવસ પરોઢિયે
હું ગામને પાદર દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં તો
વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી
બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે 'આ ચારણનો બાળક છે, એના બાપને જોશીએ
કહેલું કે દીકરાનું મોં જોઇશ તો આંધળો થઇશ. અમારું મવાડું અહીં નીકળેલું.
અહીંયા બાળક અવતર્યો એટલે આંહીં એને રેઢો મૂકીને અમે ચાલ્યાં જઇએ છીએ.*
ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે.' આ બાળકને હું ઘેર લાવ્યો. ઉછેરીને મોટો
કર્યો. જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે. જહાંપનાહ, આજ રોઉં છું, કારણ કે
એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછેરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો."
"શાબાશ ! શાબાશ ! ગભરાશો નહિ. નથી એ ચારણ મર્યો. કે નથી મર્યો તમારો એકેય દીકરો."
"અરે પાદશાહ, હવે મશ્કરી શીદ કરો છો ?"
"પહેરેગીર ! સાતે દીકરાને હાજર કરો."
મેડી ઉપરથી સાતે દીકરા આવી ઊભા રહ્યા.
"ક્ષત્રિય બચ્ચા ! પાદશાહ લોહીનો તરસ્યો નથી. એને કસોટી કરવી હતી."
"ત્યારે આ આંખો કોની ? મારા દીકરાને બદલે કોણ મર્યું ?"
"સાત હરણાં."
"આજથી એ પરગજુ હરણાં મારે ને મારા તમામ વંશજોને પૂજવાનાં પ્રાણીઓ બન્યાં."
કચેરીમાં પાદશાહે પિતા-પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા, તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા.
* હજુ પણ એ રેઢા મુકાયેલા ચારણ-પુત્રના વંશજો 'રેઢ' નામ ધરાવે છે.
(પૂર્ણ)
૨૦. ચાંપરાજ વાળો
મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું
હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે
કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું.
એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની
ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે,ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને
જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો (વાળા રજપૂતો વટલીને કાઠી થયા
પહેલાંની આ વાત હોવાનો સંભવ છે.) એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં
દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા
ચાંટા ઝીલતો આવે છે.
એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન
માંડ્યા. આઘેઆઘેથી કોઇ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર અંભળાય છે.
કોઇ બાઇ માણસનું ગળું લાગ્યું.
‘નક્કી કોક નિરાધાર બોન-દીકરી !’ એમ મનમાં બોલીને
ચાંપરાજે પગ ઉપાડ્યા. તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઇ લીધી. કા કૉંટી છોડી
નાખી, અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર
રોણું સંભળાણું. વીજળીને સબકારે બે ઓળા વરતાણા.
“માટી થાજે, કુકર્મી !” એવી હાકલ દેતા ચાંપરાજે
નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતાં ખૂંદતાં દોટ દીધી. નજીક ગયો. ત્યાં
ઊભો રહી ગયો. કોઇ આદમી ન દીઠો. માત્ર તેજના બે ઓળા જ દેખ્યા. અંગ ચોખ્ખાં ન
દેખાણાં, પણ હતી તો સ્ત્રીઓ જ.એક ગાય છે ને બીજી રુએ છે.
“કોણ, ચાંપારાજ વાળો કે ?’ ગાતા ઓળાએમીઠે કંઠે પૂછ્યું.
‘હા, તમે કોણ બાઇયું ? અટાણે આંહીં શીદ કલ્પાંત કરો છો?”
“ચાંપરાજ વાળા ! બીશ નહિ કે ?”
“બીઉં શીદ ? હું રજપૂત છું.”
“ત્યારે અને અપસરાઉં છીએ.”
અપસરાઉં ! આંહીં શીદ ?”
“આંહીં કાલે સાંજે જુદ્ધ થાશે. આ ભાદરમાં રુધિર ખળકશે.”
“તે ?”
“એમાં મોખરે બે જન મરશે. પહેલો તારો ઢોલી જોગડો;
ને બીજો તું ચાંપારાજ વાળો. એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બે’નને
વરવું પડશે, એટલે ઇ કલ્પાંત કરે છે; ને બીજા મરનાર ચાંપારાજને મારા હાથથી
વરમાળા રોપવાની છે; તેથી હું ધોળમંગળ ગાઉં છું.”
ભળકડું વેગે વહી જવા લાગ્યુંને બેય ઓળા સંકોડાવા
મંડ્યા.રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકાં જેવા બનવા લાગ્યા. થડક
છાતીએ ચાંપરાજ પૂછે છે: “હે અપસરા !મારે પાદર જુદ્ધ કેવું ? મેંતો કોઇ હારે
વેર નથી કર્યા. વસ્તી ને રાજા વચ્ચે વહાલપ વર્તે છે.”
“ચાંપરાજ ! આંહીં દલ્લીનું કટક ઊતરશે. હાલ્યું આવે છે, માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે.”
“કોણ એક જણ ? શું પાપ ?”
“તારો મોચી : એને કોક જોગીએ રાજી થઇ વરદાન
માગવાનું કહ્યું:કમતિયા મોચીએ માગ્યું કે ‘હું ચિંતવું તે હાજર થાય. ‘બોલે
બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી, કહ્યું કે ‘જા,
ગમાર ! પ્રગટજે. ચાર દૂત નીકળશે, કહીશ તે કરશે. કૂડ માગીશ તો તરું નગર
રોળાશે.’ ”
“પછી?”
“પછી તો,ચાંપરાજ ! મોચીડે મધરાતે દીવી પ્રગટી. ચાર ફિરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો.!”
ચાંપરાજના હૈયામાંથી અંધારે નિસાસો પડ્યો.
“પછી તો, ચાંપરાજ !રોજ રાતે શેજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શૅજાદી ચામડાંની દુર્ગંધે જાગી જાય, મોચી બીને
એનાથી અળગો રહે. ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દલ્લી પહોંચાડાવે.”
ભળકડું ભાંગવ લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત
કહેનારીનો અવાજ ઊંડો બન્યો :”એમ કરતાં, ચાંપરાજ ! છ મહિને શેજાદીનું શરીર
સુકાણું. હુરમે ફોસલાવી-પટાવી બેટીને હૈયાની વાત પૂછે. દીકરીએ અંતરની વેદના
વર્ણવી. પાદશાહને વિગત પાડી. પાદશાહે શીખવ્યું કે’ બેટી ! આજ પૂછતી આવજે;
ક્યું ગામ ? ક્યો રાજા? પોતે કોણ? ને નામ શું ? ‘ એ પ્રમાણે તે દિવસની
મધરાતે મોચીન ઘરમાં આળસ મરડીને શેજાદી બેઠી થઇ.પૂછ્યું: છ મહિને સુંદરી
બોલી તેથી રાજી થઇનેમોચીએ નામઠામ દીધાં. એ એંધાણે પાદશાહનું કટક ચડ્યું છે.
કાલની રાતે આપણે બેય સુરાપરીમાં સંગાથી હશું. ચાંપારાજ ! માટે હું આજ હરખ
ભરી ગાઉં છું.”
એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જંટિયાં પીંખ્યાં,ચીસો પાડી. અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયનાં અંગ ઓગળી ગયાં.
ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી
ઝીણાં ઝીણાં આંસુડાં પડતાં હતાં. ચાંપરાજ આઘે આઘે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો
હતો અને સાદ પાડીને બોલતો હતો : “ રો મા, રો મા !હું જોગડાને પહેલો નહિ
મરવા દઉં !”
પાઘડીનો આંટો લઇ જાણનાર એકેએક જેતપુરીઓ જુવાન ને
ઘરડો રજપૂત ડોઢીમાં હલક્યો છે. શરણાઇઓ સિંધુડાના સેંસાટ ખેંચી રહી છે. અને
તરઘાયો ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ઘૂમે છે.જુવાનોની ભુજાઓ ફાટે છે. કેસરિયા
રંગનાં રંગાડાં ઊકળે છે.
“ઇ મોચકાને બાંધીને ચીરી નાખો ! ઇ કુકર્મીને જીવતો
સળગાવી દ્યો !” દાયરાના જુવાનોએ રીડિયા કર્યાં. પન એ બધાને વારતો ચાંપરાજ
ધીરે ગળે કહેવા લાગ્યો: “બાપ ! થવાની હ્તી તે થઇ ગઇ. એમાં મોચીને માર્યે આજ
કાંઇ જુદ્ધ અટકશે ? અને ઇ તો ગામ બધાનું પાપ. રાજાને રૈયત સહુનું પાપ.
નીકર રજપૂતને ગામટીંબે કોઇને આવી કમત્ય સૂઝે જ કેમ? પણ હવે આ જોગડા ઢોલીને
શું કરવું છે?”
“બાપ ચાંપરાજ !”એના પિતાએબલ વાળો બોલ્યો :” એ ગા
વાળે ઇ અરજણ ! વીર હોય ઇ અપસરાને વરે.એમાં નાત્યજાત્ય ન જોવાય. મરજોગડો
પે’લો પોંખાતો. જેતપુરને ઝાઝો જશ ચડશે.”
“પણ બાપુ ! ઓલી સોળ વરસની રંભા આજ ભળકડે કાંઇ
રોતી’તી ! બહુ જ વહરું રોતી’તી, બાપુ ! એના મનખ્યો ધૂલ મળશે. માટે કહું છું
કે જોગડને કોઠાની માલીકોર આજનો દિવસ પૂરી રાખીએ.”
“ઇ તે કેમ બને, ચાંપરાજભાઇ !” બીજા જુવાનોએ
કહ્યું : “ એનો તરઘાયો વગડ્યા વિના કાંઇ શૂરાતન થોડું ચડવાનું ? બીજા હાથની
ડાંડી પડ્યે કાંઇ માથાં પડે ને ધડ થોડાં લડે ?’
“તો ચાંપરાજ, હું જુક્તિ સુઝાડું.” એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું:
“જોગડાને લઇ જાવ કોઠાને માથે. ત્યાં એનાડિલને
દોરડે બાંધી વાળો., હાથ છોટા રાખો ને હથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ
વગાડે, ને હેઠે ધીંગાણું ચાલે. પણ મજબૂત બાંધજો. જોજો, તોડાવી ન નાખે !”
“સાચી વાતછે બાપુની,” કહીને જુવાનો અંગ કસવા
લાગ્યા. કેસરિયાં લૂગડાંનો ઘટાતોપ બંધાઇ ગયો. પિયાલા જેવી તરવારો સજાઇ ગઇ,
ગાઢા કસુંબા ઘોળાવા લાગ્યા અને ‘છેલ્લી વારની અંજળિયું, બાપ !પી લ્યો ! પાઇ
લ્યો !’ એવા હાકોટા થયા.
તડકો નમ્યો.સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરી ચડતી દેખાણી.
“જો, ભાઇ જોગડા ! સામે ઊભું એ પાદશાહનું દળકટક.
આપણા જણ છે પાંખા. જેતાણું આજ બોળાઇ જાશે. તુંને બાંધ્યો છે તે આટલા સારુ.
ભુજાયું તોડી નાખજે. પણ તરઘાયો થોભાવીશ મા ! આ કોઠા સામા જ અમારાં માથાં
પડે ને ધડ લડે એવો ઢોલ વગાડ્યે રાખજે !”
શૂરાતને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકચૂર આંખે
ચાંપરાજની સામે નીરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઇ ગઇ
છે.ધ્રૂસાંગ !ધ્રૂસાંગ ! ધ્રૂસાંગ ! એની ડાંડી ઢોલ ઉપર પડવા લાગી. અને
ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમં તરવાર લઇ હથમાં ભાલા સોતું દોટ
દેતું નીકળ્યું.
પણ ન રહી શક્યો જોગડો ઢોલી ! માથે કસકસાટ બાંધ્યોય
ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણેક્યાંથી
જોમ ઊભરાણું. કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીંકાઝીંક મંડાવાને હાં કે ઘડી-બઘડી
જાય છે. તરવારોનાં તોરણ બંધાઇ ગયા છે. અને રણઘેલૂડો ચાંપરાજ મોખરે ઘૂમી
રહ્યો છે, ત્યાં આંહીં જોગડાની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં
ઢોલ સાથે એને ઊંચા કોઠા ઉપરથી ડિઅલનો ઘા કર્યો, અને સહુથી પહેલાં એના પ્રાણ
નીકળી ગયા> સહુથી પ્રથમ એને મરવાનું સરજેલું હતું તે મિથ્યા ન થયું.
‘આગે છેલ્લી ઊઠતો, પેલી ઊઠયો પાંત,
ભૂપામાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યુ, જોગડાં !
જોગડો પડ્યો અને ચાંપરાજે સમશેર ચલાવી. કેવી ચલાવી ?
ખાંડા તણો ખડિયે, પોહવ ! પારીસો કિયો.
કર દીધા કલબે, આડા એભલરાઉત !
સર ગોળી સાબળ તણા, માથે મે થિયા,
(તોય) ચાંપો ચાયે ના, ઓળા એભલરાઉત !
તું તાળાં આવધ તણી, ચકવત ચૂક્યો ના,
શિયો ય તળાપ સદા, અથર્યો ચૂકે એભાઉત !
એ ઊભા થયેલા ધડને જાને કે છાતીએ નવી આંખો નીકળી.
તરવર વીંઝતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ,ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ
લાથી સુધી હાંકી ગયું. ત્યાં જઇને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાંપરાજ
પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો.
જોગડા ઢોલીનો છગો (પાળિયો)જેતપુરના એ કોઠા પાસે છે
ને ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો, પણ
પાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો ?
પતશાહે પતગરીયાં નૈ, પોહપ પાછાં જાય, ચાંપો છાબાંમાંય, ઊઠે એભલરૌત
“ના, બાપ એભલ વાળા ! એમ હું ઘોડો લેવાનો નથી. ઇ તો
ચાંપારાજ વાળો પંડે ભરદાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહિ
તો હું આંહીં મારો દેહ પાડીશ. હું મૂવાનાં દાન લઉં કાંઇ ?”
એભલ વાળાની આંખોમાં પાણી આવ્યાં , હસીને
બોલ્યો :’ગઢવા, ગાંદો થા મા. ચાંપારાજ તે હવે ક્યાંથી આવે ? મરેલા માનસોને
હાથે ક્યાંય દાન થયેલાં જાણ્યાં છે ? અને ચાંપારાજ કહીને ગયો છે કે ઘોડો
ગધવીને દઇ દેજો.”
ચારન એકનો બે થયો નહિ. એ તો લાંઘણ ઉપાર લાંઘણ ખેંચવા લાગ્યો., ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઇને બેઠો અને બિરદવવા લાગ્યો.
આખરે ચાંપરાજ વાળાનું પ્રેત દેખાયું.ચારનને વચન દીધું કે ‘જા ગઢવ, સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રખજે, હું આવીશ.’
ચારને જઇને દરબારને વાત કરી. દરબાર હસ્યા; સમજી
લીધું કે ચારણભાઇથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ જુક્તિ કરી છે. આવી રીતે
દાયરો ભરાશે; આપને જ ચાંપારાજ વાળાને નામે દાન કરી દેશું; ચારન ફોસલાઇ
જાશે; આપણે ચારન-હત્યામાંથી ઊગરશું. ચારનને વાળું કરાવ્યું.
બીજે દિવસે સવારે દાયરો જામ્યો, ઘોડાને સજ્જ કરી
લાવવમાં આવ્યો, ચારન વાટ જોઇને ઊભો. આખો દાયરો હાંસી કરવા લાગ્યો, સહુને
થયું કે આ ભા થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઇ લેશે. ત્યાં તો ઉગમણી દિશા તરફ
બધાની નજર ફાટી રહી.સૂરજનાં કિરણો ની અંદરથી તેજપુરુષ ચાલ્યો આવે છે.
આવીને ઘોડાની લગમ ઝાલી અને ચારણના હાથમાં લગમ મૂકી વણબોલ્યો પાછો એ પુરુષ
સૂર્યલોકને માર્ગે સિધાવી ગયો !
‘ખમા ! ખમા તુંને બાપ ! ‘એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો દાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો–
કમળ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધાં દાન, વાળા ! એ વિધાન, ચાંપા ! કેને ચડાવીએ ?
મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી
પહોંચ્યો. એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો:”રજપૂત, હું માગું તે દેશો?
તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો.”
એભલ વાળો બોલ્યો :”ભલે બારોટ !પણ જોઇ વિચારીને માગજો, હાં !”
બારોટ કહે :” બાપા, તમને પોતાને જ માંગું છું .”
એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્ય : “બારોટ, હું
તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો? મારી ચાકરી તારાથી શી રીતે
થશે ?તેં આ કઇ રીતની માગણી કરી ?”
બારોટે તો પ્તાની માગણી બદલી નહિ, એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી નાનેર દીકરાને ભળાવીને બારોટની સાથે ચાલી નીકળ્ય.
રસ્તે જતાં દરબારે પૂછ્યું : “હેં બારોટ ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી ?”
બારોટે હસીને કહ્યું :”બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.”
એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા:
”અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ?”
બારોટ કહે:” કારન તો એ જ કે મારે મારવાડમાં ચાંપારાજ વાળા જેવો વીરનર જન્માવવો છે, દરબાર !”
એભલ વાળાએ બારોતનો હાથ ઝાલીને પૂછ્યું:”પન બારોટ,
તારી મારવાડમાં ચાંપારાજની મા મીનલદેવી જેવી કોઇ જદશે કે ? ચાંપારાજ કોને
પેટે અવતરશે ?”
“કેવી મા ?”
“સાંભળ ત્યારે. જે વખતે ચાંપારાજ માત્ર છ મહિનાનું
બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો
સૂતો રમે છે. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરક અડપલું થઇ ગયું
.ચાંપરાજની મા બોલ્યાં: હાં,હાં, ચાંપરાજ દેખે છે, હાં!”
“હું હસીને બોલ્યો : ‘જા રે ગાંડી. ચાંપરાજ છ
મહિનાનું બાળક શું સમજે ? ‘બારોટ ! હું તો આટલું કહું છું, ત્યા6 તો
ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો. હું તો રનવાસમાંથી બહાર ચાલ્યો
આવ્યો, પન પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીન પીને આપઘાત કર્યો. બોલો,
બારોટ !આવી સતી મારવાડમાં મળશે ?”
નિરાશ થઇને બારોટે કહ્યું: “ના.”
“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”
ચાંપો પોઢ્યોપારણે, એભલ અળવ્ય કરે.
મૂઇ મીણલદે, સોલંકણ સામે પગે.
૨૧. માઈ કાનબાઈ
જાં
બુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના
દેશાવર ખેડી ખેડી ચોમાસુ ઘરને આંગણે ગાળતા. કંકુવરણી ચારણિયાણીઓ દુઝાણાં
વાઝાણાં રાખીને ઘરનો વહેવાર ચલાવતી, ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને
ગામનાં, ગામધણીનાં, રામનાં ને સીતાનાં ગીતો ગાતી કે-
જામ! તારું જાંબુડું રળિયામણું રે
પરણે સીતા ને શ્રી રામ
પરણે સીતા ને શ્રી રામ
આવે રાઘવ કુળની જાન. - જામ.
પ્રભાતનો પહોર ઉગમણી દિશામાં કંકુડાં વેરે છે.
જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે. તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી
કૂવાકાંઠે બેડું ભરે છે. કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે. ઉજાગરે
રાતી આંખો હીંગળેભરી ભાસે છે. એની આંખો તો રોજની એવી રાતીચોળ રહેતી: લોક
કહેતા કે, "આઈ તો ચોરાશી લોબડિયાવાળી દેવિયું ભેળી રાતે આભામંડળમાં રાસ
માડે છે. એટલે આઈની આંખ્યું રાતિયું રે'છે."
રૂડાં માણસની ઉજાગરે ભરી આંખે રૂડપમાં ઉમેરો કરે
છે.માટીનાં માનવી એ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી દોથો ભરવા લિભાયાં
છે; ને કંઈક કમતિયા દાઝ્યા છે.
કૂવાને કાંઠે કામબાઈનું એવું નીતરતુણ રૂપ નીરખીને
એક આદમી ચાલ્યો ગયો. આઈનું ધ્યાન તો સીંચવામાં છે. માથેથી કામળી ખંભે સરી
પડી છે. કૂવાના નીરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભરે
છે. અષાઢની વાદળીઓ આભમાં બંધાતી આવે છે. મોરલા ગળકે છે.
૨
"ગઢવો છે કે ઘરે? ઉઘાડજો!"સાંજની રુંઝ્યો રડી ને દીવે વાટ્યો ચડી તે ટાણે કામબાઈની ખડકી પર કોઈક અજાણ્યો ટૌકો પડ્યો.
"ચારણ તો ભણે ગામતરે ગાં સે, બાપ!"
એમ કહેતી ચારણીએ બારણું ઉઘાડ્યુ. જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ: ભેળો એક આદમી: સવારે કૂવાકાંઠે નીકળેલો એ જ.
"આઈ, આ જામ લાખો. આપણા નગરના ધણી. ગઢવાની હાર્યે એને આંતરે ગાંઠ્યું છે. જામનાં આદરમાન કરો આજ."
"ખમા બાપ! ક્રોડ દિવાળી-"એટલું જ્યાં જુવાન ચારણી
બોલે ત્યાં તો ઓસરીમાં ઢોલિયો પડેલો તે નિકરે ઢાળ્યો અને નગરનો રાજા લાખો
તે પર બેસી ગયો;બેસીને બોલ્યો: "ભાભી! દેવતા લાવજો તો, હોકો ભરીએ!"
'ભાભી શબ્દ સાંભળતાં તો ચારણીના માથામાં ચાસકો
નીકળ્યો. કોઈ કુહાડો જાણે લમણા પર પડ્યો. કોઈ દિવસ 'ભાભી' શબ્દ સાંભળવાનો
એને અનુભવ નહોતો.
દેવતા દીધો. બીજી વાર 'ભાભી' કહી દૂધ માગ્યું.
કામબાઈની કાયા ધણેણી ઊઠી. દૂધ દીધું ત્રીજી વાર 'ભાભી કહી પાણી માગ્યું;
અને ચારણીને વેણ ઠેઠે અંતરમાં ઊતરી ગયું. આંહીં ઢોલિયે બેઠેલા રાજાને
રૂંવાડે કામ પ્રગટ થયો છે.વિકારના અંગારા બળે છે.
"લે બાપ! તારે જે જોતું તું ઈ બધું!" એમ અવાજ
સંભળાયો. સન્મુખ આવીને ચારણી ઊભી રહી. કામળીમાં ઢાંકેલ એક થાળી હાથમાં લીધી
છે. કાયા થરથર કંપે છે. "લે! લે! ઝટ!" એમ ફરી ત્રાડ પાડી.
"શું!" રાજા ચમકીને બોલ્યો.
"તારે જોઈતું તું ઈ બધું!" કહીને કામબાઈએ થાળી ઉઘાડી.
"અરરર! આઈ!" લાખાનો સાદ ફાટી ગયો. થાળીમા કાપેલાં બે થાનેલા (સ્તન) દીઠા.
"ના, ના, ભૂલ્યો! આઈ નહિ, ભાભી!"ચારણી આંખો ઘુમાવતી હસવા લાગી: "લે! લે!"
"એ આઈ! આ હું ભૂલ્યો! ઘર ભૂલ્યો!" રાજાએ હાથ જોડ્યા.
"અરે હોય નહિ! આ લે! આ લે!"
હું ભેણી ને તું ભા, સગા! આદુનો સંબંધ,
કવચન કાછેલા! કિયે અવગણે કાઢિયું! (૧)
હે રાજા! ચારણી એટલે બહેનઃ ને તું ક્ષત્રિય એટલે
ભાઈઃ ચારણ-રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધઃ છતાં હે કચ્છમાંથી
જાડેજા રાજા (કાછેલા)! તેં 'ભાભી' એવું કુવચન મારા કયા અપરાધે કાઢ્યું?
સાંભળીને રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી ચારણીએ દોટ દીધી, 'લેતો જા! બાપ, લેતો જા!' એવા સાદ કરતી કામબાઈ પાછળ પડી અને ફરી દુહો કહ્યોઃ
સંચેલ ધન ચારણ તણાં, જરશે નજિ જસા,
અજરો રે અસા, લોઢું લાખણશિયડા! (૨)
અજરો રે અસા, લોઢું લાખણશિયડા! (૨)
જે જામ લાખા! આ તો ચારણા રૂપ-રૂપી ધનઃ એ તને નહિ પચે. આ તો લોઢું કહેવાય એનો તને અપચો થશે.
જામ ઘોડો દોડાવ્યે જાય છે. નગરમાં પેસી જાય છે. પાછળ ચારણી પડી છે. એના મોંમાંથી દુહો ગાજે છેઃ
ચમકપાણ લોહ ઓખદી, પાનંગ વખ પરાં,
અમરત ખાધે ન ઉતરે, ચારણ-લોઈ બરાં! (૩)
લોઢું ન જરે તો તેની ઔષધિ ચમકપાણ નામનો પથ્થર છે.
સાપના વિષનું ઔષધ અમૃત છેઃ પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવાં બૂરાં
તો ચારણનાં લોહી છે.
નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી
હજુ તો શરીરના ટુકડા કરતીને સીમાડે લોહી છાંટતી ચાલી આવે છે. રાજા સામા
ગયા, મોંમાં તરણું લઈને બોલ્યાઃ "માતાજી, મને પારકાએ ભુલાવ્યો. હવે ક્ષમા
કરો."
"હું તને માફ કરું છું, પણ એક વાત યાદ રાખજેઃ આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડિશ નહિ."
૩
બાર વરસ વીતી ગયાં. જામે બીજી વાર લગ્ન કર્યાં. નવં રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે.
રાણીએ પૂછ્યું: "દરબાર, ઓતરાદી દ્શ્યેથી દરિયાના પવનની લહેરો આવે છે, રળિયામણા દેખાવો જોવાય; છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે?"
"ત્યાં એક ચારણી બળી મૂઆં છે, એની મના છે."
"કેટલો વખત થયો?"
"બાર વરસ."
હસીને રાણી બોલ્યાં: "ઓહોહોહો! આજ બાર વરસે કાંઈ એની મનાઈને ગણકારવાની હોય?"
રાણીના આગ્રહથી એ બંધ બારીની ઈંટો કાઢવામાં આવી.
સામે જ દરિયાનો ખારોપાટ વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો.ચોમાસા સિવાયની એ
ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો. બરાબર જાંબુડાથી જે કેડો
આવતો હતો તે જ કેડો. પણ અત્યારે એ પાણીમાં ડુબેલો હતો. આધે આઘે જાણે એ પાણી
ઉપર આગ બળતી હતી.
જામ લાખાએ રાણીને બોલાવ્યાં. આંગળી ચીંધી જામે
રાણીને કહ્યું:" "જુઓ રાણીજી, ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉઅપર ભડકા બળે;
ત્યાં એ ચારણ્ય બળી મરેલી."
પણ રાજા જ્યાં આંગળી ચીંધાડવા જાય, ત્યાં તો એ દૂર
બળતી જ્વાળા આંગળીને ચોંટી. ઝડ! ઝડ! ઝડ! અંગ આખું સળગી ગયું.રાજા બળીને
ખાખ થયો. ચારણોએ ગાયું:
ચાલણ ને કમક તણી, ઓછી મ ગણ્યે આગ!
ટાઢી હોયે તાગ, (તોયે) લાગે લાખણશિયડા! (૪)
હે લાખાજી જામ! ચારણની અંદર અને ચકમકની અંદર
બેસુમાર અગ્નિ છુપાઈને રહ્યો છે.દેખાવમાં ચકમક ઠંડો છે, પણ એની સાથે ઘર્ષણ
થાય ત્યારે બાળિને ખાખ કરે તેવા તણખા ઝરે છે. તેવી જ રીતે આ વૃતાંતમાં પણ
અબોલ અને ઠડી કામબાઈની અંદર ઊંડાણે આગ બળતી હતી. કોઈ ન સમજે કે એ બાળી
શકશે. છતાં ત્યાંથી ઊઠીને એ તને વળગી, તને ભસ્મ કર્યો.
જૂનો રાફ ન છેડીએ; જાગે કોક જડાગ,
જાગી જાડેજા સરે; કામઈ કાળો નાગ. (૫)
કોઈ રાફડાને જૂનો અને ખાલી સમજીને ઉકેળવો નહિ,
કારણ કે એમાંથી કોઇક દિવસ ઝેરી સર્પ નીકળી પડે. જેવી રીતે ચારણ જ્ઞાતિ-રૂપી
જૂના રાફડામાં જાડેજાને માથે કામબાઈ કાળા નાગ-શી જાગી.
(પૂર્ણ)
૨૨. કટારીનું કીર્તન
'રા
'
જકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મેરામણજી રાજ
કરે. એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજૂર છે. કાવ્યકળાના તો પોતે
સાગરઃ કચેરીમાં અમીર ઉમરાવો કરતાં પણ અદકાં આદરમાન કવિઓને આપે.પોતાની નાકડી
રાજસભામાં પોતે ચારપાંચ કવિરત્નોને વસાવ્યાં હતાં: એક તો કવિ દુર્લભરામ
વરસડા; બીજા જન જતિ જીવનવિજય; ત્રીજો જેસો લાંગો ચારણ; ચોથો પોલો ચારણ; અને
પાંચમો એક બાવો. એ પાંચ અને છઠ્ઠા પોતેઃ છએ મળીને 'પ્રવીણસાગર'નો
પ્રેમગ્રંથ લખ્યો.એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણમાત્ર વલોવી લીધું. શી
કવિતા! શો વ્રજ ભાષાનો મરોડ! શી વિવિધ ભાત્યની વિદ્યા! અને શી વિજોગી
નાયક-નાયિકાની હૈયાવીંધણ વાણી! ' પ્રવીણસાગર' રચીને તો કવિઓએ હાથ ધોઈ
નાખ્યા છે.
એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો;
ધૂણી ચેતાવી. ધીરેધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો. ગંજેડી-ભંગેડીઓ
ગાંજો-ભાંગ પીબા ટોળે મળાવા માંડ્યા. રાખમાં રૂપિયા-પૈસા દાટીને બાવો
ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો. નગરની ભોળી તેમ જ નટખટ
નારીઓ દોરાધાગા કરાવવા આવતી થઈ. એક દિવસ એ બાવાએ રાજની બે વડારણોને
શીખવ્યું: "તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મેરામણજી ઠાકોરને હીણો વહેવાર
છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું."
હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ
જમાદારના ઘરમાં જતી-આવતી થઈ ને કૂડી વાત ફેલાવવા લાગી. વાતો સાંભળીને પઠાણ
જમાદારને ઝેર ચડવા લાગ્યું.
આ બાવો કોણ હતો? મૂળ સોની હતો. એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી.સોની વેર વાળવા આવ્યો હતો.
એક દિવસ ઠાકોર મેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે.
ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે. ઓચિંતી ગાડી પઠાણના ધર પાસેથી
નીકળી, પઠાણનો વહેમ વધ્યો.
વડારણો તો લાગ જોઈ પઠાણની મેડીએ પહોછી ગઈ હતી. એણે મેળ મેળવ્યો. પઠાણની વહુને પૂછ્યું: "બાપુને જોવા છે?"
"ના, બાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે."
"અમે આડી ઊભી રહીએ, તમે સંતાઈને જોઈ લેજો. બાપુ તો આપણાં માવતર કહેવાય."
ગાડી નીકળી. ઊંચી બારીમાં બે વડારણો ઊભી છે.
વચ્ચેથી પઠાણનિ વહુ જોવે છે. એમાં ઓચિંતાની વડારણો બેસી ગઈ. પઠાણની વહુને
ભાન આવે તે પહેલાં પઠાણની નજર ઊંચી પડી. એના મનમાં ડાઘ પડી ગયો. ઠાકોર ઉપર
એની ખૂની આંખ રમવા માંડી.
ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભરી.
ભાઈબંધ પડખે જ બેઠા છે, બિરદાવેલીઓ બોલાય છે. ત્યાં પઠાણ આવ્યો. 'આવો
જમાદાર!' એટલું બોલીને ઠાકોર જ્યાં આદર આપે છે, ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ
વગરના નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો.
એક જ ઘડી- અને ઠાકોરના દેહ પર ઝાટકો પડત.
પણ પાંપણનો પલકારો પૂરો થાય તે પહેલાં તો એક હાથ
દેખાણો. એક કટાર ઝબૂકી. અને કટાર પડી. ક્યાં? પઠાણની પહોળી છાતીમાં. પહાડ
જેવો પઠાણ પડ્યો. ઝબકેલાં માણસોને જાણે ફરી વાર જીવ આવ્યો.
ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો. ઠાકોર એને ભેટી પડ્યાઃ "ગઢવી! તમે મારા પ્રાણદાતા!"
"ખમા બાપને!" ગઢવી બોલ્યાઃ"હું નહિ, જોગમાયા!"
"ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માડી આપું છું."
"શી જરૂર છે, બાપ? આ કાયા પડે જ તારે કણે બંધાણી છે."
"પણ જેસા ગઢવી! એક રોણકી દીધે જીવની હોશ પૂરી થાતી નથી. અંતરમા કાવ્યની છોળ્યું આવે છે."
એમ કહી ઠાકોરે 'કટારીનું કીર્તન" પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈઃ
૧
ભલી વેંડારી કટારી, લાંગ! એના દી ફળાકા ભાણ!
સંભારી ક્યારી માંહી હોવ'તે સંગ્રામ.
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હોયા
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!
સંભારી ક્યારી માંહી હોવ'તે સંગ્રામ.
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હોયા
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!
૨
પઢ્ઢી અઢ્ઢી આખરાંકી જમ્મદઢ્ઢી કઢ્ઢા પાર
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ.
બંબોળી રતમ્માં થકી કંકાળી શી કઢ્ઢી બા'ર
હોળી રમી પાદશારી નીસરી હરમ!
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ.
બંબોળી રતમ્માં થકી કંકાળી શી કઢ્ઢી બા'ર
હોળી રમી પાદશારી નીસરી હરમ!
૩
આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેરે,
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,
હેમરે જાળીએ કરી શાહજાદી હાથઃ
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;
માળીએ હો મૃગાનેણી બેઠી છત્રશાળી માંય,
હેમરે જાળીએ કરી શાહજાદી હાથઃ
૪
કરી વાત આખયાત, અણી ભાત ન થે કણી
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,
જરી જાળિયામાં તરી જોવે ઝાંખ ઝાંખઃ
શાત્રવાંકા હિયા બીચ સોંસરી કરી તેં જેસા,
ઈસરી નીસરી કે ના તીસરી શી આંખ!
૧. યુધ્ધકાળમાં આતિ સમર્થ લાંગા! આટલા દિવસ તે
કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એનેતેં ઠીક
યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત
બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઈનામ માગતી હોય એવો દેખાવ થયો.
૨. તારી કટારી કેવી! જાણે અઢી અક્ષરનો મારણમંત્ર!
જાણે જમની દાઢ! તારો સ્વામીધર્મ સાચવવા તેં અને શત્રુની છાતીમા ઘોંચીને
આરપાર કાઢી.અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી બહાર
કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી
બાદશાહની કોઈ હુરમની કળી!
૩. કેવી! કેવી એ કટારી! અહો, જાણે અષાઢ માસની
વીજળી આકાશમા ઊતરી હોય! અને લોહીમાંથી રંગાઈને જ્યારે આરપાર દેખાઈ ત્યારે
એવું લાગ્યું કે કેમ જાણે કોઈ મહેલને ઝરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ
સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય?
૪. બીજા કોઈથી ન બને તેવી વાત આજે તેં કરી. ફરી
વાર કેવી લાગે છે એ કટારી? જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી
ઝાંખું નીરખતી હોયઃ પતિની વાટ જોતી હોય! અહો જેસા! એમાંના એકેય જેવી નહિ,
પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આંખ જેવી મને લાગી.
- શંકરનો મહામંત્ર કહેવાય છે. એ મંત્ર 'ચંડીજી'માં છે. એના બળથી ગમે તે માણસને મારી નાખી શકાય એવું માનવામાં આવે છે.
(પૂર્ણ)
૨૩. સાંઈ નેહડી
મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા,
જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા
કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત
ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા
ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.
સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર
ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન
જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં
વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે
દૂબળા ગળાની હાવળ દીધી.
સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઊઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું: "કોણ?"
જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઇ અસવાર બોલાશ ન આવ્યો.
નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો.
"માથે કોણ છે, મારા બાપ?" કહીને બાઇએ ઘોડાની પીઠ
ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોહીમ થઈને ઢળી પડ્યો છે
અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળી છે.
વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો.
"જે હોય ઇ! નિરાધાર છે. આંગણે આવ્યો છે. જગદંબા લાજ રાખશે."
એટલું કહી બાઇએ અસવારને ઘૉડા ઉપરથી ખેંચી લીધો. તેડીને ઘરમાં લઈ ગઈ, ખાટલે સુવાડ્યો, ઘોડાને ઓશરીમાં બાંધી લીધો.
આદમી જીવે છે કે નહિ? બાઇએ એના હૈયા ઉપર હાથ મૂકી
જોયો; ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો ઝગ્યો.
ઝટઝટ સગડી ચેતાવી. અડાયાં છાણા અને ડુંગરાઉ લાકડાંનો દેવતા થયો. ગોટા ધગાવી
ધગાવીને સ્ત્રી એ ટાઢાબોળ શરીરને શેકવા લાગી પડી. ઘરમાં બીજું કોઇ નહોતું.
શેક્યું, શેક્યું, પહોર સુધી શેક્યું, પણ શરીરમાં
સળવળાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ઊંડા
ધબકારા ચાલી રહ્યા છે.
"શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે
શું બેઠો નહિ થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમાં કુળનાં પખાં અને આ
હત્યા શું મારે માથે ચડશે?"
ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે.
ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ.
"ફકર નહિ! દીવો તો નથી, પણ ઇશ્વર પંડે તો અંધારેય
ભાળે છે ને! ફકર નહિ. આ મળમૂતરની ભરેલી કૂડી કાયા ક્યાં કામ લાગશે? અને આ
મડું છે, મારું પેટ છે, ફકર નહિ."
જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે
લાંબું કર્યું. કામળીની સોડ તાણી લીધી, પોતાની હૂફાળી ગોદમાં એ પુરુષને
શરીરનો ગરમાવો આપવા લાગી.
ધીરે-ધીરે-ધીરે ધબકારા વધ્યા. અંગ ઊનાં થવા
લાગ્યાં, શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી લૂગડાં સંભાળ્યાં. ટોયલી ભરીભરીને એ
પુરુષના મોંમાં દૂધ ટોયું.
પ્રભાતે પુરુષ બેઠો થયો. ચકળવકળ ચારેય બાજુ જોવા માંડ્યો. એણે પૂછ્યું: "હું કોણ છું? તમે કોણ છો, બોન?"
"તું તારી ધરમની બોનને ઘેર છો, બાપ! બીશ મા."
બાઇએ બધી વાત કહી. આદમી ઊઠીને એના પગમાં પડી ગયો. બાઇએ પૂછ્યું, "તું કોણ છો, બાપ?"
"બોન, હું એભલ વાળો."
"એભલ વાળો? તળાજું? તું દેવરાજા એભલ!"
"હા, બોન. એ પંડે જ. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું."
"તારી આ દશા, બાપ એભલ?"
"હા, આઇ, સાત વરસે હું આજ મે'વાળી શક્યો!"
"શું બન્યું'તું, ભાઇ!"
"તળાજા માથે સાત દુકાળ પડ્યા, આઇ! મારી વસ્તી ધા
દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ફોરુંય ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી
કે આખી ભોમ સળગી રહી છે: તેમાં એજ્ક કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે
ત્યાં લીલાં તરણાંની કેડ ઊગતી આવે છે. આ કૌતુક શું? પૂછતાં પૂછતાં વાવડ
મળ્યા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપાવવા સાટુ શ્રાવકના કોઇક જતિ પાસે
દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી, ડગળી બંધ કરી,
બારે મેઘ બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મે' વરસે. સાંભળીને હું ચડ્યો,
બોન! જંગલમાં કાળિયારનો કેડો લીધો. આઘે આઘે નીકળી પડ્યો. ડુંગરામાં
કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો
ભૂલ્યો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી."
"વાહ રે, મારા વીરા! વારણાં તારાં! વઘ્ન્યાં બાપનાં! અમર કાયા તપજો વીર એભલની!"
"તારું નામ, બોન?"
"સાંઇ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઊતર્યો
છે, બાપ! સાત વરસ વિજોગનાં વીત્યાં; હવે તો ભેંસુ હાંકીને વયો આવતો હશે.
લાખેણો ચારણ છે, હો! તારી વાત સાંભળીને એને ભારી હરખ થાશે, મારા વીરા!"
"બોન! આજ તો શું આપું? કાંઇ જ નથી. પણ વીરપહલી લેવા કોક દી તળાજે આવજે!"
"ખમ્મા તુંને, વીર! આવીશ."
આરામ થયે એભલ વાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો.
સાત વર્ષે વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા
છે. નદીનેરાં જાય છે ખળખળ્યાં. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા
વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકાભરી સાંઇ નેહડીએ એભલ વાળાની વાત કહી
સંભળાવી. ગામતરેથી આવતાં તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઊભરા
ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ ફૂંકી દીધું
કે 'કોઇ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો!'
ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઇ ગયું. પોતાની
કંકુવરણી ચારણી પર એ ટાણે કટાણે ખિજાવા મંડ્યો; છતાં ચારણી તો ચૂપ રહીને જ
બધાં વેણ સાંભળ્યે જતી. એને પણ વાતની સાન તો આવી ગઈ છે.
એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું
છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આઉમાં પહોંચ્યું. ચારણ
ખિજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને
પૂછ્યું: "તારા હેતુને કોને સંભારી રહી છો?" હાથમાં શેલાયું(નોંજણું) હતું.
તે લઈને એને સાંઇના શરીર પર કારમો પ્રહાર કર્યો.
ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ
બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહિ. દૂધના બોઘરામાંથી
અંજળિ ભરીને આથમતા સૂરજ સંમુખ બોલી: "હે સૂરજ! આજ સુધી તો ખમી ખાધું, પણ
હવે બસ! હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો, ડાડા!" એમ કહીને
એણે ચારણ ઉપર અંજળિ છાંટી. છાંટતાં તો સમ! સમ! સમ! કોઇ અંગારા છંટાણા હોય
તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઊઠ્યા. ભંભોલા ફૂટીને પરુ ટપકવા
લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીનાં નેણાં નીતરવા લાગ્યાં.
થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું, લોહી
શોષાઇ ગયું. આસું સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક
દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી, અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી,
કંડિયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી.
રાજા એભલને ખબર કહેવરાવ્યા. રાજાએ બહેનને ઓળખી.
આદર સત્કારમાં ઓછપ ન રાખી; પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે?
કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન
કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી.
એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી.
બહેને કંડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો.
"બોન! બાપ! આ દશા?"
"હા બાપ! મારા કરમ!"
"હવે કાંઇ ઉપાય?"
"તેટલા માટે જ તારી પાસે આવી છું."
"ફરમાવો."
"બની શકશે?"
"કરો પારખું!"
"ઉપાય એક જ, ભાઇ! બત્રીસલક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે."
"વાહ વાહ! કોણ છે બત્રીસલક્ષણો? હાજરકરું."
"એક તો તું, ને બીજો તારો દીકરો અણો."
"વાહ વાહ બોન! ભાગ્ય મારાં કે મારું રુધિર આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ."
ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું: "બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો."
બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી. પેટના એકના
એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરીને તાજો
થયો, એભલે પ્રાણ સાટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યાં.
આજ પણ સાંઇ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આઘે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે. અને પિતાપુત્ર એભલ-અણો નીચેના દુહામાં અમર બન્યા છે:
સરઠાં! કરો વિચાર, બે વાળામાં ક્યો વડો?
સરનો સોંપણહાર, કે વાઢણહાર વખાણીએ?
૨૪. શૂરવીરની પહેલી મિલન-રાત
પેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,
પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ.
(૧)
મોલન-રાત્રિનો પહેલો પહોર છે. ડીવા ઝળહળે છે.
સ્વામી કાંટાળ કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે.સ્ત્રી જાણે કંકુમાંથી
સર્જેલી પૂતળી લાગે છે.
દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ,
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.
(૨)
રાત્રિનો બીજો પહોર બેઠો.એ અજાણ્યા યુગલ વચ્ચે
પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો
પ્રેમધારા વરસાવવા લાગ્યો.
ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે.
(૩)
ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ
ખેલાયા.પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી
રીતે? હૈયાનો હાર કરી લઇને.
ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,
ધણ સાંભળે કંચવો, પિયુ સંભાળે પાગ!
(૪)
ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડાને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.
પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,
રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર.
(૫)
પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.
છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર
તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર.
(૬)
છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા; મનરૂપી કંસાર ; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.
સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,
પિયુજી લાવે અંકફળ, ધણ ઘોળે પિયુ ખાય.
(૭)
દિવસને સાતમે પહોરે પતિ વાડીમા જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.
આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,
ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ.
આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.
(પૂર્ણ)
*************

Post a Comment