અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઇઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે

 હવેથી અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર બેઈઝ્ડ e-KYC દ્વારા મેળવી શકશે. જેથી અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

 


 યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, નાગરીકો માટે હવે લર્નીંગ લાયસન્સ મેળવવું વધુ સરળ બન્યું છે. લર્નિંગ લાયસન્સ મેળવવાની કામગીરીનું વધુ સરળીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા તા.7 જુલાઈ, 2025 થી આ નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે.  આ ઉપરાંત જો અરજદાર નોન ફેસલેસ અરજી કરવા માંગે છે તો તેવા કિસ્સામાં આરટીઓ, એઆરટીઓ, આઈટીઆઈ, પોલીટેકનીક કચેરી ખાતે લર્નિંગ લાયસન્સની અરજીની ચકાસણી તથા ટેસ્ટની કામગીરી માટે રૂબરૂ મુલાકાત લેવાની રહેશે.

Post a Comment

Previous Post Next Post