25 જુન "બંધારણ હત્યા દિવસ" તરીકે ઉજવાશે,જાહેરનામુ કરાયુ પ્રસિધ્ધ



25 જુન "બંધારણ હત્યા દિવસ" તરીકે ઉજવાશે,જાહેરનામુ કરાયુ પ્રસિધ્ધ


કેન્દ્ર સરકારે દર વર્ષે 25 જૂનને 'બંધારણ હત્યા દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. દર વર્ષે 25મી જૂને દેશના એ લોકોના મહાન યોગદાનને યાદ કરશે જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી. ભારત સરકાર દ્વારા 25 જૂનને ‘બંધારણ હત્યા દિવસ’  તરીકે ઉજવવા માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.


જાહેરનામામાં લખવામાં આવ્યુ છે કે 25 જૂન, 1975 ના રોજ કટોકટી જાહેર કરવામાં આવી હતી, તે સમયની સરકારે સત્તાનો ઘોર દુરુપયોગ કર્યો હતો અને ભારતના લોકો પર અતિરેક અને અત્યાચારો કર્યા હતા. ભારતના લોકોને ભારતના બંધારણ હેઠળ તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા ભારતના લોકોનો દેશના બંધારણ અને ભારતની મજબૂત લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે.માટે ભારત સરકારે કટોકટી દરમ્યાન સત્તાનો ઘોર દુરુપયોગ કરનાર લડનાર તમામને શ્રદ્ધાંજલિ આપવા માટે 25મી જૂનને 'બંધારણ હત્યા દિવસ' તરીકે જાહેર કર્યો છે અને  ભારત ભવિષ્યમાં કોઈપણ રીતે સત્તાના ઘોર દુરુપયોગને સમર્થન નહીં આપવા માટે પ્રતિબદ્ધ છે.

સરકારના નિર્ણયને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોસીયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યુ કે  25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લાગુ કરીને ભારતીય લોકશાહીના આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કારણ વગર જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે દર વર્ષે 25 જૂનને 'બંધારણ હત્યા દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. આ દિવસ એ તમામ લોકોના વિરાટ યોગદાનની યાદ અપાવશે, જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી.


Post a Comment

Previous Post Next Post