ઓકટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે જાહેર કરેલ "કૃષિ રાહત પેકેજ ઓકટોબર-૨૦૨૫"
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોની સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે...
તા.૧૩/૧૧/૨૦૨૫
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સરકારશ્રી દ્વારા ઓકટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અમદાવાદ, બેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છ એમ કુલ ૩૩ જીલ્લામાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા "કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫" જાહેર કરવામાં આવેલ છે.
આ પેકેજ અંતર્ગત ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તા. ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી ૧૫ દિવસ માટે પોર્ટલ ખુલ્લુ કરવામાં આવશે. જે ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ કરી શકાશે.
Official website https://krp.gujarat.gov.in/

Post a Comment