રેશન કાર્ડમાં નામ દાખલ કરવા બાબત

  

રેશન કાર્ડમાં નામ દાખલ કરવા બાબત

હું કઈ રીતે રેશન કાર્ડમાં નામ દાખલ કરાવી શકું?
સંબંધિત મામલતદારશ્રી - ગ્રામ્ય વિસ્તાર માટે, - શહેરી
વિસ્તાર માટે પરિશિષ્ટ-૧/૬૭.૩ મુજબ અરજી કરવી.

[File Size : 453 KB] [Gujarati]

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીબી.પી.એલ. - રુ. ૫/-, અત્યોદય - નિ:શુલ્ક, એ.પી.એલ ૧ - રુ. ૧૦/-, એ.પી.એલ. ૨ - રુ. ૨૦/-

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • રેશનકાર્ડ.
  • જન્મના કારણે ઉમેરો હોય તો જન્મનું પ્રમાણપત્ર
  • જન્મના કારણે ઉમેરો હોય અને ઉંમર પાંચ વર્ષ કે તેથી વધુ હોય તો અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
  • લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષેથી કાર્ડમાં નામ કમી કર્યાનું મામલતદારશ્રીનું પ્રમાણપત્ર.
  • લગ્નના કારણે ઉમેરો હોય તો પિયર પક્ષના રેશનકાર્ડની નકલ તથા અગાઉ નામ નથી નોંધાવ્યું તેવું સોગંદનામું.
  • છુટાછેડાના કારણે ઉમેરો હોય તો છુટાછેડાનો કરાર તથા નામ કમીનો મામલતદારશ્રીનો દાખલો.

Post a Comment

Previous Post Next Post