આધાર કાર્ડ ધરાવતા લોકો માટે ફાયદાના સમાચાર, 14 જૂન સુધી ફ્રીમાં મળશે આ સર્વિસ

 Free Aadhaar Card Update Deadline Extended: યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની સમયમર્યાદાને લંબાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવાની છેલ્લી તારીખ હવે 14 જૂન 2025 નક્કી કરવામાં આવી છે.

Free Aadhaar Card Update Deadline Extended: જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ માહિતી અપડેટ કરાવવા માંગો છો, તો તમારી પાસે હવે મર્યાદિત સમય બચ્યો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની સમયમર્યાદાને લંબાવવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવાની છેલ્લી તારીખ હવે 14 જૂન 2025 નક્કી કરવામાં આવી છે. એટલે કે આ તારીખ સુધી તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો, ત્યારબાદ અપડેટ માટે તમારે પૈસા ચૂકવવા પડશે.


આધાર અપડેટ કરવું શા માટે જરૂરી છે?

ભારતમાં આધાર કાર્ડ એક અત્યંત મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે. તે માત્ર સરકારી યોજનાઓ માટે જ નહીં, પરંતુ બેન્કિંગ, પાન કાર્ડ લિંકિંગ, શાળા-કોલેજમાં એડિમિશન અને ઓળખના પુરાવા તરીકે પણ અનિવાર્ય બન્યું છે. જો તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું કે જન્મતારીખ જેવી કોઈ માહિતી ખોટી હશે, તો આગળ જતાં તે મોટી સમસ્યા બની શકે છે.


14 જૂન સુધી કરાવો ફ્રીમાં અપડેટ

UIDAIએ એકવાર ફરી તમામ નાગરિકોને તેમના આધાર કાર્ડ અપડેટ કરવાની તક આપી છે. પરંતુ આ સુવિધા માત્ર 14 જૂન 2025 સુધી જ ફ્રી છે. ત્યારબાદ આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરાવવા માટે તમારે નિર્ધારિત ફી (50 રૂપિયા) ભરવી પડશે.


આપને જણાવી દઈએ કે, આધાર કાર્ડમાં અમુક સુધારા તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો. તો કેટલાક કામ માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર ખાતે જવું પડશે. નીચે જુઓ તમે ઘરે બેઠા આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કેવી રીતે કરાવી શકો છો.

- UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in પર જાવ.

- My Aadhaar મેનુથી Document Update વિકલ્પ પસંદ કરો.

- તમારો આધાર નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને OTP દાખલ કરો.

- ડ્રોપડાઉન મેનુથી તે ડોક્યુમેન્ટને પસંદ કરો, જેને તમારે અપડેટ કરવું છે.

- સંબંધિત ડોક્યુમેન્ટની સોફ્ટ કોપી અપલોડ કરો અને સબમિટ કરો.

- અપડેટ રિક્વેસ્ટ બાદ તમને એક SRN (Service Request Number) મળશે, જેનાથી તમે સ્ટેટસ ટ્રેક કરી શકો છો.



Post a Comment

Previous Post Next Post