**પ્રેમ ! સતીનો દેહત્યાગ અને શિવનું તાંડવ **
સતી ! શિવ સ્વરૂપા ! શિવા !
આમંત્રણ નથી ! શિવની વિનંતી છતાં
નંદીગણ અને ભૂતો સાથે દક્ષના યજ્ઞમાં પ્રવેશ્યા છે !
મહાદેવ વિના યજ્ઞ પૂર્ણ જ કે રીતે થઈ શકે ?
પણ પિતા દ્વારા શિવનું વારંવાર ઘોર અપમાન !
સતીને આંખમાં આંસુ છે ! હવે મહાદેવ પાસે પાછુ કેવી રીતે જવાય ??
અંતે સતી પોતાનું લાલ વસ્ત્ર વીંટીને
યજ્ઞ મંડપ મધ્યે યોગવસ્થામાં બેસી ગયા છે
અને યોગાજ્ઞીથી પોતાનો દેહ ભસ્મીભૂત કરી નાખ્યો છે !
નંદી અને ભૂતો ચિચિયારીઓ સાથે હાહાકાર પોકારી ઉઠ્યા ! દેવીમાં ! દેવીમાં !
બ્રહ્મા ! વિષ્ણુ અને દેવો અવાક નજરે જોઈ જ રહ્યા
નમો નારાયણી ! નમો ભગવતી ! નમો શાંભવી !
નંદીએ તરત જ કૈલાસમાં શિવને સમાચાર આપ્યાં
અને શિવે નારદના મુખેથી આખી ઘટનાનો વૃતાંત જાણ્યો
અને મહાદેવની આંખો લાલ થઈ ! કોપાયમાન થયા !
નમો રૂદ્રે ! મહારુદ્રે ! કાલરુદ્રે !
જાણે હમણાં જ પ્રલય આવ્યો ! સંહાર ! સંહાર !
પોતાની જટામાથી લટ કાઢીને પર્વત પર ફેંકી
પ્રચંડ ધડાકા સાથે તેમાંથી વીરભદ્ર અને કાલીનું સર્જન થયું
સંહારની આજ્ઞા અને બ્રહ્માંડ કાંપવા લાગ્યું !
યજ્ઞ સ્થળ પર હાહાકાર મચી ગયો !
સર્વત્ર ! ભય, મહાભય વ્યાપ્ત !
બ્રહ્મા અને વિષ્ણુ પણ દક્ષને બચાવી ન શક્યા !
વીરભદ્ર ભૂત સેના સાથે પૂર્ણ શિવમય થઇને
યજ્ઞ સ્થળે તાંડવ મચાવા લાગ્યા !
કોણ કોનો સહારો બને ???
અંતે દક્ષનું મસ્તક છેદાયુ ! યજ્ઞ ભંગ થયો !
સતી વિના શિવ વિરહ અગ્નિમા બળવા લાગ્યા
બ્રહ્માંડના કણેકણમા જાણે ધ્રુજારી શરૂ થઈ ગઈ
શિવે જટામાથી ચંદ્ર અલગ કર્યો !
સર્પને છૂટો મુક્યો !
અને તે ઊંડી સમાધિમાં બેસી ગયા !
બહાર શાંત દેખતાં શિવમા
અત્યારે અંદર ભયંકર તોફાન મચ્યું હતું
અને તેની અસર એક એક અણુમાં વર્તાતી હતી !
બ્રહ્મા અને વિષ્ણુ ગભરાઇ ગયા !
કે "હવે આ મૈથુની સૃષ્ટિ આગળ કેમ ચાલશે ? "
શિવ અને શક્તિ વિના સંસાર ચાલે જ કેમ ??
આદ્યશક્તિ ! શિવ શક્તિ ! પુરુષ-પ્રકૃતિ !
બધા જ દેવગણ કૈલાશ પહોંચ્યા !
શિવને મનાવીને યજ્ઞ સ્થળ પર લાવ્યા !
યજ્ઞ સંપન થતો હતો હવે !
પણ અચાનક બધા દેવો કાંઇક અલગ જ દ્રશ્ય જોવા લાગ્યા !
શિવ સતીનું સળગેલું શબ હાથમાં લઈને નૃત્ય કરી રહ્યા છે !
તેની આંખોમાંથી પાણી નહીં પણ લોહી ટપકે છે !
જાણે મહાદેવ વિરહની અગ્નિમાં, વિલાપમાં
સંહારનું નૃત્ય કરી રહ્યા છે !
તાંડવ ! પ્રેમ ! તાંડવ !
જો આ નહીં અટકે તો ?? બ્રહ્માંડ તૂટી પડશે !
બધાની કરૂણા દ્રષ્ટિ વિષ્ણુ પર પડી !
વિષ્ણુ સમજી ગયા કે સતીના અવશેષ શિવને પીડા આપી રહ્યા છે !
અંતે વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું !
ચક્ર એ સતીના દેહના ૫૧ ટુકડા કરી કરી નાખ્યા !
અને પૃથ્વીના અલગ અલગ ભાગોમાં એ ટુકડા વિખેરાઈ ગયા ! જોગમાયા ! ભગવતી ! મહાદેવી !
શિવ ચુપચપ ત્યાંથી ફક્કડ બનીને ચાલી નીકળ્યા !
અખંડ સમાધિમાં નિમગ્ન ! મહાયોગી ! આદિયોગી !
#shivshakti #shiva #tandav #shakti #shankar

Post a Comment