Sita Ne Toran Ram Padharya Lyrics in Gujarati Pokhana Lagngeet

 


Sita Ne Toran Ram Padharya Lyrics in Gujarati Pokhana Lagngeet

 

સીતાને તોરણ રામ પધાર્યા
લેજો પનોતી પહેલું પોંખણું રે
ધોંસરિયે રે રાયવર પોંખે પનોતા,
ધોંસરિયે ધોંરીડા સોહામણા રે…

સીતાને તોરણ રામ પધાર્યા,
લેજો પનોતી બીજું પોંખણું રે
૨વાઈએ રે રાયવર પોંખે પનોતા,
૨વાઈએ વલોણાં સોહામણાં રે…

સીતાને તોરણ રામ પધાર્યા,
લેજો પનોતી ત્રીજું પોંખણું
સાંબેલે રે રાયવર પોંખો પનોતા,
સાંબેલું ખાંડણીએ રે સોહામણું રે…

સીતાને તોરણ રામ પધાર્યા,
લેજો પનોતી ચોથું પોંખણું રે
ચોખલિયે રે રાયવર પોંખે પનોતી,
ચોખલિયે મોતીડા સોહામણા રે…

બહાર પધારો સોળે રે સુંદરી,
આંગણિયે અલબેલો આવી ઊભો રે,
સીતાને તોરણ રામ પધાય.
લેજો પનોતી પહેલું પોંખણું રે….



 

Post a Comment

Previous Post Next Post