મેઘાણીપુર ગામમાં તળાવે લાગેલી વાડીઓ વચ્ચે એક છોકરી પોતાનું ભવિષ્ય લખવાનું સપનું જોતી હતી. એક દિવસ શહેરથી ફરેલો એક યુવાન ગામના જુના શાળામાં શિક્ષક બનીને આવ્યો. ગામમાં એને મશીનરી શીખવી, ટેકનોલોજી લાવવી હતી – પણ એના નજરમાં કંઈક ખાસ આવ્યું... અને ખાસ આ છોકરી
આ છોકરી નો ધ્યેય હતો કે છોકરીઓએ પણ ખુદના પગે ઊભા રહેવું જોઈએ, છોકરાએ વિચારોને સમર્થન આપ્યું. બંને વચ્ચે વિચાર અને લાગણીનો અદભૂત સંબંધ ઊભો થયો.
પરંતુ ગામના જમીનદાર કાકા સાહેબને આ છોકરીનો એ આઝાદીનો રસ્તો ગમ્યો નહીં. એને લાગ્યું કે એક છોકરીએ ‘લખવા અને જીવન જીવી’ ન જોઈએ – એને તો ઘરના કામ કાજ માં જ રહેવું જોઈએ એ સિવાય કઈ નહીં કરવું જોઈએ. તેઓ છોકરી ના લગ્ન પોતાનું મોટું ઊધાર ચૂકવવા માટે તેમના મિત્રના પુત્ર સાથે નક્કી કરે છે.
છોકરી દુવિધા માં આવી ગઈ – એક તરફ તેની માતાની ઈચ્છાઓ અને સમાજનો ભય, બીજી તરફ પોતાનું સપનુ અને પોતાનું પ્રેમ. અંતે એ લોકોએ માનેલું નહીં. પણ છોકરાએ તો વચન આપેલું કે એ આ છોકરી ને પાંખ આપશે, પિંજરું નહી.
એક સમયે છોકરી ના લગ્ન વાત થાય છે પણ એ નક્કી કરે છે – “મને કોઈ મંજુર નથી, મારો સફર મારી કલમ સાથે રહેશે.”
તે ઘર છોડીને જાય છે. વર્ષો પછી, એ એક જાણીતી લેખિકા બને છે, અને આજ છોકરો તેનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કરાવે છે – "તૂટેલા પાંખનું સપનું".
---
શિક્ષા:
સમાજ ભલે આંકે, પણ જ્યારે એક સ્ત્રી પોતાનું પંછીની જેમ ઉડવાનું નક્કી કરે છે, ત્યારે એ સપનાઓ નહીં, આખું દુનિયા બદલી શકે છે.

Post a Comment