રંગ કોને દેવા.!!

આ કથા છે લાપાળિયાના ખિમાણંદ ગઢવી, વરલના દેવાયત હિણલ અને ઠળિયાના મેપા મોભની - ત્રણ ઉદાર દિલના માણસોની ગાથા. 

   ~~~~~~

તળાજા એટલે કે વળાંક પંથક આહિરો નુ જાડુ જુથ વસે એમાનુ પંખી ના માળા જેવુ ગામ ઠળિયા.

       દેવાયત હિણલ ના ગામ વરલ નો સીમાડો વટાવી વળાંક પંથક ના રુડા રળિયામણા ગામ ઠાડચ ઠળિયા કોર જાવુ એમ ખીમાણંદે ઓચિંતો વિચાર કર્યો અને આવ્યો અને પોતાના બિજા આહિર ભાઇબંધ મેપા મોભ ને મળવા. 

એક સાંજે મેપો મોભ દ્વારકાધીશ ની માળા કરે છે.

ખીમાણંદે ડેલીએ આવી પડકારો કર્યોઃ એ..! મેપા મોભ. 

માળા અધુરી છે ખીમાણંદ સાદ કરે છે ત્રણ વાર સાદ કર્યા તોય હોકારો નહિ એટલે કંઇક માર્મીક ટકોર કરી.

મેપા મોભ ના હાથ માથી માળા પડી ગઇ અને ગડગડતી દોટ દિધી.! અરે ગઢવી ! દ્વારકાધીશ ની માળા પુરીયે નો થાવા દિધી હો..! હાલો ઉતરો બાપા.! તમે મેમાન એય ઇશ્વર ઠેકાણે જ ને..

પેલા આયર તમારુ પારખુ કરવુ છે પેલા વચન જોઇએ અહિ હુ કાંઇક માંગવા જ આવ્યો છુ પછી મેમાનગતી

અરે અરે દેવીપુત્ર ! તો ક્યો તો બે સાંતી ની જમીન છે. પુરી આપી દઉ?

ખીમાણંદ કહે એમ નહિ મેપાભાઇ, મારો ભાઇબંધ અડગ અટંકા આયર ને તમારી દિકરી પરણાવો એનુ માંગુ લઇ આવ્યો છુ.


      મેપા મોભે કિધુ એવો આયર દિવો લઇ ગોતવા જઇએ તોય નો મળે પણ……!

બસ ને લ્યો તઇ રામ રામ...

મેપા મોભે ખિમાણંદ ગઢવી ને રોકતા કહ્યુ.. અરે એમ નથી જાવા દેવા દેવીપુત્ર !.બસ ઓરડે આયરાણી ને જરાક પુછી તો લવ.


     મેપા મોભ ના ઘરે થી આયરાણી સમજદાર અને વાતડાહ્યી તેને કિધી કે શુ કરીશુ આ માંગુ આવ્યુ છે.

આયરાણી એ કિધુ આયર ! ખીમાણંદ ગઢવી જેવો મેમાન આપણા આંગણે અને દેવાયત હિણલ જેવા આયર આપણો સગો થાય, એમા એટલો વિચાર ન કરવાનો હોઇ.

આથી ગદગદ મેપા મોભે ડેલીએ આવી ને કિધુ ઉતરો ગઢવી તમે જે સગપણ નુ માંગુ લાવ્યા ઇ મંજુર છે.

વાહ આયર કુળ નુ રુપ મેપા મોભ.

સવારે મોભ ના ભુદેવ આવ્યા અને નાળિયર બદલાવ્યા.

ખીમાણંદે કહ્યુ લગન ચાર વાર જ વાના ના લખી આપો

મેપા મોભ કહે: અરે પણ! એક ની એક દિકરી ને અવસર રુડો કરવો હોઇ ભાઇ.

    "અરે પછી તમે હેમે મઢાવજો દિકરી ને પણ અત્યારે તો વખત નથી"

 

       અને ખડીયા મા ઘડીયા લગન લઇ ખીમાંણદ ભાઇ આવ્યા વરલ ના ચોક મા..

દેવાયત ને કિધુ કે જો ભાંગ્યુ અને હવે હાંધતો પણ આવ્યો છુ ભાઇબંધ. અરે પણ મારી ૪૦ વરસ ની અવસ્થા થઇ હવે કન્યા કોણ આપે?

અરે જાન લઇ ઠળિયા જાવાનુ છે ચાર જ વાના ના લગન છે .

દેવાયત આયર ને મેમાન વિના રોટલો ના ભાવે.. એવો મેમાનપ્રિય આહિર 

ખીમાણંદ ચારણે દેવાયત હિણલ ના ફરી વિવાહ કરાવ્યા પણ કેમ...? તો કારણ એમ હતુ કે.ચાર 

દિવસ પહેલા ...


      વાત એમ બની હતી કે ભાલ પંથક ના એક ભુદેવ ને પોતાની બે દિકરીઓ ના લગ્ન માટે પૈસા ની જરુર હતી. અને કોઇ ખટપટીયાઓએ તેમેને લાપાળીયા ખીમાણંદ ખુબ ધનવાન છે એમ કરી ઠેકાણુ ચીંધેલુ..


વાહડો વધે સો ગજ, તોય પોલે પોલુ 

ગોલા ને બેહારો ગાદીએ , તોય ગોલે ગોલુ


એવા કોઇક શઠ માણસ ની વાત માની ને ખીમાણંદ ની ત્યા આવેલા ભુદેવ ને ચારણે ૧૫ દિવસ નો વાયદો કર્યો કેમે કે પોતે ભુદેવ ની તાત્કાલીક નાણાભીડ તો ઉકેલી ન શકે અને પોતે કોઇ ની જેમ ઠેબે ચડાવવા કોઇ દાતાર નુ ઠેકાણુ ચીંધી શકેલ નહિ, તેથી પોતે જ પૈસા ની વ્યવસ્થા કરવા દેવાયત હિણલ પાસે પહોંચવા નો નિશ્ચય કરેલો..

લાપળીયા ના ખીમાણંદ ગઢવી આંગણે આવેલા.. એટલે દેવાયત તો રાજી રાજી 

પણ ખીમાણંદ બપોરે ખીર ખાવાના શોખીન. અને દેવાયત ના આંગણે રોજ તેમના માટે ખીર બને જ  

દેવાયત તો ડાખરો અને ઉદાર માણસ.. પણં એમના થી ઘરે આયરાણી થોડા લોભી.


    પાંચેક મેમાન અને ૪૦ એવા ગામના ને ડાયરો કરવા નિમંત્રી દિધા અને ખીમાણંદભાઇ ના ખીર ખાવાના શોખ ને લીધે બધા માટે ખીર મુકવી પડશે 

એટલે ૪૯ તાસળી મા ખીર અને એક ખીમાણંદ ની તાંસળી મા ખારી મીઠા વાળી ખીર 

અને ખીમાણંદે ચાખતા જ જીભ ની ત્રુટી વળી ગઇ. ખીમાણંદભાઇ સમજી ગયો અને કિધુ કે હવે ખીર મને અબખે થઇ છે તો થોડુક શાક હોઇ તો લાવો..

દેવાયત કહે એમ કાઇ હોઇ નહિ અને એની તાંશળી લઇ લીધી. દેવાયતે ખીર ચાખી અને સમજી ગયો.

મેમાનો ગયા પછી સાંજે દેવાયતે આહિરાણી ને કેવરાવી દિધુ કે જે કાઇ તમારે વહાલુ હોઇ ઇ ઘરે થી લઇ જાઓ હવે સબંધ પુરો..આહિરાણી કરગરી ખીમાણંદે પણ સમજાવ્યુ પણ દેવાયત મક્કમ રહ્યો અને માવતરે મોકલિ દિધી.

ખીમાણંદે કિધુ હવે આનુ ઘર પેલા સાંધવુ પડશે પછી ભુદેવ માટે પૈસા ની જરુર હોવાની વાત કહેવી. આમ હજી ચાર દિવસ પહેલા ની આ ઘટના થી પોતાના ભાઇબંધ ને ચારણે ફરી પરણાવવા..


...ઠળીયા આયર મેપા મોભ ને ન્યા અને આ એની દિકરી સોનબેન નુ માંગુ નાખ્યુ આયર દેવાયત હિણલ ને ત્યા..

મેપા મોભે પોતાના કલેજા ના ટુકડા જેવી કન્યા ને ગજા પ્રમાણે કરિયાવર કરાવી વળાવી.

દેવાયત હિણલને અચાનક એક કામ માટે બહાર જવાનુ થયુ એટલે એણે ખીમાણંદને કેવરાવ્યુ કે સવારે ડાયરો કરી બસો કોરી બારોટ વગેરે ને આપી દેજો. 

તમારી શીખ હુ આવી ને આપીશ.


ખીમાણંદ પોતે ૫૦૦ કોરી ભુદેવ માટે જોઇએ એ વાત ફરી પાછી કરી જ શક્યા નહિ .

અને ૨૦૦ કોરી ના દાન કરી મેપા મોભ ના દિકરી જે વહુ થઇ ને આવ્યા એને મળવા આવ્યા.

આયરાણીએ દુખણા લીધા અને ખીમાંણદ ને આંસુ આવી ગયા.


કિધુ કે અરે બાપુ રડો કેમ ?

ખીમાણંદે વાત માંડી અને આયરાણીએ પટારા માથી બાવિસો કોરી કાઢી અને ખીમાણંદ ને આપી કે ૫૦૦

કોરી બ્ર્હામણો ની દિકરી માટે બસો આપની શીખ ની.

ખીમાણંદ દિગ્મુઢ થઇ ગયા કે એકે એક કેવા રત્ન આહિર સમાજ ના મેપા મોભ કે એમના દિકરી કે દેવાયત હિણલ કોને વખાણીએ?


 આયર થયા અવની ઉપર

શુરવીર દાતારને ખમીર

ગાય દીકરી મા ભોમ ની ખાતર

એણે તજી દીધા શરીર


Post a Comment

Previous Post Next Post