જીવતર સાંઠો શેરડીનો

 


જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

કદીક હોય મઝધારે ઝૂકવું, કદીક મળી જાય કાંઠો રે.

ભાઈઓ અને બહેનો શિક્ષણ વિભાગ ના મંત્રી શ્રી એ શરુ કર્યું

પ્રસંગ હતો શાળા પ્રવેશ ઉત્સવ નો આ ધોમધખતા તડકામાં મુખ્ય મંત્રી અન્ય મંત્રીઓ

આઈ એ એસ અને આઈ પી એસ અધિકારીઓ આંગળી પકડી ગામડાના બાળકો ને નિશાળે બેસાડવા આવ્યા છે

તાળીઓનો ગડગડાટ

મંત્રીના મોઢા ઉપર મુસ્કાન

મિત્રો

આજે રાજ્ય સરકારે બાળકો ની આંગળી પકડી છે ..

નેતાજી એ ભાષણ આગળ ચલાવ્યું

બાળકો ખુશ હતા

કોઈ બાળક ની આંગળી કલેક્ટરે,

કોઈની મામલદારે

અને કોઈની આંગળી શિક્ષકે પકડી હતી

બધા બાળકો પોતાના બાપની આંગળીએ થી છુટા પડી ગયા હતા

એક દેવજી હતો હજુ લાખાની આંગળીએ થી છુટો પડતો નોતો

પણ લાખો ક્યાં દેવજી નો બાપ હતો ? લાખો ગોદાવરીનો દીકરો હતો

લાખના બાપનું નામ ગોદાવરી પણ જાણતી ના હતી

એક તો ગાંડી ને પાછી રૂપાળી

ગોદાવરી અસ્થિર હતી

લોકો જોકે તેને ગોદાવરી ગાંડી કહેતા

આખો દિવસ પથ્થર વીણવા

રાત્રે દવાખાના પાસે સુઈ જવું તે તેગોદાવરીનો નિત્યક્રમ

ગોદાવરી ના કુખે

દેવજી નો જનમ થયેલો

સારું થયું વળી દવાખાના ના ભલા ડોકટર અને સ્ટાફે

ગોદાવરી અને તેના નવજાત શિશુ ને બચાવી લીધા..

દેવજી ના જનમ પછી

ગાંડી ગોદાવરી

ઠાવકી બની હતી

હા એક ગાંડપણ અવશ્ય દેખાતું

કોઈ એને દેવજી ના બાપ નું નામ પુછતા તો

તે ખડખડાટ હસી પડતી અને ગાતી.. તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો

પડછાયા પાસેથી ગોદાવરી જેવી ગંદી માંગે પણ શું ?

શું માગ્યું હતું કુંતીએ સુરજ પાસેથી

બરાબર દવાખાના ની બહાર ના ભાગે લાખાની શેરડી ના રસ નો સીચોડો

લાખો દેવજી ના જનમ અને ગોદાવરી ના જતન નો સાક્ષી

એને નવાઈ લાગતી અરે આ ગોદાવરી ગાંડી છોકરાને કેવી ઉછેરે છે ?

ગોદાવરી મા હવે ગાંડપણ નોતું

મમતા હતી સમજ હતી

માતૃત્વ હતું

લાખો ગોદાવરી ને મદદ કરતો

ગોદાવરી લાખાની શેરડી ની લારી એ કામ કરતી

દેવ નો દીધેલો દેવજી મોટો થતો જતો હતો

ગોદાવરી સુંદર લાગતી હતી

તેને લાખાની લારી સાંભળી લીધી

લાખો દેવજી ને ખંભે બેસાડતો

રમાડતો પણ ખરો

કહેતો અરે ગોદાવરી

તુને ભગવાને દેવ ના ચકકર જેવો દીકરો આપ્યો છે

ગોદાવરી ઘડીક દેવજી સામે જોતી અને પાછી શેરડીના સાંઠા ખંખેરવા મંડતી

લાખા એ અપાવેલી

ફુલકા વાળી ટોપી

દેવજી ના માથે ભારે રૂડી લાગતી

આજે શાળા પ્રવેશ મહોત્સવ

નેતાજી નું ભાષણ...

ભાષણ પૂરું થયું

નામ દાખલ કરવાની વિધિ શરુ થઇ

ગોદાવરી નો વારો આવ્યો

નામ ... તો કે દેવજી

જનમ તારીખ ?

ગોદાવરી ને ફાફા મારતી જોઈ

માસ્તરે અંદાજે લખી લીધી

બાપ નું નામ

ગોદાવરી ફરી ફાફા મારવા લાગી

માસ્તરે ત્રાસી આંખે ગોદાવરી સામે જોયું

એને ગોદાવરી અને દેવજી વિષે ખબર હતી

છોકરા નો બાપ કોણ છે બેન ?

મારે કોનું નામ લખવું??

લખો..લાખો

લાખો અલગોતર

લાખા નો બુલંદ અવાજ

બધાએ સાંભળ્યો

લાખા એ દેવજી ને ભરી સભામાં દતક લીધો

નેતાજી ના ભાષણ પછી જેટલી તાળી નોતી પડી

તેટલી તાળી

લાખા ના એક જવાબ ઉપર પડી

લખો..લાખો....લાખો અલગોતર

દેવજી એ બાપુ......

કહી લાખા ની આંગળી પકડી

દેવજી નો શાળા પ્રવેશ

ગોદાવરી નો જીવન પ્રવેશ

અને

લાખા અલગોતર નો ગોત્ર પ્રવેશ થઇ ચુક્યો હતો !!!


Post a Comment

Previous Post Next Post