It seems you're interested in Sunita Williams, the renowned NASA astronaut. Born on September 19, 1965, in Euclid, Ohio, USA, Sunita Lyn "Suni" Williams is an American astronaut and retired U.S. Navy officer with extensive experience in space missions.
Williams has participated in multiple space missions, including Expeditions 14/15 and 32/33, and has served as the International Space Station (ISS) Commander for Expedition 33. She holds the record for the second-most time spent in space by a U.S. astronaut.
Recently, Williams returned to Earth after an extended nine-month mission aboard the ISS. Originally scheduled for a shorter duration, her stay was prolonged due to technical issues with Boeing's Starliner spacecraft, leading to her return via SpaceX's Crew Dragon capsule. The capsule safely splashed down off the coast of Tallahassee, Florida, on March 18, 2025.
સુનિતા વિલિયમ અને તેના સાથી અવકાશયાત્રીઓ આજે, તા. 17-18 માર્ચે પૃથ્વી પર આવવા માટે પરત થઈ ગયા છે.*
*"આંતરરાષ્ટ્રીય
સ્પેસ સ્ટેશન" સાચા અર્થમાં એક લેબોરેટરી છે, કોઈ યાન નથી. અલગ અલગ
ફિલ્ડના વૈજ્ઞાનિકો ત્યાં જઈને પ્રયોગો કરતા હોય છે.*
*સુનિતા
વિલિયમ્સ અને તેમની ટીમ એ અંદાજી 900 કલાકના રિસર્ચ કાર્ય દરમિયાન દરમિયાન
150 થી વધારે વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા. જેમ કે રિએક્ટર્સને સારા બનાવવાની
ડિઝાઇનનો અભ્યાસ કર્યો, લાકડાના સેટેલાઈટ બનાવ્યા, અને ભવિષ્યના ચંદ્ર અને
મંગળ પરના મિશન માટે તૈયારી પણ કરી.*
*આ વીડિયોમાં દરેક પ્રયોગોની વિગતવાર માહિતી મળશે.
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9
મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ ભારતીય સમય અનુસાર
સવારે 3.30 કલાકે ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. 9 મહિનાથી
વધુ સમય પછી પૃથ્વી પર પાછા ફરવાનું તેમનું ઐતિહાસિક અવકાશ મિશન પૂર્ણ કરે
છે. સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાત્રીઓના ઉતરાણનો વીડિયો પણ જાહેર કર્યો છે.
નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા
સુનિતા
વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂન, 2024 ના રોજ
બોઇંગ સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ પર અવકાશ માટે રવાના થયા હતા. જો કે
તેમનું મિશન માત્ર એક અઠવાડિયા માટે હતું, પરંતુ સ્પેસ સ્ટેશનમાં ટેકનિકલ
ખામીને કારણે નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને અવકાશયાત્રીઓને અવકાશમાં
ખસેડવા પડ્યા હતા. ટેક્નિકલ ખામીને કારણે તેમનું રિટર્ન આ વર્ષે ફેબ્રુઆરી
સુધી મોફૂક રાખવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ પરત ફરતી વખતે સુનિતા
વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથે ક્રૂ-9 ના અન્ય બે અવકાશયાત્રીઓ નિક હેગ અને
એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા. તેમની અવકાશયાન દ્રારા સફળ વાપસી થઇ
છે.
લેન્ડિંગ પછી સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા હતા
અવકાશમાંથી
પરત ફર્યા બાદ સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓને સ્ટ્રેચર પર બહાર
કાઢવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે, જેને દરેક અવકાશયાત્રીએ
અનુસરવાનું હોય છે. તેનું કારણ એ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પાછા ફર્યા
બાદ તરત જ ચાલી શકતા નથી. તેમના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે.
આવી સ્થિતિમાં નાસા તેને લઈને ચુસ્તાઇથી નિયમોનું પાલન કરાવે છે. ધરતીની
વાપસીનો વીડિયો નાસાએ તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. આ ધરતી પર સફળ
ઉતરાણનું લાઇવ સ્ટ્રમિંગ પણ થયું હતું, જેને અનેક પ્લેટફોર્મ પરથી નિહાળી
શકાયું હતું. સુનિતા વિલિયમ્સ એ સફળ લેન્ડિંગ બાદ નાસા સાથે કેટલાક અનુભવો
અવકાશ યાત્રના શેર કર્યાં હતા. 9 મહિના અને 14 દિવસ સુધી અંતરિક્ષમાં
રહેનાર આ અંતરિક્ષ યાત્રીઓએ આ સમય દરમિયાન શું કામ કર્યા આ વાતો પણ શેર કરી
હતી.

Post a Comment