મહત્વની શૈક્ષણિક યોજનાઓ - સંપૂર્ણ વિગત
૧. બાલા પ્રોજેક્ટ (BALA Project)
પૂરું નામ: BALA - Building As a Learning Aid (શિક્ષણના સાધન તરીકે મકાન).
મુખ્ય હેતુ: શાળાના આખા મકાનનો ઉપયોગ શિક્ષણના સાધન (TLM) તરીકે કરવો.
વિગત: આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાની દીવાલો, ઓરડા, સીડી અને મેદાનમાં એવા શૈક્ષણિક ચિત્રો અને આકૃતિઓ દોરવામાં આવે છે જેથી બાળકને ભણવામાં રુચિ જાગે.
ઉદ્દેશ્ય: બાળકને શાળામાં આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે તેવું વાતાવરણ પૂરું પાડવું.
અમલ: આ પ્રોજેક્ટ SSA (સમગ્ર શિક્ષા અભિયાન) હેઠળ ચલાવવામાં આવે છે.
૨. સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર
આયોજન: આ યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.
પરિમાણો (Parameters): શરૂઆતમાં ૫ પરિમાણો હતા, પરંતુ કોરોના બાદ હવે ૬ પરિમાણો ધ્યાને લેવાય છે:
પાણી, 2. શૌચાલય, 3. સાબુથી હાથ ધોવા, 4. જાળવણી અને મરામત, 5. વ્યવહાર પરિવર્તન અને 6. કોવિડ-૧૯ ની પૂર્વ તૈયારી.
નોંધ: આ પુરસ્કાર સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની શાળાઓને તેમના રેન્ક મુજબ આપવામાં આવે છે.
૩. મીનાની દુનિયા કાર્યક્રમ
સ્વરૂપ: આ એક શૈક્ષણિક રેડિયો કાર્યક્રમ છે.
પ્રસારણ: BISAG ના માધ્યમથી 'વંદે ગુજરાત' ચેનલ પર દર અઠવાડિયે મંગળવારે અને શુક્રવારે પ્રસારિત કરવામાં આવતો હતો.
મુખ્ય વિષયો: જીવન કૌશલ્યો, લિંગ સમાનતા (Gender Equality), બાળ અધિકાર અને સ્વચ્છતા જેવા મૂલ્યો વાર્તાઓ દ્વારા શીખવવામાં આવે છે.
ધોરણ: આ કાર્યક્રમ ખાસ કરીને પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક અને KGBV શાળાઓના બાળકો માટે હતો.
૪. ઉજાસ ભણી કાર્યક્રમ (Adolescent Education Programme)
હેતુ: તરુણાવસ્થામાં (Adolescence) પ્રવેશતા બાળકોનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ સુનિશ્ચિત કરવો.
ધોરણ: ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ અમલી છે.
તાલીમના મુદ્દા: માનસિક આરોગ્ય, એચ.આઈ.વી. (HIV) અટકાવ, માદક પદાર્થોના સેવનથી દૂર રહેવું અને નિરોગી જીવનશૈલી અપનાવવી.
યોજના: આ કાર્યક્રમ 'આયુષ્માન ભારત' યોજના હેઠળના 'સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ' નો એક ભાગ છે.
Post a Comment