૧. વ્હાલી દીકરી યોજના (ગુજરાત સરકાર)
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના જન્મદરને વધારવાનો અને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
વિભાગ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત.
મુખ્ય હેતુ: સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું.
પાત્રતાના ધોરણો:
દીકરીનો જન્મ ૨ ઓગસ્ટ ૨૦૧૯ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ.
દંપતીની કુલ વાર્ષિક આવક ₹૨,૦૦૦,૦૦ (૨ લાખ) થી વધુ ન હોવી જોઈએ.
દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ લાભ મળે છે.
મળવાપાત્ર સહાય (કુલ ₹૧,૧૦,૦૦૦ - ત્રણ હપ્તામાં):
પ્રથમ હપ્તો: જ્યારે દીકરી ધોરણ ૧ માં પ્રવેશ લે ત્યારે ₹૪,૦૦૦.
બીજો હપ્તો: જ્યારે દીકરી ધોરણ ૯ માં પ્રવેશ લે ત્યારે ₹૬,૦૦૦.
ત્રીજો હપ્તો: દીકરી ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે ₹૧,૦૦,૦૦૦.
અરજીની સમયમર્યાદા: દીકરીના જન્મના ૧ વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે.
૨. ઈન્સ્પાયર એવોર્ડ સ્કીમ (ભારત સરકાર)
વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને તેઓ નવા સંશોધનો કરે તે માટે આ યોજના અમલમાં છે.
પૂરું નામ: INSPIRE (Innovation in Science Pursuit for Inspired Research).
વિભાગ: ભારત સરકારનો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ.
પાત્રતા: ધોરણ ૬ થી ૧૦ માં ભણતા વિદ્યાર્થીઓ (વય મર્યાદા: ૧૦ થી ૧૫ વર્ષ).
સહાય: જો વિદ્યાર્થીનો 'નવીન વિચાર' (Innovative Idea) પસંદ થાય, તો તેને મોડેલ બનાવવા માટે ₹૧૦,૦૦૦ ની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા: દેશભરમાંથી અંદાજે ૧ લાખ શ્રેષ્ઠ વિચારોની પસંદગી કરવામાં આવે છે.
નોંધ: આ યોજના સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી તમામ શાળાઓને લાગુ પડે છે.
પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દાઓ:
Vahali Dikri: આવક મર્યાદા ૨ લાખ, કુલ સહાય ૧.૧૦ લાખ.
Inspire Award: ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે, સહાય ₹૧૦,૦૦૦.
VSK (વિદ્યા સમીક્ષા કેન્દ્ર): તે ગાંધીનગરમાં આવેલું છે અને શિક્ષણનું મોનિટરિંગ કરે છે.
Post a Comment