જન્મ પ્રમાણપત્ર

 





જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. જો ઘરમાં બનાવ બન્યો હોય તો, રજિસ્ટ્રાર(જન્મ-મરણ)ને જન્મ અને મરણના બનાવની જાણ કરવાની જવાબદારી કુટંબના વડાની છે. હોસ્પિટલો, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, વગેરે ખાતે બનતાં જન્મ અને મરણના બનાવની સબંધિત રજીસ્ટ્રાર(જન્મ-મરણ)ને જાણ કરવાની જવાબદારી જે તે સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે. જન્મ કે મરણનો બનાવ જ્યાં બન્યો હોય તેજ વિસ્તારમાં તેની નોંધણી થાય છે. જન્મની નોંધણી માટે ફોર્મ નં. ૧, મરણની નોંધણી માટે ફોર્મ નં. ૨ અને મૃત જન્મની નોંધણી માટે ફોર્મ નં. ૩નો ઉપયોગ કરવામાં આવે છે.
જન્મ-મરણની ઓનલાઇન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લિકેશન સંબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર -382010નો સંપર્ક સાધવા વિનંતી છે. વધુમાં, જીલ્લાકક્ષાના પ્રશ્નોના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.


Post a Comment

Previous Post Next Post