જ્ઞાન સહાયકોના કરાર (Contract) રીન્યુ કરવા બાબત.
પત્રની મુખ્ય વિગતો અને મહત્વના મુદ્દા
યોજનાની શરૂઆત: શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત (Grant-in-aid) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૩-૨૪ થી "જ્ઞાન સહાયક યોજના" શરૂ કરવામાં આવી છે.
૧૧ માસનો કરાર: નિયમ મુજબ જ્ઞાન સહાયકોનો કરાર વેકેશન સિવાય વધુમાં વધુ ૧૧ માસનો રહેશે. શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આ કરાર આપોઆપ રદ ગણાશે. (જો કોઈ જ્ઞાન સહાયક વર્ષની વચ્ચે પણ જોડાયા હોય, તો પણ શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે તેમનો કરાર આપોઆપ પૂરો થઈ જાય છે).
હાલની સ્થિતિ: નિયમ અનુસાર તમામ જ્ઞાન સહાયકોના કરાર પૂરા થઈ ગયા હોવાથી, હાલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે કોઈ જ્ઞાન સહાયક કાર્યરત નથી.
આદેશ / નિર્ણય
વિદ્યાર્થીઓના અભ્યાસ બગડે નહીં (વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં) અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે માનનીય શિક્ષણ મંત્રીશ્રીની મંજૂરી અન્વયે આ નિર્ણય લેવાયો છે:
જ્યાં સુધી શાળાઓમાં કાયમી શિક્ષકો અથવા નવા જ્ઞાન સહાયકની નિમણૂંક ન થાય, ત્યાં સુધી જે જ્ઞાન સહાયકો શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં કાર્યરત હતા, તેમના કરાર રીન્યુ (નવીનીકરણ) કરવા માટે જિલ્લા કક્ષાએ સૂચના આપવામાં આવી છે.
ટૂંકમાં, વર્ષ ૨૦૨૫-૨૬ માં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને કાયમી કે નવા શિક્ષક ન આવે ત્યાં સુધી ચાલુ રાખવા માટે કરાર રીન્યુ કરવાની મંજૂરી અંગેનો આ પત્ર છે.
Post a Comment