ચંદ્ર
પૃથ્વીની સતત પ્રદક્ષિણા કરતો એક માત્ર કુદરતી ઉપગ્રહ,
આદિકાળથી માનવજાતને ચંદ્ર જોડે ગાઢ સંબંધ છે. ચંદ્ર પૃથ્વીનો પાસેમાં પાસે આવેલો પાડોશી છે. રાતના સમયે તે જોઈ શકાય છે. તે તેજસ્વી છે, પણ સૂર્યની જેમ તેને તેનો પોતાનો પ્રકાશ નથી. તે સૂર્યનો પ્રકાશ ઝીલીને તેને પરાવર્તિત કરે છે. એ રીતેતે પરપ્રકાશિત છે.
ચંદ્ર નો આકાર રોજ બદલાતો રહે છે. પૂનમે થાળી જેવો ગોળ તો પડવાએ લકીર જેવો દેખાય છે અને અમાસની રાતેતો દેખાતોજ નથી. હકીકતમાં ચંદ્રનો આકારબદલાતો નથી, પણ એવું લાગે છે; કારણકે ચંદ્રના પૃથ્વીની આસપાસના પરિભ્રમણને લીધે સૂર્યનો પ્રકાશ પરાવર્તિત કરતો તેનો ભાગ ઓછા કે વધતા પ્રમાણમાં પૃથ્વી પરથી દેખાય છે. આને ચંદ્રની કળા કહે છે. વધતી કળાને સુદનું અને ઘટતી કળાને વદનું પખવાડિયું કહેવાય છે. બે પૂનમ વચ્ચે ૨૯.૫૩ દિવસનો ગાળો હોય છે.
ચંદ્રના ગુરુત્વાકર્ષણબળને લીધે પૃથ્વી પર સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ કરતાં લગભગ છઠ્ઠા ભાગનું છે.
ચંદ્રને પોતાની ધરીપર પરિભ્રમણકરતાં ૨૯½ દિવસ લાગે છે. આથી ચંદ્ર પર દિવસે ચંદ્રની સપાટીનું તાપમાન વધારે (૧૨૮° સે.) હોય છે, જ્યારે રાત્રે તેનું તાપમાન ઘટીને (-૧૩૦ સે.) જેટલું થઈ જાય છે. ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. તાજેતરમાં ચંદ્રયાને અને નાસાએહાઇડ્રૉક્સાઇડ (OHF) હોવાની પુષ્ટિ આપી છે. ત્યાં નથી પાણી કે નથી જીવન. ચંદ્ર સૂકોભઠ્ઠ અને વેરાન ઉપગ્રહ છે. અબજો વર્ષોથી ચંદ્રમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી.
ચંદ્રની ઉંમર, પૃથ્વીની ઉંમર જેટલી – ૪૫૦૦ × ૧૦⁹ વર્ષ છે. ચંદ્ર પરથી જે રેતી અને પથ્થરના નમૂના મેળવાયા છે તે પૃથ્વી પર મળે છે તેવા જ છે. કોઈ કારણ સર ચંદ્ર પૃથ્વીમાંથી છૂટો પડી ગયેલો ભાગ હોવોજ જોઈએ એવો તર્ક થયો છે.
ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતાં લાગે છે તેટલો જ સમય પોતાની ધરી પર ફરતાં પણ લાગે છે. આથી પૃથ્વી પરથી હંમેશાં ચંદ્રની એકજ બાજુ દેખાય છે, તેની બીજી બાજુ પૃથ્વી પરથી દેખાતી નથી.
ચંદ્રની સપાટી ખરબચડી ઊંડા ખાડા ટેકરા વાળી છે. ઊંડો ખાડા વાળો ભાગ પૃથ્વી પરથી કાળાધાબા જેવો દેખાય છે. ચળકતો ભાગ દેખાય છે ત્યાં પર્વતો છે. -
ઍપૉલોના અવકાશયાત્રીઓએ ૧૯૬૯ માં ચંદ્ર પર સફળ ઉતરાણ કરી ત્યાંથી ખડકોના નમૂના ભેગા કર્યા છે. તેનું વિશ્લેષણ અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) માં કરવામાં આવ્યું હતું.
ચંદ્ર વિશે થોડી રસપ્રદ માહિતી આ પ્રમાણેની છે :
ચંદ્રનો વ્યાસ = પૃથ્વીની આસપાસ ૩૪૭૬કિમી. _~¼ × પૃથ્વીનો વ્યાસ
પરિભ્રમણ કરવાનો સમય = ૨૭.૩૩ દિવસ પોતાની ધરીપર
પરિભ્રમણ કરવાનો સમય = ૨૭.૩૩ દિવસ
અંતર ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું પાર્સમાં પાસેનું = ૩૫૪૩૩૬ કિમી.
ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું દૂરમાં દૂર અંતર = ૪૦૪૩૨૦ કિમી. દૂર
- બે પૂનમ વચ્ચેનું અંતર ૨૯.૫૩ દિવસ =
ચંદ્ર ની ઉંમર ૪૫૦૦ × ૧૦⁹ વર્ષ
.jpg)
.jpg)
Post a Comment