શાળા ડાયસ (UDISE) કોડ અને વિદ્યાર્થી યુનિક આઈડી - સંપૂર્ણ વિગત

શાળા ડાયસ (UDISE) કોડ અને વિદ્યાર્થી યુનિક આઈડી - સંપૂર્ણ વિગત


૧. ડાયસ (UDISE) ની પાયાની માહિતી

  • પૂરું નામ: UDISE - Unified District Information System for Education.

  • શરૂઆત: ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩ થી તમામ શાળાઓ (સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ અને મદ્રેસા) માટે ડાયસ નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

  • હેતુ: આ એક 'ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ' છે જેના દ્વારા બાળકની શૈક્ષણિક કારકિર્દીની તમામ વિગતો ઓનલાઈન મેળવી શકાય છે.

૨. ડાયસ કોડના પ્રકાર અને અંકો (Digits)

પરીક્ષાની દ્રષ્ટિએ આ આંકડાઓ ખૂબ મહત્વના છે:

  1. શાળાનો ડાયસ કોડ: કુલ ૧૧ અંકનો હોય છે.

  2. શિક્ષકનો ડાયસ કોડ: કુલ ૦૮ અંકનો હોય છે.

  3. વિદ્યાર્થીનો યુનિક આઈડી: કુલ ૧૮ અંકનો હોય છે.


૩. શાળાનો ડાયસ કોડ (૧૧ અંક) કેવી રીતે બને છે?

શાળાના ૧૧ અંકના કોડમાં દરેક અંકનો ચોક્કસ અર્થ હોય છે:

  • પ્રથમ ૨ અંક: રાજ્યનો કોડ (ગુજરાત માટે ૨૪ નંબર છે).

  • પછીના ૨ અંક: જિલ્લાનો કોડ દર્શાવે છે.

  • પછીના ૨ અંક: તાલુકાનો કોડ દર્શાવે છે.

  • પછીના ૩ અંક: ગામ કે શહેરના વિસ્તારનો કોડ દર્શાવે છે.

  • અંતિમ ૨ અંક: તે ગામ/વિસ્તારની શાળાનો ક્રમ દર્શાવે છે.


૪. વિદ્યાર્થીનો યુનિક આઈડી (૧૮ અંક) કેવી રીતે બને છે?

વિદ્યાર્થીનો ૧૮ અંકનો આઈડી શાળાના કોડની પાછળ ૭ અંક ઉમેરીને બનાવવામાં આવે છે:

  • પ્રથમ ૧૧ અંક: જે-તે શાળાનો ડાયસ કોડ.

  • પછીના ૨ અંક: બાળકના પ્રવેશ વર્ષના છેલ્લા બે આંકડા (દા.ત. ૨૦૨૪ માં પ્રવેશ લીધો હોય તો '૨૪').

  • ૧ અંક (જાતિ): જો બાળક કુમાર હોય તો અને કન્યા હોય તો .

  • અંતિમ ૪ અંક: બાળકની નોંધણીનો સીરીયલ નંબર (રજીસ્ટ્રેશન નંબર).


૫. અન્ય અગત્યની વિગતો

  • ફરજિયાત ઉલ્લેખ: ૨૦૧૩ ના જી.આર. મુજબ, બાળકના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (L.C.) અને બોનાફાઈડ સર્ટિફિકેટમાં આ ૧૮ અંકનો યુનિક આઈડી લખવો ફરજિયાત છે.

  • ડાયસ ફોર્મ: શાળાઓએ દર વર્ષે જુલાઈ થી ઓગસ્ટ માસ દરમિયાન ડાયસ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે.

  • માહિતીની ઉપલબ્ધતા: આ આઈડી દ્વારા બાળકની જન્મતારીખ, અગાઉની શાળા, પ્રવેશ તારીખ, જાતિ, ધર્મ અને ગંભીર બીમારી જેવી તમામ એ ટુ ઝેડ (A to Z) વિગતો જાણી શકાય છે.

  • વેબસાઈટ: શાળાઓનો રિપોર્ટ કાર્ડ જોવા માટે udiseplus.gov.in પોર્ટલનો ઉપયોગ થાય છે.

Post a Comment

Previous Post Next Post