લગ્ન નોંધણીમાં આવશ્યક ડોક્યુમેન્ટ્સની યાદી નીચે મુજબ છે.
- ફોર્મ નં 5 અને ફોર્મ નં 1(લગ્ન નોંધણી વિભાગ/ ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ છે.)
- વરનો પાસપોર્ટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો.
- વરનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
- કન્યાનો પાસપોર્ટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો
- કન્યાનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
- વરના પિતાનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
- ગોર મહારાજ/કાજી/પાદરી આઈડી પ્રુફ સરનામા સાથેનું
- વરના પિતા/કન્યાના પિતા/ગોર મહારાજ/કાજી/પાદરી હયાત ન હોય તો મરણનો દાખલો.
- સાક્ષી નં ૧નું આઈ.ડી. પ્રુફ સરનામા સાથેનું (લગ્ન સમયે ૨૧ વર્ષના હોવા જોઈએ.)
- સાક્ષી નં.૨નું આઈ.ડી. પ્રુફ સરનામા સાથેનું (લગ્ન સમયે ૨૧ વર્ષના હોવા જોઈએ.)
- કંકોત્રી ઓરીજીનલ.
- છૂટાછેડા કરેલ હોય તો તેનો આધાર જજ સાહેબનું હુકમનામું.
- વિધવા/વિધુર હોય તો તેનો આધાર
- લગ્નનો ફોટોગ્રાફ
- આ તમામ ડોક્યુમેન્ટ્સ લગ્ન નોંધણી માટે જરૂરી છે. આ ઉપરાંત લગ્ન નોંધણી માટે કેટલીક અગત્યની માહિતી.
- લગ્ન નોંધણી માટેના રજીસ્ટ્રાર
- ગ્રામ પંચાયત માટે પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)
- મ્યુ.બરો ચીફ ઓફિસર
- નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી
- મહાનગરપાલિકા તબીબી અધિકારી(આરોગ્ય)
- નવ વિસ્તાર ફોરેસ્ટર
- નોટીફાઈડ ઍરીયા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર
- લગ્ન નોંધણી માટેની નિર્ધારિત ફી
- લગ્ન નોંધણીની યાદી ૩૦ દિવસમાં રજૂ થઈ હોય તો ૱૫
- લગ્ન નોંધણીની યાદી ૩૦ દિવસ બાદ પરંતુ ૩ માસ સુધી રજૂ થઈ હોય તો ૱૧૫
- લગ્નની તારીખથી ૩ મહિના બાદ ૱૨૫
- લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન નોંધણી રજીસ્ટ્રાર પાસેથી વિનામૂલ્યે મળી રહેશે.

Post a Comment