ગુજરાત રાજ્ય કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (કેશલેસ હેલ્થ બેનીફીટ પેકેજ) સંદર્ભે પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી

 

              આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૫/૦૫/૨૦૨૫ નાં ઠરાવ ક. HFWD/PM/e file/7/2025/0214 /A1 થી ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તથા આ તમામનાં આશ્રિત કુટુંબીજનોને AB-PMJAY-MAA યોજના હેઠળ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના (કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) નો લાભઆપવામાં આવેલ છે. ઉપરાંત વડી કચેરીના તા.૦૫/૦૬/૨૦૨૫ ના પત્રથી આપવામાં આવેલ સૂચના અન્વયે ગુજરાત તબીબી સારવાર નિયમો - ૨૦૧૫ ના નિયમ નં ૨.૨ મુજબ કુટુંબની વ્યાખ્યામાં સમવિષ્ટ કુટુંબના સભ્યો જેઓના નામ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી / સહાયક નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા ઇશ્યુ થયેલ જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણાં કચેરી ખાતે ઉપલબ્ધ પેન્શન ચુકવણી હુકમ (પીપીઓ બુક) માં દર્શાવેલ હોય તે મુજબ ગુજરાત કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ) અંતર્ગત પ્રમાણપત્ર આપવાની કામગીરી જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરીએ કરવાની હોવાથી નીચે મુજબની સુચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે. 👇

 Download 



Post a Comment

Previous Post Next Post