- આવતીકાલે શાળાઓને માર્કશીટનું વિતરણ કરી દેવાશે
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગત 5મેંના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ. દરમિયાન આવતીકાલે શાળાઓને વિદ્યાર્થીઓના પરિણામની માર્કશીટ આપી દેવામાં આવશે આગામી સોમવારથી શાળાઓ દ્વારા છાત્રોને માર્કશીટની કોપી આપવાનું શરૂ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા ધો-12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના તેમજ જીએસઓએસ ઉમેદવારોના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb. org પર જાહેર કરવામાં આવ્યા છે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્કશીટ/પ્રમાણપત્ર/એસ.આર. તેમજ જીએસઓએસ ઉમેદવારોના પરિણામ તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા નિયત કરાયેલા વિતરણ સ્થળ ખાતેઆજથી બોર્ડની કચેરીએથી રવાના કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્કશીટ વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તા.17ના રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવવી. રાજ્યની સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યઓએ પોતાની શાળાનું પરિણામ મુખત્યારપત્ર રજુ કરી જિલ્લા શિક્ષાણાધિકારીની કચેરી દ્વારા નિયત થયેલ સમયે અને સ્થળેથી મેળવી લેવાના રહેશે. શાળાઓએ તા.19ના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા અપીલ કરાય છે.
online result Click Here 👉 Link

Post a Comment