તાજેતરના અપડેટ્સ
- લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આજે, 20 જૂન, 2025 ના રોજ સાંજે 4 વાગ્યે ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર જાહેર કરવામાં આવશે.
- ઉમેદવારો 20/06/2025 ના 16:00 કલાકથી 23/06/2025 ના 23:59 કલાક સુધીમાં પ્રોવિઝનલ આન્સર કી સામે ઓનલાઈન વાંધા/રજુઆત મોકલી શકશે.
- લેખિત પરીક્ષાની OMR શીટ 16 જૂન, 2025 ના રોજ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી હતી અને તે 30 જૂન, 2025 સુધી ડાઉનલોડ કરી શકાશે.
લોકરક્ષક ભરતી સંબંધિત વધુ માહિતી માટે તમે લોકરક્ષક ભરતી બોર્ડની અધિકૃત વેબસાઇટ https://lrdgujarat2021.in/ ની મુલાકાત લઈ શકો છો.
ગુજરાત લોકરક્ષક ભરતી 2025 ની લેખિત પરીક્ષા 15 જૂન, 2025 ના રોજ લેવાઈ ગઈ છે. આ પરીક્ષામાં આશરે 2,37,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.
પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવે છે. પરીક્ષાના મુખ્ય મુદ્દાઓ અને ગુણભાર નીચે મુજબ છે:
- કુલ ગુણ: 200
- કુલ પ્રશ્નો: 200
- સમય: 3 કલાક
- નેગેટિવ માર્કિંગ: 0.25 ગુણ
પરીક્ષાના બે ભાગ હોય છે:
ભાગ-A (80 ગુણ)
- રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન: 30 ગુણ
- ક્વોન્ટિટેટિવ એપ્ટીટ્યુડ (ગણિત): 30 ગુણ
- ગુજરાતી ભાષામાં કોમ્પ્રીહેન્સન: 20 ગુણ (આમાં ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.)
ભાગ-B (120 ગુણ)
- ભારતનું બંધારણ: 30 ગુણ
- ભારતીય બંધારણ – ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું.
- સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ: માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા.
- સમવાયતંત્ર તથા કેન્દ્ર-રાજ્ય સંબંધો.
- બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
- પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ.
- વર્તમાન પ્રવાહો (Current Affairs), વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન: 40 ગુણ
- વર્તમાન પ્રવાહો: રોજબરોજના બનાવો.
- વિજ્ઞાન અને ટેકનોલોજી: રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ખાદ્યસામગ્રીના પ્રાપ્તિસ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્નસ્ત્રોતોમાં સુધારણા, સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો અને તંત્રો, સજીવોનું સંરક્ષણ, આપણી આસપાસ થતાં ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો, અંતર, ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય અને ઊર્જા, વિદ્યુત અને પરિપથ, વિદ્યુતપ્રવાહ અને તેની અસરો, કુદરતી અને કુત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક, એસિડ, બેઈઝ અને ક્ષાર, ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ, સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો, હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ, પાણી અને તેના પ્રાપ્તિસ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ1 સંરક્ષણ અને જળ પ્રદૂષણ, કચરાનો સંગ્રહ અને નિકાલ, ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઊર્જાના સ્ત્રોતો, જૈવ ભૂ-રાસાયણિક ચક્રો, તારાઓ અને સૂર્યમંડળ, પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ.
- ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ: 50 ગુણ
- ઇતિહાસ: સિંધુખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો, હરિઅંક, નંદ, મૌર્ય, શુંગ, કણ્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો. તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક-સામાજિક પરિસ્થિતિ.
ઉત્તીર્ણ થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ 40% ગુણ મેળવવા જરૂરી છે.
લોકરક્ષક કેડર લેખિત પરીક્ષાની OMR Sheet ડાઉનલોડ કરવા બાબત
તા.૧૫/૦૬/ર૦ર૫ના રોજ લેવાયેલ લોકરક્ષકની લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે ડાઉનલોડ કરવા માટે અહી કલીક કરો...
નોંધઃ OMR Sheet તા.૩૦/૦૬/ર૦ર૫ સુધી ડાઉનલોડ કરી શકશે.
લોકરક્ષક કેડર લેખિત પરીક્ષામાં સુરત ખાતે શાળાનું સરનામામાં સુધારો થયેલ બાબત
લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષામાં સુરત ખાતે રોલ નંબરઃ 20095611 થી રોલ નંબરઃ 20095910 શાળાનું નામઃ SUMAN HIGH SCHOOL NO.2 સરનામુંઃ VARSHA SCOIETY, MATAWADI, L.H. ROAD, SURAT દર્શાવેલ છે જેમાં ફકત સરનામામાં સુધારો થયેલ છે. જે નીચે મુજબ છે જે લાગતા-વળગતા ઉમેદવારોને E-mail, SMS અને મોબાઇલ ફોન ઉપર જાણ કરવામાં આવનાર છે.
નવુ સરનામુંઃ MOHANBHAI NI CHAL, MATAWADI, L.H. ROAD, SURAT.
લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર બાબત
લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર આજ રોજ કલાક ૧૩/૦૦ વાગે https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A== ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા બાબત
લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ નારોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ કલાક ૧૩/૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા પેપર-૧ રિચેકીંગ બાબત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના PAPER-1 ની OMR Sheetનું રિચેકીંગ કરવા માટે તા.૨૦/૦૫/૨૦૨૫ સુધીમાં કુલ-૧૧૦ અરજીઓ મળેલ છે, જે OMR Sheetનું રિચેકીંગ નિયમોનુસાર કરવામાં આવેલ છે જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયેલ નથી જે ધ્યાને લેવા વિનંતી છે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાની Revised Final Answer Key તથા ગુણ જાહેર કરવા બાબત
- તા.૧૮/૦૪/૨૦૨૫ નારોજ પેપર-૧ની Provisional Answer Key તથા તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ Final Answer Key જાહેર કરવામાં આવેલ.
- તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ Final Answer Key માં માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબરઃ ૫૧ નો જવાબ ભરતી બોર્ડ દ્વારા (C) જાહેર કરવામાં આવેલ. જેમાં સુધારો કરી વિકલ્પ (B) અને (C) બન્નેને સાચા જવાબ જાહેર કરવામાં આવે છે. એટલે કે, જે ઉમેદવારે વિકલ્પ (B) અથવા (C) પસંદ કરેલ હશે તેને સાચો જવાબ ગણવામાં આવશે.
- તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ Final Answer Key માં માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબરઃ ૮૩ નો જવાબ ભરતી બોર્ડ દ્વારા (B) જાહેર કરવામાં આવેલ. જેમાં સુધારો કરી વિકલ્પ (A) અને (B) બન્નેને સાચા જવાબ જાહેર કરવામાં આવે છે. એટલે કે, જે ઉમેદવારે વિકલ્પ (A) અથવા (B) પસંદ કરેલ હશે તેને સાચો જવાબ ગણવામાં આવશે.
- Revised Final Answer Key જોવા માટે અહીં કલીક કરો.....
- Revised Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે.
- તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.....
- ઉમેદવાર તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી પોતાના ગુણ જોઇ શકશે.
- Revised Final Answer Key જાહેર થયા બાદ જો કોઇ ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર-૧ની OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ (૧) રીચેકીંગ ફી ના રૂ. ૫૦૦/- “CHAIRMAN GUJARAT POLICE RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કનો ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR (૨) કોલલેટરની ઝેરોક્ષ નકલ (૩) અરજી (જેમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૨૦/૦૫/૨૦૨૫ કલાક ૧૭/૦૦ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે મળી જાય તે રીતે અરજી મોકલવાની રહેશે. (અન્ય રીતે મળેલ અરજી કે તા.૨૦/૦૫/૨૦૨૫ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
- જે ઉમેદવારોએ અગાઉ રીચેકીંગ માટે ડ્રાફટ સાથે અરજી મોકલી આપેલ છે તેઓએ રી-ચેકીંગ માટે ફરીથી અરજી કરવાની જરૂર નથી.
ખાસ નોંધઃ
- લેખિત પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડીંગની ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
- તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
- સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
- પો.સ.ઇ. કેડર તા.૦૭.૦૩.૨૦૨૪ના પરીક્ષા નિયમોમાં Appendix III (see rules 8(5) and 9) માં 2nd Stage: Main Examination PART-B PAPER-2 ના મુદદા નંબર-૪ “The evaluation of Paper-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCIPTIVE) shall be made only for those candidates who score minimum 40 per cent. Qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQ) separately.” મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે અંગે તમામે નોંધ લેવી.
- ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
- વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી કરનાર પરિક્ષકોની એક યાદી સોશિયલ મિડીયામાં ફરી રહી છે, જે બાબતે ઉમેદવારો ગેરમાર્ગે ન દોરાય તે હેતુસર જણાવવામાં આવે છે કે, આ યાદીમાં ઉલ્લેખિત કોઈપણ વ્યક્તિ વર્ણનાત્મક પ્રશ્નપત્રની ચકાસણી સાથે સંકળાયેલ નથી કે પેપર ઇવેલ્યુએશન કરવાના નથી. આ પત્રવ્યવહાર શિક્ષણ વિભાગનો આંતરિક પત્રવ્યવહાર છે.
- વહિવટી પ્રક્રિયાના ભાગરૂપે પરિક્ષકોની પસંદગી પ્રક્રિયા કરવા માટે વિવિધ સ્ત્રોત પાસેથી વિષય નિષ્ણાંતોની યાદી મંગાવવામાં આવતી હોય છે. પ્રામાણિક અને વિષયના તજજ્ઞ પાસેથી અત્યંત ગુપ્ત રીતે પેપર ચકાસણી પ્રક્રિયા કરવામાં આવશે.
- ઉમેદવારોને સાવચેત કરવામાં આવે છે કે, આ પ્રકારની યાદીને ખરી સમજીને કોઇ ઉમેદવાર ગેરમાર્ગે દોરાય નહિ. ખોટી માહિતી ફેલાવનાર વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામે નોંધ લેવી.
- તા.૧૮/૦૪/૨૦૨૫ નારોજ પેપર-૧ની Provisional Answer Key જાહેર કરવામાં આવેલ અને જે કોઇ ઉમેદવારોને વાંધા / રજુઆત હોય તો તા.૨૧/૦૪/૨૦૨૫ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં વાંધા / રજુઆત ઓનલાઇન મંગાવવામાં આવેલ.
- મળેલ તમામ વાંધાઓ / રજુઆતોની ચકાસણી વિષય નિષ્ણાંત મારફતે કરાવવામાં આવેલ છે. આ ચકાસણી બાદ તા.૧૮/૦૪/૨૦૨૫ નારોજ જાહેર કરેલ Provisional Answer Key માં પ્રશ્ન નંબરઃ ૮૦ રદ કરેલ હતો તે ઉપરાંત Final Answer Key માં સુધારો કરી પ્રશ્ન નંબરઃ ૪૩ અને પ્રશ્ન નંબરઃ ૮૪ રદ કરવામાં આવેલ છે. Final Answer Key જોવા માટે અહીં કલીક કરો.....
- Final Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ મળવાપાત્ર રહેશે. જે અંગે તમામે નોંધ લેવી.
- તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલીક કરો.....
- પો.સ.ઇ. કેડર તા.૦૭.૦૩.૨૦૨૪ના પરીક્ષા નિયમોમાં Exam Rules 2024, Rule No.(20) મુજબ લેખિત પરીક્ષાના પેપર-૧માં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર-૧ની OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ (૧) રીચેકીંગ ફી ના રૂ. ૫૦૦/- “CHAIRMAN GUJARAT POLICE RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કનો ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR (૨) કોલલેટરની ઝેરોક્ષ નકલ (૩) અરજી (જેમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૦૧/૦૫/૨૦૨૫ થી તા. ૧૫/૦૫/૨૦૨૫ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (અન્ય રીતે મળેલ અરજી કે તા.૧૫/૦૫/૨૦૨૫ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
- લેખિત પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડીંગની ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
- તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
- સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
- પો.સ.ઇ. કેડર તા.૦૭.૦૩.૨૦૨૪ના પરીક્ષા નિયમોમાં Appendix III (see rules 8(5) and 9) માં 2nd Stage: Main Examination PART-B PAPER-2 ના મુદદા નંબર-૪ “The evaluation of Paper-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCIPTIVE) shall be made only for those candidates who score minimum 40 per cent. Qualifying marks in PART-A and PART-B of PAPER-1 GENERAL STUDIES (MCQ) separately.” મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે અંગે તમામે નોંધ લેવી.
- 80 Mark; 80 MCQ;
- 40 % minimum qualifying standard
- Negative marking 0.25; “E” option
- 120 Mark; 120 MCQ;
- 40 % minimum qualifying standard
- Negative marking 0.25; “E” option
- The Objective MCQ Test shall consist of Multiple Choice Question(MCQ).
- Every question shall be of 1 mark.
- Every attempted question with incorrect answer shall carry a negative mark of 0.25.
- In every question there shall be one option of “Not attempted(Option “E”)”. If the candidate does not intend to answer, he may select this option. If the candidate selects this option, the negative marks shall not be given.
- If the candidate has not selected any of the option given in the question, then it shall carry a negative mark of 0.25.
- The qualification Standard for Part A and Part B shall be considered separately.
- Candidate require to be qualified in both the Part A and Part B separately in order to be enlist in merit list.
- The order of merit shall be prepared based on the aggregate marks obtained in Part A and Part B ( Hereinabove case obtained marks out of 200 ).
- It shall consists of two parts i.e. Part A + Part B
- 100 Mark; 100 MCQ;
- 40 % minimum qualifying standard
- Negative marking 0.25; “E” option
- 100 Mark; 100 MCQ;
- 40 % minimum qualifying standard
- Negative marking 0.25; “E” option
- It shall consist of Multiple Choice Question (MCQ)
- Every question shall be of 1 mark
- Every attempted question with incorrect answer answer shall carry a negative mark of 0.25
- In every question there shall be one ‘E’ option of “Not attempted”. If the candidate does not intend to answer, he may select this option. If a candidate selects this option, no negative mark shall be goven.
- If a candidate has not selected any of the options given in the question, then it shall carry a negative mark of 0.25.
- The Candidates shall be required to qualify in both Part A and Part B separately.
- The Paper 1 of Main Examination shall be objective type and Paper 2 shall be Descriptive type.
- The qualifying standard for PAPER-1 GENERAL STUDIES (MCQ) shall be minimum 40% marks in PART-A and PART-B separately.
- The qualifying standard for PAPER-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE) shall be minimum 40% marks.
- The evaluation of Paper-2 GUJARATI and ENGLISH LANGUAGE SKIL (DESCRIPTIVE) shall be made only for those candidates who score minimum 40 per cent. qualifying marks in PART-A and PART-B of Paper-1 GENERAL STUDIES (MCQ) separately.
- જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ. પીનકોડ-૩૮૦૦૦૪
- મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ. પીન ૩૬૦૦૦૪
- પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રૃપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ,વડોદરા. પીનકોડ-૩૯૦૦૦૧
- પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર. પીનકોડ-૩૮૨૦૨૮
- તા.૦૧/૦૧/૨૦૨૫ નારોજ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સુચના અનુસાર જે કોઇ ઉમેદવારોને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થાય તો તેઓને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટે પુરૂષ ઉમેદવારોની છેલ્લી તા.૩૧/૦૧/૨૦૨૫ (SRPF ગ્રુપ-૧૧, વાવ અને PHQ, ભરૂચ ખાતે છેલ્લી તા.૩૦/૦૧/૨૦૨૫), મહિલા ઉમેદવારોની છેલ્લી તા.૨૯/૦૧/૨૦૨૫ (PHQ રાજકોટ ખાતે છેલ્લી તા.૨૭/૦૧/૨૦૨૫) સુધી જ ફાળવવામાં આવશે.
- ફકત લોકરક્ષક કેડર માટે પુરૂષ ઉમેદવારોની છેલ્લી તા.૦૧/૦૩/૨૦૨૫ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તા.૨૨/૦૨/૨૦૨૫ સુધી જ ફાળવવામાં આવશે.
- માજી સૈનિક ઉમેદવારોની તારીખ બદલવા માંગતા હોય તેવા ઉમેદવારોને તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૪ દિવસ સિવાય અન્ય કોઇ તારીખ ફાળવી શકાશે નહીં.
- ઉપરોકત બાબતે તમામ ઉમેદવારે નોંધ લેવી.
- ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો.
- ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં (પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ/દિવસો અને પરીક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો)
- ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો.
- પો.સ.ઇ. તથા લોકરક્ષક કેડરની ભરતીની જાહેરાત તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ બહાર પાડવામાં આવેલ. ઓનલાઇન અરજી તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન મેળવવામાં આવેલ હતી. ભરતીની અરજીઓ એપ્રિલ માસમાં મંગાવવામાં આવેલ હોઇ ત્યારબાદ ઉનાળા તથા ચોમાસાના કારણે ભરતીની શારીરીક કસોટી થઇ શકે તેમ ન હોઇ શારીરીક કસોટી નવેમ્બર-૨૦૨૪ માં યોજવાનો નિર્ણય કરવામાં આવેલ. તેને ધ્યાનમાં લેતા જે વિધાર્થીઓ ધોરણ-૧૨ માં અથવા સ્નાતકના છેલ્લા વર્ષમાં ભણતા હોય પરંતુ તેમની પરીક્ષા થયેલ ન હોય / પરિણામ આવેલ ન હોય તેવા ઉમેદવારો ભરતીથી વંચિત ન રહે તે હેતુથી ઓગષ્ટ/સપ્ટેમ્બર માસમાં ફરીથી અરજી મેળવવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવેલ. અને તે મુજબ ફેઝ-૧ તથા ફેઝ-૨ માં નીચે જણાવ્યા મુજબ ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.
- ફેઝ-૧ એટલે કે તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦/૦૪/૨૦૨૪ દરમ્યાન મેળવવામાં આવેલ ઓનલાઇન અરજીઓ.
- ફેઝ-૨ એટલે કે તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન મેળવવામાં આવેલ ઓનલાઇન અરજીઓ.
- જે ઉમેદવારોએ ફેઝ-૧ અથવા ફેઝ-૨ અથવા બંન્ને ફેઝમાં પો.સ.ઇ. અને લોકરક્ષકમાં અલગ-અલગ અરજી કરેલ છે, તેઓને જુદી જુદી અરજીઓ પર શારીરીક કસોટીના જુદા જુદા કોલલેટર ઇશ્યુ ન થાય અને તેઓને એકથી વધુ વખત શારીરીક કસોટી આપવાની તક ન મળે તેમજ એક કરતા વધુ વખત શારીરિક કસોટી આપવી ના પડે, ઉપરાંત સમગ્ર શારીરીક કસોટી પ્રક્રિયા ઉમેદવારના એક જ કન્ફર્મેશન નંબર સાથે પૂર્ણ થાય તે હેતુથી આવા પ્રકારની અરજી મર્જ કરવી જરૂરી છે. દા.ત. ઉમેદવારનો પો.સ.ઇ. ભરતી માટે કન્ફર્મેશન નંબરઃ 11111111 છે અને તે જ ઉમેદવારનો લોકરક્ષક કેડર ભરતી માટે કન્ફર્મેશન નંબરઃ 22222222 છે તો આવી અરજીઓને મર્જ કરી કન્ફર્મેશન નંબરઃ 11111111 ઉપર શારીરિક કસોટીના કોલલેટર ઇશ્યુ કરવામાં આવશે. વધુમાં જે ઉમેદવાર શારીરીક કસોટી પાસ કરે છે તે ઉમેદવારને પો.સ.ઇ.ની લેખિત પરીક્ષા કન્ફર્મેશન નંબરઃ 11111111 ઉપર તેમજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા કન્ફર્મેશન નંબરઃ 22222222 ઉપર આપવાની રહેશે અને જે-તે સંવર્ગ માટે ઓનલાઇન અરજી કરેલ હોય તે મુજબની માહિતી ધ્યાને લેવામાં આવશે.
- ફેઝ-૨માં અરજીઓ મંગાવવાનો હેતુ એ હતો કે ફેઝ-૧ની અરજીના સમયગાળામાં ધોરણ-૧૨ અને સ્નાતકની પરીક્ષાઓ થયેલ હતી પરંતુ પરીણામ બાકી હોવાના કારણે ઉમેદવારો અરજી કરી શકેલ ન હતા તેમજ કોઇપણ કારણસર ફેઝ-૧ માં અરજી કરી શકેલ ન હતા આવા જ ઉમેદવારો માટે ફેઝ-૨માં અરજી મંગાવવામાં આવેલ. આમ જે ઉમેદવારે ફેઝ-૧માં જે સંવર્ગમાં અરજી કરેલ હતી તેઓને ફેઝ-૨માં તે જ સંવર્ગમાં અરજી કરવાની છૂટ ન હતી છતાં પણ કેટલાક ઉમેદવારોએ ફેઝ-૨ માં ફરીવાર અરજી કરેલ છે. આવા ઉમેદવારોએ એક જ સંવર્ગમાં એક કરતા વઘારે કરેલ અરજીઓ રદ કરવાપાત્ર થાય છે. એ જ રીતે જે ઉમેદવારોએ ફેઝ-૧ માં એક જ સંવર્ગમાં એક કરતા વઘુ અરજી કરવાની રહેતી ન હતી છતાં ૫ણ એક કરતા વઘારે અરજી કરેલ હોય તેઓની એક અરજી માન્ય રાખી બાકીની અરજી રદ કરવાપાત્ર થાય છે. તે જ રીતે ઉમેદવારે ફે-૧ માં અરજી કરેલ ન હોય ૫રંતુ ફેઝ-ર માં એક જ સંવર્ગમાં એક કરતા વઘુ અરજી કરેલ હોય તો તે પૈકીની એક અરજી માન્ય રાખી બાકીની અરજીઓ રદ કરવાપાત્ર થાય છે. આ રીતે રદ કરવાપાત્ર અરજીઓ રદ કરી માન્ય અરજી જો બે સંવર્ગમાં જુદી જુદી હોય તો તે બંને સંવર્ગની અરજી મર્જ કરવામાં આવેલ છે અને મર્જ કરવામાં આવેલ અરજીના કિસ્સામાં ઉ૫ર જણાવ્યા મુજબ શારીરિક / લેખિત કસોટી વખતે કોલલેટર ઇશ્યૂ કરવામાં આવશે. ઉમેદવારોએ જુદા જુદા ફેઝમાં એક કરતા વઘુ અરજી કરેલ હોય ત્યારે કઇ અરજી માન્ય રાખવામાં આવેલ છે, તેની વિગતો જોવા માટે અહીં કલીક કરો....
- મર્જ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીં કલીક કરો....
- એક થી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ કરેલ અરજીઓની વિગતો જોવા માટે અહીં કલીક કરો....
- આ અંગે જો કોઇપણ ઉમેદવાર રજુઆત કરવા માંગતા હોય તો તા. ૧૦/૧૧/૨૦૨૪ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી તેમની અરજી કરી શકશે.
- ઉમેદવારની બંન્ને સંવર્ગમાં માન્ય અરજી ફેઝ-૧ ની હશે તેવા કિસ્સામાં ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે અરજી કરવાની છેલ્લી તારીખઃ ૩૦/૦૪/૨૦૨૪ની સ્થિતીએ ગણવાનુ રહેશે.
- ઉમેદવારની બંન્ને સંવર્ગમાં માન્ય અરજી ફેઝ-૨ ની હશે તેવા કિસ્સામાં ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૯/૦૯/૨૦૨૪ની સ્થિતીએ ગણવાનુ રહેશે.
- ઉમેદવારની બંન્ને સંવર્ગની માન્ય અરજી ફેઝ-૧ અથવા ફેઝ-૨ની હશે તેવા
કિસ્સામાં જે સંવર્ગની અરજી જે ફેઝમાં માન્ય હશે તે ફેઝની ઉમેદવારની વય
મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના
પ્રમાણપત્રો વિગેરે જે તે ફેઝની અરજી કરવાની છેલ્લી તારીખ સુધીના માન્ય
રહેશે.
દા.ત.
- ઉમેદવારની ફેઝ-૧ માં લોકરક્ષકની અરજી માન્ય થઇ હશે તો લોકરક્ષકની અરજી માટે ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૩૦/૦૪/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ. અને ઉમેદવારની ફેઝ-૨ માં પો.સ.ઇ.ની અરજી માન્ય થયેલ હોય તો પો.સ.ઇ.ની અરજી માટે વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૦૯/૦૯/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ.
- ઉમેદવારની ફેઝ-૧ માં પો.સ.ઇ.ની અરજી માન્ય થઇ હશે તો પો.સ.ઇ.ની અરજી માટે ઉમેદવારની વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૩૦/૦૪/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ. અને ઉમેદવારની ફેઝ-૨ માં લોકરક્ષકની અરજી માન્ય થયેલ હોય તો લોકરક્ષકની અરજી માટે વય મર્યાદા, જાતિ પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાત તથા વધારાના ગુણ માટેના પ્રમાણપત્રો વિગેરે તા.૦૯/૦૯/૨૦૨૪ની સ્થિતિેએ લાયક હોવા જોઇએ.
- અગાઉ એપ્રિલ-૨૦૨૪માં જે ઉમેદવારો પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર
માટે લાયક હતા, પરંતુ BOTHમાં અરજી કરવાને બદલે ભુલથી પો.સ.ઇ. કેડર અને
લોકરક્ષક કેડર માટે અલગ અલગ અરજી કરેલ છે તેમણે હવે નવેસરથી બીજી અરજી
કરવાની જરૂર નથી. તેમની અલગ-અલગ કરેલ બન્ને અરજીઓ માન્ય ગણવામાં આવશે.
પરંતુ આ માટે ઉમેદવારે નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે
તા.૧૫.૦૯.૨૦૨૪ સાંજ સુધીમાં પોસ્ટ/કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે.
- અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....
-
અગાઉ એપ્રિલ-૨૦૨૪માં કુલ-૩૩૧ ઉમેદવારોએ અરજી ફોર્મમાં પોતાની જેન્ડર
(Male / Female)ની વિગત ભરવામાં ભુલ કરેલ હોવાનું જણાય છે. આ ઉમેદવારોને
જો અરજીમાં જણાવેલ પોતાની જેન્ડરની વિગત સાચી જણાતી હોય તો તેવા ઉમેદવારોએ
નિયત નમૂના મુજબ અરજી પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે તા.૧૫.૦૯.૨૦૨૪ સાંજ
સુધીમાં પોસ્ટ/કુરીયર મારફતે મોકલી આપવાની રહેશે.
- એપ્રિલ-૨૦૨૪માં જેન્ડર (Male / Female)ની વિગત ભરવામાં ભુલ કરેલ કુલ-૩૧૧ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો....
- જેન્ડરની વિગત સુધારવા માટે અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો....
- આ ૩૩૧ ઉમેદવારો સિવાય પણ જો કોઇ અન્ય ઉમેદવારથી ભુલથી જેન્ડરની વિગત લખવામાં ભુલ થઇ હોય તો તેવા ઉમેદવારોએ પણ મુદ્દા નં.૨ મુજબ અરજી કરવાની રહેશે.
- પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં
-
અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી ફકત લોકરક્ષકની અરજી થઇ ગઇ છે
જવાબ- તાજેતરમાં લોકરક્ષકની જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
-
અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પો.સ.ઇ માટે લાયક હતા પણ ફકત પો.સ.ઇ.ને બદલે ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી થઇ ગઇ છે
જવાબ - તાજેતરમાં Both (PSI and Lokrakshak Cadre) જે અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે ફકત PSI કેડરમાં નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
-
અગાઉ લોકરક્ષક માટે લાયક હતા પરંતુ PSI માટે લાયક ન હતા તેમછતાં ભુલથી Both (PSI and Lokrakshak Cadre) માં અરજી કરેલ હતી. પરંતુ તાજેતરમાં PSI માટે લાયક છે તો હવે અગાઉની Both (PSI and Lokrakshak Cadre) અરજી માન્ય રહેશે કે નવી અરજી કરવી પડે?
જવાબ - આ કિસ્સામાં અગાઉ જે Both (PSI and Lokrakshak Cadre) ની અરજી કરેલ છે તે અરજી રદ્દ કરવા પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજી કરવી અને હવે Both (PSI and Lokrakshak Cadre) માં ફરી નવેસરથી અરજી કન્ફર્મ કરવી.
-
અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે હુ PSI માટે લાયક છુ અને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી પણ છે તો હવે હુ Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?
જવાબ - ફકત PSI કેડરમાં EWS/SEBC માં અરજી કરી શકે. જો Both (PSI and Lokrakshak Cadre) માં EWS/SEBCમાં અરજી કરશે તો તેની તમામ અરજી રદ્દ કરવામાં આવશે.
-
અગાઉ EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી ન હોવાના કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી. હવે મારી પાસે EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી છે તો હવે હુ લોકરક્ષક કેડરમાં ફરીથી EWS/SEBC કેટેગીરીમાં અરજી કરી શકુ?
જવાબ - ના, જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવા માટે પુરતો સમય હતો તેમ છતાં EWS/SEBC નુ નોન-ક્રિમીલેયર સર્ટી કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલ હોઇ, આવા ઉમેદવારોને વધુ તક મળવાપાત્ર નથી.
- ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ રદ્દ કરવાની અરજી કર્યા બાદ જણાવ્યા મુજબ નવેસરથી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો ફી લાગુ પડતી હોય તો ફી પણ સમયસર ભરવાની રહેશે. આ અંગે બોર્ડની કોઇ જવાબદારી રહેશે નહી.
- ઉપરોકત મુદ્દા નં. ૧, ર અને ૩ માં જણાવેલ ઉમેદવારોએ પોલીસ ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહીં કલીક કરો......
- અરજી ફકત પોસ્ટ / કુરીયર મારફતે જ તા.૧૫/૦૯/૨૦૨૪ સાંજ સુધીમાં પોલીસ ભરતી બોર્ડને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી.
- પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂ અરજી સ્વિકારવામાં આવશે નહીં
- લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતી પૈકી પી.એસ.આઇ. ના ઉમેદવારોની શારીરિક કસોટી પ્રથમ લઇ તે પૂર્ણ થતા તેઓની લેખિત ૫રીક્ષા લેવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જેથી તેઓની લેખિત ૫રીક્ષા જાન્યુઆરી - ફેબ્રુઆરી ના બદલે ડિસેમ્બર - જાન્યુઆરી માસમાં થવાની શકયતા છે.
- એ જ રીતે લોકરક્ષકની લેખિત ૫રીક્ષા ફેબ્રુઆરી-ર૦ર૫ ને બદલે જાન્યુઆરી-ર૦ર૫ માં થવાની શકયતા છે.
પો.સ.ઇ. કેડરનો અભ્યાસક્રમ જોવા માટે અહીં કલીક કરો......
લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ જોવા માટે અહીં કલીક કરો......
- જો જુનુ અસ્થીભંગ હોય અને દોડ પુરી કરી શકતા હોય તો માન્ય રહે કે કેમ?
- શરીરના કોઇપણ ભાગે ટેટુ કે છૂંદણા હોય તો માન્ય રહે કે કેમ?
- આંખના નંબર હોય તો માન્ય રહે કે કેમ? જો આંખના નંબર હોય તો કેટલા નંબર સુધી માન્ય રહેશે?
- દાંત તુટેલા હોય તો માન્ય રહે કે કેમ?
- જમણો હાથ વાપરનારની પ્રથમ આંગળી અડધી કપાઇ ગયેલ છે માન્ય રહે કે કેમ?
- હાથના ભાગે કે પગના ભાગે કોઇ ઓપરેશન કરાવેલ હોય તો માન્ય રહે કે કેમ?
- બિન હથિયારી પો.સ.ઇ.ની જગ્યા માટે શૈક્ષણીક લાયકાતનું ધોરણ સ્નાતક હોવાથી ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવી કે સ્નાતકની માર્કશીટ અપલોડ કરવી?
- લોકરક્ષક કેડરમાં ડિપ્લોમાં કરેલ ઉમેદવારોએ ધોરણ-૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર અપલોડ કરવુ કે ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ અપલોડ કરવી?
- બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર: ૩૯,૯૦૦ – ૧,૨૬,૬૦૦
- લોકરક્ષક સંવર્ગ: ૧૮,૦૦૦ – ૫૬,૯૦૦
- જાહેરાતમાં જયાં બિનઅનામત વર્ગ દર્શાવેલ છે ત્યાં બિનઅનામત વર્ગ એટલે કે જેમનો અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) , સામાજિક અને શૈક્ષણિક ૫છાત વર્ગ (SEBC) કે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માં સમાવેશ થતો નથી અને તેની અનામતનો લાભ મળતો નથી, તેવો ઓ૫ન કેટેગરી અથવા જનરલ કેટેગરી અથવા સામાન્ય વર્ગ.
- આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWS કેટેગરી એટલે કે બિનઅનામત વર્ગના જે લોકો આર્થિક રીતે નબળા વર્ગના હોવાના કારણે તેમને EWS નો લાભ મળવાપાત્ર છે તે.
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 જોવા માટે અહીં કલીક કરો......
પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......
બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટેના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
જેલ સિપોઇ (પુરૂષ) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
જેલ સિપોઇ (મહિલા) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા પેપર-૧ ગુણ જાહેર કરવા બાબત
Provisional Answer Key ડાઉનલોડ કરવા તથા વાંધા / રજુઆત મોકલવા બાબત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની લેખિત પરીક્ષા તા.૧૩.૦૪.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાના પેપર-૧ની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
Provisional Answer Key માટે અહી કલીક કરો....
ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા / રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
તા.૨૧/૦૪/૨૦૨૫ના કલાક ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
વાંધા/રજુઆત મોકલવા માટે અહી કલીક કરો....
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પેપર-૧ ની OMR Sheet ડાઉનલોડ કરવા બાબત
તા.૧૩/૦૪/ર૦ર૫ના રોજ લેવાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની
પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ
પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે
ડાઉનલોડ કરવા માટે
અહી કલીક કરો....
નોંધઃ OMR Sheet ઉમેદવાર તા.ર૮/૦૪/ર૦ર૫ સુધી ડાઉનલોડ કરી શકશે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પેપર-૧ અને પેપર-૨ ની લેખિત પરીક્ષાના કોલલેટર બાબત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાનાર પેપર-૧ અને પેપર-૨ ની લેખિત પરીક્ષાના કોલલેટર તા.૦૫/૦૪/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર અને લોકરક્ષક સંવર્ગની શારીરિક કસોટી પરીણામ બાબત
તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની તથા તા.૧૨/૦૩/૨૦૨૫ નારોજ લોકરક્ષક કેડર સંવર્ગની માં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
૨/- નીચે જણાવેલ ઉમેદવાર શારીરિક માપ કસોટીમાં પાસ થતા તેઓનો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે.
| Sr. No. | Roll No. | Name of candidate | Gender | Ex-Service Man | Net Time |
| 1 | 10092502 | KHUSHBU DINESHBHAI DATTANI | Female | -- | 00:09:28 |
૩/- નીચે જણાવેલ ઉમેદવાર શારીરિક માપ કસોટીમાં પાસ થતા તેઓનો લોકરક્ષક કેડર પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે.
| Sr. No. | Roll No. | Name of candidate | Gender | Ex-Service Man | Net Time |
| 1 | 10716321 | SHAILESHKUMAR GANPATBHAI OD | Male | -- | 00:23:15 |
૪/- આ સિવાય તા.૧૭/૦૨/૨૦૨૫ (બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટ) અને તા.૧૨/૦૩/૨૦૨૫ (લોકરક્ષક કેડર) નારોજ જાહેર કરેલ શારીરિક કસોટીના પરીણામમાં કોઇપણ પ્રકારનો ફેરફાર નથી જે તમામે ધ્યાને લેવુ. સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાબત
લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ (સંભવિત/Tentative) નારોજ યોજાવામાં આવનાર છે. જેની તમામે નોંધ લેવી.
૨/- લેખિત પરીક્ષા સરકારશ્રીના ગૃહવિભાગના તા.૦૭/૦૨/૨૦૨૪ના જાહેરનામાં ક્રમાંકઃ GHG/21/2024/MHK/1010/1393/C પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ નીચે પ્રમાણે રહેશે. (પરીક્ષા નિયમો જોવા માટે અહીં કલીક કરો....)
Objective MCQ Test
Total ( Part A + Part B ) = 200 MCQ, 200 Marks, 3 Hours (180 Minutes)
PART-A :
| SYLLABUS | ||
| Sr. | Topic | Mark |
| 1 | Reasoning and Data Interpretation | 30 |
| 2 | Quantitative Aptitude | 30 |
| 3 | Comprehension in Gujarati language | 20 |
| Total | 80 | |
PART-B :
| SYLLABUS | ||
| Sr. | Topic | Mark |
| 1 | The Constitution of India | 30 |
| 2 | Current Affairs, Science and Technology, General Knowledge | 40 |
| 3 | History, Cultural Heritage and Geography of Gujarat and Bharat | 50 |
| Total | 120 | |
લોકરક્ષક કેડર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો (ગ્રાઉન્ડ) ઉપર શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા, લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટેઅહીં કલીક કરો......
૨/- ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી રોલનંબર મુજબ મુકવામાં આવેલ છે.
૩/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.
૪/- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
૫/- સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
૬/- જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૧૭/૦૩/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૧૭/૦૩/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
બિન હથિયારી પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટી પરીણામ બાબત
તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
૨/- નીચે જણાવેલ ઉમેદવારોનો નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશનુસાર શારીરિક માપ કસોટીની પુનઃ માપણીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉતીર્ણ થતા તેઓનો આ પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે.
| Sr.No. | Roll No. | Name of candidate | Gender | Ex-service man | Net Time |
| 1 | 10114276 | KINJAL MAHENDRABHAI MAKWANA | FEMALE | - | 00:08:33 |
| 2 | 10126504 | KOMALBEN DINESHKUMAR PARMAR | FEMALE | - | 00:09:14 |
| 3 | 10331715 | RAHUL PRAVINBHAI PARMAR | MALE | - | 00:25:00 |
| 4 | 10123313 | GAYATRIBEN UPENDRAKUMAR THAKOR | FEMALE | - | 00:08:26 |
| 5 | 10386976 | KISHANSINH CHANDUJI CHAVDA | MALE | - | 00:24:21 |
3/- સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા બાબત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે જેની તમામે નોંધ લેવી.
ર/- લેખિત પરીક્ષા સરકારશ્રીના ગૃહવિભાગના તા.૦૭/૦૩/૨૦૨૪ના જાહેરનામાં ક્રમાંકઃ GHG/39/2024/MHK/102010/335/C પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ નીચે પ્રમાણે રહેશે.
The Main Examination shall be of 300 marks consisting of 2 papers (Objective type and Descriptive type). The syllabus, duration and marks of each paper are as under:
| PAPER | NAME OF PAPER | MARK | TIME |
| 1 | GENERAL STUDIES (MCQ) | 200 | 3 Hours |
| 2 | GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE) | 100 | 3 Hours |
| Total | 300 | 6 Hours |
Syllabus of Main Exam:
PAPER-1 GENERAL STUDIES (MCQ) (Medium shall be Gujarati)
PART-A :
| SYLLABUS | ||
| Sr. | Topic | Mark |
| 1 | Reasoning and Data Interpretation | 50 |
| 2 | Quantitative Aptitude | 50 |
| Total | 100 | |
PART-B :
| SYLLABUS | ||
| Sr. | Topic | Mark |
| 1 | Constitution of India and Public Addministration | 25 |
| 2 | History, Geography, Cultural Heritage | 25 |
| 3 | Current Affairs and General Knowledge | 25 |
| 4 | Environment, Science and Tech and Economics | 25 |
| Total | 100 | |
PAPER-2 GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE)
100 marks, 3 Hours (180 Minutes)
| Sr. | Mark | |
| PART-A (Gujarati Language skill) | ||
| 1 | Essay (350 Words) | 30 |
| 2 | Precis Writing | 10 |
| 3 | Comprehension | 10 |
| 4 | Report writing | 10 |
| 5 | Letter Writing | 10 |
| PART-B (English Language skill) | ||
| 6 | Precis Writing | 10 |
| 7 | Comprehension | 10 |
| 8 | Translation (From Gujarati to English) | 10 |
| Total | 100 | |
શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૨/૨૦૨૫ થી તા.૨૭/૦૨/૨૦૨૫ દરમ્યાન મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટી પરીણામ બાબત
તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.
૨/- નીચે જણાવેલ અ.નં. ૧ અને ૨ મુજબના ઉમેદવારોનો માજીસૈનિક કેટેગીરીમાં સમાવેશ થતા શારીરિક કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉતીર્ણ થયેલ તથા અ.નં.૩ મુજબના ઉમેદવાર શારીરિક માપ કસોટીમાં પાસ થતા તેઓનો આ પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે. તે સિવાય તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ જાહેર કરેલ શારીરિક કસોટીના પરીણામમાં કોઇપણ પ્રકારનો ફેરફાર નથી જે તમામે ધ્યાને લેવુ. સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
| Sr.No. | Roll No. | Name of candidate | Gender | Ex-Service Man | Net Time |
| 1 | 11073792 | FENILKUMAR ANISHKUMAR GANDHI | Male | Y | 00:10:48 |
| 2 | 11073793 | VIJAY ANANT PAWAR | Male | Y | 00:12:08 |
| 3 | 10225643 | SANDIPBHAI MOHANBHAI PASAYA | Male | - | 00:23:51 |
શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓ
શારીરીક કસોટી GENDER બદલવા માટે તા.૨૧/૦૨/૨૦૨૫ (બપોરે ૧૪.૩૦ વાગ્યા) સુધીમાં આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત
તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં કલીક કરો....
૨/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.
૩/- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
૪/- સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
૫/- જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે તા.૨૨/૦૨/૨૦૨૫ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૨૨/૦૨/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૨/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
ગુજરાત પોલીસ ભરતીનું Official X (Twitter) એકાઉન્ટ બાબત
ગુજરાત પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોને મદદરૂપ થઇ શકે અને પોલીસ ભરતીને લગતી મહત્વની અધિકૃત માહિતી સમયસર મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતીનું Official X (Twitter) ઉપર “Gujarat Police Recruitment Board Official” એકાઉન્ટ શરૂ કરવામાં આવેલ છે. પોલીસ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોએ પોલીસ ભરતીને લગતી અધિકૃત માહિતી મેળવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના Official એકાઉન્ટ “Gujarat Police Recruitment Board Official” ને follow કરી શકે છે.
ફકત મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચના
Ojas ઉપર ઓનલાઇન અરજી કરતી વખતે જો કોઇ મહિલા ઉમેદવારે ભુલથી Female ના બદલે Male સિલેકટ કરેલ હશે તો તેવા મહિલા ઉમેદવારોને શારિરીક કસોટી માટે પુરૂષ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ હશે. જે મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી બાકી છે અને કોલલેટરમાં જેન્ડરમાં ભુલથી Male લખાયેલ છે તેવા મહિલા ઉમેદવારોએ તા.૨૦/૦૨/૨૦૨૪ ના રોજ ક.૧૮/૦૦ પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન પાસે, સેકટર-૯ ખાતે મળી જાય તે રીતે કોલલેટર સહિતની અરજી મોકલવાની રહેશે.
મહિલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડઃ
ખાસ સૂચનાઃ
ઉપરોકત ચારેય મહિલા ગ્રાઉન્ડ ખાતે તા.૨૨/૦૨/૨૦૨૫ ના રોજ મહિલા ઉમેદવારોની શારીરીક કસોટી પૂર્ણ થતી હોઇ, તા.૨૦/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા બાબત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી તા.૩૧/૦૧/૨૦૨૫ નારોજ પૂર્ણ થયેલ છે. આ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજીત માર્ચ-૨૦૨૫ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ-૨૦૨૫ માં યોજાવાની સંભાવના છે, જે અંગે તમામ ઉમેદવારોએ ધ્યાને લેવુ.
શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત
શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો....
શારીરિક કસોટી તારીખ બદલવા બાબત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌ પ્રથમ તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરના (BOTH) અને ફકત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે અને ત્યારબાદ ફકત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે.
શારીરીક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી શરૂ થનાર છે જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ ના બપોર કલાકઃ ૧૪.૦૦ ચાલુ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવાનો બાકી હોય તેવા ઉમેદવારોએ સત્વરે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી લેવા.
ભુલથી Gender ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો....
કોલલેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો....
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે સુચનાઓ
જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે.
શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમુનો.........
નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.
ખાસ નોંધઃ
(એ) શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે.
(બી) ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.
(સી) જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.
શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત
(૧) પુરૂષ ઉમેદવારો માટે
| અ. નં. | PET/PST માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) નું નામ અને સરનામું |
| (૧) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ પીનકોડ-૩૮૨૩૪૬ |
| (૨) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૫,લુણાવાડા રોડ,કોલીયારી ગોધરા. જી.પંચમહાલ-૩૮૯૦૦૧ |
| (૩) | પોલીસ હેડ કવાર્ટર, કાળી તલાવડી, સીવીલ લાઇન્સ, બંબાખાના રોડ, ભરૂચ પીનકોડ-૩૯૨૦૦૧ |
| (૪) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૧ વાવ(સુરત), મુ.વાવ, પોસ્ટ-કામરેજ તા.કામરેજ જી.સુરત -૩૯૪૧૮૫ |
| (૫) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮, કોટડા સાંગાણી રોડ, ગોંડલ જી.રાજકોટ-૩૬૦૩૧૧ |
| (૬) | પોલીસ હેડ કવાર્ટર, શરૂ સેક્શન રોડ, જામનગર-૩૬૧૦૦૮ |
| (૭) | રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખારોડ, જૂનાગઢ-૩૬૨૦૦૧ |
| (૮) | પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડ ક્વાર્ટર, ખેડા કેમ્પ, ખેડા. પીનકોડ-૩૮૭૫૭૦ |
| (૯) | રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૭ નડીયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડીયાદ જી.ખેડા-૩૮૭૦૦૧ |
| (૧૦) | પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટર, સિવીલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા-૩૮૪૦૦૧ |
| (૧૧) | પોલીસ હેડ કવાર્ટર, હિંમતનગર ઇડર રોડ, જીલ્લા જેલની બાજુમા, હિંમતનગર જી.સાબરકાંઠા-૩૮૩૦૦૧ |
(૨) મહિલા ઉમેદવારો માટે
| (૧) | જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ-૩૮૦૦૦૪ |
| (ર) | પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રૃપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ,વડોદરા-૩૯૦૦૦૧ |
| (૩) | મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪ |
| (૪) | પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર.-૩૮૨૦૨૮ |
નોંધઃ તમામ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૫ નારોજ મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪ ખાતે યોજવામાં આવનાર છે.
ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી બાબત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
બિન હથિયારી પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની અરજીઓને રદ કરવા તેમજ મર્જ કરવા બાબતેની જરૂરી સુચનાઓ
ઉપરોકત તમામ કાર્યવાહી બાદ માન્ય રહેતી અરજીઓ માટે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે.
Tender Ref. No. GPRB/PETPST/1/24-25 અન્વયે પ્રિ-બીડ મીટીંગ અંગેની સૂચના
ગગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉપયોગમાં લેવાનાર ટેકનોલોજી માટે અનુભવી અને રસ ધરાવતા વેપારી / એજન્સીઓની તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ પ્રિ-બીડ મીંટીંગ રાખવામાં આવેલ. જે અંગેની સૂચના જોવા માટે અહીં કલીક કરો....
Tender Ref. No. GPRB/PETPST/1/24-25 અન્વયે પ્રિ-બીડ મીટીંગ બાબત.
ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની સીધી ભરતી પ્રક્રિયા હાલ ચાલુમાં છે. ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉપયોગમાં લેવાનાર ટેકનોલોજી માટે અનુભવી અને રસ ધરાવતા વેપારી / એજન્સી તરફથી દરખાસ્ત મંગાવવામાં આવેલ છે. જે અંગે તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ પ્રિ-બીડ મીંટીંગ રાખવામાં આવેલ. જે અંગેની નોટીસ જોવા માટે અહીં કલીક કરો....
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર શારીરીક કસોટીના ટેન્ડર બાબત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર શારીરીક કસોટીના ટેન્ડરની જાહેરાત જોવા માટે અહીં કલીક કરો....
પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૦૯/૦૯/૨૦૨૪ દરમ્યાન ઓનલાઇન અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૨૯૫૩ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તા.૨૯/૦૯/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.
અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો....
ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ
ઓનલાઇન અરજી બાબતે અગત્યની સૂચનાઓ
ખાસ નોંધઃ
લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક અંગેની સૂચના
લોકરક્ષક તથા પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક તા.૧ર.૪.ર૦ર૪ ના રોજ વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ થાય તે માટે ઉ૫રોકત અંદાજિત સમય૫ત્રકમાં ઉમેદવારોએ નીચેની બાબતો ઘ્યાને લેવી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......
લોકરક્ષક ભરતી ર૦ર૧-રર ની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ આચરેલ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવેલ બાબત.
લોકરક્ષક ભરતી ર૦ર૧-રર ની ભરતી પ્રક્રિયા દરમ્યાન ગેરરીતિ કરી, પોલીસ ભરતીમાં બિનઅધિકૃત રીતે ભરતી થવાની કોશીષ કરી ગેરરીતી આચરેલ હતી તેવા કુલ-૩૭ ઉમેદવારોને રાજય સરકાર હસ્તકની ભરતીમાં તા.૨૮/૦૫/૨૦૨૪ થી આગામી ૩ (ત્રણ) વર્ષ માટે ગેરલાયક ઠરાવવામાં આવેલ છે.
ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો......
પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના અભ્યાસક્રમ બાબત
પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરના ભરતી પરીક્ષા નિયમોને ધ્યાને લઇ, લેખિત પરીક્ષા માટે ઉમેદવારોના માર્ગદર્શન સારૂ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જે નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ-૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તા.૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.
અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો......
ફી ભરવા માટે જરૂરી સુચના
જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૧૭,૦૦૦ જેટલા ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. ઓનલાઇન ફી ભરવા માટેનો આવતીકાલ તા.૦૭/૦૫/૨૦૨૪ છેલ્લો દિવસ છે, જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ફી સમયસર ભરી દેવી. જો સમયસર ફી ભરાશે નહીં તો આવા ઉમેદવારોની અરજી રદ થશે.
ફી ભરવા માટે જરૂરી સુચના
જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલ-૨૦,૦૦૦ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
ફી ભરવા માટે જરૂરી સુચના
તા.૦૪/૦૪/૨૦૨૪ થી તા.૩૦.૦૪.૨૦૪ દરમ્યાન ૧૨,૪૫,૬૧૨ અરજીઓ થયેલ છે તે પૈકી ૧૦,૨૬,૮૧૯ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા કુલઃ ૧,૫૫,૩૭૧ ની કન્ફર્મ થયેલ છે તે પૈકી તા.૦૧/૦૫/૨૦૨૪ નારોજ કલાકઃ ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ૧,૨૯,૨૧૮ ઉમેદવારોએ ફી ભરેલ છે, આમ હજી ૨૬,૧૫૩ ઉમેદવારોએ ફી ભરવાની બાકીમાં છે. જેથી બાકી રહેલ ઉમેદવારોએ ફી તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
વધુમાં ખાસ જણાવવાનું કે, જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે તેવા ઉમેદવારોની અરજીમાં કોઇ ભુલ રહેલ હોય તો આ બાબતે રૂબરૂમાં કે ટપાલથી ભરતી બોર્ડ ખાતે સુધારા માટે રજુઆત કરવી નહીં, કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઇ સુધારો કરી શકાય નહીં જે ધ્યાને લેવુ.
અરજી કરવા માટે જરૂરી સુચના
તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૯/૦૪/૨૦૨૪ના બપોર કલાકઃ ૧૨.૪૫ સુધીમાં ૧૦,૭૮,૪૧૦ અરજીઓ થયેલ છે તે પૈકી ૮,૯૨,૪૮૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, અરજી કરવાની છેલ્લી આવતીકાલ તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ ફકત ૨ (બે) દિવસ જ બાકી છે. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.
અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
અરજી કન્ફર્મ કરવા અંગે જરૂરી માર્ગદર્શન
ઉમેદવારો તરફથી રજુઆત મળેલ છે કે, અરજી કન્ફર્મ થયા અંગેનો કોઇ મેસેજ મળેલ ન હોય તો અરજી કન્ફર્મ થયેલ છે કે નહી તે કઇ રીતે જાણી શકાય? જે અંગે જરૂરી માર્ગદર્શન નીચે મુજબ છે.
OJAS પોર્ટલ પર અરજીમાં તમામ વિગતો ભર્યા બાદ SAVE બટન ઉપર કલીક કરવાથી અરજી નંબર દેખાશે જે નોંધી લેવો. આ અરજી નંબરનો ઉપયોગ કરી ફોટો અને સહી અપલોડ કરવી. અરજી કન્ફર્મ કરવા માટે Online Application માં Confirm બટન ઉપર કલીક કરવુ ત્યાર બાદ અરજી નંબર અને જન્મ તારીખ નાખ્યા બાદ OK બટન ઉપર કલીક કરવાથી તમારી અરજી કન્ફર્મ થઇ જશે અને ૮ (આઠ) આંકડાનો કન્ફર્મ નંબર પણ દેખાશે જે નોંધી લેવો.
જો અરજી કન્ફર્મ કરેલ હોય અને કન્ફર્મ નંબર ભુલી ગયા હોય તો OJAS પોર્ટલના Home પેઇઝ ઉપર Help/Query સેકશનમાં “તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં કલીક કરો” ઉપર કલીક કરવાથી Enter Advertisement No. માં GPRB/202324/1 અને મોબાઇલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો છો.
તમે અરજી કન્ફર્મ કરેલ છે અને કન્ફર્મ થઇ છે કે નહીં તેની ખબર ના પડતી હોય તો નીચેની લીંક ઉપર કલીક કરવાથી તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. જો તમને કન્ફર્મેશન નંબર મળે તો તમારી અરજી કન્ફર્મ અને જો ના મળે તો તમારી અરજી કન્ફર્મ થયેલ નથી. જો તમારી અરજી કન્ફર્મ થયેલ ના હોય તો તમારે અરજી કન્ફર્મ કરવાની થાય અથવા નવેસરથી બીજી અરજી કરવાની થાય.
કન્ફર્મેશન નંબર જાણવા માટે નીચેની લીંક ઉપર કલીક કરો.
https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM=
અરજી કરવા માટે જરૂરી સુચના
તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૨૪/૦૪/૨૦૨૪ના સવાર સુધીમાં ૭,૮૧,૮૪૮ અરજીઓ થયેલ છે તે પૈકી ૬,૪૧,૫૯૧ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૭ (સાત) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.
અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી. જો ફી ભરેલ હોય અને રિસિપ્ટ દેખાતી ન હોય (ફી ભર્યાના ૭૨ કલાક સુધીમાં) અથવા જો પેમેન્ટ કેન્સલ થયુ હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે.
ઉપરોકત બાબતે જો કોઇ પ્રશ્ન હોય તો વેબસાઇટ પર મૂકવામાં આવેલ પ્રશ્નો/જવાબનો અભ્યાસ કરી લેવો તેમજ વધુ જરૂર જણાય તો સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી પોલીસ ભરતી બોર્ડની હેલ્પલાઇન નંબરઃ (1) 81608 80331 (2) 81608 53877 (3) 81608 09253 તથા ટોલ ફ્રી નંબરઃ 1800 233 5500 ઉપર સંપર્ક કરી માહિતી મેળવી લેવી.
અરજી કરવા માટે જરૂરી સુચના
તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ ઓનલાઇન અરજી સ્વીકારવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. આજરોજ તા.૧૫/૦૪/૨૦૨૪ના બપોર સુધીમાં ૪,૫૯,૬૦૯ અરજીઓ થયેલ છે તે પૈકી ૩,૬૭,૦૭૬ અરજીઓ કન્ફર્મ થયેલ છે.
જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી હોય તેઓએ તાત્કાલીક અરજી કરી લેવી, કારણ કે જો પાછળના દિવસોમાં વધારે પ્રમાણમાં અરજીઓ કરવાનો પ્રયાસ થશે તો OJAS પોર્ટલ ઉપર લોડ વધવાની શકયતાને કારણે અરજી કરવાથી વંચીત રહી જવાની શકયતા છે. અરજી કરવાની છેલ્લી તા.૩૦/૦૪/૨૦૨૪ છે આમ હજી પણ ૧૫ (પંદર) દિવસ બાકી છે જે સમય પર્યાપ્ત છે. પાછળથી ભોગે સમય વધારવામાં આવશે નહીં અને વધારાના સર્વર પણ મૂકવામાં આવશે નહીં. વધુમાં જેઓએ અરજી કરેલ છે પરંતુ અરજી કન્ફર્મ કરેલ નથી તેઓએ અરજી કન્ફર્મ કરી લેવી.
અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી જે ઉમેદવારોએ ફી ભરવાની હોય છે તેવા ઉમેદવારોએ ફી પણ તાત્કાલીક ઓનલાઇન ભરી દેવી. ઓનલાઇન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇશ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં અને આવા ઉમેદવારોની અરજી રદ થશે. જેથી સમયસર ફી ભરી દેવી.
પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક
લોકરક્ષક તથા પો.સ.ઇ. ભરતીના ઉમેદવારો ૫રીક્ષાની તૈયારીનું આગોતરૂ આયોજન કરી શકે તે માટે ૫રીક્ષાનું અંદાજિત સમય૫ત્રક આ સાથે મુકવામાં આવેલ છે.
આ અંદાજિત સમય૫ત્રક છે, જુદા જુદા કારણોસર તેમાં ફેરફાર થઇ શકે છે. પો.સ.ઇ. તથા લોકરક્ષક ૫રીક્ષાના સમય૫ત્રક માટે અહીં કલીક કરો......
ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીથી સ્નાતક થતાં ઉમેદવારો માટે માર્ગદર્શન
કેટલાક ઉમેદવારો કે જેઓએ ઘોરણ-૧ર પાસ કર્યા વિના બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીનો બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ (BPP) બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસ કરેલ છે, તેવા ઉમેદવારો લોકરક્ષક / પો.સ.ઇ.માં અરજી કરી શકે કે કેમ?
બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીની માર્ગદર્શન પુસ્તિકામાં સ્નાતક ૫દવી માટેના પ્રારંભિક અભ્યાસક્રમ અંગેનું સાહિત્ય વંચાણે લેતાં બેચલર પ્રિપેરેટીવ પ્રોગ્રામ ઘોરણ-૧ર સમકક્ષ નથી. જેથી બી.પી.પી. પાસ કરનાર ઉમેદવાર કે જેણે ઘોરણ-૧ર પાસ કરેલ ન હોય અથવા તો ઘોરણ-૧ર પાસને સમકક્ષ ગણાતો ડિપ્લોમા / આઇ.ટી.આઇ. પાસ કરેલ ન હોય તો તે લોકરક્ષકમાં અરજી કરી શકશે નહીં કારણ કે તેણે ઘોરણ-૧ર સમકક્ષ ૫રીક્ષા પાસ કરેલ નથી.
૫રંતુ જો બી.પી.પી. કર્યા બાદ ઉમેદવારે બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીમાં સ્નાતક એટલે કે બી.એ. / બી.કોમ. જેવો અભ્યાસક્રમ કરેલ હોય તો તે ઉમેદવાર પો.સ.ઇ. માટે અરજી કરી શકશે.
આવા ઉમેદવારે ઘોરણ-૧ર સમકક્ષની માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અ૫લોડ કરવાની રહેશે તથા તેમાં દર્શાવ્યા મુજબનું નામ અરજીમાં ભરવાનું રહેશે.
બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટી અંગે ઉમેદવારો ઘ્વારા મળેલ રજૂઆતના આઘારે ચકાસણી કરી ઉ૫રોકત વિગતો મુકેલ છે. કોઇ ઉમેદવાર પાસે આ પ્રકારની અન્ય યુનિવર્સીટીની કોઇ ડિગ્રી હોય તો તેના પ્રમાણ૫ત્રો તથા યુનિવર્સીટીના અભ્યાસક્રમ સાથે ભરતી બોર્ડનો રૂબરૂ સં૫ર્ક કરવાથી તેઓને વઘુ માર્ગદર્શન આપી શકાશે.
બાબાસાહેબ આંબેડકર ઓ૫ન યુનિવર્સીટીના અભ્યાસક્રમની માહિતી માટે અહીં કલીક કરો......
મેડીકલ ચકાસણી
ઉમેદવારો તરફથી ભરતી પ્રક્રિયામાં પસંદગી થયા બાદ તબીબી પરીક્ષણને લગત નીચે જણાવ્યા મુજબના પ્રશ્નો અમારી સમક્ષ આવેલ છે. આ પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય વિભાગના મેડીકલ બોર્ડને પત્ર લખવામાં આવનાર છે. જેથી નીચે જણાવેલ પ્રશ્નો સિવાય તબીબી પરીક્ષણને લગત જો કોઇ અન્ય પ્રશ્ન હોય તો દિન-૨માં જણાવવુ.
ધોરણ-૧૨ની માર્કશીટ અપલોડ કરવા બાબતે જરૂરી સુચના
ભરતી બોર્ડ ધ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ નારોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત અંગેની સુચનાઓમાં મુદદા નંબરના ખાસ નોંધ માં (એ) માં જણાવ્યા મુજબ “ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.” તેમ જણાવેલ છે.
તેમ છતાં હેલ્પલાઇન ઉપર નીચે મુજબની રજુઆતો મળેલ છે.
ઉપરોકત બંન્ને કિસ્સામાં ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટ અથવા ધોરણ-૧૨ સમકક્ષની માર્કશીટ જ અપલોડ કરવાની છે.
જો કોઇ ઉમેદવારે ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષની માર્કશીટના બદલે સમકક્ષ પ્રમાણપત્ર (ઇકવીલેન્ટ સર્ટીફિકેટ) અથવા સ્નાતકની માર્કશીટ અપલોડ કરી હશે તો અરજી માન્ય રહેશે નહીં, જેથી આવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારોએ નવેસરથી અરજી કરીને ફી પણ ભરવાની રહેશે.
કેટલાક ઉમેદવારો ૫ગારઘોરણ વિશે જાણવા માગે છે, જેની વિગતો નીચે મુજબ છે.
સરકારશ્રીના નાણાં વિભાગ, ગાંધીનગરના તા.૧૮.૧૦.૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃ ખરચ/ ૨૦૦૨/૫૭/પાર્ટ-૪/ઝ.૧ માં જણાવ્યા મુજબ કરારના સમયગાળા દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરમાં માસિક રૂ.૪૯,૬૦૦/- તથા લોકરક્ષક સંવર્ગમાં માસિક રૂ.૨૬,૦૦૦/- ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઇ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિકસ્ડ પગાર જ મળવાપાત્ર થશે અને કરારના સમયગાળા દરમ્યાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જે તે સમયના સરકારશ્રીના નિયમોનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં (પગાર ધોરણ નીચે દર્શાવ્યા મુજબ છે.) નિયમિત નિમણુંક મળવાપાત્ર થશે.
ઉમેદવારોને જરૂરી માહિતી મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે હેલ્પ લાઇન શરૂ કરવામાં આવેલ છે, જેના મોબાઇલ નંબરો નીચે જણાવ્યા મુજબ છે. આ હેલ્પ લાઇન જાહેર રજાના દિવસો સિવાય સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
તા.૧૩.૦૩.ર૦ર૪ ના રોજ વર્તમાન૫ત્રમાં બહાર પાડવામાં આવેલ લોકરક્ષક તથા પી.એસ.આઇ. ની ભરતીની જાહેરાતમાં બિનઅનામત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ આ બંને કેટેગરી વિશે કેટલાક ઉમેદવારોને ગેરસમજ હોવાની અત્રે રજૂઆત મળેલ છે. જેથી ઉમેદવારોની જાણ માટે નીચે મુજબની સ્પષ્ટતા બહાર પાડવામાં આવે છે.
બિનઅનામત વર્ગ એટલે કે જેમને SC, ST, SEBC નો લાભ મળતો નથી, ૫રંતુ સરકારશ્રીએ નકકી કરેલા મા૫દંડો મુજબ આર્થિક રીતે નબળા વર્ગમાં એટલે કે EWS માં જેનો સમાવેશ થાય છે તે.
પોલીસ ભરતી બોર્ડની ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા બાદ જે ઉમેદવારોએ ફીના નાણાં ભરવાના છે તેવા ઉમેદવારોએ SBIepay નું પેઇજ ખુલે તેમાં કયા મોડથી ફી ભરવાની છે તેની માહિતી આવશે તેમાં (1) UPI (2) Internet Banking તથા (3) Debit/Credit/Prepaid Cards મોડ હશે.
Debit/Credit/Prepaid Cards પૈકી જે ઉમેદવારોએ Debit Card થી ફી ભરવાની છે તેમાં ફકત Rupay Debit Card સિવાય અન્ય કોઇ Debit Card થી ફી ભરી શકાશે નહીં જે ધ્યાને લેવુ
તા.૧૪.૦૩.૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સુચનાઓમાં નીચે જણાવ્યા મુજબ જરૂરી સુધારા કરવામાં આવેલ છે.
(૮.૨૦) પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.
તેને બદલે હવે નીચે જણાવેલ ફકરો વાંચવાનો રહેશે.
(૮.૨૦) ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.
અન્ય કોઇ એક જ ભરતી બોર્ડ (મંડળ)ની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકશે.
૭.૭ માં નીચે જણાવેલ ફકરો ઉમેરવામાં આવેલ છે.
મૂળ ગુજરાતનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે.
સુધારા સાથેની વિગતવારની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની વિગતવાર સુચનાઓ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચનાઓની નોંધ (ર) માં જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે તેમ જણાવેલ હતુ. ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટેની કાર્યવાહીમાં ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી વિગતવારની સુચનાઓ મૂકવામાં આવે છે,
વિગતવારની સુચનાઓ જોવા માટેઅહીં કલીક કરો......
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની સુચનાઓ
નોંધઃ
(૧) OJAS વેબ સાઇટ પર ઓનલાઇન અરજીઓ તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે.
(૨) જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર તથા OJAS વેબ સાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે.
(૩) ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી અગત્યની માહિતી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે.

Post a Comment