વિદ્યાર્થીઓ માટે આધાર ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU)

વિદ્યાર્થીઓ માટે આધાર ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU)* ભારત સરકારના UIDAI અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્દેશ મુજબ, 5 થી 17 વર્ષના તમામ વિદ્યાર્થીઓએ આધાર ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) પૂર્ણ કરવું આવશ્યક છે। 

 



*આ શા માટે મહત્વપૂર્ણ છે:*  

આધાર MBU અપડેટ શાળા પ્રવેશ, શાસન યોજનાઓ તથા NEET, JEE, CUET જેવી મહત્ત્વની પરીક્ષાઓમાં ઓળખ અને પ્રમાણિકરણ માટે જરૂરી છે। 

જેમના આધાર 5 વર્ષ અથવા 15 વર્ષ પછી અપડેટ થયા નથી, તેવા વિદ્યાર્થીઓએ બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે। 

MBU પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીનું e-KYC વેરિફિકેશન પણ પૂર્ણ થાય છે। 

 

 *મુખ્ય મુદ્દા:*  

MBU સંપૂર્ણપણે મફત છે – 5 થી 17 વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે।  

માત્ર વિદ્યાર્થીનો આધાર કાર્ડ જરૂરી છે – વાલીની હાજરી ફરજિયાત નથી।  

શાળામાં યોજાનાર MBU કેમ્પ દરમિયાન વિદ્યાર્થી હાજર રહેવું જરૂરી છે।  

 

*નોંધ:* વિદ્યાર્થી ઈચ્છે તો પોતાને અનુકૂળ કોઈપણ નજીકના આધાર સેવા કેન્દ્ર (Aadhaar Seva Kendra) પર જઈને પણ MBU અપડેટ કરાવી શકે છે। MBU પૂર્ણ થયા બાદ અપડેટ થયેલ આધારની નકલ શાળામાં જમા કરાવવી જરૂરી છે। 

 

 *નજીકના કેન્દ્રો અહીં શોધો:* https://bhuvan-app3.nrsc.gov.in/aadhaar/ વાલીઓને વિનંતી છે કે તેમના સંતાનનો આધાર MBU વહેલી તકે પૂર્ણ કરાવો। *સાદર,* *પ્રિન્સિપાલ*

Post a Comment

Previous Post Next Post