કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.

 


કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.
ક્ષત્રિયાણીની અટારી તે હજુ જોઈ જ નથી.

ધિંગાણેથી ધડ આવતાં.
માથાં અલગને મર્દ આવતાં.
કેવાં કેવાં દર્દ ખાળતી! તે હજુ જોઈ જ નથી.
કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.

આબરૂના કાયમ ઓઢણાં.
સમરતી સૂરજને પણ સો ગણા.
તિરસ્કાર સિફતથી ટાળતી તે હજુ જોઈ જ નથી.
કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.

રે'તી વાંકડી મૂછ એનાં મરદની.
ઘોળે કેહર કસુંબો પછી દરદ ની.
ધીંગાણે ઘણી વળાવતી તે હજું જોઈ જ નથી.
કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.

આંકડાના મધ જો કોઈ જાણતાં.
એ પછી મસાણે જ સોડયું તાણતાં.
મોટા મીર ને મારતી તે હજુ જોઈ જ નથી.
કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.

પીઠ દેખાડે પતિ એ મંજુર ન હોય.
દેખાડ છાતીના ઘાં, એ સિંદૂર જ હોય.
પિયુના પ્રહાર પંપાળતી તે હજુ જોઈ જ નથી
કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.

ભડવીર 'દેવ' એનો ભરથાર હોય.
સઘળો એની આસપાસ સંસાર હોય.
એને પાળિયા પખાળતી તે હજું જોઈ જ નથી.
કાઠિયાણીની કટારી તે હજુ જોઈ જ નથી.

દેવાયત ભમ્મર:-

Post a Comment

Previous Post Next Post