આઝાદીનો સૂર્ય જૂનાગઢમાં મોડો ઉગ્યો

 


સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માંગતા શેરીએ!'

જૂનાગઢ જ્યાં છે ત્યાંજ રહેશે."જૂનાગઢના નવાબ સાહેબનો છેલ્લો સંદેશ" જૂનાગઢ માં સદીઓથી હિન્દૂ રાજાઓ રાજ કરતા,માત્ર 200 વર્ષ બાબી વંશ ,ના નવાબો એ અંગ્રેજો ની રહેમ નજરે શાશન કર્યું,

જૂનાગઢ નવાબ મુહંમદ માબતખાન ના બેગમ જે ભોપાલ ના હતા,મહમદ અલી જીણા એ બેગમ ની મદદ થી નવાબ ને પાકિસ્તાન સાથે ભળવાનું કાવતરું કર્યું, ઝીણાં એ રાતો રાત જૂનાગઢ ના નવા દીવાન શાહનવાઝ ભુટો ને જાહેર કર્યા ને 15 મી ઓગસ્ટ ન દિવસે પાકિસ્તાન માં જોડાવવાની જાહેરાત કરી, જીણા અને એગ્રેજો એ આ બાજુ દિલ્હી માં પોતાની ચાલ રમી,     

 જૂનાગઢના પ્રશ્ને નવી દિલ્હીમાં તા.૨૭ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ ગવર્નર જનરલ માઉન્ટબેટનના અધ્યક્ષપદે એક બેઠક મળી હતી જેમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મોહનલાલ સક્સેના અને ગોપાલસ્વામી આયંગર ની હાજરી માં આ બેઠકમાં લોર્ડ માઉન્ટબેટને એવો ભારપૂર્વક આગ્રહ કર્યો હતો કે ભારતે વહેલી તકે જૂનાગઢનો પ્રશ્ન યુનોમાં લઈ જવો જોઈએ!! જો આમ નહિ થાય અને જો જૂનાગઢના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો ભલે યુદ્ધમાં પાકિસ્તાન હારે પણ સાથે સાથે ભારતને મોટી નુકશાની થશે જૂનાગઢ માં આખી એક પેઢી બરબાદ થઈ જશે.

ટૂંક માં ઝીણા ,માઉન્ટબેટન ચોકડી ની ઈચ્છા એવી હતી કે એક નાનકડા જૂનાગઢને ભારત જતું કરે પણ આ બેઠક માં સરદાર પટેલે,માઉન્ટ બેટન ને ચોખ્ખી ના પાડી,અને ચોખ્ખું કહી દીધું,આ મામલો અમે અમારી રીતે ઉકેલીશું,તમે વચ્ચે ન પડો.

  ગુજરાત માં તમામ રજવાડા માં જાહોજલાલી માં પ્રથમ,ભારત નું પેરિસ કહેવાતું, એગ્રેજો પણ 15 તોપ ની સલામી આપતા,નવાબે પાકિસ્તાન માં જોડાવા માટે જાહેરાત કરતા જ જૂનાગઢની પ્રજા જંગે ચઢી,હિઝરત શરુ થઇ અને કોમી રમખાણો પણ....15 મી ઓગસ્ટ 1947 ની મધ્ય રાત્રી થી ભારત દેશ આઝાદી મનાવવા માં વ્યસ્ત હતો.ત્યારે

 જૂનાગઢની પ્રજા ભારતના માટીને પાકિસ્તાનના નાગરિકો બને તેવું કોઈ પણ સંજોગોમાં ન બને તે માટે13મી એ ,સરદાર પટેલ જૂનાગઢ આવિયા,બહાઉદીન કોલેજ ના મેદાન માં 50,000 લોકો ની હાજરી માં ,લોક મત લેવાયો, એક સાથે લોકો એ હાથ ઉંચો કરી ભારત સાથે જોડાણ નો લોકમત આપીયો,સરદાર પટેલ એજ દિવસે પ્રભાસ પાટણ ગયા અને દરિયા માં થી સુરજ દાદા ને અંજલિ આપી ને સોમનાથ મહાદેવ મંદિર ના જીણોધાર ની જાહેરાત કરી.

આરઝી હકૂમતની સ્થાપના થઇ,થોડા સમય માટે જૂનાગઢ માં આરઝી હકુમત નું શાશન આવ્યુ,આરઝી હુકમતે જૂનાગઢ પર આક્રમણ કર્યું,જૂનાગઢ ના દિવાને પાકિસ્તાન પાસે આર્મી ની મદદ માંગી,પાકિસ્તાન માટે શક્ય ન હોવાથી હાથ ઊંચા કરી દીધા ,છતાંય નવાબ ને ભાન ન થયું, હુકમતે ,જોરદાર લડત આપી ને અને તા 9/11/1947ના રોજ પ્રથમવાર જૂનાગઢે આઝાદીનો અનુભવ કર્યો,દિવાન ભુટ્ટો પણ ચુપ ચાપ જૂનાગઢ છોડી પાકિસ્તાન ભેગો થઈ ગયો.

કેશોદ એરપોર્ટ થી નવાબ કરાચી પહોંચી ગયા,એરપોર્ટ પર કોઈ લેવા ન આવ્યુ,ત્યારેજ નવાબ ને ભાન થઈ ગયું, , તેઓ મહમદ અલી ઝીણાને મળવા પ્રયાસ કરતા હતા પરંતુ તેમને કોઈ ખાસ દાદ મળતી નહોતી ,ઝીણા એ જે આબલી પીપળી બતાવી તે માંથી કશું જ ન થયું,અને તેથી નવાબની મૂંઝવણ વધતી જતી હતી - તેમને હૈયે જૂનાગઢ અને એની પ્રજા હતાં પરંતુ નવાબના દિવાન ભુટ્ટો , ઝીણા અને બીજા લોકો એ તેમને વિકટ સ્થિતિમાં મૂકી દીધા હતા

અંતે તા 8/11/1947ના રોજ નવાબ સાહેબે કરાચીથી દિવાન ભુટ્ટો પર તાર મુક્યો


"UNLESS YOUR WIRE YOU ARE ALREADY IN POSSESSION OF INSTRUCTION FROM AUTHORITIES SO FAR BETTER ACT TO THEN USING YOUR JUDICIOUS DISCRETION AS SITUATION DEMANDS - TO AVOID BLOODSHED OF MY BELOVED SUBJECTS I APPRECIATE YOUR SENSE OF DUTY AND PRAY ALMIGHTY GIVE YOU STRENGTH YOUR WIRE PLANE REACHING THIS AFTERNOON"


બંધારણીય રીતે 9/11/47 પછી જૂનાગઢ માં એક બંધારણ સભા ના આયોજન થી 20/1/1949 થી જૂનાગઢ સ્ટેટ ભારતનો અવિભાજ્ય ભાગ બન્યો અને પ્રથમ વાર જૂનાગઢ ના નાગરિકો ભારતના નાગરિક બન્યા અને એ રીતે આઝાદીનો સૂર્ય જૂનાગઢમાં મોડો ઉગ્યો

જૂનાગઢના છેલ્લા નવાબ મુહંમદ માબતખાનએ જૂનાગઢ પાછા ફરવા ,સતત પ્રયત્ન કર્યા,,સતત પસ્તાવો અનુભવ્યો પરંતુ તેમાં ભારત સરકારનો પ્રતિસાદ ન મળ્યો અને પાકિસ્તાનમાં પણ કોઈ ખાસ માન ન પામ્યા,શરૂઆત માં પાકિસ્તાન સરકારે આપેલ, વ્યવસ્થા,માન ,સન્માન બધુજ પાછું લય લીધુ, ઝીણા ના કહેવાથી ગુજરાત ના અને ભારત ના અનેક સુખી મુસ્લિમ લોકો પાકિસ્તાન ગયા,ખૂબ જ પછ તાયા, મૂહાજીર નું લેબલ મળ્યું, સામે પાકિસ્તાન થી આવેલ મુસ્લિમ ભારત માં સુખી થયા, 7/11/1959 ના રોજ કરેલ ભૂલના ભાર સાથે અવસાન પામ્યા - એમના પુત્ર મહંમદ દિલાવરખાનજી ને પાકિસ્તાનના સિંધ પ્રાંતના ગવર્નર બનાવેલા અને કોઈ જૂનાગઢથી કરાંચી જાય તો તેમને માનભેર પેલેસમાં સ્વાગત કરાતું -જૂનાગઢ માં ઘણા લોકો સાથે પત્ર વ્યવહાર મા પોતાનું દર્દ જણાવતા આજે પણ કરાંચીમાં "જૂનાગઢ હાઉસ" હતું, જેના પર જૂનાગઢ સ્ટેટનો ધ્વજ ફરકતો,અને જૂનાગઢ નવાબના વારસદાર તરીકે મુહંમદ જહાંગીરખાન રહેતા, આજે પણ આ વારસદારો કરાંચી ની આ હવેલી ને લગ્ન પ્રસંગો માં ભાડે આપી ને પોતાના ખર્ચા કાઢે છે,

આ જ નવાબ ના એજ દીવાન શાહ નવાઝ ભુટ્ટો.. ઍટલે, પાકિસ્તાન ના રાજકરણ માં ઉચ્ચ સ્થાન,અને આર્થિક રીતે પણ, જાહોજઝાલી ભોગવતા શાહનવાઝ ભુટ્ટોના દીકરા ઝુલ્ફિકાર ભુટ્ટો પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનેલા. એમના દીકરી બેનજીર ભુટ્ટો પણ પ્રધાનમંત્રી રહી ચૂકેલ છે. બિલાવલ ભુટ્ટો પણ પાકિસ્તાનના રાજકારણમાં જાણીતો ચહેરો છે.

'સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માંગતા શેરીએ!'

પાકિસ્તાન માં માત્ર 16,000 નું સલીયાણુ મળતું,ક્યાં એ સમય ન ભાવ પ્રમાણે અબજો ની સંપત્તિ છોડી ને આવેલ આ જ નવાબ,

જો..... ..........અને તો..........નવાબ ,જીણા ની વાત માં ન અવિયા હોત....પોતાની બુદ્ધિ નો ઉપીયોગ કર્યો હોત..બેગમ ની વાતો માં ન આવ્યા હોત.

 તો............આજ તેમનો પરિવાર પાસે અબજો ની સપતિ હોત...ભારત ના રાજકારણ માં દબદબો હોત, ખૂબ જ સક્રિય હોત, જૂનાગઢ ની પ્રજા નો પ્રેમ એવો ને એવો જ હોત,

Post a Comment

Previous Post Next Post