કસુંબો

 


કસુંબો... ગામડા માં પહેલા સારા નરસા તમામ પ્રસંગો માં વડીલો ભેગા થાય એટલે કસુંબો કરે ઠકરાતી ડાયરો બેઠો હોય પાઘડીબંધ વડીલો ડાયરા વચ્ચે બેઠા હોય એક બાજુ યુવાનો ચા પાણી ની સેવા કરતા હોય  

ફોટો માં દર્શાવ્યા મુજબ એક વડીલ ડાયરા વચ્ચે બેસી ને કસુંબો ઘોળીને ને બધાને પોતાની હાથ ની અંજળી માં લય ને કસુંબો કરાવતા હોય તાણ કરી કરી ને ત્રણ ત્રણ વખત ફરજીયા અને બંધાણી તો હદ બાર કહુબા કરે 

જે વડીલ ને આખા ડાયરા થી બનતી હોય એ કહુબા નો લોટો લય આખાં ડાયરા માં ફરી ફરી ને "તારા હમ મારા હમ" આ આટલો લ્યો " "મારું માન રાખો" "ફલાણા ના હમ એક અંજળી તો લેવી જ પડશે " એ મોજ જ કય અલગ હોતી 

   એક વાર ફોટો જોઇને ખાલી કલ્પના કરો કે આ ડાયરો કેટલો જામેલ હશે એક બાજુ વડીલો વાતો કરતા હોય હસી મજાક કરતા હોય રાવણા કુટતા હોય અને અમુક મોભી વડીલો તો ડાયરા માં બેઠા બેઠા દીકરી દિકરા ના સગપણ નક્કી કરી દેતા એવો એ જમાનો હતો 


 ડાયરા તો અત્યારે પણ જરુરી છે પણ આજે ડાયરા માં અફીણ ના બધલે કાવો કે ચા હોવી જોઈએ અને ખાસ મોબાઈલ ખીચા બહાર નય કાઢવા નો તો ડાયરો જામે 

   જેણે જેણે આવા ડાયરા માણેલ હોય એ કોમેન્ટ કરજો આજે આવા ડાયરા ની જરૂર છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો મારા મતે તો આજે પણ્ ડાયરા થવા જ જોઈએ..

Post a Comment

Previous Post Next Post