બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

 




સાળંગપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલનું આગમન; મહાનુભાવો દ્વારા કરાયું ઉષ્માભર્યું સ્વાગત


          બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શ્રી પીયૂષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રીનું બીજેપી કારોબારી બેઠક માટે આગમન થયું હતું. સાળંગપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી તથા કેન્દ્રીય મંત્રીશ્રીનું મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ વડે ઉષ્માભર્યુ સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.


             આ વેળાએ કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટુંડિયા, ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી, જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોય, ભાવનગર આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયા, પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રીશ્રી પિયુષ ગોયલનું બોટાદની પવિત્ર ભૂમિ પર અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું. 


Post a Comment

Previous Post Next Post