નિપુણ ભારત મિશન (NIPUN Bharat) - સંપૂર્ણ વિગત
૧. મૂળભૂત માહિતી અને પૂરું નામ
પૂરું નામ: NIPUN - National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy.
શરૂઆત: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૧ માં આ મિશન શરૂ કરવામાં આવ્યું.
સંદર્ભ: આ મિશન નવી શિક્ષણ નીતિ (NEP 2020) ના લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે અમલમાં મૂકાયું છે.
ટેગલાઈન: "નિપુણ ભારત કા સપના, સબ બચ્ચે સમજે ભાષા ઔર ગણના".
૨. લક્ષ્યાંક અને સમયમર્યાદા
મુખ્ય હેતુ: પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN - Foundational Literacy and Numeracy).
વય મર્યાદા: ૩ વર્ષથી ૯ વર્ષ સુધીના બાળકો માટે (બાલવાટિકા/પૂર્વ પ્રાથમિકથી ધોરણ ૩ સુધી).
સમયગાળો: આ મિશનનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં પૂર્ણ કરવાનો છે.
નોંધ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આ જ લક્ષ્યાંક ૨૦૨૫ સુધીનો છે, પરંતુ નિપુણ ભારત મિશન હેઠળ તે ૨૦૨૬-૨૭ નક્કી કરાયો છે.
૩. ધોરણ મુજબના શૈક્ષણિક લક્ષ્યાંકો (Targets)
નિપુણ ભારત અંતર્ગત દરેક ધોરણના અંતે બાળકે નીચે મુજબની ક્ષમતા કેળવવી જરૂરી છે:
ધોરણ ૧ માટે:
૯૯ સુધીના અંક વાંચી અને લખી શકે.
અપરિચિત સાદા શબ્દો વાંચી શકે.
એક અંકના સાદા સરવાળા-બાદબાકી કરી શકે.
ધોરણ ૨ માટે:
૯૯૯ સુધીના અંક વાંચી અને લખી શકે.
૧ મિનિટમાં ૪૦ થી ૬૦ શબ્દો અર્થગ્રહણ સાથે વાંચી શકે.
૯૯ સુધીના સરવાળા-બાદબાકી કરી શકે.
ધોરણ ૩ માટે:
૯,૯૯૯ સુધીના અંક વાંચી અને લખી શકે.
૧ મિનિટમાં ૬૦ થી વધુ શબ્દો અર્થગ્રહણ સાથે વાંચી શકે.
સાદા ગુણાકાર કરી શકે.
૪. અમલીકરણ વ્યવસ્થા (૫ સ્તરીય માળખું)
આ મિશન દેશમાં કુલ ૫ સ્તરે કામ કરે છે:
રાષ્ટ્રીય સ્તર (National Level)
રાજ્ય સ્તર (State Level - સમગ્ર શિક્ષા દ્વારા સંચાલન)
જિલ્લા સ્તર (District Level)
બ્લોક/ક્લસ્ટર સ્તર (Taluka/Cluster Level)
શાળા/SMC અને સમાજની ભાગીદારી.
Post a Comment