શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) - સંપૂર્ણ વિગતો
૧. મૂળભૂત માહિતી અને કાયદો
પૂરું નામ: SMC એટલે School Management Committee (શાળા વ્યવસ્થાપન સમિતિ).
કાયદો: RTE Act 2009 ની કલમ ૨૧ મુજબ દરેક સરકારી શાળામાં SMC ની રચના કરવી ફરજિયાત છે.
અમલ: ગુજરાતમાં RTE નો અમલ ૧ એપ્રિલ ૨૦૧૦ થી થયો, તેથી SMC પણ ત્યારથી કાર્યરત છે.
૨. સમિતિનું માળખું અને સભ્યો (કુલ ૧૨ સભ્યો)
SMC કુલ ૧૨ સભ્યોની બનેલી હોય છે, જેનું વિભાજન નીચે મુજબ છે:
વાલી સભ્યો (૭૫%): ૧૨ માંથી ૯ સભ્યો ફરજિયાત એવા વાલીઓ હોવા જોઈએ જેમના બાળકો તે જ શાળામાં ભણતા હોય.
મહિલા અનામત: આ ૯ વાલીઓમાંથી ૫૦% (ઓછામાં ઓછી ૫) મહિલાઓ હોવી જોઈએ.
અન્ય ૩ સભ્યો:
સ્થાનિક સત્તા મંડળ (ગ્રામ પંચાયત/નગરપાલિકા) ના ચૂંટાયેલા સભ્ય.
શાળાના આચાર્ય (જે સભ્ય સચિવ તરીકે કામ કરે છે).
સ્થાનિક શિક્ષણવિદ (જેની પસંદગી વાલીઓ કરે છે).
૧૩મો સભ્ય (મરજિયાત): ગામના 'સ્થાનિક કડિયા' ને વધારાના સભ્ય તરીકે રાખી શકાય છે (બાંધકામમાં મદદ માટે), પણ તેઓ મત આપી શકતા નથી.
૩. હોદ્દેદારો
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ: આ બંને હોદ્દાઓ ફરજિયાત વાલી સભ્યો માંથી જ ભરવાના હોય છે.
સભ્ય સચિવ: શાળાના આચાર્ય અથવા સૌથી સિનિયર શિક્ષક આ જવાબદારી સંભાળે છે.
૪. મીટિંગ અને સમયગાળો
મીટિંગનો સમય: દર ૩ મહિને (૯૦ દિવસે) ઓછામાં ઓછી એકવાર મીટિંગ મળવી જોઈએ.
સમિતિની મુદત: SMC ની નવી રચના (પુનઃગઠન) દર ૨ વર્ષે કરવાની હોય છે.
નોટિસ: મીટિંગના ૭ દિવસ પહેલા એજન્ડા સાથે સભ્યોને લેખિત જાણ કરવાની રહે છે.
૫. SMC ની મુખ્ય ફરજો અને જવાબદારીઓ
શાળા વિકાસ યોજના (SDP): કલમ ૨૨ મુજબ શાળાના વિકાસ માટે ૩ વર્ષની યોજના તૈયાર કરવી.
દેખરેખ: શિક્ષકો અને બાળકોની હાજરી, મધ્યાહન ભોજનની ગુણવત્તા અને શાળાની શૈક્ષણિક કામગીરી પર દેખરેખ રાખવી.
ગ્રાન્ટનું સંચાલન: સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય તેની ખાતરી કરવી.
નામાંકન: ગામના દરેક બાળકની શાળામાં નોંધણી થાય અને કોઈ બાળક ભણ્યા વગરનું ન રહે તે જોવું.
દિવ્યાંગ બાળકો: વિકલાંગ કે દિવ્યાંગ બાળકોને જરૂરી સવલતો મળે તેની તકેદારી રાખવી.
૬. અગત્યના રેકોર્ડ્સ (રજીસ્ટર)
સભ્ય સચિવે નીચે મુજબના રેકોર્ડ નિભાવવાના હોય છે:
એજન્ડા બુક: મીટિંગના મુદ્દાઓની વિગત.
મિનિટ્સ બુક: મીટિંગમાં થયેલી ચર્ચાની વિગત.
ઠરાવ બુક: મીટિંગમાં લેવાયેલા અંતિમ નિર્ણયોની નોંધ.
૭. ખાસ નોંધ
SMDC: જે રીતે પ્રાથમિક શાળામાં SMC હોય છે, તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં SMDC (School Management and Development Committee) હોય છે.
સરપંચ: એસએમસીમાં સરપંચ હોવા ફરજિયાત નથી, કોઈપણ ચૂંટાયેલા સભ્ય ચાલે.
Post a Comment