GSPESC વિદ્યાસહાયક અને સ્પેશિયલ એજ્યુકેટર ભરતી ૨૦૨૬

 

GSPESC વિદ્યાસહાયક અને સ્પેશિયલ એજ્યુકેટર ભરતી ૨૦૨૬



ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (GSPESC) દ્વારા ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ માં વિધ્યાસહાયક (અન્ય માધ્યમ), સ્પેશિયલ એજ્યુકેટર તથા દિવ્યાંગજનો માટે ખાસ ભરતી અંતર્ગત મુખ્ય શિક્ષક (HTAT) ની જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.

📅 મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

વિગતતારીખ અને સમય
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ૦૧ જૂન ૨૦૨૬ (બપોરે ૧૨:૦૦ વાગ્યાથી)
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ૧૦ જૂન ૨૦૨૬ (બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધી)
સ્વીકાર કેન્દ્ર (Receiving Centre) પર ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ૧૦ જૂન ૨૦૨૬ (સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી)

📊 જગ્યાઓની વિગત (Vacancy Details)

  • કુલ જગ્યાઓ: ૩,૯૬૬ (અંદાજિત)

  • વિભાગ: ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮

  • પદનું નામ: વિદ્યાસહાયક (અન્ય માધ્યમ), સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષક (HTAT)

🎓 શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria)

  • ટેટ પરીક્ષા: ઉમેદવારે સરકાર દ્વારા લેવાયેલ સંબંધિત TET-1 / TET-2 અથવા HTAT પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

  • ડિગ્રી: ઉમેદવાર પાસે પદ અનુસાર D.El.Ed (PTC), B.Ed અથવા સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ/ડિગ્રી હોવી અનિવાર્ય છે.

  • નોંધ: શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પગાર ધોરણની વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં જોઈ શકાશે.

📝 પસંદગી પ્રક્રિયા (Selection Process)

૧. મેરિટ લિસ્ટ: ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાત અને TET/HTAT ના ગુણના આધારે બનેલા મેરિટ લિસ્ટ પ્રમાણે થશે.

૨. ડોક્યુમેન્ટ વેરિફિકેશન: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ નિયત સ્વીકાર કેન્દ્રો પર જઈ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે.

૩. જિલ્લા પસંદગી: મેરિટના આધારે ઓનલાઈન જિલ્લા અને શાળાની ફાળવણી કરવામાં આવશે.

💻 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? (How to Apply)

1.ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ:પહેલું સ્ટેપ.

સૌ પ્રથમ વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ https://vsb.dpegujarat.in ઓપન કરો.

2.રજીસ્ટ્રેશન કરો:બીજું સ્ટેપ.

વેબસાઈટ પર "Register" અથવા "Apply Online" લિંક પર ક્લિક કરી તમારી પ્રાથમિક વિગતો અને TET રોલ નંબર નાખી નવું રજીસ્ટ્રેશન કરો.

3.ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો:ત્રીજું સ્ટેપ.

અરજી ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો કાળજીપૂર્વક ભરો તથા ફોટો-સિગ્નેચર અપલોડ કરો.

4.પ્રિન્ટ આઉટ લો અને જમા કરાવો:છેલ્લું સ્ટેપ.

ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લો. આ પ્રિન્ટ અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ નકલ નજીકના નિયત સ્વીકાર કેન્દ્ર (Receiving Centre) પર ૧૦ જૂન ૨૦૨૬ સાંજે ૫:૦૦ વાગ્યા પહેલાં જમા કરાવવાની રહેશે.

અગત્યની સૂચના: અરજી કરતા પહેલાં વેબસાઈટ પર આપેલી વિગતવાર જાહેરાત (Detailed Advertisement) અને ફોર્મ સાથે જોડવાના આધારોની માર્ગદર્શિકા ચોક્કસ વાંચી લેવી.

Post a Comment

Previous Post Next Post