ખેતીવાડીની યોજના હેઠળ જીલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે.

 


પ્રેસ નોંધ:

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા સારું છે. ૨૦૨૪-૨૫ માટે નીચે જણાવ્યા મુજબ જીલ્લાવાર પોર્ટલ ખોલવામાં આવનાર છે.

ક્રમ તારીખ સમય સમાવિષ્ટ જીલ્લાઓ
૨૧/૦૯/૨૦૨૪ થી ૨૭/૦૯/૨૦૨૪ સવારે ૧૦.૩૦ કલાકે
રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ (કુલ ૬ જીલ્લા)
સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ (કુલ ૫ જીલ્લા)
૨૩/૦૯/૨૦૨૪ થી ૨૯/૦૯/૨૦૨૪ સવારે ૧૦.૩૦ કલાકે
અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર (કુલ ૪ જીલ્લા)
જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ (કુલ ૬ જીલ્લા)
૨૪/૦૯/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪ સવારે ૧૦.૩૦ કલાકે
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી (કુલ ૫ જીલ્લા)
વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા (કુલ ૭ જીલ્લા)

ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ દિન-૭ માટે ઓનલાઇન અરજીઓ મેળવવામાં ખુલ્લું મુકવામાં આવશે.

ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

Post a Comment

Previous Post Next Post