વર્તમાન સુરત શહેરને મગજમાથી કાઢી આજથી વીસ-ત્રીસ વરસ પહેલાનાં સુરતની થોડી વાત કરવી છે.
એ સમયે સુરત જોવુ એ દરેકનું Dream હતુ. ગામમાથી જે પરીવારમાથી કોઈ સુરત હોય તો એ ગૌરવ સાથે કહેતા કે, " મારો દીકરો સુરત છે. એ સમયે હિરાઉદ્યોગમાં Work કરતા હોય તો એ પણ ગૌરવ સાથે કહેતા કે, " હું સુરત હિરા ઘસુ છું, આજની ભાષામાં રત્નકલાકાર.
સૌરાષ્ટ્રમાથી મોટાભાગનાં People હિરા ઘસવાનાં વ્યવસાય અર્થે જ સુરત આવતા. અરે! ઘણા તો Study છોડીને પણ હિરા ઘસવામાં લાગી જતાં. કોઈ લોજ પણ ચલાવતા. એ સમયે લોજ મોટાભાગે પોતાનાં ઘરે જ હોય. મહિને 1200 રૂપિયા જેવી લોજ હોય.
Mobile તો હતાં નહિ, ટપાલનું ચલણ વધુ હતુ. સૌરાષ્ટ્રવાસી મુખ્યત્વે વરાછા, કાપોદ્રા, પુણા, અમરોલી વિસ્તારમાં Residence કરતા. ધીરેધીરે લેન્ડલાઈન ફોન આવ્યાં એટલે ગામડામાં એકા'દ બે ફોન હોય. ટપાલમાં લખે કે... રવિવારે સાંજે આઠ વાગ્યે હું કરશનભાઈ શિયાળનાં ફોનમાં ફોન કરીશ. હવે એક ગામનાં જેટલા હોય એટલાનું સુરત Group હોય અને બધાએ ટપાલમાં આ રીતે જ લખ્યું હોય.
રવિવારની સાંજ પડે એટલે આ બાજુ ગામડામાં સુરતમાં હોય તે તમામનું Family કરશનભાઈનાં ઘરે આવી જાય. ટનનન... ટનનનન...ટનનનન ટેલિફોનની ઘંટડી વાગે, ફોન Receive થાય અને અવાજ આવે.. " મારા 'માં' ને ફોન આપો તો, હું બાવભાઈનો છોકરો રાજુ બોલુ. ફોન અપાય અને પછી વાતો થાય.. આ દરમ્યાન 'માં' ની આંખમાં આંસુ આવી જાય અને ગળે ડુમો આવી જાય પણ પોતાનાં દીકરાને કળાવા ન દે. વાત તો ખુટે નહિ પણ એ સમયે Bills પણ મોંઘુ. ધીરે ધીરે બધા વાત કરી લે અને હવે પછી ક્યારે ફોન કરશે એ પણ કહી દે.
દિવાળી કે સાતમ-આઠમનાં Vacation આવે એટલે 'માં' ને ખબર પડી જાય કે મારો દીકરો આવશે, બહેનને ખબર પડી જાય કે મારો ભાઈ આવશે એટલે વારંવાર ઘર બહાર જોવા નિકળીએ. જેવા સુરતથી આવે એટલે હાથમાં Suitcase હોય, Chocolate કે નાનખટાઈની થેલી હોય. આજુબાજુમાં રહેતા સૌ ઘરે આવે અને પછી સુરતની વાતો મંડાય.
Vacation નો સમય પુરો થાય અને ફરી માદરેવતન છોડી City તફ ડગ મંડાય, ઘરનાં સૌ કોઈની આંખમાં આંસુ હોય, જે સુરત જતું હોય એની આંખમા પણ આંસુ હોય, Station સુધી મૂકવા જાય. આમા હજુ ઘણુ લખી શકાય પણ વાત લાંબી થઈ જાય.
આજનું Surat ? ખબર ન પડે કે ક્યારે સુરત ગયા અને ક્યારે આવતા રહ્યા.
જેણે ઘણા સમયથી સુરત છોડ્યુ એ આજે આવે તો સુરતને ઓળખી ન શકે. એ કાપોદ્રા ચાર રસ્તા, સીતાનગર ચોકડી, રચના સર્કલ, વરાછાનો ઢાળ, ચીકુવાડી, ઉતરાણબ્રીજ, યોગીચોક, વરાછા ચોપાટી, હિરાબાગ આ બધુ બદલાય ચૂક્યું છે. અને હા.. નીચેનાં સવાલનો જવાબ ચોક્સ આપશો.
👉 તમે પહેલીવાર સુરત ક્યારે આવ્યા? શા માટે?
👉 તમે છેલ્લે સુરત ક્યારે છોડ્યું? શા માટે?
👉 તમે હાલ સુરત રહો છો? હા તો ક્યા રહો છો?
👉 સુરતની કોઈ પણ એક સારી બાબત જણાવો.
🙏🏻 જય દ્વારકાધીશ

Post a Comment