Kanku Chati Kankotri lyrics in gujarati
કંકુ છાંટી કંકોતરી મોકલો,
એમાં લખજો વરકન્યાનાં નામ,
માણેક સ્થંભ રોપિયો…
પહેલી કંકોતરી દાદા ઘેર મોકલો,
દાદા હરખે દીકરી પરણાવો,
માણેકસ્થંભ રોપિયો…
બીજી કંકોતરી કાકા ઘેર મોકલો,
કાકા હરખે કુટુંબ તેડાવો,
માણેકસ્થંભ રોપિયો…
ત્રીજી કંકોતરી મામા ઘેર મોકલો,
મામા હરખે મોસાળુ લાવે,
માણેકથંભ રોપિયો…
ચોથી કંકોતરી વીરા ઘેર મોકલો,
વીરા હરખે વેલડું શણગારો,
માણેકસ્થંભ રોપિયો…

Post a Comment